Home Blog Page 1292

ઈંડાને શાકાહારી જ ગણવા જોઈએ : વૈજ્ઞાનિકોએ કારણ આપી કર્યો દાવો

Eggs should be considered vegetarian

  • ઈંડાને લઈને લોકોના મનમાં હંમેશા એક સવાલ આવે છે કે તે વેજ છે કે નોનવેજ? ચાલો આજે તમને વૈજ્ઞાનિક રીતે સમજાવીએ કે ઇંડાને તમે વેજ ગણશો કે નોનવેજ.

‘સન્ડે હો યા મન્ડે, રોજ ખાઓ અંડે’ આ તમે ટીવી પર ઘણી વાર એડમાં જોયું હશે. ઈંડા (egg) સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જે લોકો નોનવેજ (nonveg) ખાય છે તેઓ ઇંડા ખૂબ જ સરળતાથી ખાય લે છે. પરંતુ શાકાહારીઓ ઇંડા ખાવાનું ટાળે છે. કેટલાક લોકોનું માનવું છે કે ઈંડા નોનવેજ (Eggs are non-veg) છે કારણ કે તે મરઘી દ્વારા આપવામાં આવે છે.

સાથે જ શાકાહારી લોકો પણ કહે છે કે ઈંડામાંથી બચ્ચા નીકળે છે એટલે નોનવેજ છે. જો કે કેટલાક લોકો આ દલીલ માનતા નથી. વૈજ્ઞાનિકો પણ આ દલીલને ખોટી સાબિત કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દૂધ જાનવરોમાંથી પણ આવે છે, તો તે શાકાહારી કેવી રીતે બની ગયું? (Scientists also disprove this argument. Scientists say that milk also comes from animals, so how did it become vegetarian?)

બજારમાં અનફર્ટિલાઈઝ્ડ ઇંડા પણ ઉપલબ્ધ :

તમને જણાવી દઈએ કે બજારમાં મળતા બધા ઈંડા અનફર્ટિલાઈઝ્ડ હોય છે. એટલે કે આ ઇંડામાંથી બચ્ચાં ક્યારેય બહાર નથી આવતા. આ મુજબ ઈંડાને નોનવેજ ગણવું યોગ્ય નહીં ગણાય. વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના માધ્યમથી આ સવાલનો જવાબ પણ માંગ્યો છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

ઈંડા પર થયેલા એક રિસર્ચ અનુસાર ઈંડામાં ત્રણ લેયર હોય છે. પહેલી છાલ, બીજી સફેદ અને ત્રીજી ઇંડાની જરદી એટલે કે યોક, યોકનો અર્થ થાય છે પીળો ભાગ. ઈંડાની સફેદીમાં માત્ર પ્રોટીન હોય છે. તેમાં પ્રાણીનો કોઈ ભાગ હાજર નથી. તેથી તકનીકી રીતે, ઇંડાની સફેદી એ વેજ છે.

ઈંડાની યોકમાં પ્રોટીન અને કોલેસ્ટ્રોલ હોય છે :

જો ઈંડાની જરદીની વાત કરવામાં આવે તો તેમાં પ્રોટીનની સાથે કોલેસ્ટ્રોલ અને ફેટ પણ સારી માત્રામાં હોય છે. ઇંડા મુરઘી અને મુરઘાના સંપર્કમાં આવ્યા પછી બને છે. તેમાં પ્રજનન કોષો હોય છે જે તેને માંસાહારી બનાવે છે. જ્યારે બજારમાં ઈંડામાં આવું કંઇ થતું નથી.

