Home Blog Page 1311

દુબઈનો મુસાફર પેટમાં એક કિલો સોનું લઈને આવ્યો : ચાર કેપ્સૂલ પેટમાં સંતાડી રાખી હતી, જાણો કઈ રીતે ભાંડો ફુટ્યો

Dubai passenger brought one kg of

  • દુબઈનો એક મુસાફર પેટમાં એક કિલોગ્રામથી વધારે સોનાની ચાર કેપ્સૂલ લઈ જઈ રહ્યો હતો, તેને સોમવારે કેરલના કરીપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે.

દુબઈનો (Dubai) એક મુસાફર પેટમાં એક કિલોગ્રામથી વધારે સોનાની ચાર કેપ્સૂલ લઈ જઈ રહ્યો હતો, તેને સોમવારે કેરલના (Kerala) કરીપુર એરપોર્ટ (Karipur Airport) પરથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. આરોપીની ઓળખાણ રાજ્યના મલપ્પુરમ (Malappuram) જિલ્લાના વરિયામકોડના મૂળ નિવાસી નૌફલ (36) તરીકે થઈ છે.

નૌફલ સોમવારે દુબઈના કરીપુર એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેને પેટમાં ચાર કેપ્સૂલ છુપાવીને 1.063 કિલો સોનું તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના શરીર અને સામાનનું ચેકીંગ કર્યું, પણ સોનું શોધવામાં નિષ્ફળ રહ્યા.

ત્યાર બાદ તેને કોંડોટ્ટીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક્સરેમાં તેના પેટની અંદર સોનાની ચાર કેપ્સૂલ હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા અમુક મહિનામાં કરીપુર એરપોર્ટ પર સોનાની તસ્કરીનો આ 59મો કિસ્સો છે.

આ અગાઉ જયપુર એરપોર્ટ પર 1 કિલો સાનું જપ્ત કરવામાં આવ્યું હતું. તેની કિંમત લગભગ 55 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. સોનાની ત્રણ અલગ અલગ તસ્કર શાહજહાંથી લઈને આવ્યા હતા. ત્રીજો જણ સોનાના ચાર બોલ ગળી ગયો હતો. તેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. ડોક્ટરની મદદથી તેના પેટમાંથી સોનું બહાર કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

કેવી રીતે બદલાય છે ક્રિકેટના નિયમો ? જાણો કોને પૂછીને કરવામાં આવે છે નિયમોમાં બદલાવ

0

How do the rules of cricket change

  • ટી20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબર 2022થી ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગૂ થવાના છે.

સમયાંતરે ક્રિકેટની રમતમાં (The game of cricket) નિયમો સતત બદલાતા રહે છે. સમયને અનુરૂપ આ નિયમોમાં પરિવર્તન આવશ્યક છે. ત્યારે તમને થતું હશે કે આખરે આ ક્રિકેટની રમતના (Cricket) નિયમો કોણ બનાવે છે ? બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં (Fielding) શું ફેરફાર કરવા ? ક્યારે નો બોલ આપવો ક્યારે એકસ્ટ્રા રનને માન્યતા આપવી ક્યારે આઉટ આપવો આ બધું કેવી રીતે નક્કી થાય છે ?

તો ક્રિકેટ અને તેના નિયમો અંગેના તમારા સવાલોના જવાબો તમને આ આર્ટિકલમાં મળશે. ક્રિકેટના નિયમો મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) નામની સંસ્થા બનાવે છે. આ સંસ્થા સમયે જતા નિયમોમાં ફેરફાર કરતી રહેતી હોય છે. આ સંસ્થા 1787માં બની હતી. 1814માં લોર્ડ્સમાં આની હેડ ઑફિસ બની હતી. 1993માં MCCના એડમિનિસ્ટ્રેટિવ અને ગવર્નેંસ કામોને ICCને સોંપી દેવામાં આવશે. હવે MCCની પાસે માત્ર નિયમો અને તેના સંબંધિત કાર્યો જ રહ્યા છે.

