Home Blog Page 1298

માનો જોરદાર ભક્ત કરે છે અનોખી સાધના : એક પગે ઊભો રહી કરે છે માની ઉપાસના

0

An ardent devotee of Mano

  • નવ દિવસ એક પગે ઉભા રહીને નકરોડા ઉપવાસ કરવા છતાં પણ સુરેશભાઈમાં તાજગી અને જોશ જોવા મળી રહ્યો છે. આ ભક્તની આવી આકરી આરાધનાના કારણે અનેક લોકો તેમના ઘરે આવીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

નવરાત્રી (Navratri 2022) એટલે શક્તિની ભક્તિનું પર્વ નવરાત્રી એટલે માં નવદુર્ગાની (Navadurga in) પૂજા આરાધના અને અર્ચનાનું પર્વ નવરાત્રી દરમિયાન અનેક લોકો અલગ અલગ રીતે માતાજી ની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે બનાસકાંઠાના (Banaskantha) એક યુવાન દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવી રહી છે. પાલનપુર (Palanpur) તાલુકાના દલવાડા ગામના સુરેશભાઈ ચૌહાણ નામના ભકત દ્વારા નવરાત્રી દરમિયાન ઝાડ ઉપર દોરડું બાંધીને (Tie a rope) નવ દિવસ એક પગે ઉભા રહીને માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.

નવ દિવસ એક પગે ઉભા રહીને નકરોડા ઉપવાસ કરવા છતાં પણ સુરેશભાઈમાં તાજગી અને જોશ જોવા મળી રહ્યો છે. આ ભક્તની આવી આકરી આરાધનાના કારણે અનેક લોકો તેમના ઘરે આવીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આધુનિક યુગમાં નવરાત્રીની ઉજવણી લોકો ડીજેના તાલે ગરબા ઘૂમી કરતા હોય છે. પરંતુ આજે અમે આપને એક એવા અનોખા ભક્ત બતાવીશું કે જે છેલ્લા 17 વર્ષથી નવરાત્રીના નવે નવ દિવસ એક પગે ઉભા રહીને પોતાનીમાં પ્રત્યેની અતૂટ આસ્થા બતાવી રહ્યા છે.

No description available.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના દલવાડા ગામનો હાથમાં માળા, ચહેરા પર તેજ અને એક પગે નવ દિવસ, 24 કલાક સુધી અડીખમ ઉભો રહેતો આ વ્યક્તિનું નામ છે સુરેશભાઈ ચૌહાણ. સુરેશભાઈના માતા પિતાને માતાજી પ્રત્યે ગઝબની આસ્થા હતી.

તેઓના આ ધાર્મિક સંસ્કાર સુરેશભાઈમાં ઉતર્યા હોવાથી તેઓ છેલ્લા પંદર વરસોથી નવરાત્રીના નવે નવ દિવસ એક પગે ઉભા રહી આરાધના કરે છે. તેઓનું માનવું છે કે આમ એક પગે ઉભા રહેવાથી તેમનું મનોબળ મજબૂત બને છે.

સુરેશભાઈના માતાપિતાએ તેમના બન્ને સંતાનોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું હોવાથી સુરેશભાઈ 18 વર્ષના હતા. ત્યારથી જ પોતાના ઘરમાં નવરાત્રીના નવે નવ દિવસ 24 કલાક ઝાડ પર દોરડું બાંધીને એક પગે ઉભા રહે છે. તેમના પરિવારના તમામ સભ્યો 24 કલાક તેમની સેવા માટે હાજર રહે છે.

No description available.

એક પગે ઉભા રહેવાની સાથે તેઓ નવ દિવસ ઉપવાસ પણ કરતા હોવાથી પરિવારજનો તેમની ખુબ જ કાળજી રાખે છે. પરિવારજનો પણ માં માતાજીની આરતી ઉતારી નવરાત્રીનું વાતાવરણ ભક્તિમય બનાવી દે છે. સુરેશભાઈની આ સાધના નજરે નિહાળવા અનેક લોકો તેમના ઘરે આવતા જતાં રહે છે.

