Home Blog Page 1293

વર્ષોથી આ ગામમાં વિદેશીઓના જવા પર કેમ છે પ્રતિબંધ ? અહીં જતા પહેલાં જાણી લો આ વાત

0

Why has foreigners been banned in this village for

  • જો તમે બર્ફિલી પહાડીઓ પર જવાનું પસંદ કરતા હોવ, તો આ જગ્યા તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. દેશની રાજધાની દિલ્લી આ ગામથી માત્ર 330 કિમીના અંતરે આવેલી છે. દહેરાદૂન પાસે આવેલુ ચકરાતા ગામ એક નાના શહેર જેવુ છે.

ભારતમાં (India) ઘણી સુંદર જગ્યાઓ છે. જ્યાં લોકો દેશ-વિદેશથી દર વર્ષે ફરવા આવે છે. આ સુંદર જગ્યાઓમાં દેવભૂમિ ઉત્તરાખંડનું (Devbhoomi Uttarakhand) નામ સૌથી ઉપર છે. ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યા છે. જ્યાનું પ્રાકૃતિક વાતાવરણ મન મોહી લે છે. પરંતુ ઉત્તરાખંડમાં (Uttarakhand) એક ગામ એવુ છે. જ્યાં વિદેશીઓના (Foreigners) જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ વિદેશી અહીં જવાની હિંમત પણ કરે તો તેના પર સુરક્ષાબળો કડક કાર્યવાહી કરે છે.

આ ગામમાં પ્રવેશ પર છે પ્રતિબંધ :

ઉત્તરાખંડના ચકરાતા ગામમાં વિદેશીઓના પ્રવેશ પર છે પ્રતિબંધ. અહીં વિદેશીઓ નથી પ્રવેશી શકતા. હકીકતમાં આ ગામમાં ભારતીય સેનાની છાવણી છે. જેના કારણે અહીં સેનાના જવાનો તૈનાત રહેલા હોય છે. બ્રિટિશ શાસન સમયથી જ આ ગામમાં સૈન્યની છાવણી છે.

જાણો ક્યારથી છે પ્રતિબંધ :

જો તમે બર્ફિલી પહાડીઓ પર જવાનું પસંદ કરતા હોવ તો આ જગ્યા તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. દેશની રાજધાની દિલ્લી આ ગામથી માત્ર 330 કિમીના અંતરે આવેલી છે. દહેરાદૂન પાસે આવેલુ ચકરાતા ગામ એક નાના શહેર જેવુ છે.

બ્રિટિશ શાસન સમયથી છે ઈન્ફેન્ટ્રી બેઝ :

ઉત્તરાખંડના ચકરાતામાં બ્રિટિશ શાસન સમયથી જ ઈન્ફેન્ટ્રી બેઝ આવેલો છે. ઉત્તરાખંડના સૌથી ઓછા એક્સપ્લોર શહેરમાં ચકરાતા ગામ આવેલુ છે. ચકરાતા ગામ શાંત અને પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે. સાથે જ આ ગામ પ્રદૂષણ મુક્ત પણ છે.

ફરવા લાયક કઈ કઈ જગ્યા છે :

ઓછી વસ્તી ધરાવતા ચકરાતા ગામમાં તમને ઉતારો લેવા માટે 2થી 4 હોટલ મળી રહે છે. આ ગામને લોકો જૌંસાર બાવરનાં નામથી પણ ઓળખે છે. અહીં જૌનસારી જાતિના લોકો રહે છે. અહીંથી ટાઈગર ફોલ, દેવવન અને ચિરમિરી નજીકના અંતરે આવેલા છે. જ્યાં ફરવાની મજા માણી શકાય છે.

આ પણ વાંચો :-

કોરોના ગયો પણ અસર રહી ગઈ : થોડુંક ચાલવાથી લાગે છે થાક, ઊંઘ ન આવવી-વાળ ખરવા, જાણો વિગતવાર

Corona is gone but the effect remains Walking a little causes

  • દિલ્હીની એમ્સનાં એક સર્વેમાં ખુલાસો થયો છે કે કોવિડ-19થી ઠીક થયાના બે વર્ષ બાદ પણ લોકોને શ્વાસની તકલીફ તથા અત્યંત થાક લાગવા જેવી તકલીફો છે. જાણો વિગતવાર