MCCમાં 18 હજાર ફુલ મેમ્બર અને 5 હજાર એસોશિએટ મેમ્બર છે. કોઈપણ મનિયમમાં બદલાવ માટે બે સભ્યોની અનુમતિ જરૂરી છે. સંસ્થા નવા નિયમ બનાવતી પહેલા અંપાયર્સ, સ્કોરર અને પ્લેયર્સ કમિટી સાથે ચર્ચા વિચારણા કરે છે. આ બધાની જ અનુમતિ પછી સંસ્થા ICCને પ્રસ્તાવ મોકલે છે. આ પછી ICCના ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીની મિટિંગમાં જેતે નિયમોને મંજૂરી આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છેકે, ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ ક્રિકેટના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ઈન્ટરનેશનલ ક્રિકેટની રમતમાં માંકડિંગ આઉટનો નિયમ માન્ય નહિ ગણાય તેને બદલે ICCએ તેને રનઆઉટ તરીકે માન્ય રાખવાનું નક્કી કર્યું છે. ICCના ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીએ મંગળવારે નિયમોમાં બદલાવે મંજૂરી આપી દીધી છે. ICCએ બોલ ચમકાવવા માટે લાળ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું જ નહિ, બેટરનો ટાઈમ પિરિયડ પણ ઓછો કરી દીધો છે.

ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીએ સૌરવ ગાંગુલીની આગેવાનીમાં બનેલી કમિટીના આ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બદલાયેલા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે. એટલે કે 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ આ બદલાયેલા નિયમોની હેઠળ રમાશે.

આ પણ વાંચો :-

અમદાવાદના મકાનના ધાબા પરથી 9 મહિલા ઝડપાઇ, કરતી હતી ન કરવાનું કામ

9 women were caught from the roof

  • જે બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ગીરીવૃંદ સોસાયટીમાં આવેલા મકાનમાં ધાબા પર જુગાર રમતી 9 મહિલાઓને ઝડપી લીધી હતી.

સામાન્ય રીતે સાતમ આઠમમાં દરમિયાન જુગાર રમવાનો (To gamble) ક્રેઝ જોવા મળતો હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે. એટલું જ નહીં હવે તો મહિલાઓ પણ જુગાર રમી રહી હોય તેમ અનેક જગ્યાએ પોલીસે રેડ કરી જુગાર રમતી મહિલાઓએ (Gambling women) ઝડપી લીધી છે. ત્યારે શહેરના ક્રુષ્ણનગર વિસ્તારમાંથી મકાનનાં ધાબા પર જુગાર રમતી નવ મહિલાઓને પોલીસે ઝડપી લીધી છે.

કૃષ્ણનગર પોલીસ પેટ્રોલિંંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે વિભાગ 1ના મકાન નંબર ઇ 520માં મહિલાઓ ખુલ્લામાં ધાબા પર ગંજીપાના તેમજ પૈસા વડે હાલ જીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ગીરીવૃંદ સોસાયટીમાં આવેલા મકાનમાં ધાબા પર જુગાર રમતી 9 મહિલાઓને ઝડપી લીધી હતી.

આ દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 5980, દાવના નાણાં રૂપિયા 700 અને મોબાઈલ ફોન 3 નંગ સહિત રૂપિયા 16,180 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે મહત્વની બાબત તો એ છે કે આ તમામ મહિલાઓ ધાબા પર જુગાર રમી રહ્યા હતા. પરંતુ પોલીસને બાતમી મળતા જ પોલીસે રેડ કરીને મહિલાઓને ઝડપી લીધી છે.

આ મહિલા ઓ કેટલા સમયથી અહીં જુગાર રમતાં હતાં. અને જુગાર કોણ રમાડતું આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.  આ સિવાય પણ અગાઉ અનેક જગ્યા એ મહિલાઓને જુગાર રમતા પોલીસે પકડી પાડેલ છે.

આ પણ વાંચો :-

‘દૂધ નહીં મળે’ અફવાથી દૂર રહો : દૂધનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, રાત્રે થઈ હતી પડાપડી

0

Stay away from ‘no milk available’ rumour

  • ગઇકાલે મોડી રાત્રે ‘દૂધ નહીં મળે’ એવી અફવા ફેલાવાના કારણે અનેક શહેરોમાં પાર્લર પર દૂધ લેવા પડાપડી થઇ હતી.

