Home Blog Page 1269

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મુશ્કેલી વધી : ડ્રગ્સ કેસમાં એક્શનમાં આવી NCB, ચાર્જશીટ દાખલ

Trouble increased for Bharti Singh and Harsh Limbachia

  • ડ્રગ્સ કેસને લઈને NCBએ ફરી એકવાર એક્શનમાં આવી છે અને ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

કોમેડી ક્વીન ભારતી સિંહ (Comedy Queen Bharti Singh) અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની (Husband Harsh Limbachia) મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ડ્રગ્સ કેસને (Drugs case) લઈને NCBએ ફરી એકવાર એક્શનમાં આવી છે અને ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

ભારતી-હર્ષની મુશ્કેલીઓ વધી :

મળતી જાણકારી અનુસાર મુંબઈ NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે અને આ ચાર્જશીટ ડ્રગ્સ કેસના મમામલે દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે વર્ષ 2020માં ડ્રગ્સના કેસમાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે જામીન પર બહાર છે. પણ હવે ફરી એકવાર ભારતી અને હર્ષની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે.

NCB એ 2020માં ભારતી અને હર્ષની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી અને સાથે એમના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એ સમયે 86.50 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

ત્યારે એનસીબીએ દાવો કર્યો હતો કે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાએ પૂછપરછ દરમિયાન ગાંજાનું સેવન કર્યું હોવાનું કબૂલ્યું હતું અને આ પછી ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બંને જામીન પર બહાર આવ્યા હતા.

આ પણ વાંચો :-

કાળમુખો શનિવાર : ભરૂચમાં નેશનલ હાઈવે પાસે 5 વાહનો અથડાયા, માછી પરિવારના 2 સદસ્યોનું મોત

0

Kalamukho Saturday: 5 vehicles collide near

  • ભરૂચના નબીરપુર પાસે 5 વાહનોનો અકસ્માત. કન્ટેઈનર, કાર અને 3 બસ વચ્ચે  અકસ્માત થતાં 2 લોકોના ઘટનાસ્થળે મોત. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા.

લાભપાંચમની (Labh Pancham) સવાર કેટલાક મુસાફરો માટે કાળમુખી બની હતી. ભરૂચના (Bharuch) નબીરપુર પાસે વહેલી સવારે ધુંધળા વાતાવરણમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. 5 વાહનોના અકસ્માતમાં (an accident) 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હાઈવે 48 પર વડોદરાથી સુરત જવાના રુટ પર વહેલી સવારે આ અકસ્માતની ઘટના બની હતી. નબીરપુર પાસે પરવાના હોટલની સામે અકસ્માત સર્જાયો હતો. કન્ટેઈનર, 2 ખાનગી બસ, એક સરકારી બસ, કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ પાંચેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અથડામણ એટલી જોરદાર હતી કે, કારમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, તો અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હતા. આ અકસ્માતથી માછી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.

મુત્યુ પામેલા લોકોના નામ :

1 હર્ષદ ભાઇ મગન ભાઈ માછી
2 અશોક ભાઇ સોમાભાઈ માછી

No description available.

ઈજાગ્રસ્તોના નામ :

1 ભાવેશ ભાઇ મોહનભાઈ માછી
2 સૈલેશ ભાઇ ચંદુભાઈ માછી

તો ભરૂચમાં બીજો એક અકસ્માત પણ સર્જાયો હતો. નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે કારમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને 108 ની ટીમે મહામુસીબતે બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચો :-

વંદેભારત ટ્રેનને ત્રીજીવાર નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન

0

Vandebharat train met with accident for the third time

  • ગુજરાતભરમાં રખડતાં ઢોર આધુનિક ભારતની ટ્રેનમાં બેસતા મુસાફરો માટે પણ બન્યાં જોખમી. તાજેતરમાં જ પીએમ મોદી દ્વારા લીલીઝંડી બતાવીને દોડતી કરાયેલી વંદે ભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત નડયો છે.