કોવિડ-19નાં ઉપચાર માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ થયેલ દર્દીને સાજા થયાના 24 મહિનાઓ બાદ પણ રાહત નથી. આ લોકો માત્ર 400 થી 500 મીટર ચાલવા એટલો થાક અનુભવે છે. જેટલો બે વર્ષ પહેલા બે થી ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ અનુભવતા હતા. (Like two years ago, I used to feel after walking two to three kilometers)

એટલું જ નહીં ઘણા લોકો ઊંઘ ન આવવાથી, વાળ ખરવાથી, શ્વાસ ફૂલાવાથી, ઘૂંટણમાં દુખાવાથી પરેશાન છે. નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)એ પોસ્ટ કોવિડ-19 સ્થિતિને લઈને એક સર્વેનાં માધ્યમથી ચિકિત્સકીય અધ્યયન સમાપ્ત કર્યું છે. જે ડોવપ્રેસ મેડીકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

આ સ્ટડીમાં ડોકટરોએ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સંક્રમિત દેશના અલગ અલગ હિસ્સાઓમાં દર્દીઓની પસંદગી કરીને તેમની સાથે દૈનિક દિનચર્યા વિષે વાતચીતમાં મેળવ્યું કે 2020 અને 2021 દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. તેઓ કોરોનાથી ઠીક તો થઇ ગયા પણ હજુ પણ આઠ કલાકની નોકરી કરવી તેમના માટે મુશ્કેલ છે.

1800 કરતા વધારે લોકો પર કરવામાં આવ્યું અધ્યયન  :

એમ્સનાં પૂર્વ નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયાનાં નિરીક્ષણમાં આ અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ રાજ્યોથી 1800 દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી.  આ દર્દીઓનો ફોનના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની વર્તમાન દિનચર્યા વિષે સવાલો પૂછવામાં આવ્યા હતા.

આમાં 79.3 ટકા લોકોએ થાક, સાંધામાં દુઃખાવો (33.4%), સંધિવા (29.9%), વાળ ખરવા (28.0%), માથામાં દુખાવો (27.2%), શ્વાસની તકલીફ (25.3%) અને 25.30 ટકા લોકોએ આખી રાત ઊંઘ ન આવવાની તકલીફ વિષે જણાવ્યું હતું.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

એમ્સનાં ડોકટરોનું કહેવું છે કે જે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ગંભીર રીતે બીમાર પડ્યા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, તેમને આ દરમિયાન ઘણી બધી એન્ટિબાયોટિક્સ લેવી પડી હતી.

વધી ગઈ તકલીફ  :

સ્ટડી અનુસાર, પોસ્ટ કોવિડની વ્યાપકતા 12 અઠવાડિયામાં ઘટીને 12.8 ટકા નોંધવામાં આવી છે. મહિલા, વૃદ્ધાવસ્થા, ઓક્સીજનનો ખોરાક, ગંભીર બીમારી અને પહેલાથી અન્ય બીમારીઓનાં શિકાર હોવું પોસ્ટ કોવિડ તકલીફો સાથે જોડાયેલા કારણો છે.

કોરોના વેક્સીનને કારણે 39 ટકા લોકોને ફાયદો :

સ્ટડીમાં એમ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે કોરોના વેક્સીને ન માત્ર પર્યાપ્ત એન્ટિબોડીઝ વિકસાવીને લોકોને ચેપ સામે રક્ષણ આવ્યું છે.પરંતુ કોવિડની આશંકા હતી તેમાંથી 39 ટકા લોકોમાં રસીને કારણે લક્ષણો ભારે ન પડ્યા અને આ લોકો કોવિડ પછીની પરિસ્થિતિમાંથી બચી ગયા.

આ પણ વાંચો :-

 

USA : કેલિફોર્નિયામાં 8 મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ

USA: Kidnapping of 4 people of Indian origin

  • અમેરિકાના કેલિફોર્નિયાથી એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. ભારતીયો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું.

અમેરિકાના (America) કેલિફોર્નિયાથી (California) એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. સોમવારે ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું. જેમાં એક 8 મહિનાની બાળકી પણ સામેલ છે. આ ઘટના કેલિફોર્નિયાના મર્સ્ડ કાઉન્ટીની (Merced County) છે. (This incident is from Merced County, California)

એબીસી ન્યૂઝ મુજબ મર્સ્ડ કાઉન્ટીની શેરીફ ઓફિસે સોમવારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે 36 વર્ષના જસદીપ સિંહ, 27 વર્ષની જસલીન કૌર અને તેમના આઠ મહિનાની બાળકી અરુહી અને 39 વર્ષના અમરદીપ સિંહનું અપહરણ કરાયું છે. પોલીસનું કહેવું છે કે સંદિગ્ધ ખતરનાક અને હથિયારધારી છે.