મરઘી મરઘાના સંપર્કમાં આવ્યા વિના ઇંડા મૂકે છે :

તમને જાણીને આશ્ચર્ય થશે કે મરઘી 6 મહિનાની થયા પછી ઇંડા મૂકવાનું શરૂ કરે છે. તે દર દોઢ દિવસે ઇંડા મૂકે છે. તે મરઘાના સંપર્કમાં હોવું જરૂરી નથી. મરઘાના સંપર્કમાં આવ્યા વિના જે મરઘી ઇંડા મૂકે છે તેને અનફર્ટિલાઇઝ્ડ ઇંડા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે બચ્ચાઓ ક્યારેય તેમાંથી બહાર આવી શકતા નથી. આથી બજારમાં મળતા ઈંડાની ગણતરી શાકાહારી વર્ગમાં જ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

ઓ માય ગોડ ! દેશના આઠ શહેરોમાં શરૂ થઈ ગઈ Airtelની 5G સેવાઓ, પ્લાનને લઈને કંપનીએ કરી ચોંકાવનારી જાહેરાત

0

Airtel’s 5G services launched in eight

  • મુખ્ય દૂરસંચાર કંપની ભારતી એરટેલની 5જી સેવાઓ દેશના આઠ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં શરૂ થઇ ગઇ છે.

મુખ્ય દૂરસંચાર કંપની ભારતી એરટેલની (Bharti Airtel) 5જી સેવાઓ દેશના આઠ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં (Nagpur and Varanasi) શરૂ થઇ છે. કંપનીએ ગુરૂવારે આ જાણકારી આપી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે. 5જી સેવાઓનો લાભ ઉઠાવનારા ગ્રાહકોને પોતાના વર્તમાન 4જી પ્લાન મુજબ ચૂકવણી કરવી પડશે.

ભારતી એરટેલના મેનેજમેન્ટ નિર્દેશક અને મુખ્ય કાર્યપાલક અધિકારી ગોપાલ વિટ્ટલે 5જીની રજૂઆતના અવસરેે કહ્યું, ભારતી એરટેલ છેલ્લાં 27 વર્ષથી દેશની દૂરસંચાર ક્રાંતિમાં સૌથી આગળ રહી છે. અમે અમારા ગ્રાહકોને સૌથી સારો અનુભવ આપવા માટે હંમેશા સારા નેટવર્કનુ નિર્માણ કર્યુ છે અને આગળ પણ ચાલુ રાખીશુ. અમારી આ યાત્રામાં આજે વધુ એક પગલુ છે.

ગ્રાહક પોતાના 4જી પ્લાન મુજબ સેવાઓનો લાભ ઉઠાવી શકશે :

તેમણે કહ્યું, એરટેલ 5જી પ્લસ કોઈ પણ 5જી ઉપકરણ અને ગ્રાહકના હાલના સિમ કાર્ડની સાથે કામ કરશે. ભારતી એન્ટરપ્રાઈઝના સંસ્થાપક અને ચેરમેન સુનીલ મિત્તલે એક ઓક્ટોબરે દેશના આઠ શહેરોમાં 5જી સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે ગ્રાહક પોતાના 4જી પ્લાન મુજબ સેવાઓનો લાભ ઉઠાવી શકશે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

તેમણે કહ્યું કે એરટેલ ગ્રાહક પોતાના ક્ષેત્રમાં 5જી સિગ્નલ મેળવવા માટે 5જી પર સ્વિચ કરી શકે છે. જો ગ્રાહકોને લાગે કે 5જી પર ડેટાનો ખર્ચ વધુ થઇ રહ્યો છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

તો તેઓ 4જી નેટવર્ક પર પાછા જઇ શકેે છે. પ્રવક્તાએ કહ્યું, 5જી સુધી પહોંચવુ વૈકલ્પિકક છે. હાલમાં એપલ, સેમસંગ, શાઓમી, વીવો, ઓપ્પો, રીયલમી અને વનપ્લસના 5જી મોડલ એરટેલ 5જી પ્લસ સેવાને અનુકૂળ છે.

આ પણ વાંચો :-

08 ઓકટોબર 2022, આજનું રાશિફળ : માં લક્ષ્મી આ રાશિના જાતકો પર થશે મહેરબાન, કરશે ધનનો વરસાદ

08 October 2022, Today’s Horoscope

મેષઃ
આવક જળવાય. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ રહે. નવી શક્તિનો સંચાર થતો અનુભવી શકાય. સંતાન અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. મિત્રવર્તુળમાં વધારો થાય. બપોર બાદ આવક ઘટતી જણાય.

વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. સંતાનની પ્રગતિથી આનંદ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય.

મિથુનઃ
ભાગ્યનો સુંદર સાથ મળતા તમામ ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધારેલી આવક મેળવવામાં સરળતા રહે. વ્યવસાયીક ક્ષેત્રે આનંદ-સફળતા જળવાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વર્તાય. આરોગ્ય જળવાય.

કર્કઃ
બપોર સુધી આવક અંગે અસંતોષ રહે. માતાની તબિયતની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો વર્તાય. સ્વાસ્થ્ય સારું રહે. મિત્રોથી લાભ.

સિંહઃ
અગત્યના કાર્યો બપોર સુધી નીપટાવી દેવા. બપોર બાદ માનસિક અશાંત‌િ વધતી જણાય. નકારાત્મક વિચારો વધે. શરદી-ખાંસી રહેતા જણાય. આવકનું પ્રમાણ ઘટે તથા ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો ટાળવા.

કન્યાઃ
વિદેશ સંબંધી બાબતોથી લાભ મળતો જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ, ઉત્સાહ, પ્રેમનો અનુભવ થાય. માનસિક આનંદ બરકરાર રહે. હાંડકાના દુઃખાવાથી સાવધાની જરૂરી. ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી.

તુલાઃ
સ્વભાવમાં લાગણીશીલતા વધતી જણાય. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા. એક્ષપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. આદ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જણાય. ખોટા ખર્ચ ટાળવા. પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ
અટકેલા કાર્યો પૂર્ણ થતા જણાય. વાહન જમીન અંગે શુભ દિવસ. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વેપારમાં નવા સાહસો આકાર લેતા જણાય. માતૃ-પિતૃ સુખમાં વધારો. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય જળવાય.

ધનઃ
સામાજીક ક્ષેત્રે અગ્રેસર થવાય. સામાજીક સંસ્થામાં પદ-પ્રતિષ્‍ઠા વધતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃ પક્ષ તરફથી લાભ મળતો જણાય.

મકરઃ
આવકમાં વધારો થતો અનુભવી શકો. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય.

કુંભઃ
માનસિક ચંચળતા અનુભવાય. સામાન્ય શરદી, ખાંસી, તાવની સમસ્યા રહે. આવકનું પ્રમાણ જળવાય. નવું જાણવાના યોગ બને છે. સંતાન સુખમાં વૃદ્ધિ. નાણાંકીય વ્યવહારમાં અત્યંત સાવચેતી જરૂરી.

મીનઃ
બપોર સુધી તમામ ક્ષેત્રે પ્રતિકુળતા વર્તાય. બપોર બાદ આનંદ-ઉત્સાહમાં વધારાનો અનુભવ થાય. આવક આવતી અનુભવાય. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવતી જણાય. સાંધાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

વિચાર બદલે દુનિયા : જાણો કેવી રીતે સિગારેટનાં ઠુઠામાંથી બની રહ્યાં છે રમકડાં

0

A world instead of thought

  • મન હોય તો માળવે જવાય’ એ ઉક્તિને દિલ્હીના એક બિઝનેસમેને સિધ્ધ કરી બતાવી છે. તેને રમકડાં બનાવવા માટે કોઈ મોંઘા મટીરિયલ નહીં પરંતુ કચરો બની ગયેલ સિગરેટનાં ઠુઠાનો ઉપયોગ કર્યો છે.

કચરાની (Garbage) વધતી જતી સમસ્યા અને સમાજ માટે કાંઈક કરવાની ધગશથી આજે દિલ્હીના (Delhi) બિઝનેસમેન નમન ગુપ્તા (Businessman Naman Gupta) કચરાનો એક નાનો હિસ્સો નિકાલ કરે છે અનેક લોકોને રોજી રોટી આપે છે અને નવો આવિષ્કાર પણ કરે છે.

