Home Blog Page 1291

આજનું રાશિફળ 6 ઓક્ટોબર: આ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

0

Today’s Horoscope October 6 Gujarat Guardian

મેષઃ
આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મળતાં માનસિક આનંદની અનુભૂતિ થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે. મિત્રો તરફથી સાથ-સહકાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃષભઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. ધંધાના વિકાસ માટે અગત્યના નિર્ણયો લેવાની વ્યવસ્થા સરળ બને. માતૃ તથા પિતૃ સુખામાં વધારો થાય.

મિથુનઃ
ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. લોહીની ઉણપથી થતા કે લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે આનંદ.

કર્કઃ
નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધારેલી આવક અટકતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. પડવા-વાગવાથી સાવચેતી જરૂરી. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. આકસ્મિક ધનલાભના યોગ બને છે. ખોટા ખર્ચ ટાળવા.

કન્યાઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી, કફ, તાવની સમસ્યા રહે. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ જળવાય. ખોટી સોબતમાં ફસાવાય નહીં એનું ધ્યાન રાખવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

તુલાઃ
લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થીવર્ગને સફળતા. નવું જાણવાનો યોગ બને છે. પરિવારમાં લાગણી શીલતાનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળે છે.

વૃશ્ચિકઃ
નાણાંકીય આવક વધતી જણાય. સ્થાવર જંગમ મિલકતના તથા વાહનના ખરીદી વેચાણ શક્ય બને અથવા એ ક્ષેત્રે આવક ઊભી કરી શકાય. વડીલોના આશીર્વાદ મળે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહે.

ધનઃ
વિચારોનું પ્રમાણ વધારે રહે. દાન કરવાની તથા પરોપકારની ભાવના પેદા થાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ
આવકનું પાસુ મજબૂત થાય. બેંક બેલેન્સમાં વધારો શક્ય બને. નાના ભાઈ-બહેનો તરફથી સારા સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા તથા જીવનસાથીનું આરોગ્ય સાચવવું.

કુંભઃ
મોટા ખર્ચ ટાળવા. તત્ત્વજ્ઞાન, ગણિતમાં જીજ્ઞાસા વધે. મશીનરી રીપેરીંગ, શિક્ષક, ફાયનાન્સ તથા મીકેનીકલ એંજીનીયરીંગના ધંધાર્થીઓને વિશેષ સફળતા. ઘુંટ તથા કીડની સંબંધીત રોગોથી સાવધઆની રાખવી.

મીનઃ
આત્મબળમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. નોકરીમાં શાંતિ. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. આંખની તથા માથાના દુઃખાવાની સમસ્યા રહે. ભાગ્યનો સાથ મળતો રહે.

આ પણ વાંચો :-

રૂપાલની પલ્લીમાં વહીં ઘીની નદીઓ ! પ્રાંતિજમાં પણ જળવાઈ રહી પલ્લીની પરંપરા

0

Rivers of ghee flowed in Rupal’s village

  • ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં પલ્લી કાઢવામાં આવી. મા વરદાયિની માતાની પરંપરાગત પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ લાખો લીટર ઘીનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્યો.

પૈસા અને ધન (Money and Wealth) સંપત્તિની વાત આવે ત્યારે એવું કહેવત કહેવામાં આવે છે કે અહીં તો દૂધ-ઘીની નદીઓ વહે છે. જો કે આવો જ કંઈક નજારો ગુજરાતના એક શહેરમાં દર વર્ષે સર્જાય છે. અને લાખો લોકો તેને નજરે જોઈને તેના સાક્ષી બને છે. આ આર્ટિકલમાં અમે વાત કરી રહ્યાં છીએ આસ્થાના અભિષેકની. (of the anointing of faith)

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આપેલાં રૂપાલ ગામમાં (Rupal village) વર્ષોથી પરંપરાગત રીતે દશેરાના દિવસે પલ્લી નીકળે છે. આ પલ્લીમાં લાખો લિટર ઘીથી અભિષેક (Abhishek with ghee) કરવામાં આવે છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ વિજયાદશમીના (Vijayadashami) પર્વ નિમિત્તે રૂપાલમાં પરંપરાગત રીતે પલ્લી નીકળી હતી. જેના દર્શનાર્થે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.

ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં પલ્લી કાઢવામાં આવી. મા વરદાયિની માતાની પરંપરાગત પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ લાખો લીટર ઘીનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્યો. પલ્લીમાં માતાજીના દર્શનાર્થે દૂરદૂરથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પોતાની માનતા પુરી કરવા અને માતાજીના દર્શનનો લ્હાવો લેવા અહીં આવ્યા હતા.

ગઈકાલે રાત્રે 12 મા વરદાયિની આ પરંપરાગત પલ્લીનો પ્રારંભ થયો હતો. જે ગામના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી. દરેક સ્થળે પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો. મોડી રાતથી શરૂ થયેલી આ પલ્લી વહેલી સવારે નીજ મંદિરે પહોંચી હતી. ગામના તમામ માર્ગો પર ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. મોટી સંખ્યામાં લોકો પોતાની માનતા પુરી કરવા માટે દર્શને આવ્યા હતા.

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. દર વર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી ગયા વર્ષે કોરોનાને કારણે થોડા લોકોની હાજરીમાં જ કાઢવામાં આવી હતી ગામના અન્ય લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કરી લીધા હતા. જ્યારે ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો. પરંતુ આ વખતે સ્થિતિ સામાન્ય થતાં રૂપાલની પલ્લીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજના બ્રહ્માણી માતા અને ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા આ બંને બહેનો હોવાને લીધે રૂપાલની સાથે જ પ્રાંતિજમાં પણ પલ્લી નિકળે છે અને જેમાં શ્રદ્ધાળુઓ ઘી ચઢાવી પલ્લીના દર્શનનો લાભ છે. દર વર્ષે દશેરાના પર્વ નિમિત્તે ગુજરાતમાં રૂપાલ અને પ્રાંતિજ એમ બે જ જગ્યાએ પલ્લી નિકળતી હોય છે. જોકે કોરોનાના બે વર્ષ બાદ પલ્લીમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

આ પણ વાંચો :-

અસામાજિક તત્ત્વોને હર્ષ સંઘવીની ચેતવણી ! ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે

0

Harsh Sanghvi’s warning to anti-social

  • ખેડામાં ખેલૈયાઓના ખેલમાં ખલેલ પાડવામાં આવી હતી. અસામાજિક તત્વોના ટોળાએ અચાનક આવીને ચાલુ ગરબા પર પથ્થર મારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ સહિત કુલ 8 લોકોને ઈજા પહોંચી હતી.

ગુજરાતમાં નવરાત્રિ (Navratri 2022) દરમિયાન ક્યાંક-ક્યાંક તોફાનો, પથ્થરાવના બનાવો સામે આવ્યાં છે. જેમાં અસામાજિક તત્વો (Antisocial elements) દ્વારા ઈરાદા પૂર્વક રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું છે.

ત્યારે આજે દશેરાના (Dussehra) દિવસે ખેડાના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં ગૃહ રાજ્યમંત્રીએ (Minister of State for Home Affairs) પણ મહત્ત્વનું નિવેદન આપ્યું. હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યું કે ગુજરાત દેશનું સૌથી સલામત અને શાંતિપ્રિય રાજ્ય છે. જો કોઈ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે શાંતિ ડહોળવાનો પ્રયાસ કોઈ સમાજ દ્વારા નહીં પણ અસામાજિક તત્વો દ્વારા કરાયો હતો. આવા લોકો કોઈ સમાજના નથી હોતા. પણ આવી કોઈપણ ગુનાઈત પ્રવૃતિને સાંખી નહીં લેવાય. ઉલ્લેખનીય છે કે નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેડામાં અસામાજિક તત્ત્વો દ્વારા ચાલુ ગરબામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. (But any such criminal activity will not be recorded. It is worth mentioning that stones were pelted by anti-social elements in Kheda during Navratri festival.)

