For the first time in the history of
- અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ પ્રવક્તા વેદાંત પટેલે સ્ટેટ ડિપાર્ટમેન્ટની ડેઈલી બ્રીફિંગ કરીને ઈતિહાસ રચ્યો
અમેરિકી સરકારમાં (US Govt) કામ કરતા વધુ એક ભારતીયે ગૌરવ વધાર્યું છે. વાત જાણે એમ છે કે, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ પ્રવક્તા વેદાંત પટેલે (Vedant Patel) સ્ટેટ ડિપાર્ટમેન્ટની ડેઈલી બ્રીફિંગ કરીને ઈતિહાસ રચ્યો છે.
આવું કરનાર તે પ્રથમ ભારતીય-અમેરિકન (Indian-American) છે. મહત્વનું છે કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસ (Spokesman Ned Price) આ દિવસોમાં રજા પર છે. આવી સ્થિતિમાં વેદાંત પટેલને તેમની ગેરહાજરીમાં આ તક મળી.
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ પ્રવક્તા વેદાંત પટેલે તેમની બ્રીફિંગ દરમ્યાન યુક્રેન પર રશિયાના આક્રમણ, JCPOA અને લિઝ ટ્રસ યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બનવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમની આગામી અંગત બ્રીફિંગ બુધવારે એટલે કે આજે નિર્ધારિત છે. તેમની પ્રથમ બ્રીફિંગ ઉત્તમ હતી.
આ અંગે વ્હાઇટ હાઉસના સિનિયર એસોસિયેટ કોમ્યુનિકેશન ડાયરેક્ટર મેટ હિલે પણ ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. હિલે પટેલની પ્રશંસા કરતા લખ્યું, “વિશ્વ મંચ પર યુએસનું પ્રતિનિધિત્વ કરવું એ એક મોટી જવાબદારી છે અને વેદાંતે તેને અત્યંત સ્પષ્ટતા સાથે નિભાવ્યું છે.”
દરમિયાન, વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ડેપ્યુટી કોમ્યુનિકેશન ડાયરેક્ટર પિલી તોબરે કહ્યું: “વેદાંત પટેલને સ્ટેજ પર જોવું ખૂબ જ સારું લાગ્યું. મારા મિત્રને એક શાનદાર શરૂઆત માટે અભિનંદન.”
ગુજરાતમાં જન્મેલા વેદાંત પટેલ કોણ છે ?
વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો હતો. તે કેલિફોર્નિયા યુનિવર્સિટી, રિવરસાઇડના સ્નાતક છે. તેઓ અગાઉ રાષ્ટ્રપતિ બિડેનના સહાયક પ્રેસ સેક્રેટરી અને વ્હાઇટ હાઉસમાં પ્રવક્તા તરીકે સેવા આપી ચૂક્યા છે.
આ ઉપરાંત તેમણે પ્રેસિડેન્શિયલ ઉદ્ઘાટન સમિતિ અને બિડેન-હેરિસ ટ્રાન્ઝિશનના પ્રવક્તા તરીકે પણ સેવા આપી છે. તેમણે બીજી ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી છે. આ વર્ષની શરૂઆતમાં વ્હાઇટ હાઉસના તત્કાલીન પ્રેસ સેક્રેટરી જેન સાકીએ તેમને સુપર ટેલેન્ટેડ ગણાવ્યા હતા.
આ પણ વાંચો :-