માલધારી સમાજ (Merciful society) દ્વારા પોતાની વિવિધ માંગોને લઇને ગુજરાત સરકાર (Gujarat Govt) વિરૂદ્ધ લડત આપી રહી છે. ત્યારે પોતાની માંગને પ્રબળ કરવા તેમજ સરકાર સુધી અવાજ પહોંચાડવા આજે રાજ્યના અનેક પ્રાંતોમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ બંધ રાખી વિરોધ કરવાનું નક્કી કરાયું છે. જેને લઇને ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ (Ahmedabad), રાજકોટ સહિતના શહેરોમાં દૂધની ડેરીઓ (Milk dairy) બહાર દૂધ લેવા લોકોએ પડાપડી કરી હતી.

અમદાવાદમાં અમૂલ પાર્લર ઉપર રાબેતા મુજબ દૂધ ઉપલબ્ધ :

દૂધ નહીં મળેની અફવાના કારણે ગઇકાલે મોડી રાત્રે અમૂલ પાર્લર પર દૂધ લેવા માટે લાંબી કતારો લાગી હતી. ત્યારે અમદાવાદમાં અમૂલ પાર્લર ઉપર રાબેતા મુજબ દૂધ મળી રહ્યું છે. દૂધ નહીં મળે તેવી અફવાથી દૂર રહો. મહત્વનું છે કે માલધારીઓ દૂધ નહીં ભરે તેવી અફવા ફેલાઈ હતી. આથી મોડી રાત્રે દૂધ પાર્લર ઉપર દૂધ લેવા પડાપડી થઈ હતી.

સુરતમાં ગઇકાલે સુમુલ ડેરીના ટેમ્પોમાં અસામાજિક તત્વોએ કરી હતી તોડફોડ :

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સોશિયલ મીડિયામાં માલધારી સમાજના મેસેજ વાયરલ થતા દૂધ માટે પડાપડી શરૂ થઇ ગઇ હતી. ઉપરાંત સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહીતના અનેક સ્થળોએ આ સ્થિતિ જોવા મળી હતી. બીજી બાજુ રાજ્યના અમુક શહેરોમાં દૂધ ન મળવાની આશંકાએ દૂધ લેવા માટે પડાપડીની ઘટના ઘટી છે.

ત્યારે સુરતમાં ગઇકાલે સુમુલ ડેરીના ટેમ્પોમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ સુરત જિલ્લામાં 3થી વધુ દૂધના ટેમ્પોમાં તોડફોડ કરી છે. આ સાથે ટેમ્પોમાં રહેલું દૂધ પણ રસ્તામાં ઢોળી દીધું હતું. જેથી સુમુલ ડેરીએ મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે દૂધનું વિતરણ કર્યું હતું.

આ પણ વાંચો :-

નવરાત્રી દરમિયાન અંબાજી દર્શને જવાના હોય તો ખાસ વાંચી લો, દર્શન-આરતીના સમયમાં થયો ફેરફાર

0

If you want to visit Ambaji during Navratri

  • નવરાત્રી દરમિયાન બનાસકાંઠાના અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમા બદલાવ કરવામાં આવ્યો છે.

આધ્યાશક્તિ માં અંબાની (Amba in Adhyashakti) આરાધનાના પર્વ નવરાત્રી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નવરાત્રી દરમિયાન જગવિખ્યાત અંબાજી મંદિરમાં (Ambaji temple) દર્શન અને આરતીના સમયમા બદલાવ કરવામાં આવ્યો છે. આગામી એકમથી આરતી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી કરવામાં આવશે.

માઈ ભક્તોની સગવડાતાને પગલે લેવાયો નિર્ણય :

નવરાત્રીમાં શક્તિ આરાધનાને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન બનાસકાંઠામાં આવેલા માં અંબાજીના મંદિરમાં નવરાત્રીના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી માતાજીના દર્શન કરતા હોય છે ત્યારે ભક્તોની ભીડને ધ્યાને લઇને મંદિરમાં આરતીના સમયમાં અને દર્શન સમયમાં ભક્તોની સગવડાતાને ધ્યાનમાં રાખી બદલાવ કરાયો છે.