પ્રધાનમંત્રીએ (Prime Minister) તાજેતરમાં જ વંદેભારત ટ્રેનને (Vandebharat Train) લીલીઝંડી આપી હતી. જેના બાદ પાટા પર દોડતી થયેલી વંદેભારત ટ્રેનને સતત અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વંદેભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત થયો છે. વલસાડના (Valsad) અતુલ નજીક વંદેભારત ટ્રેનને અકસ્માત નડયો હતો. ગાય આડે આવી જતા ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો હતો. સાથે જ એન્જિનને (engine) પણ નુકસાન થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના અતુલ સ્ટેશન પાસે આ ઘટના બની હતી. દોડતી વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ હતી. જેથી ટ્રેનને મોટું નુકસાન પહોંચ્યું છે. ટ્રેનને અકસ્માત નડતા જ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. અકસ્માતમાં વંદેભારત ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો છે. તો ટ્રેનના એન્જિન નજીક નીચે ભાગમાં પણ નુકસાની થઈ છે.

એક જ મહિનામાં ત્રીજો અકસ્માત :

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદેભારત ટ્રેનને અકસ્માત નડયો છે. આ જ મહિનામાં 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું.

તો તેના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ આણંદ પાસે ગાય અથડાતા વંદેભારત ટ્રેનને અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે. ત્યારે એક જ મહિનામાં ટ્રેનને ત્રીજો અકસ્માત નડ્યો છે. જોવાની વાત એ છે કે, ત્રણેય અકસ્માત રખડતા ઢોરોને કારણે થયા છે.

ત્રણેય અકસ્માત રખડતા ઢોરોને કારણે થયા :

ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે ટ્રેન સાથે અકસ્માત થઈ રહ્યાં છે. અત્યાર સુધી રોડ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર માણસોને અડફેટે લેતા હતા. ત્યારે હવે રખડતા ઢોરો ટ્રેનોને અથડાઈ રહ્યાં છે. જો અકસ્માત મોટો હોય તો ટ્રેનમાં સવાર હજારો મુસાફરોના જીવનું જોખમ બની શકે છે.

આ પણ વાંચો :-

AAP ગુજરાતમાં મોટો ધડાકો કરશે, મુખ્યમંત્રીના ચહેરાને લઈને કરશે મોટી જાહેરાત

0

AAP will make a big splash in Gujarat

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર. વિધાનસભા ચૂંટણીને લઈ AAPની મોટી તૈયારી. પંજાબની જેમ ગુજરાતમાં AAP ઉતારશે મુખ્યમંત્રી ચહેરો.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સતત કંઈક નવુ લાવી રહી છે. પહેલા લોકોને વચનોની લ્હાણી, બાદમાં ઉમેદવારોનું લિસ્ટ. આમ આદમી પાર્ટી લોકો વચ્ચે સતત જમાવટ કરી રહી છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે.

આપ પાર્ટી પંજાબની જેમ ગુજરાત ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચહેરો મેદાનમાં લાવશે. મુખ્યમંત્રીના પદના ચહેરા માટે પાર્ટી કેમ્પેઈન ચલાવશે, આપ પાર્ટી આ માટે લોકો પાસેથી સૂચનો મંગાવશે. આજે અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી શકે છે.

આમ આદમી પાર્ટી આક્રમક રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા માટે મેદાનમા ઉતરી ચૂકી છે. તે તમામ સીટ પર ઉમેદવારો ઉતારશે. અત્યાર સુધી 80 થી વધુ ઉમેદવારોની જાહેરાત આપ પાર્ટી કરી ચૂક્યું છે. ત્યારે હવે આપ પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતરશે.

હકીકતમાં, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તારીખોની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી હતી. હવે કહેવાય છે કે, પાર્ટી ગુજરાતમાં આ પ્રકારનું જ પગલુ ઉઠાવી શકે છે. જે માટે પાર્ટી લોકો પાસેથી નામ પર સૂચન માંગશે.