આ મામલે વધુ માહિતી હજુ મળી શકી નથી કારણ કે તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે. પરંતુ પ્રશાસને જણાવ્યું કે 4 લોકોનું સાઉથ હાઈવે 59 ના 800 બ્લોકથી અપહરણ કરવામાં આવ્યું. પરિવારને કથિત રીતે અપહરણ કરીને એવી જગ્યા પર લઈ જવાયો છે જ્યાં લાઈનબંધ રિટેલર્સ અને રેસ્ટોરન્ટ્સ છે.

એનબીસી ન્યૂઝ મુજબ અધિકારીઓએ હાલ સંદિગ્ધના નામનો કે અપહરણ પાછળના હેતુનો કોઈ ખુલાસો કર્યો નથી. સોમવારે એક નિવેદનમાં પોલીસે કહ્યું કે અમે લોકોને સતત કહી રહ્યા છીએ કે તેઓ સંદિગ્ધ કે પછી પીડિતો સુધી પહોંચવાની કોશિશ ન કરે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

તેઓ 911 પર પોલીસને જાણ કરે. અત્રે જણાવવાનું કે આ અગાઉ વર્ષ 2019માં ભારતીય મૂળના વ્યવસાયી તુષાર અત્રે તેમના ગર્લફ્રેન્ડની કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેઓ એક ડિજિટલ માર્કેટિંગ કંપનીના માલિક હતા. તેમનું કેલિફોર્નિયાના તેમના આલિશાન ઘરથી કથિત રીતે અપહરણ કરાયું હતું.

અગાઉ પણ થયા છે ભારતીયો પર હુમલા :

અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ હુમલાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. 21 ઓગસ્ટના રોજ કેલિફોર્નિયાના ટાકો બેલ રેસ્ટોરન્ટમાં વંશીય હુમલાની એક ઘટના સામે આવી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હ તો. કૃષ્ણનન જયરન નામના વ્યક્તિ જ્યારે રેસ્ટોરન્ટમાં પોતનો ઓર્ડર લેવા માટે ગયા તો તેમના પર વંશીય હુમલો કરવામાં આવ્યો.

આરોપીએ તેમને કહ્યું હતું કે તમે હિન્દુ છો જે ગાયના પેશાબથી ન્હાય છે.  ભારીય લોકો મજાક છે. ટેક્સાસમાં પણ મેક્સિકન-અમેરિકી મહિલાએ ચાર ઈન્ડો-અમેરિકન મહિલાઓ પર વંશીય ટિપ્પણી અને મારપીટ કરી હતી. મેક્સિકન-અમેરિકન મહિલા ભારતીય મૂળની મહિલાઓ સાથે અભદ્ર ટિપ્પણી અને ગાળાગાળી કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો :-

એક જ રોડનું 7 વાર પેચવર્ક : વડોદરામાં ભાજપના ‘શ્રેષ્ઠ MLA’ જીતુ સુખડિયા પર ભડકી જનતા, ખાતમુહૂર્તમાં જોવા જેવી થઈ 

0

Patchwork of the same road 7 times :

  • વડોદરામાં પેચવર્કના કામનું ખાતમુહૂર્ત કરવા પહોચેલા MLA જીતુ સુખડિયાનો લોકોએ ઘેરાવ કરતા મામલો ગરમાયો હતો.

વડોદરામાં (Vadodara) તંત્રના ઢંગધડા વગરના આયોજનને લઈને લોકોમાં આક્રોશનો જવાળા ભભૂક્યો હતો. શહેરના ગોરવા-પંચવટી રોડ (Gorwa-Panchavati Road) પર વડોદરા મનપા (Vadodara Municipal Corporation) દ્વારા 6 વખત પેચવર્કનું કામ કરવામાં આવ્યું હતું. એટલું ઓછું હોય તેમ સાતમી વખત રોડ પેચવર્કના કામનું આયોજન કરી ખાતમુહૂર્ત કરવા પહોચેલા ધારાસભ્ય સયાજીગંજના જીતુ સુખડિયાનો (Jeetu Sukhdia) લોકોએ ઘેરાવ કર્યો હતો. જેમાં શ્રેષ્ઠ MLA નો એવોર્ડ મેળવનાર જીતુ સુખડિયા પર જનતા ભડકી હતી.

રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે ઘેરાવ  :

વિધાનસભાની ચૂંટણી આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ન છુટકે વિકાસ કામ હાથ ધરવામાં આવી રહ્યા છે. અગાઉ અરજદારો સુવિધાની માંગને લઈને રજૂઆત અર્થે જાય તો થઈ જશે ! જેવા જૂના જવાબોની કેસેટ વગાડી લોકોને અધિકારીઓ રવાના કરી દેતા હતા. પરંતુ હવે ચૂંટણી માથે હોવાથી વડોદરામાં રોડ-રસ્તા સહીતની પ્રાથમિક સુવિધાઓનાં કામો આડેધડ શરુ કરવામાં આવ્યા છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

તેવામાં વડોદરાના ગોરવા-પંચવટી રોડ ઉપર રોડનું સાતમી વખત પેચવર્ક કામ હાથ ધરાયુ છે. જો કે એક જ રોડ પર સાતમી વખત પેચવર્ક થઈ રહ્યું હોવાનું ધ્યાને આવતા લોકો આકારા પાણીએ થયા હતા. અને કાર્યક્રમમાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારના જીતુ સુખડિયા હાજરી આપવા માટે પહોંચ્યા ત્યારે સવાલો કર્યા હતા.

ધારાસભ્ય કામ ન કરતા હોવાનો આરોપ :

લોકોએ પાણી, ડ્રેનેજ લાઇન સહીતની બાબતે રજૂઆતોનો મારો ચલાવતા શ્રેષ્ઠ ધારાસભ્યના એવોર્ડ વિજેતા ધારાસભ્ય જીતુ સુખડિયા ભીંસમાં મુકાયા હતા. મેયરનાં મતવિસ્તારમાં હોબાળો કરતા તેમણે લોકોની રજૂઆત સાંભળી તાબડતોબ કામના ખાતમુહૂર્તની કામગીરી આટોપી લીધી હતી. ઉગ્ર વાતાવરણ વચ્ચે સમગ્ર ઘટનાનોનો લોકો વીડિયો ઉતારતા ભાજપાના કાર્યકર દ્વારા વીડિયો ઉતારતા લોકોને રોકવાનો પણ પ્રયાસ કરાયો હતો.

આ પણ વાંચો :-

BJP નેતાના રિસોર્ટમાં ગરબાના નામે પૂલ પાર્ટી ! યુવક યુવતીઓને મસ્તી કરતા જોઈ હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ  

Pool party in the name of Garba at BJP leader’s

  • શ્યોપુરમાં ભાજપ નેતાનાં રિસોર્ટમાં ગરબાનાં નામે ધતિંગનો કિસ્સો સામે આવ્યો છે. પુલ પાર્ટી કરતા યુવક યુવતીઓનો હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશ (Madhyapradesh)માં ગરબા (Garba)ના નામે ધતિંગનો મામલો સામે આવ્યો છે. અહીં એક રિસોર્ટમાં ગરબા ફેસ્ટિવલને બદલે પૂલ પાર્ટી (Pool Party) નું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જેમાં વિધર્મી યુવક-યુવતીઓ પણ જોડાયા હતા. જ્યાં આ બધું ચાલી રહ્યું હતું તે રિસોર્ટ ભાજપના એક નેતાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. હિંદુ સંગઠનોના વિરોધ કર્યા બાદ પોલીસ દ્વારા રિસોર્ટને સીલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બીજેપી નેતા (BJP Leader) પર પણ કેસ નોંધવામાં આવ્યો છે.

ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષનો રિસોર્ટ :

આ મામલો શ્યોપુર (Sheopur) શહેરના શિવપુરી રોડ પર સ્થિત RRR (રાજારામ રિસોર્ટ) રિસોર્ટનો છે. આ રિસોર્ટ ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ જુગલ કિશોરનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પૂલ પાર્ટી અંગે માહિતી મળતાં જ હિંદુ સંગઠન સાથે જોડાયેલા લોકો રિસોર્ટમાં પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. હિન્દૂ સંગઠનોની ફરિયાદ બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રિસોર્ટને સીલ કરી દીધો હતો. આ સાથે રિસોર્ટના મલિક ભાજપ નેતા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

ગરબાના નામે પૂલ પાર્ટી :

જણાવી દઈએ કે હિંદુવાદી સંગઠન માતૃશક્તિ સંયોગિકાના પ્રાંતીય સંયોજક અનીતા સિંહ સિકરવારે આરોપ લગાવ્યો છે કે આ રિસોર્ટમાં નવરાત્રી (Navratri) દરમિયાન ગરબા ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જેમાં બિન-હિંદુ યુવકોને એન્ટ્રી આપવામાં આવી હતી.

જો કે ગરબાના નામે પૂલ પાર્ટીનું આયોજન કરવું સંસ્કૃતિ વિરુદ્ધ છે. તેમાં યુવક-યુવતીઓ વિશ્વ હિન્દુ પરિષદ કરતા હતા. જેમાં યુવતીઓ વચ્ચે વિધર્મી યુવકોને પણ પૈસાની લાલચમાં એન્ટ્રી અપાઈ હતી. ત્યારે વિધર્મી યુવકને પણ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. એવું માતૃશક્તિ સંયોગિકાનું કહેવું છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ :

આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ એસપી ઓફિસ પહોંચ્યા અને એસપી આલોક કુમાર સિંહને એક મેમોરેન્ડમ સુપરત કર્યું. જેમાં રિસોર્ટ સંચાલક અને બિન હિન્દુ યુવકો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

વીડિયો ઉતારવા બદલ લેડી કંડકટરને કરવામાં આવી સસ્પેન્ડ, બોલી “હડતાલ દરમ્યાન ફરજ બજાવવાની સજા”

0

Lady conductor suspended for filming

  • મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની મહિલા કન્ડકટરને બસની અંદર મંજૂરી વિના ડ્રાઇવરની સીટ પર બેસી વિડિયો ઉતારી સોશ્યલ મિડિયા પર વાઇરલ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે.

ભૂતપૂર્વ ટીકટોક સ્ટાર (Former TikTok star) અને ઉસ્માનાબાદ (Osmanabad) ડેપોમાં કાર્યરત કન્ડકટર સાગર મંગલ ગોવર્ધને જણાવ્યું હતું કે એસટીની હડતાળ (The strike of ST) વખતે ફરજ બજાવવાની તેને સજા મળી છે.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સત્તાવાળાએ જણાવ્યું હતું કે લેડી કન્ડકટરે પરવાનગી લીધા વિના બસ ડ્રાઇવરની સીટમાં બેસી વિડિયો શૂટ કરી સોશ્યલ મિડિયા પર મૂકતા એસટીની છાપ ખરડાઇ હતી. એટલે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

ગયા મહિને પણ આ મહિલા કન્ડકટરે અન્ય કર્મચારીઓ સાથે એલફેલ ભાષામાં વાત કરી હતી. તેને ૧૫ દિવસમાં ખુલાસો કરવાનું જણાવવામાં આવ્યું છે. (Last month too, this lady conductor spoke to other employees in Elfael language. He has been told to explain within 15 days)

આ પણ વાંચો :-

Irani Cup 2022 : મયંક અગ્રવાલને માથામાં બોલ વાગતાં પહોંચી ઈજા, હોસ્પિટલ લઇ જવાયા

0

Irani Cup 2022: Mayank Agarwal injured

  • સૌરાષ્ટ્રની બીજી ઇનિંગની શરૂઆતના ઠીક પહેલાં મયંકના માથા પર થ્રો વાગ્યા બાદ તેમને સાવધાનીના ભાગરૂપે સિટી સ્કેન માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

ભારતીય બેટ્સમેન (Indian batsman) મયંક અગ્રવાલને (Mayank Aggarwal) માથા પર બોલ વાગ્યા બાદ રવિવારે તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટના રાજકોટમાં સૌરાષ્ટ્ર (Saurashtra) વિરૂદ્ધ ચાલી રહેલી ઇરાની ટ્રોફી મેચના બીજા દિવસની છે. ઇરાની કપ રણજી ટ્રોફી (Ranji Trophy) વિજેતાઓ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે રમાય છે.

રાજકોટમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા અને 2019-20 રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્ર વચ્ચે એકતરફી મેચ ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઈન્ડિયા (Rest of India) વચ્ચે મેચ 2020 માં કોવિડ 19ના કારણે ઇરાની કપ સ્થગિત કરવામાં આવ્યો હતો.

સ્પોર્ટ્સ્ટારના અહેવાલ અનુસાર સૌરાષ્ટ્રની બીજી ઇનિંગની શરૂઆતના ઠીક પહેલાં મયંકના માથા પર થ્રો વાગ્યા બાદ તેમને સાવધાનીના ભાગરૂપે સિટી સ્કેન માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. સરફરાજે પોતાની બેટીંગનું પ્રદર્શન કરતાં પહેલાં 31 વર્ષીય મયંકને શનિવારે 14 બોલમાં રન બનાવ્યા હતા.

રેસ્ટ ઓફ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રેસ્ટ ઓફ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મુકેશ કુમાર, ઉમરાન મલિક અને કુલદીપ સેને સૌરાષ્ટ્રની બેટીંગ એકમને ફક્ત 98 રન પર સમેટી દીધી. મુકેશે પહેલી ઇનિંગમાં 4 વિકેટ પ્રાપ્ત કરી. જ્યારે ઉમરાન મલિક અને કુલદીપે ત્રણ-ત્રણ વિકેટ પ્રાપ્ત કરી છે.

પોતાની પહેલી ઇનિંગમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાએ ઘરેલૂ ક્રિકેટમાં આ ફોર્મ સરફાજ ખાનની વધુ એક સદી અને કેપ્ટન હનુમા વિહારી 82 રનોની ભાગીદારી ઇનિંગની મદદથી 374 રન બનાવ્યા. બીજા દિવસે રમત પુરી થયા બાદ સૌરાષ્ટ્રનો સ્કોર 49/2 હતો.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

સરફરાજે 178 બોલમાં 77.52 ના સ્ટ્રાઇક રેટ સથે 20 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 178 રનની ઇનિંગ રમી. રેસ્ટ ઓફ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 276 રનની લીડ લીધી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની શરૂઆત ખરાબ રહી. જયદેવ ઉનડકટની ટીમના ઓપનર બેટ્સમેઅન હાર્વિક દેસાઇ 20 અને સ્નેહલ પટેલ 16 રન બનાવીને 15 ઓવરની અંદર જ પેવેલિયન પરત ફર્યા હતા. બીજા દિવસની રમત પુરી થાય ત્યાં સુધી સૌરાષ્ટ્ર 227 રનની ઈનિંગથી પાછળ રહી.

આ પણ વાંચો :-

અલ્પેશ ઠાકોરની ચૂંટણી લડવાની ઈચ્છા, રાધનપુરમાં કહ્યું- મારે અહીં પરણવું છે, તમારે મને પરણાવવાનો છે

0

Alpesh Thakor wants to contest, says in

  • ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે નેતાઓએ તૈયારી શરૂ કરી દીધી છે. હવે ભાજપ નેતા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.

પાટણના રાધનપુરથી (Radhanpur of Patan) અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) પોતાની રાજકીય જાન જોડવાની તૈયારી કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર પોતે પરણવા માગે છે અને પોતાની જાનમાં રાધનપુરની (Radhanpur) જનતાને લઈ જવા માગે છે. આ પ્રકારનું અલ્પેશ ઠાકોરનું નિવેદન હાલ ચર્ચામાં છે.. જુઓ શું છે અલ્પેશ ઠાકોરનું રાજકીય જાન જોડવાનું સપનું.

આ નિવેદન છે OBC નેતા અલ્પેશ ઠાકોરનું.. 

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પાટણના રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી એકવાર પોતાની રાજકીય જાન જોડવા માગે છે. એટલા માટે તેઓ રાધનપુરની જનતાને અપીલ કરી રહ્યા છે. એટલે કે અલ્પેશ ઠાકોરની રાધનપુરથી ચૂંટણી લડવાની ઈચ્છા છે.

રાધનપુર ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં દૂધ દિવસ અને મહિલા જાગૃતિ કાર્યકમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દુધ ઉત્પાદકો અને મહિલાઓ ઊપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડો.દેવજીભાઈ પટેલ, લેબાજી ઠાકોર અને ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. એટલું જ નહીં ઈશારામાં અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી વિશે પણ જાહેરાત કરી દીધી.