વધુ વિગતે જાણીએ તો સિગારેટના (Cigarettes) પાછળના ભાગને બનાવવા માટે ફાયબરનો ઉપયોગ થયો હોય છે. આથી કેટલાક સમાજસેવીઓ આ ઉપયોગ થઈ ગયેલી સિગારેટને એકત્ર કરે છે અને જરૂરી પ્રોસેસ કરે છે. સિગરેટના ખાલી ઠુઠાને બ્લિચિંગ કરીને કેમિકલમાં ડુબાડવામાં આવે છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

ત્યારબાદ કાગળ અને પ્લાસ્ટિકને જુદા પાડવામાં આવે છે. કાગળનો કમ્પોસ્ટ પાવડર તૈયાર કરવામાં આવે છે અને ફાઈબરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના રમકડાં બનાવવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ભારતમાં 26.7 કરોડ એટલે કે 30 ટકા લોકો તમાકુંનું સેવન કરે છે આથી ક્યારેય કાચા માલની અછત થતી નથી અને સિગારેટનું ખાલી ઠુઠુ પણ પ્રદુષણ ખરાબ કરતું નથી.

આ પણ વાંચો :-

‘મારા મિત્ર સતીશ પટેલને હવે પૂર્વ ધારાસભ્ય બોલવું અઘરું લાગે છે, એકાદ બે મહિનામાં પૂર્વ MLA કાઢી નાખશો ને ?’

0

‘My friend Satish Patel now finds it difficult

  • વડોદરા તાલુકાના ફતેપુરા ગામ નજીક યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણી ટાણે દિગ્ગજ નેતાઓ (Veteran leader) મોટા નિવેદન આપીને રાજકારણમાં (politics) ગરમાવો લાવતા હોય છે. હાલ ડભોઈના ધારાસભ્ય (MLA from Dabhoi) શૈલેષ મહેતાનું (Shailesh Mehta) વિધાનસભા ચૂંટણી પહેલાં મોટું નિવેદન સામે આવ્યું છે જે ચર્ચાનું વિષય બન્યું છે.

વડોદરા તાલુકાના ફતેપુરા ગામ નજીક યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારા મિત્ર સતીશ પટેલને હવે પૂર્વ ધારાસભ્ય બોલવું અઘરું લાગે છે. એકાદ બે મહિનામાં પૂર્વ ધારાસભ્ય કાઢી નાખશો ને? તેવા સવાલો પણ કર્યા હતા.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

બે ત્રણ મહિના પછી ધારાસભ્ય સતિષભાઈ ફરીથી બોલતા થઈએ તેવા પ્રકારનું નિવેદન કર્યું હતુ. ભાજપે હજી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી તેવામાં શૈલેષ મહેતાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ભાજપે હજી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી તેવા સમયે આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. શૈલેષ મહેતાએ કહ્યું હતું કે મારા મિત્ર સતીશ પટેલ માટે હવે પૂર્વ ધારાસભ્ય બોલવું અઘરું લાગે છે. એકાદ બે મહિનામાં પૂર્વ ધારાસભ્ય કહેવું કાઢી નાખશોને? આપણે બે ત્રણ મહિના પછી ફરીથી ધારાસભ્ય સતિષભાઈ બોલતા થઈએ તેવા પ્રકારનું નિવેદન કર્યું હતુ.