ખેડા જિલ્લાના માતરના ઊંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા આઠમના નોરતાની રાતે ગરબામાં પથ્થરમારો કરાતા વાતાવરણ ડહોળ્યુ હતું. ઉંઢેરા ગામમાં રાત્રે ચાલુ ગરબામાં પથ્થરમારાની ઘટનાને પગલે દોડભાગ મચી ગઈ હતી. અને શાંતિપ્રિય વાતાવરણમાં ચાલતા ગરબામાં ખેલૈયાઓના ખેલમાં ખલેલ ઉભી થઈ હતી. અસામાજિક તત્ત્વો દ્રારા રંગમાં ભંગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

માતર તાલુકાના ઊંઢેલા ગામે આઠમ નિમિત્તે ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન આરિફ અને ઝહીર નામના બે યુવકોની આગેવાનીમાં એક જૂથે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ ટોળા દ્વારા ગરબા ગાતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ સહિત કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ખેડા પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી તમામની જાહેરમાં જ ધુલાઈ કરી હતી. આરોપીઓની જાહેરમાં જ ધુલાઈ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમ તેમજ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો :-

રાજીનામાં બાદ હર્ષદ રિબડિયાનું પ્રથમ નિવેદન, કહ્યું હું ગદ્દાર નથી પણ કોંગ્રેસ દિશાહીન છે

0

Harshad Ribadia’s first statement after resignation

  • ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું કારણ જણાવ્યું છે.

87-વીસાવદર (Visavadar) મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ (Congress MLA Harshad Ribadia) ગઈ કાલે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના (Dr.Nimaben Acharya) નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્ય પદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે : હર્ષદ રિબડિયા

હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે,  ધારાસભ્ય પદની સાથે કોંગ્રેસથી પણ રાજીનામુ આપું  છું. મત વિસ્તારના લોકોને પૂછીને આગળ નિર્ણય જાહેર કરીશ. કોંગ્રેસમાં એકલા હાથે લડવું પડે, ક્યાંય કોઇ મદદ ન મળે અમને, વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં છે, પદયાત્રા દક્ષિણ ભારતમાં યોજે છે.

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

પદયાત્રાની જરૂર ગુજરાતમાં છે. પ્રભારી રાજસ્થાનથી મુકાયા હતા ત્યાં સ્થિતી બગડી. પ્રભારીઓ ગુજરાતથી રાજસ્થાન ચાલ્યા ગયા છે. કોંગ્રેસ સાવ દિશાહીન થઇ ગઇ છે. હું હજુ કોઇ પક્ષ સાથે નથી જોડાયો, મેં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. મારા વિસ્તારના આગેવાન, મતદારને પુછવાનું છે. છેવાડાની વ્યક્તિનો અવાજ બને તે પક્ષ સાથે હું જોડાઇશ. પક્ષ છોડવું તે ગદ્દારી નથી. મારા વિસ્તારના લોકોને પૂછીને નિર્ણય કર્યો છે. આ મારા અંતરઆત્માનો અવાજ છે.

ભાજપમાં જોડવવાનું પાક્કું, આધિકારીક જાહેરાત બાકી ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યું છે. વિસાવદર બેઠક પરથી હર્ષદ રિબડીયા કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા.

જે બાદ ઘણા સમયથી હર્ષદ રીબડીયા સહિત 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જેમાંથી આજે કોંગ્રેસની એક વિકેટ હર્ષદ રિબડીયા નામની ખરી પડી છે. તે હવે ભાજપમાં જોડાશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

ગરબામાં ખેલ પડ્યો.!

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા જ વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, તેઓ પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના અગ્રણીઓ સાથે હર્ષદ રિબડીયા ગરબે ઘૂમ્યા.

આ પણ વાંચો :-

ઢોર રખડતું મુકતા પહેલા 100 વાર વિચારજો ! ગુજરાતમાં પ્રથમ વખત ભ્રષ્ટ અધિકારી અને પશુ માલિક વિરુદ્ધ નોંધાયો માનવવધનો ગુનો, જાણો કેસ

Think 100 times before letting cattle roam

  • અમદાવાદમાં ઢોરની અડફેટે ચડેલા યુવાનનું મોત નીપજ્યું હતું આ પ્રકરણમાં ગુજરાતમાં પ્રથમ વખત AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