લોકોને મુશ્કેલી ન પડે તે માટે મંદિર તંત્રએ મોટો નિર્ણય લીધો છે. એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે. જ્યારે દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી અને સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી  કરી શકાશે. વધુમાં બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તો આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે.

નવરાત્રીમાં અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર :

  • એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી આરતી થશે
  • સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે
  • દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી કરી શકાશે
  • બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે
  • સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી દર્શન કરી શકાશે
  • બપોરે 12.00 વાગ્યે માં અંબાને રાજભોગ ધરાવાશે
  • આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ થશે
  • આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે
  • આસો સુદ આઠમને સવારે 11.46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે
  • આસો સુદ દશમને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે
  • આસો સુદ પૂનમને સવારે 6 વાગ્યે થશે આરતી

આ પણ વાંચો :-

ભૂપેન્દ્ર પટેલ સરકારનું અંતિમ વિધાનસભા સત્ર, લેવાઈ શકે છે મોટા નિર્ણયો

0

Bhupendra Patel government’s final

  • બુધવારથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર શરૂ થવાનું છે. આ વર્તમાન સરકારનું છેલ્લું સત્ર હશે. તો કોંગ્રેસે પણ બે દિવસીય સત્રમાં સરકારને ઘેરવા માટે પોતાની રણનીતિ બનાવી લીધી છે.

21 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) બે દિવસીય સત્ર મળવાનું છે. ગુજરાતની 14મી વિધાનસભાનું આ અંતિમ સત્ર હશે. રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) યોજાવાની છે. તેવામાં આ ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) સરકારનું આ અંતિમ સત્ર હશે. વિધાનસભાનું આ ટૂંકુ સત્ર હંગામેદાર રહી શકે છે. વિધાનસભામાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) પણ તૈયારી કરી લીધી છે.

કોંગ્રેસ દ્વારા કામકાજ સલાહકાર સમિતિની યોજાયેલી બેઠકમાં સત્ર લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર માત્ર બે દિવસીય સત્ર યોજવાની છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. બીજીતરફ ઘણા કર્મચારીઓ વિવિધ માંદોને લઈને ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે.

રાજ્યમાં આંદોલનનો દૌર :

ગાંધીનગરમાં વિવિધ સરકારી કર્મચારીઓ પોત-પોતાની માંગને લઈને આંદોલન કરી રહ્યાં છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર કર્મચારીઓના અસંતોષને ઠારવામાં સંપૂર્ણ પ્રમાણે સફળ નિવળી નથી. બીજી તરફ માલધારીઓએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે.

વિધાનસભામાં કુલ 7 બિલ રજૂ કરાશે :

ગુજરાત વિધાનસભાના અંતિમ સત્રમાં બે દિવસમાં બે બેઠક યોજાવાની છે. રાજ્ય સરકાર આ દરમિયાન 7 બિલ ગૃહમાં રાખશે. વિધાનસભાની પ્રથમ બેઠકમાં ચાર અને બીજી બેઠકમાં ત્રણ બિલ રજૂ કરવામાં આવશે. તો સત્રમાં ટૂંકી મુદત્તના પ્રશ્નો પણ પૂછવામાં આવશે. રાજ્ય સરકાર રખડતાં ઢોર નિવારણ કાયદો પરત ખેંચશે. માલધારી સમાજની માંગને ધ્યાનમાં રાખી સરકારે આ જાહેરાત કરી હતી.