આ પણ વાંચો :-

ફાયદો નહીં શરીરને નુકસાન કરે છે અંજીર, વધારે પ્રમાણમાં સેવન કરવાથી થાય છે આ મુશ્કેલીઓ

Figs do not benefit the body

  • અંજીર એક એવું ફળ છે જેને ઘણા લોકો પસંદ કરે છે. પરંતુ શોખ કે સારા સ્વાસ્થ્ય માટે તેને વધુ પડતું ન ખાવું નહીંતર ફાયદાની જગ્યા પર તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

ડ્રાય ફ્રૂટ્સ (Dry fruits) ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણીવાર ડાયટિશિયન્સ (Dieticians) અને હેલ્થ એક્સપર્ટ સારા સ્વાસ્થ્ય માટે ડ્રાય ફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. તેની ઈમ્યુન વેલ્યૂ ખૂબ જ વધારે હોય છે. તેનો સ્વાદ (taste) આપણને ખૂબ આકર્ષે છે. પરંતુ આપણે તેનું સેવન ક્યારેય પણ જરૂર કરતા વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ.

જરૂર કરતા વધારે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. એવું જ એક ફળ છે અંજીર જેને રાંધીને અને સૂકવીને બંને રીતે ખાઈ શકાય છે. પરંતુ તેને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરવા માટે તેને ડ્રાયફ્રૂટનો આકાર આપવામાં આવે છે. ન્યુટ્રિશન એક્સપર્ટે જણાવ્યું કે શા માટે આપણે વધુ સૂકા અંજીર ન ખાવા જોઈએ.

કેલ્શિયમની ઉણપ :

જે લોકો ખૂબ અંજીર ખાય છે તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે કારણ કે આ ડ્રાય ફ્રૂટમાં રહેલા ઓક્સિલેટ આપણા શરીરમાં રહેલા તમામ કેલ્શિયમને શોષી લે છે. કેલ્શિયમની ઉણપને કારણે આપણાં હાડકાં અને શરીર નબળાં પડી જાય છે.

પેટ ફૂલવાની સમસ્યા :

કેટલાક લોકો સુકા અંજીરને સ્વાદને કારણે વધુ ખાવા લાગે છે. પરંતુ તેના કારણે પેટ ભારે થઈ જાય છે અને પછી પેટમાં દુખાવો અને પેટ ફૂલવાની ફરિયાદ રહે છે. તેનાથી બચવા માટે તમારે અંજીર ખાધા પછી એક ગ્લાસ ઠંડુ પાણી પીવું જોઈએ.

લિવર અને આંતરડાને નુકસાન :

જો તમે જરૂર કરતા વધારે અંજીર ખાઓ છો તો તમારા લીવરમાં સમસ્યા થઈ શકે છે. આ સાથે આંતરડામાં બ્લોકેજ થવાનું પણ જોખમ બને છે. તેનું કારણ એ છે કે આ ફળના બીજ સરળતાથી પચી શકતા નથી.

આ પણ વાંચો :-

વંદે ભારત એક્સપ્રેસના ક્ષતિગ્રસ્ત ભાગની રાતોરાત થઈ ‘સર્જરી’, જુઓ તસવીરો

0

Damaged part of Vande Bharat Express underwent

  • ગત રોજ ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત થયો હતો, જેને રાતોરાત રિપેર કરી દેવામાં આવ્યો છે. આ આખી ટીમે જહેમત ઉઠાવીને આગળનો ભાગ રિપેર કર્યો છે.

ગાંધીનગર કેપિટલથી (Gandhinagar Capital) મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને સવારે 11.15 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. ટ્રેન વટવાથી મણિનગરના (From Vatwa to Maninagar) ટ્રેક પર ભેંસ આવી જતા એન્જિન (Engine) સાથે અથડાઈ હતી અને તેમાં એન્જિનના આગળના ભાગે નુકસાન થયું હતું.