તો બીજી તરફ, ગુજરાતના પંચમહાલમાં જનસભા દરમિયાન આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં 90 થી 92 સીટ જીતી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળી પૂરી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં જલ્દી જ ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. તારીખો જાહેર થતા જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થી જશે.

આ પણ વાંચો :-

શોપિંગ મોલમાં બની હૃદયદ્રાવક ઘટના, સ્ટાર ખેલાડીને જાહેરમાં માર મારવામાં આવ્યો

In a heartbreaking incident at

  • આર્સેનલ ફૂટબોલ ખેલાડી પાબ્લો માટે સોશિયલ મીડિયા પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. ક્લબે એક અપડેટ આપતા કહ્યું કે પાબ્લોને ગંભીર ઈજા થઈ નથી.

આર્સેનલનો (Arsenal) સ્ટાર ખેલાડી પાબ્લો (Star player Pablo) મારી ગુરુવારે ઇટાલીના મિલાનમાં (Milan, Italy) એક ખતરનાક ઘટનાનો શિકાર બન્યો હતો. તેને ચાકુ મારી ધાયલ કર્યો હતો. પાબ્લોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેના ક્લબે પોતાના સ્ટાર ખેલાડીની હાલત પર મોટું અપટેડ આપ્યું છે.

આ સિવાય અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના ચાહકોને ખેલાડીના ઈજાગ્રસ્તથી આધાત લાગ્યો છે

આ સમગ્ર ઘટના શોપિગ મોલમાં થઈ છે 46 વર્ષના એક વ્યક્તિએ ચાકુ ઉઠાવી અને 5 લોક પર વાર કર્યો હતો જેમાં પાબ્લો પણ સામેલ હતો. આ સમગ્ર ઘટનામાં શોપિંગ મોલમાં એક કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે હોસ્પિટલમાં જતા પહેલા તેનું મૃત્યું થયુ હતું.

આ સિવાય અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના ચાહકોને ખેલાડીના ઈજાગ્રસ્તથી આધાત લાગ્યો છે.

પોલીસનું કહેવું છે કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે, તે વ્યક્તિએ આવું કેમ કર્યું પરંતુ શરુઆતની તપાસમાં એ વાત સામે આવી રહી છે કે, તેની માનસિક સ્થિતિ સારી ન હતી જેના કારણે તેણે આવું કર્યું છે.

આર્સેનલે આ ઘટના પછી ચાહકોને કહ્યું કે મારી હોસ્પિટલમાં છે પરંતુ ગંભીર રીતે ઘાયલ નથી. મોન્ઝા ક્લબના સીઈઓ એડ્રિને ગેલિયાનોએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો :-

 

29 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ સાત રાશિના જાતકો પર લક્ષ્મી માં કરશે ધનવર્ષા- લખો “જય માતાજી”

29 October 2022, Today’s Horoscope

મેષઃ દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ દિવસ દરમિયાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી થતાં જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આધ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઈજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાક્‍ચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમિયાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલાઃ નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધનઃ માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ દિવસ દરમિયાન થોડી ઉદાસ‌ીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારું છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

Best Selling Electric Cars : આ છે દેશની સૌથી વધુ વેચાનારી ઈલેક્ટ્રિક કાર્સ, તેમાં 1 ચાઇનીઝ ગાડી પણ સામેલ

Best Selling Electric Cars: These are the

  • Tata Nexon EV ગત મહિને સૌથી વધુ વેચાનારી ઇલેક્ટ્રિક કાર રહી, તેના 2,847 યુનિટ વેચાયા હતા. આ બે વર્જન-પ્રાઇમ અને મેક્સમાં આવે છે.

