Home Blog Page 1264

ભાવિકોની ભીડ અને ધસારો જોતા નિયત સમય પહેલા જ લીલી પરિક્રમા શરૂ, જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા ?

0

Seeing the crowd and rush of pilgrims

  • ગીરનાર ની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

ગીરનાર લીલી પરિક્રમા (Girnar Green Circle) જય ગિરનારીના નાદ સાથે એક દિવસ અગાઉ ભાવિકોની ભીડ જોઈને પ્રારંભ થઇ ચૂક્યો છે. વહીવટી તંત્રની (Administrative system) અનેક નવી સુવિધા સાથે ભાવિકોને 36 કિ.મી.ના રૂટ ઉપર જવા દેવાની છુટ આપતા ગીરનારની (Girnar) લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે.

ગીરનારની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પ્રથમ વખત ગીરનારની લીલી પરિક્રમામાં પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરા સાથે બોડી વોર્ન કેમેરા અને નેત્રમના સીસીટીવી કેમેરાથી યાત્રિકોની સુખાકારીનું ધ્યાન રાખવામાં આવશે. પોલીસની 40 રાવટી સાથે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરશે.

ગીરનારની લીલી પરીક્રમાનો નિયત સમય પહેલા પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે પરીક્રમાના રૂટ પર અન્નક્ષેત્રો સજ્જ થઈ ચુક્યા છે. અને ઠેર ઠેર રૂટ પર ભોજન સાથે ભક્તિ અને ભજનનો આનંદ જોવા મળી રહ્યો છે અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પ્રથમ વખત લીલી પરિક્રમામા જુનાગઢ જિલ્લા સહીત અનેક જિલ્લામાંથી ટોઈલેટ બ્લોકનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે લાઈટ, પાણી અને આરોગ્ય સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

તૈયારીઓ શરૂ કરી દો : જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે Exam

0

Start Preparation: Junior Clerk and Talati Cum Minister

  • સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર.

ગુજરાતમાં (Gujarat) ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકાર (State Govt) હાલ અનેક જાહેરાત કરી રહી છે. આજે સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક (Junior Clerk) અને તલાટી કમ મંત્રીની (Talati cum Minister) ભરતી પરીક્ષા તારીખ જાહેર કરી દીધી છે.

Image

મહત્વનું છે કે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાશે. તો તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા  આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે.

હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યો :

વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે.

CM દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનને લઈ જાહેરાત કરાઇ છે. જે મુજબ હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ. વેતન મળશે. આ સાથે જીઆરડી જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂ. વેતન મળશે.  જોકે મહત્વનું છે કે આ વધારો 1 નવેમ્બર 2022થી ગણાશે.

આ પણ વાંચો :-

બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી, જુઓ કઈ-કઈ બેઠક માટે કયા તબક્કામાં યોજાશે મતદાન

0

Gujarat assembly elections will be held in two

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, સોરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતમાં 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કામાં મતદાન, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કામાં મતદાન.

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે  (Election Commission) પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની (Counting of votes) 8 ડિસેમ્બરે થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે છે. જેને લઈ 5 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે તો 17 નવેમ્બર સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે.  બીજા તબક્કા માટે નામાંકન દાખલ કરવાની તારીખ 17 નવેમ્બર છે. તો બીજા તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. જોકે પ્રથમ અને બીજા તબક્કા બંનેની મતગણતરી 8 ડિસેમ્બરે જ યોજાશે. મહત્વનું છે કે, પહેલા તબક્કામાં 19 જિલ્લામાં  કુલ 89 બેઠકો પર મતદાન થશે. આ સાથે બીજા તબક્કામાં 14 જિલ્લામાં  93 બેઠકો પર મતદાન થશે.

પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં મતદાન

કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ

બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન

અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા.

મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

આ પણ વાંચો :-

Bharat Jodo Yatra : કોંગ્રેસ નેતાની એક ભૂલે પાર્ટીને શરમજનક સ્થિતિમાં મૂકી, ‘ભારત જોડો યાત્રા’ વચ્ચે જાણો શું થયું

0

Bharat Jodo Yatra

  • કોંગ્રેસના તેલંગણા રાજ્ય સચિવ ડો. રોહિન રેડ્ડી જે હૈદરાબાદમાં ભારત જોડો યાત્રાના કો ઓર્ડિનેટર પણ હતા તેમણે ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સાથે મુલાકાત બાદ ટ્વીટ કરી હતી. જેમાં તેમણે આ ભૂલ કરી.