અમદાવાદમાં (Ahmedabad) રસ્તે રખડતાં ઢોરના (Stray cattle) કારણે તાજેતરમાં એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હતો. આ ધટનાને લઈ કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવ વધનો (Human death) ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં લગભગ પ્રથમ વખત ઢોરના કારણે થયેલા અકસ્માતમાં (Accident) જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ ગુન્હ :

તાજેતરમાં જ નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું હતું. ભાવિન પટેલના પરિવારમાં 29 સપ્ટેમ્બરના રોજ  ખુશીનો માહોલ હતો કારણકે ભાવિન પટેલને ટોરેન્ટ પાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકે એવોર્ડ પસંદગી થઈ હતી. ઘરની ખુશીઓ ગણત્તરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ કારણ કે ભાવિન પટેલ એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા.

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

જ્યાં મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરએ બાઇક ચાલક ભાવિન પટેલને અડફેડે લીધા અને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી. ત્યારે મૃતકના પરિવાજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધ્યો હતો.

મૃતકનો પરિવાર  કરી રહ્યો છે ન્યાયની માંગ :

રખડતાં ઢોરના લીધે એક માતાએ લાડકવાયો ગુમાવ્યો તો પત્નીએ જીવન સાથીનો સાથ ખોયો, આ મહિલાઓના આસું સુકાઈ નથી રહ્યા કારણકે ભ્રષ્ટ અધિકારીઓ પોતાની લાલચમાં આ પરિવારનો ઘર સંસાર ઉજાડી દીધો છે. હાલ આ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. હાઈકોર્ટએ પણ આ પરિવારને વેદના સાંભળીને તંત્ર અને પશુના માલિક વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપતા કૃષ્ણનગર પોલીસે માનવવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

આજે અંદાજે 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે અમદાવાદીઓ ! માર્કેટમાં આવી અફઘાન જલેબી

0

Ahmedabadites will eat approximately

  • એક અંદાજ મુજબ દશેરા નિમિત્તે એટલેકે, આજના દિવસે માત્ર અમદાવાદીઓ જ 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે. અમદાવાદીઓ એક દિવસમાં કરોડો રૂપિયાના ફાફડ-જલેબી ઝાપટી જાય છે.

 ખાણી-પીણીની (food and drink) વાત આવે ત્યારે ગુજરાતીઓ ક્યાંય પાછા પડે તેમ નથી. ગુજરાતીઓ કોઈને કોઈ કારણે અવનવી વાનગીઓ (dish) આરોગવાનું બહાનું શોધી કાઢતા હોય છે. અને એમાંય અમદાવાદીઓની (Ahmedabadi) તો વાત જ કંઈક અલગ છે. આજે છે દશેરાનો (Dussehra) પાવન પર્વ.

દશેરાના પર્વ નિમિત્તે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ફાફડા જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે. ત્યારે દશેરા નિમિત્તે દર વર્ષે માત્ર અમદાવાદમાં જ ફાફડા-જલેબીની 10 હજાર કરતા વધુ દુકાનો-સ્ટોલ ઉભી થઈ જાય છે. સ્વાદના શોખીન અમદાવાદીઓ કોઈને કોઈક તહેવારના નામે ખાણી-પીણીનું બહાનું શોધી કાઢે છે.

એક અંદાજ મુજબ દશેરા નિમિત્તે એટલે કે, આજના દિવસે માત્ર અમદાવાદીઓ જ 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે. અમદાવાદીઓ એક દિવસમાં કરોડો રૂપિયાના ફાફડ-જલેબી ઝાપટી જાય છે. આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

માર્કેટમાં હાલ 600થી લઈ 1000 રૂપિયા સુધીના ભાવે 1 કિલો ફાફડા મળી રહ્યાં છે. જ્યારે એક કિલો જલેબીનો ભાવ પણ 400થી લઈને 1200 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આઠમથી જ ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવાય છે. શહેરમાં નાની-મોટી દુકાનો અને સ્ટોલ મળી આંકડો લગભગ 10 હજારને પાર પહોંચી ગયો છે.