આ સુધારા બિલ વિધાનસભામાં રજૂ થશે :

1. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, 2022
2. ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક, 2022
3. ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, 2022
4. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (સુધારા), વિધેયક 2022
5. ગુજરાત વિનિયોગ અધિનિયમો (રદ્દ કરવા બાબત) વિધેયક, 2022
6. ઢોર નિયંત્રણ અને સુધારા વિધેયક

આ પણ વાંચો :-

પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ : રીટાયર્ડ થતાં પહેલા જ બની જશો કરોડપતિ, જાણી લો ફટાફટ વિગત

0

Post Office’s Big Scheme: Become a

  • લાંબા ગાળાના રોકાણ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સારો વિકલ્પ છે, જેમાં તમને ખૂબ જ સારું વળતર મળે છે.

જો તમે પણ કરોડપતિ (millionaire) બનવા માંગો છો, તો હવે તમારો સમય આવી ગયો છે. કરોડપતિ બનવા માટે આજથી જ રોકાણ શરૂ કરી દો. આ માટે તમારે વધારે રોકાણ કરવાની જરૂર નથી, પરંતુ માત્ર થોડા રૂપિયા જ દર મહિને પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં (Provident Fund) રોકાણ કરવું પડે છે. જો તમે અહીં જણાવેલી રીતે રોકાણ કરતા રહેશો તો નિવૃત્તિ પહેલાં તમે કરોડપતિ બની જશો.

લાંબા ગાળાનું રોકાણ :

લાંબા ગાળાના રોકાણ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સારો વિકલ્પ છે, જેમાં તમને ખૂબ જ સારું વળતર મળે છે. પીપીએફમાં તમે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા એટલે કે મહીને 12,500 રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. કરોડપતિ બનવું હોય તો તમારે દર મહિને કેટલું અને કેટલા સમય સુધી રોકાણ કરવું પડશે તે જાણવું પડશે. ચાલો આપને આ 3 રીત જોઈએ જે તમે અનુસરીને કરોડપતિ બની શકો છો.

પીપીએફ પર મળશે 7.1 ટકા વ્યાજ :

હાલ સરકાર પીપીએફ એકાઉન્ટ પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ ચૂકવે છે. અહી રોકાણ 15 વર્ષ માટે કરવામાં આવે છે. તે મુજબ મહિના માટે 12500 રૂપિયાના રોકાણની કુલ કિંમત 15 વર્ષ પછી 40,68,209 રૂપિયા થશે. કુલ રોકાણ 22.5 લાખ રૂપિયા છે અને વ્યાજ 18,18,209 રૂપિયા છે.

આ રીતે જમા થશે એક કરોડ રૂપિયાનું ફંડ :

1. માની લો કે આ સમયે તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે પીપીએફ માં રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે.
2. 15 વર્ષ સુધી પીપીએફમાં દર મહિને 12500 રૂપિયા જમા કરાવ્યા બાદ તમારી પાસે 40,68,209 રૂપિયા હશે.
3. હવે આ પૈસા ન ઉપાડો, તમે 5-5 વર્ષના ગાળામાં પીપીએફને આગળ વધારતા રહો
4. 15 વર્ષ બાદ વધુ 5 વર્ષ માટે રોકાણ કરતા રહો એટલે કે 20 વર્ષ બાદ આ રકમ થશે – 66,58,288 રૂપિયા
5. જ્યારે 20 વર્ષ થાય, ત્યારે આગામી 5 વર્ષ માટે રોકાણ વધારો, એટલે કે, 25 વર્ષ પછી રકમ હશે – 1,03,08,015 રૂપિયા થઇ જશે.

તો આ રીતે બનશો કરોડપતિ :

જો તમે 30 વર્ષની ઉંમરે પીપીએફમાં દર મહિને 12500 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે 25 વર્ષ પછી એટલે કે 55 વર્ષની ઉંમરે કરોડપતિ બની જશો. જણાવી દઈએ કે પીપીએફ ખાતાની પરિપક્વતા 15 વર્ષ છે. જો આ એકાઉન્ટને 15 વર્ષથી વધુ વધારવું હોય તો પાંચ-પાંચ વર્ષ પ્રમાણે આ એકાઉન્ટને વધુ વર્ષો માટે વધારી શકાય છે.

