Tuesday, Apr 29, 2025

ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા વડોદરામાં ગરબે ઘૂમ્યા, ખુશ થઈને જાણો શું કહ્યું ?

2 Min Read

Olympic gold medalist Neeraj Chopra

  • ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા ગઈ કાલે વડોદરાના મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી.

ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભાલા ફેંકમાં (javelin throw) ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા (Athlete Neeraj Chopra) ગઈ કાલે વડોદરાના (Vadodara) મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી. વડોદરાના ગરબા નિહાળી નીરજ ચોપડા ખુશ થઈ ગયા. શહેરના નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં (Vadodara Navratri Festival) નીરજ ચોપડાએ ભાગ લીધો હતો.

નીરજ ચોપડાએ ગુજરાતનું ગૌરવ એવા ગરબાનો આનંદ માણ્યો હતો. ગરબે ઘૂમ્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં એકસાથે ભેગા થઈ રમતા લોકોને પહેલીવાર જોયા. આ ઉપરાંત તેમણે આવનાર નેશનલ સ્પોર્ટ્સ ગેમના સ્પર્ધકોને શુભકામના પણ પાઠવી. નીરજ ચોપડાએએ કહ્યું કે દેશમાં સ્પોર્ટ્સનું ભાવિ ઉજ્જવળ છે. દેશમાં ખેલને વધુ પ્રોત્સાહન મળે તે માટે પીએમ મોદી સાથે મળવાની પણ વાત તેમણે કરી.

નીરજ ચોપડાનો ગરબે ઘૂમતો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગરબા વર્લ્ડ ફેમસ છે ત્યારે નીરજ ચોપડા પોતે પણ આ અવસરે ગુજરાત આવ્યા તો પોતાની જાતને ગરબા રમતા રોકી શક્યા નહીં.

અત્રે જણાવવાનું કે નીરજ ચોપડા નેશનલ ગેમ્સ અર્થે ગુજરાતમાં છે. ગુજરાતના 6 શહેરોમાં થનારા નેશનલ ગેમ્સનું આજે પીએમ મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ધાટન કરશે. 7 વર્ષના લાંબા સમયગાળા બાદ નેશનલ ગેમ્સ થઈ રહી છે. છેલ્લા 2015માં કેરળમાં તેનું આયોજન થયું હતું. આ વખતે 7000થી વધુ એથલીટ 36 અલગ અલગ સ્પોર્ટિંગ ઈવેન્ટમાં ભાગ લેશે.

આ પણ વાંચો :-

Share This Article