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકાનો ભાવનો વધારો નોંધાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવે છે.આ ઉપરાંત કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે. અમદાવાદ સ્વીટ એન્ડ ફરસાણ એસોસિએશનના પ્રમુખએ જણાવ્યું કે, સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં અસહ્ય ભાવ વધારો થવાના કારણે ગત વર્ષની સરખામણીએ જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાભાગનાના લોકો ફાફડા-જલેબી ખરીદવા ઉમટી પડશે અને અમદાવાદમાં આશરે 10 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થશે. બજારમાં આ વખતે નોર્મલ જલેબી, કેસર જલેબી, અફઘાન જલેબી, ઈમરતી જલેબી અને પનીર જલેબી જેવી વેરાઈટી પણ ઉપલબ્ધ છે. જેનો ભાવ 400 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ખેડા : ગરબામાં પથ્થરમારો કરનાર આરોપીઓની જાહેરમાં સરભરા, પોલીસે થાંભલા સાથે બાંધીને ડંડા માર્યા

0

Kheda: Accused of stone pelting in

  • ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં ગરબાના કાર્યક્રમમાં તોફાન મચાવનાર આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. જે જગ્યાએ પથ્થરમારો કર્યો તે જગ્યાએ પોલીસ આરોપીઓને પકડીને લાવી હતી.

રાજ્યમાં નવરાત્રિનો (Navratri) તહેવાર ચાલી રહ્યો છે. રાત્રે રાજ્યભરમાં લોકો ગરબે રમી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કેટલીક અનિચ્છનીય ઘટનાઓ પણ સામે આવી છે. કોઈ જગ્યાએ વિધર્મી યુવકો (Heretical youths) ગરબામાં ઘુસી જતા મામલો ગરમાયો હતો.

તો ખેડાના ઉંઢેલા ગામે અસામાજિક તત્વોએ (Antisocial elements) આઠમાં નોરતે ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબા પર પથ્થરમારાની (stoning) ઘટના બાદ પોલીસ સક્રિય થઈ હતી અને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા.

10 આરોપી ઝડપાયા :

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીના આઠમાં દિવસે કેટલાક લોકોએ ભેગા થઈને ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબામાં પથ્થરમારા બાદ પોલીસે તત્કાલ તપાસ શરૂ કરી અને 10 આરોપીઓની ધરપકડ કરી છે.

Khera Garba Controversy: भारी पड़ा गरबा पर पथराव, आरोपियों को भीड़ के सामने खंभे से बांधा, फिर लाठी मारकर मंगवाई माफी

ત્યારબાદ પોલીસ આ આરોપીઓને ગામમાં લાવી પહોંચી હતી. ત્યારબાદ ગામલોકોની સામે આ અસામાજિક તત્વોની ખેડા એલસીબી પીઆઈ અશોક પરમારે જાહેરમાં સરભરા કરી હતી.

આરોપીઓએ હાથ જોડી માફી માંગી :

પોલીસ આરોપીઓને ઝડપીને ગામમાં પહોંચી હતી. ત્યારબાદ ગામ લોકોની સામે પોલીસે એક બાદ એક આરોપીઓને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ જોવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસના મારથી ડરેલા આરોપીઓએ પણ હાથ જોડીને લોકોની માફી માંગી હતી. તમામ 10 આરોપીઓની જાહેરમાં ધોલાઈ કરતા ગ્રામજનોએ પણ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

શું છે મામલો :

ખેડાના એસપી રાજેશ ગઢિયા પ્રમાણે જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં સોમવારે રાત્રે તુલજા માંના મંદિર પાસે ગામના સરપંચ ઇંદ્રવદન પટેલે ગરબા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કાર્યક્રમમાં અસામાજિક તત્વો બળજબરીથી ઘુસી ગયા અને હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક હોમગાર્ડ સહિત 6-7 મહિલાઓને ઈજા પહોંચી હતી.

આ દિવાળી ઘરે લઈ આવો બજેટ ફ્રેન્ડલી કાર, 5 લાખની અંદર મળી જશે બેસ્ટ માઈલેજ આપતી આ 5 ગાડીઓ

0

Bring home a budget friendly car this Diwali

  • આ બજેટ કાર્સની માઈલેજ શાનદાર છે. આનાથી તમારા ખિસ્સા પર પણ ઓછો બોજ પડશે અને તમે કોઈપણ ટેન્શન વગર કારનો આનંદ માણી શકો છો.