સુરેશભાઇની પત્ની મધુબેન ચૌહાણે જણાવ્યું હતું કે, હું મારા પતિની ભક્તિના કારણે હું ધન્યતા અનુભવું છું. જ્યારે ગામના એક સ્થાનિકે જણાવ્યું કે, સુરેશભાઈની આવી આકરી તપસ્યા જોઈને ગામના લોકો અહીં આવે છે અને માતાજીની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો :-

તમારી જાણ બહાર તમારા મોબાઇલનો ઉપયોગ થઇ રહ્યો છે ? આ ચકાસવા માટે 4 સ્ટેપ જાણો

Is your mobile being used without

  • આજના સમયે જો આપણે ઘરમાં બેસીને કંઇ કામ કરવું હોય તો તેના માટે મોબાઇલનો ઉપયોગ આવશ્યક બની ગયો છે. ઘરમાં બેસીને મૂવી જોવી હોય કે બેંક અંગે ટ્રાન્ઝીશન કરવા હોય.

સ્ટેપ 1

જો તમને એવી શંકા છે કે તમારી પીઠ પાછળ કોઇ તમારો ફોન ચોરી છૂપીથી વાપરી રહ્યું છે તો તેના વિષે તમે એક સિક્રેટ કોડ દ્વારા જાણી શકો છો.

સ્ટેપ 2

સૌથી પહેલાં તમને તમારા સ્માર્ટફોનના ડાયલપેડ પર જવાનું છે. અને ત્યાં કીપેડ પર *#*#4636#*#* નંબર ડાયલ કરવાનું છે. ત્યારબાદ તમારી સામે એક મેનૂ ખૂલશે.

સ્ટેપ 3 
હવે તમારે અહીં તમારે આ સેટિંગનો ઉપયોગ કરીને સાંખ્યિક એટલે કે usage statics પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને એક લિસ્ટ દેખાશે. અહીં તમને એ જ એપ દેખાડશે જે તમારા ફોન પર ઉપયોગમાં લેવાયા છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

સ્ટેપ 4
ત્યારબાદ તમને અહીં શોર્ટલિસ્ટ કરી અને લાસ્ટ ટાઇમ યૂઝ્ડ એપ કરીને જોવાનું છે. હવે તમને ખબર પડી જશે કે કઇ એપ છેલ્લે વાપરવામાં આવી હતી અને કેટલીવાર સુધી તેનો ઉપયોગ થયો હતો.

જો તમે આ એપ વાપરી છે તો બરાબર છે પરંતુ જો તમે આ એપનો ઉપયોગ કર્યો નથી તો તમારી પીઠ પાછળ કોઇ તમારો ફોન વાપરી રહ્યો છે. સિક્યોરિટી માટે તમે તમારા ફોનનો પાસવર્ડ પણ બદલી શકો છો.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 30 સપ્ટેમ્બર ધર્મજ્યોતિષ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ ??

Today’s Horoscope 30 September Gujarat Guardian

મેષઃ ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા ભાગ્ય સારૂં છે. નોકરી-ધંધામાં વિદસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આાનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમ પાત્રનું મિલન શક્ય બને છે. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ, બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફલતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ

કર્કઃ આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જૂના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ, સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું

સિંહઃ વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ, કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ માન-સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમનું ઠંડા પીણાના વ્યાપારમાં વિશેષ લાભ આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનં આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ સેવાકીય પ્રવૃત્તિને યશ, પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસનું શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ મિત્રોથી લાભ, જૂના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે લક્ષ્મીની વખતમાં હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થી મિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું

કુંભઃ નકારાત્મકતા વિચારો લાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કરે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્ની સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય, પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્સપોર્ટ, ઇમ્પોર્ટના ધંધામાં લાભ-આંખની કાળજી રાખવી

આ પણ વાંચો :-

ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા વડોદરામાં ગરબે ઘૂમ્યા, ખુશ થઈને જાણો શું કહ્યું ?

0

Olympic gold medalist Neeraj Chopra

  • ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા ગઈ કાલે વડોદરાના મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી.

ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભાલા ફેંકમાં (javelin throw) ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા (Athlete Neeraj Chopra) ગઈ કાલે વડોદરાના (Vadodara) મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી. વડોદરાના ગરબા નિહાળી નીરજ ચોપડા ખુશ થઈ ગયા. શહેરના નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં (Vadodara Navratri Festival) નીરજ ચોપડાએ ભાગ લીધો હતો.

નીરજ ચોપડાએ ગુજરાતનું ગૌરવ એવા ગરબાનો આનંદ માણ્યો હતો. ગરબે ઘૂમ્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં એકસાથે ભેગા થઈ રમતા લોકોને પહેલીવાર જોયા. આ ઉપરાંત તેમણે આવનાર નેશનલ સ્પોર્ટ્સ ગેમના સ્પર્ધકોને શુભકામના પણ પાઠવી. નીરજ ચોપડાએએ કહ્યું કે દેશમાં સ્પોર્ટ્સનું ભાવિ ઉજ્જવળ છે. દેશમાં ખેલને વધુ પ્રોત્સાહન મળે તે માટે પીએમ મોદી સાથે મળવાની પણ વાત તેમણે કરી.

નીરજ ચોપડાનો ગરબે ઘૂમતો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગરબા વર્લ્ડ ફેમસ છે ત્યારે નીરજ ચોપડા પોતે પણ આ અવસરે ગુજરાત આવ્યા તો પોતાની જાતને ગરબા રમતા રોકી શક્યા નહીં.

અત્રે જણાવવાનું કે નીરજ ચોપડા નેશનલ ગેમ્સ અર્થે ગુજરાતમાં છે. ગુજરાતના 6 શહેરોમાં થનારા નેશનલ ગેમ્સનું આજે પીએમ મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ધાટન કરશે. 7 વર્ષના લાંબા સમયગાળા બાદ નેશનલ ગેમ્સ થઈ રહી છે. છેલ્લા 2015માં કેરળમાં તેનું આયોજન થયું હતું. આ વખતે 7000થી વધુ એથલીટ 36 અલગ અલગ સ્પોર્ટિંગ ઈવેન્ટમાં ભાગ લેશે.

આ પણ વાંચો :-

PM Kisan યોજના લાભાર્થીઓને તગડો ઝટકો ! સરકારે બંધ કરી આ મોટી સુવિધા

0

PM Kisan Yojana beneficiaries

  • કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. હવે કોઇ કિસાન પોર્ટલ પર જઇને આધાર નંબરથી પોતાનું સ્ટેટસ જોઇ શકશે નહી. હવે ખેડૂતોને સ્ટેટસ જોવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખવો ફરજિયાત થઇ ગયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પીએમ કિસાન યોજના અંતગર્ત ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 11મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાંસફર કરી ચૂક્યા છે. હવે જલદી જ ખેડૂતોના (Farmers) ખાતામાં 12મો હપ્તો 2000 રૂપિયા ટ્રાંસફર કરવામાં આવશે. આ દરમિયાન સરકારે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના 2022 માં મોટો ફેરફાર કર્યો જેની અસર 12 કરોડથી વધુ રજિસ્ટર્ડ ખેડૂતો (Registered farmers) પર પડશે. જોકે હવે ખેડૂતો પાસેથી મોટી સુવિધા છિનવી લેવામાં આવી છે. આવો જાણીએ સરકારે શું ફેરફાર કર્યા છે.

પીએમ કિસાનમાં મોટો ફેરફાર :

કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. હવે કોઇ કિસાન પોર્ટલ પર જઇને આધાર નંબરથી પોતાનું સ્ટેટસ જોઇ શકશે નહી. હવે ખેડૂતોને સ્ટેટસ જોવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખવો ફરજિયાત થઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં એ નિયમ હતો કે ખેડૂતો પોતાનો આધાર અથવા મોબાઇલ નંબર કંઇપણ નાખીને સ્ટેટસ ચેક કરી શકતા હતા.

સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા

ત્યારબાદ આ નિયમ આવ્યો કે ખેડૂતો મોબાઇલ નંબર વડે નહી, પરંતુ આધાર નંબરથી સ્ટેટસ જોઇ શકે છે. હવે નવા નિયમ અંતગર્ત ખેડૂત આધાર નંબર વડે નહી પરંતુ મોબાઇલ નંબર પડે સ્ટેટસ જો શકશે.

જાણો તેની પ્રોસેસ :

તેના માટે તમારે સૌથી પહેલાં pmkisan.gov.in પર જાવ
– અહી ડાબી તરફ બનેલા નાનકડા બોક્સમાં Beneficiary Status પર ક્લિક કરો.
– હવે તમારી સામે એક પેજ ઓપન થશે.
– હવે તમને તમારો રજિસ્ટ્રેશન નંબર ખબર નથી તો Know Your Registration Number ની લિંક પર ક્લિક કરો.
– હવે તેમાં તમારા પીએમ કિસાના ખાતા વડે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખો.
– ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને Get Mobile OTP પર ક્લિક કરો.
– તમારા નંબર પર આવેલા ઓટીપીને આપવામાં આવેલા બોક્સમાં નાખો અને Get Details અને ક્લિક કરો.
– હવે તમારો રજિસ્ટ્રેશન નંબર અને નામ તમારી સામે હશે.

શું છે પીમ કિસાન યોજના ?

અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi Yojna) સ્કીમ અંતગર્ત લાભાર્થી કિસાન પરિવારને દર વર્ષે 6,000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતમાં મોકલે છે, જે 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. તેના અંતગર્ત ખેડૂતોના ખાતમાં 11 હપ્તા મોકલવામાં આવ્યા છે. જો તમારા ખાતામાં હજુ સુધી પૈસા ટ્રાંસફર થયા નથી તો સૌથી પહેલાં પોતાનું સ્ટેટસ અને બેંક એકાઉન્ટ ચેક કરો.

આ પણ વાંચો :-

‘આના કરતાં MMS વિડીયો જ સારો હતો’, કપાળ પર સિંદૂર લગાવી દેવીના અવતારમાં દેખાઈ અક્ષરા સિંહ, લોકો એ કરી ટ્રોલ

‘MMS video was better than this Akshara Singh

  • અક્ષરા સિંહ કપાળ પર સિંદૂર, ખુલ્લા વાળ અને હાથમાં ત્રિશૂળ પકડેલ જોવા મળી હતી. લોકો એ તેના આ લુકને લઈને કરી ટ્રોલ

થોડા સમય પહેલા ભોજપુરી એક્ટ્રેસ (Bhojpuri actress) અને બિગ બોસ OTT ફેમ અભિનેત્રી અક્ષરા સિંહ (Akshara Singh) તેના એક વાયરલ MMS વીડિયોને લઈને ઘણી ચર્ચામાં હતી. લોકો કહી રહ્યા હતા કે એ વાયરલ MMS વીડિયોમાં જોવા મળતી છોકરી ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ હતી પણ એ વાતને એમને નાકરી કાઢી હતી.

એ વાયરલ MMS વીડિયો પછીથી અક્ષરા સિંહના બીજા ઘણા વિડીયો અને નવા લુક વાયરલ થયા હતા પણ લોકો આજે પણ તેને એ જ વાયરલ MMS વીડિયો માટે યાદ કરીને હજુ પણ ટ્રોલ કરી રહ્યા છે.

મા દુર્ગાના અવતારમાં દેખાઈ  :

હાલ નવરાત્રીના તહેવાર પર અક્ષરા સિંહનો એક નવો લુક ફરી ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વખતે તે કોઈ વાયરલ MMS વીડિયો  કારણે નહીં પણ નવા લૂકને કારણે ચર્ચાનો વિષય બની અને એ લુક વિશે તમને જણાવી દઈએ તો આ વખતે અક્ષરા મા દુર્ગાનો અવતારમાં દેખાઈ હતી. જો કે હાલ જ અક્ષરા સિંહ તેના આ લુકને લઈને ઘણી વધુ ટ્રોલ થઈ રહી છે.