આ પણ વાંચો :-

શું તમને પણ ડાયાબિટીસ છે ? બપોરે જમતી વખતે ડાયેટમાં સામેલ કરો આ ચીજ, મળશે અઢળક ફાયદાઓ

Do you also have diabetes? Include this item

  • જો તમે ડાયાબિટીસનાં દર્દી છો, તો જાણો ક્યા પ્રકારનો ખોરાક તમારા માટે ફાયદાકારક રહેશે.

ડાયાબિટીસનાં (Diabetes) દર્દીઓએ લાઈફસ્ટાઈલની સાથે સાથે પોતાના ખાનપાનમાં પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. જો તમે જરાક પણ બેદરકારી કરી તો તમારા સ્વાસ્થ્યને (Health) નુકસાન પહોંચી શકે છે. ડાયાબિટીસનાં દર્દીઓ માટે એ જાણવું જરૂરી છે કે ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ અને ક્યા ખોરાકનું સેવન ન કરવું જોઈએ.

આવામાં આજે અમે તમને જણાવશું શુગર પેશન્ટનાં બપોરાના ડાયેટ વિશે. તો આવો જાણીએ ડાયાબિટીસનાં દર્દીઓએ બપોરની થાળીમાં ક્યા ખોરાકને સામેલ કરવો જોઈએ.

અનાજ અને દાળ :

ડાયાબિટીસનાં દર્દીઓએ બપોરના ખાવામાં અનાજ અને દાળનો સમાવેશ ચોક્કસથી કરવો જોઈએ. આના સેવનથી ડાયાબિટીસનાં દર્દીઓને પોટેશિયમ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળે છે.

દહીં :

દહીં ખાવું તો ઘણા લોકોને અત્યંત પસંદ હોય છે. જો થાળીમાં દહીં મળી જાય તો ખાવાની મજા જ ડબલ થઇ જાય છે. આ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને શુગરનાં દર્દીઓ માટે તો આ ખૂબ જ ફાયદાકારક છે. તમે દહીં બપોરના ભોજનમાં જરૂર સામેલ કરો.

આમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને ઘણા પોષકતત્વો હોય છે. આ સાથે જ તેમાં સીએલએ પણ હોય છે, જે બ્લડ શુગરને ઘટાડવામાં મદદરૂપ છે. સાથે જ વજન ઘટાડવાથી લઈને ઈમ્યૂનીટી મજબૂત કરવામાં પણ સહાયતા આપે છે.

ડાયાબિટીસ પેશન્ટ બપોરના ભોજનમાં ઈંડાનો સમાવેશ કરી શકે છે. શુગર પેશન્ટ રોજ એક ઈંડાનું સેવન કરે, તો તેનાંથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા ફાયદાઓ થશે. તેમના પ્રોટીન સિવાય એમીનો એસીડ પણ હોય છે, જે તમને હેલ્ધી રાખવાની સાથે સાથે શુગર લેવલ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો :-

હવે લોન્ચ થશે ત્રણ પૈડાં વાળી ઇલેક્ટ્રિક કાર ! કિંમત માત્ર 4.5 લાખ રૂપિયા ! આજે જ કરાવી લો બુકિંગ

Electric car with three wheels will be launched

  • ઈલેક્ટ્રીક કારનુ નામ આવતા જ મોંઘી ગાડીની વાત સામે આવે છે, પરંતુ હવે આવુ નહીં થાય. જ્યારે તમે ઈલેક્ટ્રીક કારની મજા ઑલ્ટોના ભાવમાં લઇ શકશો.

આ કારની આમ તો ઘણી ખાસિયત છે. પરંતુ તેની સૌથી મોટી ખાસિયત છે તેની રેન્જ. આ એક વખત ફૂલ ચાર્જ (Full charge) કરવાથી 200 કિમીનો પ્રવાસ પૂર્ણ કરશે. નાની કિંમત અને નાની સાઈઝ હોવા છતા આ કારની રેન્જ ખૂબ જ સારી રાખવામાં આવી છે. સ્ટ્રોમ આર (Strom R) 3ની કિંમત અંગે કંપનીએ હજી ખુલાસો કર્યો નથી.