ઈલેક્ટ્રિક કાર્સે (Electric cars) ધીમે ધીમે ભારતીય બજારમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તેમને ખૂબ લોકપ્રિયતા મળી રહી છે. જોકે તેના અલગ અલગ કારણો હોઇ શકે છે. વેચાર્ટ ચાર્જમાં (Wechart in charge) દર મહિને વધારો યથાવત છે. ટાટા મોટર્સ (Tata Motors) ભારતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ સેગમેંટમાં હાવી છે.

ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક કાર બજાર સેગમેંટમાં સૌથી વધુ 80 ટકાની ભાગીદારી છે. ચાલો તમને જણાવીએ સપ્ટેમ્બર 2022 માં સૌથી વધુ વેચાણ ઇલેક્ટ્રિક કારો વિશે જણાવીએ, જેમાં એક ચાઇનીઝ કંપનીની ગાડી પણ સામેલ છે.

Tata Nexon EV :

Tata Nexon EV ગત મહિને સૌથી વધુ વેચાનાર ઇલેક્ટ્રિક કાર રહી, તેના 2,847 યુનિટનું વેચાણ થયું, આ બે વર્જન-પ્રાઇમ અને મેક્સમાં આવે છે, જેની કિંમત 14.99 લાખ રૂપિયાથી માંડીને 20.04 લાખ રૂપિયા એક્સ શોરૂમ સુધી છે.

Tata Tigor EV :

Tata Motors એ સપ્ટેમ્બર 2022 માં Tigor EV ના 808 યૂનિટ વેચાયા છે. આ ઇલેક્ટ્રિક સેડાનમાં 26 kWh લિથિયમ-આયન બેટરી પેક આવે છે. Tata Tigor EV ની ભારતમાં હાલ કિંમત 12.24 લાખ રૂપિયા, એક્સ-શોરૂમથી શરૂ છે.

MG ZS EV :

એમજી મોટર ઇન્ડીયાએ આ વર્ષની શરૂઆતમાં જેડએસ ઇવીને અપડેટ કર્યું હતું. સપ્ટેમ્બર 2022 માં આ ઇલેક્ટ્રિક એસયૂવીની 412 યુનિટ વેચાયા છે. MG ZS EV ની હાલની કિંમત 22.58 લાખ રૂપિયા એક્સ શોરૂમથી શરૂ છે.

Hyundai Kona Electric :

દક્ષિણ કોરિયાઈ કાર નિર્માતાએ ગત મહિને ભારતમાં Kona Electric ની 121 યૂનિટ વેચાયા છે. તેમાં 39.2 kWh લિથિયમ-આયન બેટરી પેક મળે છે. Hyundai Kona Electric ની હાલની કિંમત 23.84 લાખ રૂપિયા એક્સ-શોરૂમ શરૂ છે.

BYD e6 :

BYD એક ચીની કંપની છે. જેને ભારતમાં સપ્ટેમ્બર 2022 દરમિયાન પોતાની e6 MPV ના 63 યૂનિટ વેચાયા છે. BYD e6 ઇલેક્ટ્રિક MPV में 71.7 kWh બેટરી પેક મળે છે. તેની એક્સ શોરૂમ કિંમત 29.15 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો :-

આ બેઠકો પર કોંગ્રેસના મુરતિયા ફાઈનલ થઈ ગયા, 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી 

0

The Murtias of the Congress have been finalized

  • સૌરાષ્ટ્રની 54 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર લગભગ નક્કી… સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી. વર્ષ 2017માં સૌરાષ્ટ્રની 33 બેઠક પર કોંગ્રેસની થઈ હતી જીત.

ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ (A political party) ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચુટણી માટે કોગ્રેસના ઉમેદવાર (Congress candidate) લગભગ નકકી થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) પ્રભારી અશોક ગેહલોત (Ashok Gehlot) હાલ ગુજરાતમા બેક ટુ બેક મીટિંગો કરી રહ્યાં છે. તેના પરિણામ સ્વરૂપે અનેક ઉમેદવારોના નામ લગભગ નક્કી કરાયા છે.