વર્ષ 2017માં ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેના ઊભી કરી દારૂબંધી, વ્યસન મુક્તિ સાથે અલ્પેશ ઠાકોર મેદાન ઉતર્યા હતા અને ઓબીસી સમાજની અંદર હીરો થયા હતા. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ વર્ષ 2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસે વર્ષ 2017માં અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડાવી હતી.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા પરંતુ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ સાથેની દોસ્તી ખૂબ લાંબો સમય ચાલી ન હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. ત્યારબાદ રાધનપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ બન્યા. જો કે અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી ગયા હતા. પરંતુ હવે ફરી એકવાર રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવા માટે અલ્પેશ ઠાકોર મથામણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

પિઝા ડિલિવરી બોય બન્યો 6000 કરોડનો માલિક, દુનિયામાં જોવા મળ્યો બ્રાન્ડનો ઝલવો

The pizza delivery boy became the owner

  • પિઝા ડિલિવરી બોય બન્યો 6000 કરોડનો માલિક, દુનિયામાં જોવા મળ્યો બ્રાન્ડનો જલવો ફર્શથી અર્શ સુધી પહોંચી ગયો છે. આજે દુનિયામાં આ યુવા કારોબારીની ચર્ચા છે. તેની બ્રાન્ડનો જલવો ન માત્ર અમેરિકા અને યુરોપ પરંતુ ધરતીના દરેક ખુણામાં જોવા મળ્યો છે.

ચોંકાવનારી વાત છે કે આ યુવા એક સમયે પિઝાની ડિલિવરી (Pizza delivery) કરતો હતો. આજે તેની નેટવર્થ 6000 કરોડ રૂપિયાથી વધુ છે. તેનું નામ ફોર્બ્સના લિસ્ટમાં (Forbes list) પણ સામેલ થઈ ચુક્યુ છે. અસંભવને સંભવ કરી દેખાડનાર આ બિઝનેસમેનનું નામ છે બેન ફ્રાન્સિસ (Ben Francis). જેણે 30 વર્ષની ઉંમરમાં તે મેળવી લીધું જે ઘણા લોકો 100 વર્ષ જીવ્યા બાદ પણ મેળવી શકતા નથી. આવો જાણીએ બેન ફ્રાન્સિસની (Ben Francis) સક્સેસ સ્ટોરી.

દિલ્હીના સરોજની નગર કે જનપથની જેમ યુરોપની કોઈ બજારમાં ક્યારેક પોતાના પિતાની નાની કપડાની દુકાન ચલાવનાર બેન ફ્રાન્સિસે જે ચમત્કાર કર્યો આજે દુનિયા તેને નમસ્કાર કરી રહી છે. ‘ધ સન’માં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે યુકેમાં રહેનાર બેન ફ્રાન્સિસને જિમનો ખુબ શોખ હતો. પરંતુ તેને પોતાની પસંદના જિમ લાયક કપડા મળી રહ્યાં નહોતા.

ત્યારે અચાનક એક દિવસ તેના મગજમાં એવો આઈડિયો આવ્યો કે તેણે ખુદના કપડા બનાવવાનો નિર્ણય કરી લીધો. આ દરમિયાન બેન બર્મિંધમની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની સાથે સામાન પહોંચાડનાર ડિલીવરી બોયની નોકરી કરી ખુદનો ખર્ચ કાઢતો હતો.

બેન જિમમાં કલાકોનો સમય પસાર કરે છે. જિમ કરવાની સાથે તેણે એક ગેરેજમાં પોતાની નાની કપડાની દુકાન લગાવી હતી. જ્યાં તે પોતાની પસંદના કપડા બનાવી વેચતો હતો. શરૂઆતમાં તેને પોતાના ડિઝાઇનર કપડાથી મોટો ફાયદો થયો. આગળ ચાલીને તેણે પોતાના જિમ વિયર્સના બિઝનેસને Gymsharkનું નામ આવ્યું અને એક નાની કંપની બનાવી લીધી.

યુરોપમાં સોશિયલ મીડિયાની સફળતાના કિસ્સા ભારત પહેલા શરૂ થઈ ગયા હતા. ઈન્ટરનેટે યુવાઓને જે તાકાત આપી તેનો સાચો ઉપયોબ બેને પોતાની નાની કંપનીને એક મોટી બ્રાન્ડ બનાવવા માટે કર્યો. તેના કપડા એવા હતા કે થોડા સમયમાં બ્રિટનમાં Gymshark નો દબદબો બની ગયો.