પરંતુ સુત્રો મુજબ આ 4.5 લાખ રૂપિયામાં લોન્ચ કરી શકાય છે. જો આમ થાય છે તો આ ઈલેક્ટ્રીક કારને મોટી ટક્કર આપશે. નાની સાઈઝ અને કિંમતને પગલે લોકોની વચ્ચે આ કાર લોકપ્રિય થઇ રહી છે. આ એક નવી ડિઝાઈનની સાથે દેશમાં લોન્ચ કરવામાં આવશે. જે ખૂબ જ અલગ હશે.

કારને તમે 10 હજાર રૂપિયાથી બુક કરાવી શકો છો :

આર 3નુ બુકિંગ છેલ્લાં લાંબા સમયથી ચાલી રહ્યું છે અને તેનુ લોન્ચ થવાની લોકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. આ કારને તમે કંપનીની સત્તાવાર સાઈટ પર જઇને 10 હજાર રૂપિયાથી બુક કરાવી શકો છો. આ વર્ષની શરૂઆતમાં બુકિંગ ઓપન થયા બાદ સ્ટ્રોમે દાવો કર્યો હતો કે માત્ર 4 દિવસમાં 750 કરોડ રૂપિયાની કારો બુક થઇ છે.

આ ત્રણ પૈડાવાળી કાર હશે :

આ કારની ખાસિયત છે કે આ ત્રણ પૈડાવાળી કાર હશે અને તેમાં બે લોકો સરળતાથી બેસી શકશે. આ સાથે કંપનીએ તેમાં સનરૂફ પણ આપ્યું છે. આ ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે આવશે. કારની ખાસિયત તેની ડાયમંડ કટ ડિઝાઈન પણ છે. આ ખૂબ જ કૂલ લુકની સાથે એક અલ્ટ્રા કૉમ્પેક્ટ વેહીકલ હશે. જેને શહેરમાં ચલાવવી ખૂબ સરળ રહેશે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 21 સપ્ટેમ્બર : કઈ રાશિ માટે આજનો દિવસ પ્રગતિનો રહેશે ? કોને પડશે મુશ્કેલી ?

Today’s Horoscope September 21 Gujarat Guardian

મેષ
મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિણામે આવકનું પ્રમાણ ખૂબ વધવા પામે, બેંક બેલેન્સ વધતું જણાય. અગત્યના નાણાકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા, ત્યારબાદ દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભ
આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઈ બહેન સાથે મતભેદની શક્યતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી ધંધા ક્ષેત્રે પ્રગતિ થતી જણાય.

મિથુન
સરળ અને સિદ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પરિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની તબિયત અંગે સાવચેતી રાખવી.

કર્ક
બપોર સુધી માનસકિ સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી-ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

સિંહ
આવક ખર્ચનું પાસુ સરભર થતું જણાય. પરિવારમાં સ્નેહ વધે, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મળતો જણાય. સંતાન અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યા
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. એનું ધ્યાન રાખવું . આવકનું પ્રમાણ જળવાશે. પરંતુ બપોર બાદ નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સોબતથી સાચવવું. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ.

તુલા
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઈ બહેન સાથે મતભેદની શક્યતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારું રહેશે. ધાર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃશ્ચિક
આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારે આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્યજીવનમાં આનંદની અનુભૂતિ જણાય.

ધન
માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાનીપૂર્વક કરવા. મહત્ત્વના નિર્ણયો મુલતવી રાખવા. તાવ-શરદી-ખાંસીથી સાચવવું.

મકર
આત્મવિશ્વાસ તથા ખંતમાં વૃદ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઈલ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. નર્સિંગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતિ, આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભ
માનસિક વ્યગ્રતા રહે. નાણાનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઈ જવાના યોગ છે. આથી નાણાં ઉધાર-ઉછીના આપવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્‍નીના ગુસ્સાનો સામનો કરવો પડે.

મીન
પોતે સાચા અને બીજા ખોટા એવી વૃત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્‍ની સાથે મતભેદ ટાળવા.

આ પણ વાંચો :-