દિવાળીમાં જો તમે પણ બજેટ ફ્રેન્ડલી (Budget friendly) કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ 5 મોડલ્સ વિશે તમારે ખાસ જાણી લેવું જોઈએ. આ બજેટ કાર્સની માઈલેજ (Mileage of cars) શાનદાર છે. આનાથી તમારા ખિસ્સા પર પણ ઓછો બોજ પડશે અને તમે કોઈપણ ટેન્શન વગર કારનો આનંદ માણી શકો છો.

Maruti Suzuki Alto K10 :

બજેટ કારમાં મારુતિ સુઝુકીની અલ્ટો K10 કાર નંબર વન પર છે. આ 5 સીટર કાર 796 CC એન્જિન સાથે 22 kmpl સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે. આ કારની કિંમત 3.39 લાખ રૂપિયાથી શરૂ થઈને 5 લાખ રૂપિયા સુધી છે.

Renault KWID :

બજેટ કારમાં બીજા નંબર પર 5 સીટર રેનોલ્ટ ક્વિડ છે. આ કાર 799 cc થી 999 cc સુધીના એન્જિન સાથે 10 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 4.64 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 6.09 લાખ રૂપિયા સુધી જાય છે.

સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .

Maruti S-Presso  :

મારુતિ S-Presso 5 સીટર કાર 998 cc BS6ની સાથે ટ્રાન્સમિશન અને 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 4.25 લાખ રૂપિયાથી 5.99 લાખ રૂપિયા સુધીની છે.

Duston redi-GO  :

Duston redi-GO એ 5 સીટર કાર છે. તે 999 CC એન્જિન, બે ટ્રાન્સમિશન, 5 વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે તેની માઈલેજ 22 kmpl સુધી છે. આ કારની કિંમત 3.98 લાખ રૂપિયાથી 4.96 લાખ રૂપિયા સુધીની છે.

Maruti Celerio

મારુતિ સેલેરિયો 5 સીટર કાર છે. જેમાં 998 cc એન્જિન, BS6 સ્ટાન્ડર્ડ, 2 ટ્રાન્સમિશન અને 8 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ કારની કિંમત 5.25 લાખ રૂપિયાથી લઈને 7 લાખ રૂપિયા સુધીની છે.

આ પણ વાંચો :-

તમારી આ નાની નાની ભૂલો પણ પડી શકે છે ભારે ! વાળને ખરતા અટકાવવા હોય તો આજથી જ આટલી વસ્તુઓ છોડી દો

Even these small mistakes of yours can be huge

  • એક સમય હતો જ્યારે વાળ ખરવાની અને પાતળા થઈ જવાની સમસ્યા એક ઉંમર પછી જ થતી હતી. પરંતુ આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.

દરેક ઋતુમાં વાળ ખરવા (Hair loss) એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ટાલ પડવી હોય કે વાળનું વધુ પડતા પાતળા થઈ જવા આ બધી સમસ્યાઓના કારણો અલગ અલગ હોઈ શકે છે. કેટલીકવાર કોઈ સ્વાસ્થ્ય (Health) સમસ્યાને કારણે આડઅસરને કારણે વાળ વધુ ખરતા હોય છે. પરંતુ જ્યારે તેમની અવગણના કરવામાં આવે ત્યારે આ સમસ્યા ટાલ પડવા તરફ દોરી શકે છે. તેથી આ સમસ્યાનો સમયસર ઉકેલ લાવવો જરૂરી છે.

તેલ માલિશ કરવાથી મળશે રાહત  :

જો તમે ઇચ્છો છો કે તમારા વાળ કાયમ જાડા, ચમકદાર અને લાંબા રહે, તો આ માટે તમારા માથાની મસાજ ચોક્કસ કરો. નારિયેળ તેલ, આંબળાનું તેલ, ભૃંગરાજ તેલ, ઓલિવ ઓઈલ અને સરસવના તેલથી માથાની મસાજ માટે શ્રેષ્ઠ કહેવાય છે. તેમની સાથે માલિશ કરવાથી બ્લડ સક્યુલેશન સુધરે છે.