બેન ફ્રાન્સિસનું નામ ફોર્બ્સના લિસ્ટમાં પણ સામેલ થઈ ચુક્યુ છે. તેણે 2012માં પોતાના માતા-પિતાના ગેરેજમાં એક નાની કપડાની દુકાન ચાલુ કરી હતી. તે શોપ દુનિયામાં એક મોટી બ્રાન્ડ બની ચુકી છે. આ બ્રાન્ડની પોપ્યુલારિટીએ 5 વર્ષમાં સફળતાનો નવો ઈતિહાસ રચી દીધો છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આજે જિમશાર્કના માલિક બેન ફ્રાન્સિસની કંપનીમાં 70 ટકાથી વધુ ભાગીદારી છે. પાછલા વર્ષમાં તેની નેટ વર્થ 700 મિલિયન પાઉન્ડ (6371 કરોડ રૂપિયા) હતી. બેન જલદી જુડવા બાળકોનો પિતા બનવાનો છે. આજે તેની પાસે લગ્ઝરી કારનો કાફલો છે. તે સોશિયલ મીડિયા પર પોતાની શાહી જિંદગીની તસવીરો શેર કરતો રહે છે.

આ પણ વાંચો :-

Tata Motorsનું મોટું એલાન : Electric Car ખરીદનારાઓ થઈ જશે ખુશખુશાલ, જાણો વિગત

Big announcement of Tata Motors

  • ટાટા મોટર્સ દેશની સૌથી વધુ ઈલેક્ટ્રીક કાર વેચનારી કંપની છે. કંપની સતત પોતાના ઈલેક્ટ્રીક પોર્ટફોલિયોને અપડેટ કરી રહી છે અને તેમાં નવા મોડલ્સ જોડી રહી છે.

ટાટા મોટર્સે (Tata Motors) કહ્યું છે કે કંપની પોતાની ઈલેક્ટ્રીક એસયુવી (Electric SUV) વાહનોમાં 4 વ્હીલ ડ્રાઈવ ટેકનિક આપવા પર વિચાર કરી રહી છે. કંપની હાલમાં પોતાના કોઈ પણ ઈલેક્ટ્રીક મૉડલમાં (Electric model) આ ફીચરને ઑફર કરી રહી નથી. કંપનીએ વર્ષ 2025 સુધી 10 ઈલેક્ટ્રીક વેહીકલ્સનો પોર્ટફોલિયો (portfolio) બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. જેમાં હાલના મૉડલ અને નવા મૉડલનો સમાવેશ થશે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

ટાટા મોટર્સ નેકસૉન પરથી સેગ્મેન્ટવાળા વાહનોમાં 4*4 અથવા ચાર પૈડાવાળી ડ્રાઈવ ટેકનિક આપવા પર વિચાર કરી રહ્યાં છે. ટાટા મોટર્સના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્રએ કહ્યું કે શું કંપની પોતાની એસયુવી સિરીઝમાં ફોર વ્હીલ ડ્રાઈવના વર્જન પર પણ વિચાર કરી રહી છે. તેમણે કહ્યું અમે ઈલેક્ટ્રીક વાહનોમાં આ કરવા વિશે ધ્યાન આપીશુ. અમે અમારી ભાવિ એસયુવીના ઈલેક્ટ્રીક વર્જનમાં તેના પર કામ કરવા જઇ રહ્યાં છે.

શું કરે છે 4 વ્હીલ ડ્રાઈવ ફીચર :

ખરેખર કોઈ પણ કારમાં મળતા 4 વ્હીલ ડ્રાઈવ ફીચર કારના ચાર પૈડાને પાવર આપવાનુ કામ કરે છે. જેની મદદથી તમે મુશ્કેલીભર્યા રસ્તા જેમકે ખાડા, કીચડ અથવા બરફમાંથી પણ પોતાની કારને નિકાળી શકો છો. ઉલ્લેખનીય છે કે મહિન્દ્રા પોતાની ચાર કાર- થાર, એક્સયુવી 700, સ્કોર્પિયો-એન અને અલ્ટુરાસ જી4માં આ ફીચરને આપે છે.

આ પણ વાંચો :-