જો કે આ ટ્રેનના આગળના ભાગમાં જે નુકસાન થયું હતું તેને રાતોરાત રિપેર કરીને ફરી રાબેતા મુજબ કરી દેવામાં આવી છે. હાલમાં આ આખી ટીમ કે જેમણે આખી રાત મહેનત કરીને આ ટ્રેનના આગળના ભાગને રિપેર કર્યો છે. તે ટીમ સાથે આ ટ્રેનનો ફોટો પણ સામે આવ્યો છે. જેમાં આપ જોઈ શકશો કે જે પણ નુકસાન થયું હતું તે પહેલાની માફક થઈ ગયું છે.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

આ દુર્ઘટનના એક દિવસ બાદ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ રિપેર થઈને ફરીથી પાટા પર દોડવા લાગી હતી. તેના આગલા ભાગને મુંબઈ સેન્ટ્રલ રેલ્વેના કોચિંગ કેર સેન્ટરમાં રિપેર કરવામાં આવ્યાં. રેલવે સીપીઆરઓ સુમિત ઠાકુરે શુક્રવારે જણાવ્યું કે, ટ્રેનનો ફક્ત આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તેના કોઈ ફંકશનલ પાર્ટને નુકસાન નથી થયું.

આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નુકસાન થયેલા ભાગને તાત્કાલિક સમારકામ કરી ટ્રેનને રવાના કરી હતી.

આરપીએફે ગુનો દાખલ કર્યો :

આ મામલે ગંભીરતા દાખવી રેલવે સુરક્ષા દળ દ્વારા ભેંસના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે આરપીએફે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેટલાંક દિવસ પહેલાં નરોડામાં ઢોર રસ્તામાં વચ્ચે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે છતાં હજુ સુધી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.

આ પણ વાંચો :-

Googleને ભારે પડી આ ભૂલ ! હવે ચુકવવો પડ્યો 8.5 કરોડ ડોલરનો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ

This mistake was heavy on Google

  • દિગ્ગજ ટેક કંપની ગૂગલ ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. આ વખતે તેણે અત્યાર સુધીની સૌથી મોટી રકમ દંડના રૂપમાં ચૂકવવી પડશે.

દિગ્ગજ ટેક કંપની ગૂગલ (Giant tech company Google) ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. આ વખતે તેણે અત્યાર સુધીની સૌથી મોટી રકમ દંડના રૂપમાં ચૂકવવી પડશે. રિપોર્ટ અનુસાર કંપની યુએસ સ્ટેટ એરિઝોનાના (US state of Arizona) દાવાને પતાવટ કરવા માટે 8.5 કરોડ ડોલર ચૂકવી રહી છે.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે Google ગેરકાયદેસર એન્ડ્રોઇટ યુઝર્સના (Android users) લોકેશનને ટ્રેક કર્યુ છે. ધ વર્ઝના રિપોર્ટ અનુસાર આ સમજોતો ગ્રાહક સાથે છેતરપિંડીમાં Google દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ચુકવણી છે.

લોકેશન બંધ થયા પછી પણ ટ્રેકિંગ :

એરિઝોના એટર્ની જનરલ માર્ક બ્રનોવિચે મે 2020માં ગૂગલ પર દાવો માંડ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને એપ્સ પર તેના સોફ્ટવેરમાં ‘ડાર્ક પેટર્ન’ બનાવવામાં આવી હતી. દાવા મુજબ, યુઝર્સ લોકેશન શેરિંગ બંધ કર્યા પછી પણ ગૂગલ એડવર્ટાઇઝિંગ ડેટા એકત્ર કરવા માટે બેકગ્રાઉન્ડમાં લોકેશન ટ્રેકિંગ ચાલુ રાખે છે.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે આ મુદ્દો જૂની પ્રોડક્ટ પોલિસી પર આધારિત છે જેને અપડેટ કરવામાં આવી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે લોકેશન ડેટા માટે ડાયરેક્ટ કંટ્રોલ અને ઓટો ડિલીટ વિકલ્પો પ્રદાન કરીએ છીએ અને અમે જે ડેટા એકત્રિત કરીએ છીએ તે ડિલીટ માટે હંમેશા કામ કરીએ છીએ. અમને આ મામલો હલ કરવામાં પ્રસન્નતા થઈ રહી છે.’