આ સાથે આ કુદરતી ઓઈલ આપણા વાળના મૂળને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. વાળને યોગ્ય પોષણ આપવા માટે વાળ ધોવાના એક દિવસ પહેલા રાત્રે તેલની મદદથી તમારા વાળની માલિશ કરો. બીજા દિવસે તમારા વાળને શેમ્પૂ કરો. આમ કરવાથી પોષણની સાથે તમારા વાળ ડ્રાય અને નબળા થવાથી પણ બચી જશે.

સારી ડાયેટ પણ છે જરૂરી  :

પોષણના અભાવે પણ આપણા વાળ તૂટવા લાગે છે. તેથી તમારી ડાયેટમાં બિલકુલ પણ બેદરકારી ન રાખો. નહિંતો ઉંમર પહેલા તમારા વાળ જઈ શકે છે. તમારા વાળને સ્વસ્થ રાખવા માટે ફણગાવેલું અનાજ, લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરી શકો છો.

આ પણ વાંચો :-

05 ઓક્ટોબરનું રાશિફળ : આ રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતા, જાણો તમારો દિવસ કેવો રહેશે 

Horoscope of October 05: Gujarat Guardian

મેષ
શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક જળવાય. આવક અંગે નવી તકો પ્રાપ્‍ત થાય. પરિવારમાં શાંતિ રહે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સારું રહેશે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના.

વૃષભ
નાણાંકીય બાબતો અંગે શુભદિવસ છે. પરિવારમાં મનમેળ રહે. ભાગ્યના જોરે કાર્ય સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસના યોગનું નિર્માણ થાય. ગેસ ટ્રબલ તથા પેટની તકલીફ રહે.

મિથુન
સ્વભાવમાં જીદ્દીપણાનો અનુભવ થાય. દીલ દુભાય એવા પ્રસંગો બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સ્થાવર જંગમ મિલકત માટે સારો દિવસ. સામાન્ય શરદી-ખાંસીની સમસ્યા રહે.

કર્ક
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે.

સિંહ
શરદી-ખાંસી-તાવની સમસ્યાનો સામનો કરવો પડે. માથાની ઈજાથી સાવધાની જરૂરી. ખોટા વિચારોને કારણે ડિપ્રેશનમાં ન અવાય એનું ધ્યાન રાખવું. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ.

કન્યા
સંતાન સુખમાં વૃદ્ધિ. સંતાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. જુના મિત્રોની મુલાકાત શક્ય બને તથા એમના તરફથી સહકાર મળતો જણાય.

તુલા
નવા વાહન, મિલકતની ખરીદી શક્ય બને. માતાની તબિયત સારી રહે. માતૃસુખમાં વધારો થાય. નોકરિયાતને બઢતીના યોગ, ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. ટ્રાવેલિંગ, ઠંડાપીણાના ધંધામાં વિશેષ ફાયદો.

વૃશ્ચિક
પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્યનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સાથે મતભેદ ટાળવા.

ધન
ઉત્તમ વિચારની પ્રાપ્તિ થાય. સામાજીક ક્ષેત્રે અગ્રેસર થવાય. આવકનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. બહેનોને ગર્ભાશય સંબંધી સમસ્યાથી સાવધાની જરૂરી.

મકર
દૃઢ મનોબળનો અનુભવ થાય છતાં થોડી ઉદાસીનતા વર્તાય. વૈવાહિક જીવનમાં અશાંતિના પ્રસંગો બને. ધંધામાં સાવધાનીથી કાર્ય કરવું. પડવા-વાગવાથી સાચવવું. આંખની કાળજી રાખવી.

કુંભ
નાણાંની લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. નાણાં ઉધાર લેવા કે આપવા નહીં. આવક સામાન્ય રહેશે. ખોટા ખર્ચ ટાળવા. સંતાન સાથે લાગણીશીલતા વધે. મિત્રોથી સાથ સહકાર મેળવી શકશો. આરોગ્ય જળવાશે.

મીન
આત્મવિશ્વાસ સાથે ગુસ્સાનો અનુભવ થાય. નવા મિત્રોની ઓળખાણ થાય. તથા તેમનો સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

આ પણ વાંચો :-