અપકમિંગ સોંગ  :

જણાવી દઈએ કે અક્ષરા સિંહનો એક અપકમિંગ સોંગ આવી રહ્યું છે અને એ સોંગમાં તે મા દુર્ગાના અવતારમાં દેખાશે. આ ગીતનું નામ છે ‘ચૌસઠ જોગીનીયા માઈ’. હાલ વાયરલ થયેલ એમના એ પોસ્ટરમાં અક્ષરા સિંહે કપાળ પર સિંદૂર, ખુલ્લા વાળ અને હાથમાં ત્રિશૂળ પકડેલ જોવા મળી હતી. લોકો એમના એ લુકને લઈને ઘણી વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો :-

7 ઓક્ટોબરે ફરી ક્રિકેટનાં મેદાન પર ટકરાશે ભારત – પાકિસ્તાન, જાણી લો મેચને લગતી તમામ માહિતી

0

India – Pakistan will meet again

  • મહિલા એશિયા કપ 2022 હેઠળ 7 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.

યજમાન બાંગ્લાદેશ (Bangladesh) મહિલા એશિયા કપ 2022ની શરૂઆત 1 ઓક્ટોબરનાં રોજ થાઈલેન્ડ (Thailand) સામે કરશે. ભારત પણ તે જ  દિવસે શ્રીલંકા સામે રમશે. જ્યારે તેનો સામનો 7 ઓક્ટોબરનાં રોજ કટ્ટર પ્રતિસ્પર્ધી દેશ પાકિસ્તાન (Pakistan) સાથે થશે. મહિલા એશિયા કપની આ આઠમી સીઝન છે. પહેલો મહિલા એશિયા કપ 2004માં શ્રીલંકાનાં કોલંબો (Colombo) અને કેંડીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. 2018 સુધીમાં ટુર્નામેન્ટ નિયમિત રૂપથી રમવામાં આવી હતી પણ કોવિડ-19ને કારણે 2020 અને 2021માં તેને સ્થગિત કરવામાં આવી હતી. હવે 2022માં ટુર્નામેન્ટની (tournament) નવી સીઝન રમવામાં આવશે.

આ ટુર્નામેન્ટનાં રાઉન્ડ રોબીન ફોર્મેટમાં સાત ટીમો છે. બધી ટીમો 6-6 મેચ રમશે. ત્યાર બાદ ચાર ટોપ ટીમો સેમીફાઈનલ માટે ક્વોલીફાય થશે. ચાર ટીમો વચ્ચે બે સેમીફાઈનલ રમવામાં આવશે અને પછી 15 ઓક્ટોબરનાં રોજ ફાઈનલ મુકાબલો થશે.

મહિલા એશિયા કપ 2012થી ટી20 ફોર્મેટમાં રમવામાં આવે છે. આ પહેલા વન ડે ફોર્મેટમાં આ ટુર્નામેન્ટ રમાતી હતી. 2012માં આઠ ટીમોને બે ગ્રુપ અને સેમીફાઈનલમાં વિભાજીત કરવામાં આવી હતી પણ ગત બે સીઝનમાં ઓછી ટીમો હતી.આવામાં બે ટોપ ટીમો વચ્ચે ફાઈનલની જંગ થઇ હતી.

15 ઓક્ટોબરના રોજ રમવામાં આવશે ફાઈનલ  :

મહિલા એશિયા કપ 2022નો પહેલો સેમીફાઈનલ મુકાબલો સીલહટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં સવારે 9:00 વાગ્યે થશે. બીજો સેમીફાઈનલ મુકાબલો પણ 13 ઓક્ટોબરના રોજ આ જ મેદાન પર રમાશે પણ સમય બપોરે 1:00 નો રહેશે.

ટેલીકાસ્ટ અને સ્ટ્રીમીંગ : 

મહિલા એશિયા કપ 2022ની બધી મેચનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. ટુર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમીંગ Disney+ Hotstar એપ અને વેબસાઇટ પર થશે.

આ પણ વાંચો :-

ગૃહમંત્રી શાહે ગુજરાતની બાજી સંભાળી ! PM મોદીનો પ્રવાસ પૂરો થતાં જ ઘડાશે માસ્ટર પ્લાન

0

Home Minister Shah took charge of Gujarat

  • મંગળવારે કમલમમાં બંધ બારણે બેઠક યોજાયા બાદ અમિત શાહ ફરી ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને સંગઠનના લોકો સાથે બેઠક કરશે.

જેમ-જેમ ચૂંટણી (Election) નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના (Central leader of BJP) ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ (Tour of Gujarat) ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા

PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તો બીજી બાજુ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એક્શન મોડમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવશે.

1 ઓક્ટોબરે અમિત શાહ ફરી કરશે બેઠક :

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠનના લોકો સાથે બેઠકનું આયોજન કરશે. આપને જણાવી દઈએ કે, તેમણે આ પહેલા મંગળવારે પણ અચાનક સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજી હતી.

કમલમમાં યોજી હતી બેઠક :

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલી આ બેઠક સવા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.

આ પણ વાંચો :-

ભૂલથી ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યા પછી ચલણ કપાયું છે કે નહીં ? આ રીતે કરો ચેક

0

Has the challan been deducted after

  • વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન કરીએ તો ચલાણ કપાઈ શકે છે.

આજકાલ રસ્તાઓ પર વાહન ચલાવનાર (Driver) લોકોની સંખ્યામાં અઢળક વધારો થયો છે અને તેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઘણી વધી છે. કોઈ જગ્યા પર જલ્દી પહોચવાને કારણે લોકો જલ્દી વાહન ચલાવે છે પણ આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું (Traffic rules) પાલન કરવું જરૂરી છે.

જો નિયમોનું ઉલ્લંઘન કરીએ તો ચલણ કપાઈ શકે છે. પણ ઘણી વખત એવું બને છે ઘણા લોકો ઈરાદાપૂર્વક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નથી કરતાં પણ ઉતાવળે ભૂલથી ઉલ્લંઘન કરી દે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો કેટલીકવાર લોકો ભૂલથી જ રેડ લાઇટને પાર કરી જાય છે અને એ પછી ધ્યાન પડે છે કે સિગ્નલની લાઇટ રેડ હતી અને ગ્રીન નહીં.

સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા

આવી ભૂલથી થયેલ ભૂલની સ્થિતિમાં જો તમે એ જાણવા માંગતા હોય કે તમારું ચલણ કપાયું છે કે નહીં તો તે માટે એક સરળ રસ્તો છે. તમે એ ભૂલના થોડા સમય પછી અથવા બીજા દિવસે ઓનલાઈન તપાસ કરી શકો છો કે તમારું ચલણ કપાયું છે કે નહીં.

આ રીતે જાણો તમારું ચલણ કપાયું છે કે નહીં

-એ માટે પહેલા https://echallan.parivahan.gov.in વેબસાઇટ પર જાઓ.
– ચેક ચલણ સ્ટેટસ પર ક્લિક કરો.
– એ પછી ત્યાં ચલણ નંબર, વાહન નંબર અને ડ્રાઇવિંગ લાયસન્સ નંબરનો ઓપ્શન મળશે.
– વાહન નંબરનો વિકલ્પ પસંદ કરો અને જરૂરી વિગતો ભરો.
– ચેસીસ નંબર અથવા એન્જિન નંબર પણ નાખવો પડશે.
– આ બધી પ્રોસેસ પછી  ‘Get Detail’ પર ક્લિક કરો.

ચલણ કપાયું છે તો આ રીતે ઓનલાઈન ભરો  :

– પહેલા ઉપર બતાવેલ પ્રોસેસ ફોલો કરો
– ચલણ કપાયું છે તો એ ઓપ્શન પર ક્લિક કરો
– જેમાંથી ચુકવણી કરવાની છે એ કાર્ડની ડિટેલ ભરો
– કાર્ડથી જોડાયેલ નંબર પર ઓટીપી આવશે અને એ પછી પેમેન્ટ કન્ફર્મ કરો
– તમારું ચલણ ભરાઈ જશે.

આ પણ વાંચો :-