ગૂગલે આપી હતી આ દલીલ :

લોકેશન ડેટા કલેક્શન અંગે એરિઝોના એટર્ની જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી 2020ની ફરિયાદ પર આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગૂગલે કહ્યું હતું કે તમામ સ્માર્ટફોન લોકેશન ડેટાનો ઉપયોગ કરે છે. તેઓ જે રીતે કાર્ય કરે છે તેનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે. આ કેસમાં કોર્ટે Googleની દલીલ સાંભળી ન હતી અને તેણે આટલી મોટી રકમ નુકસાની તરીકે ચૂકવવી પડી છે

આ પણ વાંચો :-

ગુનાની દુનિયામાં લેડી ડોનનો દબદબો, હસીના પારકર જેવો રોફ, 52થી વધુ ગુના

Lady don’s dominance in the world

  • રોલમાં હસીના પારકર જેવું રોફ જમાવતી આઇશા પોલીસ સકંજા આવી ગઈ છે. દારૂ, હત્યા અને રાયોટિંગ સહિત 52થી વધુ ગુનાને આપી ચૂકી છે અંજામ.

નારોલ વિસ્તારમાં (Narol area) રહેતી લેડી ડોન (Ladydon) વિરૂદ્ધ એક બે નહીં પરંતુ 52 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ દારૂના કેસો છે. નારોલ પોલીસે તેની દારૂ તેમજ મારમારી સહિતના ત્રણેક ગુનામાં ધરપકડ કરી છે. નારોલના આબાદનગરમાં (Abadnagar) રહેતી આયેશાબાનુ (Ayeshaba) નામની મહિલા એક બે નહી પરંતુ 52 કરતાં વધુ ગુના આચરી ચૂકી છે.

આયેશાબાનુએ 22 વર્ષ પહેલા ગુનાખોરીની દુનિયામાં પગલું માંડ્યું હતું અને આજે તે નારોલની હસીના પારકર જેવું વર્તન કરતી હોવાનું આરોપ લાગી રહ્યો છે. નારોલમાં ગલી-ગલીમાં દાદા અને ભાઈઓ જોવા મળે છે પરંતુ લેડી ડોન તો એક જ છે.

તેનું અસલી નામ આશા અને તે બાપુનગરની રહેવાસી છે. આશાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા છે. આયેશાબાનુ વર્ષ 2002માં દેશી દારુ વેચવાનું શરૂ કર્યુ હતું અને બાદમાં તેના વિરૂદ્ધ ગુના દાખલ થવાના શરૂ થયા હતા.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

વર્ષ 2002માં તેના પર ચાર દારૂના કેસ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. બાદમાં વર્ષ 2003માં પણ ત્રણ ગુના દાખલ થયા હતા. જે બાદ તેને પોલીસની બીક જતી રહી એટલે આયેશા ઉર્ફે આશાએ ધમધોકાર દારૂનો ધંધો શરુ કરી દીધો હતો. વર્ષ 2004માં તેના વિરૂદ્ધ 6 ગુના દાખલ થયા હતા. બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેનું નામ લિસ્ટેડ બુલટેગર તરીકે બની ગયું હતું જ્યારે તેને પાસા પણ થઇ હતી.

આયેશાબાનુંના વર્ષ 2005માં બે અને વર્ષ 2006માં 3 ગુના દાખલ થયા હતા. ત્યાર બાદ આશાએ સાજીદખાન પઠાણ સાથે લગ્ન કરી દીધા હતા અને નારોલમાં રહેવા માટે આવી ગઇ હતી. 11 વર્ષ સુધી ગુનાની દુનિયાને અલવિદા કીધા બાદ વર્ષ 2017માં ફરી સક્રિય થઇ. લગ્ન કરી દીધા બાદ આયેશાએ 11 વર્ષ સુધી ગુનાખોરીની દુનિયાને અલવીદા કહી દીધું હતું. જોકે વર્ષ 2017માં તે ફરીથી સક્રિય થઇ હતી અને દેશી દારૂ વેચવાનું શરૂ કરી દીધું હતું.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

વર્ષ 2017માં તેના વિરૂદ્ધ એક દારૂનો ગુનો દાખલ થયો હતો. બાદમાં વર્ષ 2018માં પાંચ ગુના નોંધાયા હતા. અત્યાર સુધી તો દારૂના ગુના દાખલ થયા હતા પરંતુ વર્ષ 2019માં દારૂના 12 ગુના સાથે એક રાયોટીંગનો ગુનો પણ નોંધાયો હતો.

