HomeScience & Technologyઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે ? સૌથી પહેલા કરી લો આ કામ,...

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે ? સૌથી પહેલા કરી લો આ કામ, જાણી લેશો તો ફાયદામાં રહેશો

Date:

Related stories

રેડ અલર્ટ પર અમદાવાદ! શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી તંત્ર દોડતું થયું

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોની...

ફરી યાદો તાજા થઈ ! એશિયા કપ જીત્યા પણ ટ્રોફી લેવાનો નન્નો ભણ્યો

મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો...

લવ મેરેજના 6 મહિના બાદ પત્નીનું શંકાસ્પદ મોત, Scorpio-N અને ₹30 લાખની માંગનો આરોપ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગરમાં નવવિવાહિતાના શંકાસ્પદ મૃત્યુના કેસે ચકચાર...

મેઘરાજાનો મોટો ખતરો! ગુજરાતના 16 જિલ્લા રેડ અલર્ટ પર, આગામી કલાકો ભારે

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. આણંદના બોરસદમાં...
spot_img

Has Instagram account been hacked

  • જો તમે પણ આ હેકર્સનો શિકાર થયા છો અને તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયુ છે તો પરેશાન ન થશો. અમુક સરળ સ્ટેપ્સને ફૉલો કરીને તમે સરળતાથી તેને રિકવર કરી શકો છો.

વારંવાર સોશિયલ મીડિયા (Social media) એકાઉન્ટ હેક (Account hack) થયાના સમાચાર સાંભળવા મળે છે. ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પણ આ હુમલાથી બચતા નથી. ઘણા ઈન્સ્ટાગ્રામ યુઝર્સ (Instagram users) વર્ષોથી આ હેકર્સના હુમલાનો શિકાર થઇ રહ્યાં છે. જો કે ઈન્સ્ટાગ્રામ તેના યુઝર્સને તેના હેક થયેલા એકાઉન્ટને રીકવર (Recover account) કરવાની સુવિધા આપે છે.

ઘણી વખત તમે પોતાના એકાઉન્ટને રિકવર કરીને બીજી વખત એક્સેસ મેળવી શકો છો. જો તમે પણ આ હેકર્સનો શિકાર થયા છો અને તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયુ છે તો પરેશાન ન થશો. અમુક સરળ સ્ટેપ્સને ફૉલો કરીને તમે સરળતાથી તેને રિકવર કરી શકો છો.

આ રીતે કરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ માટે રિપોર્ટ :

જો તમને લાગે છે કે તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોઈ બીજુ વાપરી રહ્યું છે અથવા પછી હેક થયુ છે તો તાત્કાલિક તેનો પાસવર્ડ બદલી નાખો. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થતા તમે તેને કોઈ રીતે એક્સેસ કરી શકતા નથી. કારણકે હેકર્સ તમારું એકાઉન્ટ હેક કર્યા બાદ તેનો પાસવર્ડ બદલી નાખે છે.

જો કે, તમે એક રીત છો, જેનાથી તમે તેના માટે રિપોર્ટ કરી શકો છો. રિપોર્ટ કરવા માટે તમારે આ સ્ટેપ્સ ફૉલો કરવા પડશે.

  1. જેના માટે તમારે પોતાના કોઈ પણ મિત્ર અથવા પરિવારજનોને તમારી ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર જવાનુ કહેવુ પડશે.
  2. પછી જમણી બાજુ જોવા મળી રહેલ હેમબર્ગ આઈકન પર ક્લિક કરવુ પડશે.
  3. હવે રિપોર્ટ ઓપ્શન પર ક્લિક કરો.
  4. Report Account ઓપ્શનને સિલેક્ટ કરો.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

  1. હવે તમને ઘણા ઓપ્શન્સ જોવા મળશે. જેમાંથી તમારે એક સિલેક્ટ કરવુ પડશે.
  2. જેમાં તમારે એકાઉન્ટનો રિપોર્ટ કરવા માટે એક યોગ્ય કારણ આપવુ પડશે. તમે It’s pretending to be someone else પસંદ કરી શકો છો.
  3. પછી તમને Someone I Knowના ઑપ્શન પર ક્લિક કરવુ પડશે.
  4. રિપોર્ટ મળ્યાં બાદ ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલની તપાસ કરશે અને તેના માટે તમને કોન્ટેક્ટ કરશે.
  5. આ રીતે કરો એકાઉન્ટના એક્સેસ મેળવવા માટે રિક્વેસ્ટ
  6. હેકર્સ તમારું એકાઉન્ટ હેક કરવાની બધી ડિવાઈસ પરથી તમારું એકાઉન્ટ લૉગ આઉટ પણ કરી શકે છે અને પાસવર્ડ પણ બદલી શકે છે. એવામાં તમે ઈ-મેલ દ્વારા  ઈન્સ્ટાગ્રામ પરથી લૉગ ઇન લિન્ક માટે રિક્વેસ્ટ કરી શકો છો.
  7. ઈન્સ્ટાગ્રામ ઓપન કર્યા બાદ તમને લૉગ ઈન સ્ક્રીન દેખાશે.
  8. પાસવર્ડ ચેન્જ થતા Get help logging inનો ઓપ્શન સિલેક્ટ કરો.
  9. આમ કરતા જ ઈન્સ્ટાગ્રામ પોતાના ઈનબૉક્સમાં એક સ્પેશિયલ લિન્ક સેન્ડ કરે છે. તમે મેલ ઓપન કરીને ફરીથી જણાવવામાં આવેલા દિશા- નિર્દેશને ફોલો કરો.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img