સૌરાષ્ટ્રની 54 બેઠકના સંભવિત ઉમેદવારની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસના ગણિત પર નજર કરીએ તો, વર્ષ 2017 માં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 54 બેઠક પૈકી 33 બેઠક જીત્યુ હતું. આ 33 પૈકી 10 ધારસભ્યોએ પાંચ વર્ષમાં પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

હાલ કોંગ્રેસ પાસે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં ૨3 ધારાસભ્યો છે. આ તમામને રિપીટ કરવાનુ કોંગ્રેસનુ આયોજન છે. જો કે કોંગ્રેસ આ નામોની જાહેરાત ક્યારે કરશે તેની રાહ જોવાઈ રહી છે.

કોંગ્રેસના ઉમેદવાર નક્કી, જાહેરાત બાકી :

  • અબડાસા – રામદેવસિંહ જાડેજા, રાજેશ આહિર
  • માંડવી – વલ્લભ ભેલાણી, મુકેશ ગોર, કલ્પનાબેન જોશી
  • ભુજ – રાજેન્દ્રસિંહ જાડેજા, અરજન પટેલ,નવલસિંહ જાડેજા
  • અંજાર – રમેશ ડાંગર, અરજણ ખાટરિયા
  • ગાંધીધામ – મિતેષ લાલન,ભરત સોલંકી,જગદીશ દાફડા
  • લીંબડી – કલ્પના મકવાણા,મુળજી પલાળિયા,ભગીરથસિંહ
  • વઢવાણ -મોહન પટેલ, મનુ પટેલ, મનિષ દોશી
  • ધ્રાંગધ્રા – ધર્મેન્દ્ર એરવડિયા, નટુજી ઠાકોર, ગોરધન ઠાકોર
  • મોરબી – મનોજ પનારા, કિશોર ચિખલીયા, નયન અઘારા
  • રાજકોટ ઈસ્ટ – મહેશ રાજપુત, અશોક ડાંગર, ભાનુબેન સારણી
  • રાજકોટ વેસ્ટ – ગોપાલ અનડકટ, મનસુખ કાલરીયા, રજત સંઘવી
  • રાજકોટ દક્ષિણ – ડો.હેમાંગ વસાવાડા, હિતેષ વોરા
  • રાજકોટ ગ્રામ્ય – સુરેશ બથવા

  • જસદણ-વીંછિયા – ભોળાભાઈ ગોહિલ, અવસર નાકિયા
  • ગોંડલ – જગદીશ દેસાઈ, લલિત પાટોરિયા
  • જેતપુર – પી.કે.વેકરિયા, કિરીટ પાનલિયા
  • જામનગર ગ્રામ્ય – જીવણભાઈ આહીર, અંકિત ગાડીયાઝ, હારુન ક્લેજા
  • જામનગર ઉત્તર – બિપેન્દ્ર જાડેજા, કર્ણદેવ જાડેજા, નયનાબા જાડેજા
  • જામનગર દક્ષિણ – મનોજ કથીરિયા, ધવલ નંદા, મનોજ ચોવટિયા
  • દ્વારકા – મેરામણ ગોરિયા, મુળુભાઇ કંડોરીયા, પાલ આંબલિયા
  • માણાવદર – અરવિંદ લાડાણી, હરિભાઈ પટેલ
  • વિસાવદર – કરશન વડોદરિયા, ભરત વીરડિયા, ભાવેશ ત્રાપસિયા
  • કેશોદ – ધર્મિષ્ઠા પટેલ, હીરાભાઈ જોટવા, પ્રગતિ આહીર
  • ધારી – ડો કિર્તી બોરીસાગર, પ્રદીપ કોટડીયા
  • મહુવા – ડૉ.કનુ કલસરીયા, રાજ મહેતા,
  • ગારીયાધાર – ગોવિંદભાઇ પટેલ, પરેશ ખેની,પ્રવિણ ઝાલા
  • પાલિતાણા – પ્રવિણ રાઠોડ,મનુભાઇ પરમાર, અમિત લવતુકા
  • ભાવનગર ગ્રામ્ય – પ્રદિપસિંહ ગોહિલ, રેહવતસિંહ ગોહિલ, ભાવનગર પૂર્વ-નીતાબેન રાઠોડ, જીતુભાઇ ઉપાધ્યાય, બળદેવ સોલંકી
  • ભાવનગર પશ્ચિમ – કે.કે.ગોહિલ, પારુલ ત્રિવેદી,બળદેવ સોલંકી
  • ગઢડા (SC) – જગદીશ ચાવડા, સંજય અમરાણી, વિઠ્ઠલ વાજા
  • બોટાદ – મનહર પટેલ, રમેશ શીલુ, રમેશ મેર

આ પણ વાંચો :-

 

Reels ના રવાડે ચઢ્યા ગુજરાતીઓ, પોપ્યુલર થવા યુવકે મોઢામાં સળગતું રોકેટ મૂકીને દોડ લગાવી

0

Gujarati people climbed on the bandwagon

  •  રીલ્સ બનાવવાની ઘેલછામાં ગુજરાતના યુવકો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. આ દિવાળીએ એવા જોખમી વીડિયો સામે આવ્યા, જે જોઈને તમે કહેશો કે ગુજરાતનું યુવાધન આખરે કઈ દિશામાં જઈ રહ્યું છે.

આજના યંગસ્ટર્સ (Youngsters) માટે સોશિયલ મીડિયા (Social media) જ મહત્વનું બન્યું છે. સોશિયલ મીડિયા પર પોપ્યુલર બનવા માટે તેઓ ગમે તે હદે જવા તૈયાર થાય છે. દિવાળીના (Diwali) દિવસે ફટાકડા ફોડવા પર અનેકવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. ફટાકડાથી (fireworks) જીવલેણ ઘટના બની શકે છે.

છતાં જુવાનિયાઓ ફટાકડા સાથે ખેલ ખેલે છે. આ દિવાળી સોશિયલ મીડિયા (Social media) પર ફેમસ થવા કેટલાક યંગસ્ટર્સ જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યાં. વલસાડના (Valsad) એક યુવકે મોઢામાં સળગતુ રોકેટ મૂકીને સ્ટંટ કર્યુ હતું.

વલસાડના સિટી પેલેસ વિસ્તારની આ ઘટના છે. સિટી પેલેસ વિસ્તારમાં યુવકના એક સ્ટંટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યુવકનો મોઢામાં રોકેટ મૂકી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. યુવકે જોખમી રીતે મોઢામાં રોકેટ મૂકીને રોડ પર દોટ મૂકી હતી. યુવકે રોકેટને મોઢામાં જ સળગાવ્યુ હતું. ત્યારે યુવકનો આવો જોખમી વીડિયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આવી રીતે સ્ટંટ કરવું એ જોખમ છે. અનેક લોકો જીવના જોખમે અખતરા કરીને રીલ્સ બનાવી રહ્યાં છે. ત્યારે વલસાડ પોલીસે આ યુવકની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીની રાતે જાહેર રોડ પર ફટાકડા ફોડી સિંધુભવન રોડને બાનમા લેનાર 9 યુવકો અમદાવાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ હતું. સરખેજ પોલીસે તમામ યુવકોની ધરપકડ કરી હતી.

જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડી વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. અમદાવાદના સિંધુ ભવન રોડ પર તોફાન મચાવનારા લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. દિવાળીની રાત્રે સ્ટંટ કરનારા તત્વોને પોલીસે સિંધુ ભવન રોડ પર જ કાન પકડીને ઉઠક બેઠક કરાવી હતી. જેથી અન્ય લોકોને સબક મળે.

આ પણ વાંચો :-