વર્ષ 2020માં આયેશાએ તેના પતિ સાથે મળીને એક હત્યા પણ કરી હતી અને બાદમાં તે જામીન પર છૂટી ગયા બાદ ગુનાખોરીનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો. આયેશા વિરૂદ્ધ મારમારી ત્રણ હત્યાનો એક અને રાયોટિંગનો એક ગુનો દાખલ છે.

આ પણ વાંચો :-

હવે BCCI ના બોસ નહીં રહે સૌરવ ગાંગુલી, જાણો કોને સોંપાશે ભારતીય ક્રિકેટના ભવિષ્યની કમાન

0

Sourav Ganguly will no longer be the boss

  • BCCI અધ્યક્ષ પદ પરથી સૌરવ ગાંગુલીની વિદાય નિશ્ચિત માનવામાં આવે છે, 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના મેમ્બર એવા રોજર બિન્ની આ પદ માટે નવા દાવેદાર ગણાય છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (Board of Control for Cricket in India) પ્રમુખ પદેથી હવે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) આપશે રાજીનામું. ઉલ્લેખનીય છે કે BCCI માત્ર ભારત જ નહીં બલ્કે દુનિયાનું સૌથી વધારે ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ (Rich cricket board) છે. હવે નહીં ચાલે બીસીસીઆઈમાં ગાંગુલીની દાદાગીરી.

તો દાદાના સ્થાને કોને મળશે બીસીસીઆઈના પ્રમુખનું સ્થાન? ભારતીય ક્રિકેટના વહીવટની વ્યવસ્થા અને બીસીસીઆઈની આગામી ચૂંટણી અંગે જાણો વિગતવાર… બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)ના દિગ્ગજ નેતાઓની ગુરુવારે દિલ્હીમાં બે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી.

ક્રિકેટ કંટ્રોલ બોર્ડની આ બેઠકમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, પૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસન, ખજાનચી અરૂણસિંહ ધુમલે ભાગ લીધો હતો. પ્રથમ બેઠક એક હોટલમાં થઈ હતી જ્યારે બીજી બેઠક ભાજપના દિગ્ગજ મંત્રીના ઘરે થઈ હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સૌરવ ગાંગુલી આગામી ચૂંટણી નહીં લડે જ્યારે જય શાહ ફરીથી સચિવ પદ માટે ચૂંટણી લડી શકે છે.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

1983ની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સભ્ય રોજર બિન્ની અને કોગ્રેસના નેતા રાજીવ શુક્લામાંથી એક અધ્યક્ષ અને એક આઇપીએલ ચેરમેન બની શકે છે. હાલના ખજાનચી અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ આ જ પદ માટે ફરીથી નામાંકન કરશે.

દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી, ઓડિશા ક્રિકેટ એસોસિએશનના સંજય બેહરા, હરિયાણા ક્રિકેટ એસોસિએશનના અનિરુદ્ધ ચૌધરીના નામો અન્ય પદો માટે ચર્ચામાં હતા. વર્તમાન જોઈન્ટ સેક્રેટરી જયેશ જ્યોર્જ અને આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ પણ આગામી ચૂંટણી નહીં લડે.

BCCIની ચૂંટણી 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાશે. 11 અને 12 ઓક્ટોબરે નોમિનેશન લેવામાં આવશે. 13 ઓક્ટોબરે અરજીઓની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવાર 14 સુધી પોતાનું નામ પાછું ખેંચી શકશે. આ પછી યોગ્ય નામાંકન કરનારાઓની યાદી 15 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :-