Keertidan Gadhvi honored with
- ભાવનગરમાં કીર્તિદાન ગઢવીના સન્માન સમારોહના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના MLA અમરીશ ડેરની એકસાથે ઉપસ્થિતિને લઇ અનેક તર્કવિતર્કો સર્જાયા છે.
કલાનગરી એવાં ભાવનગરને (Bhavnagar) આંગણે ગઇકાલે ગુજરાત ગૌરવ એવોર્ડ (Gujarat Pride Award) સન્માન- અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અભિવાદનની સાથે-સાથે ભાતીગળ લોક ડાયરો પણ યોજાયો હતો. એ દરમ્યાન કીર્તિદાન ગઢવીનું (Kirtidan Gadhavi) ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન કરાયું. દરમ્યાન આ સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના MLA અમરીશ ડેર (Amrish Dar) પણ હાજર રહ્યાં હતા. આથી ગુજરાતના રાજકારણમાં (Politics) ગરમાવો આવ્યો છે.
કીર્તિદાન ગઢવીનું ‘ગુજરાત ગૌરવ એવોર્ડ‘થી સન્માન :
તમને જણાવી દઇએ કે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમ ‘ધન્ય છે કિર્તીદાનને’ નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં કીર્તિદાન ગઢવીનું ‘ગુજરાત ગૌરવ એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં મંત્રી જીતુ વાઘાણી, જીગ્નેશ કવિરાજ, માયાભાઇ આહીર, સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલ સહિત અનેક કલાકારોએ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં કોંગ્રેસના MLA અમરીશ ડેર પણ હાજર રહેતા અનેક તર્કવિતર્ક :
એ દરમ્યાન કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર પણ કાર્યક્રમમાં હાજર રહેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. એટલે કે આગામી સમયમાં અમરીશ ડેર પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઇ છે.
કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાનો દોર શરૂ :
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી રહ્યાં છે. એ પહેલાં કોંગ્રેસમાંથી અનેક વિકેટો પડી રહી છે. એકબાદ એક દિગ્ગજોના રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. કારણ કે તાજેતરમાં જ યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી વિશ્વનાથ વાઘેલા, યુથ કોંગ્રેસના મહામંત્રી સહિત યુથ કોંગ્રેસ અને NSUIના કેટલાક નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો હાથ પકડી લીધો છે.
જેના લીધે ભાવનગરમાં ગઇકાલે યોજાયેલા આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના MLA અમરીશ ડેર પણ હાજર રહ્યાં હતા. જેના લીધે એકવાર ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અનેક તર્કવિતર્ક પણ થવા લાગ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ખરેખર આગામી સમયમાં અમરીશ ડેર કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો હાથ થામશે કે કેમ.
આ પણ વાંચો :-
- શા માટે ઉજ્જૈન પહોંચેલા આલિયા અને રણબીર કપૂરનો હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ ? જાણો અહી વાંચો
- એક સ્ત્રી બીજી સ્ત્રીની હત્યા કરાવી શકે ? માની શકાય નહીં પરંતુ વલસાડની ઘટના જીવંત પુરાવો