લખવામાં ક્યારેક ક્યારેક એક નાનકડી ભૂલ ખુબ મોંઘી પડી જતી હોય છે. આવું જ કઈંક તેલંગણાના એક કોંગ્રેસ નેતા રોહિન રેડ્ડી સાથે થઈ ગયું. તેમણે ભારત જોડો યાત્રા (Connect India Journey) અંગે કરાયેલી પોતાની ટ્વીટમાં જોડોની જગ્યાએ તોડો શબ્દનો ઉપયોગ કર્યો. જેના કારણે કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું.

અત્રે જણાવવાનું કે કોંગ્રેસના તેલંગણા (Telangana) રાજ્ય સચિવ ડો. રોહિન રેડ્ડી (State Secretary Dr. Rohin Reddy) જે હૈદરાબાદમાં (Hyderabad) ભારત જોડો યાત્રાના કો ઓર્ડિનેટર પણ હતા તેમણે ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે (Congress president Mallikarjun Kharge) સાથે મુલાકાત બાદ ટ્વીટ કરી હતી. જેમાં તેમણે આ ભૂલ કરી.

ટ્વીટમાં લખ્યો આ શબ્દ :

રોહિન રેડ્ડીએ પોતાના ટ્વિટર હેન્ડલથી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ એ રેવંત રેડ્ડી તથા પાર્ટી મહાસચિવ કે. સી.વેણુગોપાલને ટેગ કરતા લખ્યું કે ‘ગર્વ અને મહાન ક્ષણ જ્યારે એઆઈસીસી અધ્યક્ષ ખડગેએ હૈદરાબાદમાં ભારત તોડો યાત્રા માટે મારી પ્રશંસા કરી.

rohin reddy Tweet

વખાણ બદલ આભાર સર.’ તેમણે ખડગે અને અન્ય નેતાઓ સાથે લેવાયેલી એક તસવીર પણ પોસ્ટ કરી. સ્પષ્ટ રીતે આ ભૂલ પર ધ્યાન આપવાના બદલે તેલંગણા કોંગ્રેસે પાછી તેને રિટ્વીટ કરી. જો કે બાદમાં ભૂલનો અહેસાસ થતા રોહિન રેડ્ડીએ ટ્વીટ હટાવી લીધી અને સુધારો કરીને ફરીથી ટ્વીટ કરી.

એક અન્ય ટ્વીટમાં પણ ભૂલ :

નોંધનીય છે કે રોહિન રેડ્ડીએ અન્ય એક ટ્વીટમાં પણ ભૂલ કરી. આ ટ્વીટમાં રોહિન રેડ્ડીએ લખ્યું કે દેશના સાચા નેતા સાથે ચાલવા પર ગર્વ અને સૌભાગ્યની અનુભૂતિ થઈ રહી છે. જેમણે ભારત તોડો યાત્રા સાથે રાષ્ટ્રને એકજૂથ કરવા માટે પદયાત્રા શરૂ કરી.

તેલંગણામાં સત્તાધારી ટીઆરએસના નેતા કૃષ્ણક મન્નેએ તેને કોંગ્રેસનો સેલ્ફ ગોલ ગણાવ્યો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે રાહુલ ગાંધીજી યાત્રાના કોઓર્ડિનેટરે તેને ‘તોડો યાત્રા’ તરીકે ટ્વીટ કરી અને તેલંગણાના કોંગ્રેસના અધિકૃત હેન્ડલે તેને રિટ્વીટ કરી. આ કોંગ્રેસનો સેલ્ફ ગોલ છે.

આ પણ વાંચો :-

પોતાની મજા માટે અને પોલીસને અલર્ટ કરવા શખ્સે ટ્રેનમાં બોમ્બ હોવાની ફેલાવી અફવા, આરોપીની સુરતમાંથી ધરપકડ

0

For fun and to alert the police the man

  • રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાની અફવા ફેલાવનાર સુરતના યુવકની પોલીસે કરી ધરપકડ, પોતાના મજા માટે અને પોલીસને એલર્ટ કરવા માટે યુવકે આવી હરકત કરી.

રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં (Ranakpur Express Train) બોમ્બ હોવાની અફવા ફેલાવનાર સુરતનો યુવક ઝડપાયો છે. રેલવે પોલીસ અને RPFની ટીમે આરોપી દેવેન્દ્રસિંહ રાઠોડની (Devendra Singh Rathore) ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં દેવેન્દ્રસિંહ રાઠોડે પોતાની મજા માટે અને પોલીસને અલર્ટ (Alert The Police) કરવા માટે આ પ્રકારની હરકત કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસને બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો :

તમને જણાવી દઈએ કે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા રેલવે પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પરંતુ એલસીબી. એસઓજી. રેલવે પોલીસ ફોર્સ. બીડીડીએસ અને ડોગ સ્કવોડની તપાસ બાદ ટ્રેનમાં કંઈ પણ વાંધાજનક વસ્તુ મળી ન હતી.

જો કે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ કરનાર રેલવેનો જ મુસાફર હોવાનું સામે આવતા તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ રેલવે પોલીસે રાજસ્થાનના વતની આરોપી દેવેન્દ્રસિંહ ભવરસિંહ રાઠોડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

કોલ ડિટેઈલ્સ ના આધારે આરોપી ઝડપાયો :

દેવેન્દ્રસિંહ રાઠોડ મૂળ રાજેસ્થાનનો છે અને તેનો પરિવાર વર્ષો થી સુરતમાં રહે છે. ટ્રેનમાં તે રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે પોતાના મોબાઈલથી રેલવેમાં બોમ્બ હોવાનો મેસેજ કર્યો હતો અને બાદમાં તે મેસેજ ડીલીટ કરી ફોન સ્વીચ ઓફ કર્યા હતો. પોલીસે મોબાઈલ કોલ ડિટેઈલ્સ ના આધારે આરોપીના ઘરે પહોંચી અને તપાસ કરી હતી. જેમાં દેવેન્દ્ર પોતાના પિતરાઈ ભાઈ સાથે ટ્રેનમાં જતો હોવાનું ખુલતા પોલીસે આરોપીની ધરપકડ કરી.

આરોપી અગાઉ પણ ખોટા મેસેજો કરી ચૂક્યો :

મહત્વનું છે કે પરિવારજની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે દેવેન્દ્ર અગાઉ પણ આવી રીતે ખોટા મેસેજો કરી ચૂક્યો છે. તેની માનસિક સ્થિતિ નબળી હોવાથી પોતાની મજા માટે આ હરકત કરતો હોય છે.હાલમાં રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

1 નવેમ્બરે પેટ્રોલ-ડીઝલ સસ્તું કેમ ન થયું ? પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કારણ

0

Why did petrol-diesel not become cheaper on November 1

  • તાજેતરમાં તમામ મીડિયા રિપોર્ટ્સમાં 1 નવેમ્બરથી ઓઈલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટર સુધીના કાપની વાત કરાઈ હતી. સૂત્રો તરફથી એવો પણ દાવો હતો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 2 રૂપિયા સુધીનો ઘટાડો થશે અને તેને અલગ અલગ તબક્કામાં લાગુ કરાશે.

પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel) ભાવ પાંચ મહિનાથી પણ વધુ સમયથી એક જ સ્તર પર સ્થિર છે. આ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ લેવલનો ઘટાડો નોંધાયો પરંતુ આમ છતાં ઘર આંગણે પેટ્રોલ ડીઝલના (Petrol Diesel) ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તાજેતરમાં તમામ મીડિયા રિપોર્ટ્સમાં 1 નવેમ્બરથી ઓઈલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટર સુધીના કાપની વાત કરાઈ હતી.

સૂત્રો તરફથી એવો પણ દાવો હતો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 2 રૂપિયા સુધીનો ઘટાડો થશે અને તેને અલગ અલગ તબક્કામાં લાગૂ કરાશે. પરંતુ એક નવેમ્બરથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થવાથી લોકોને ઝટકો લાગ્યો છે.

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ખુબ નુકસાન થયું :

હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને ડીઝલ પર હજુ પણ ચાર રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પેટ્રોલ પર કંપનીઓનો માર્જિન સકારાત્મક થયો છે. પુરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં કાપ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સરકારી ઓઈલ કંપનીઓને રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન ખુબ નુકસાન થયું છે.

નુકસાન બદલ સહાયતા માંગવામાં આવશે :

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે તેમનું મંત્રાલય ત્રણ રિટેલ ઈંધણ વિક્રેતાઓ- ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ને થયેલા નુકસાન બદલ સહાયતાની માંગણી કરશે. આ કંપનીઓએ મોંઘવારીને પહોંચી વળવામાં સરકારની મદદ માટે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ખુબ મોંઘુ થઈ ગયું હતું છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નહતા.

19,000 કરોડથી વધુની ખોટ :

કિંમતોમાં કાપ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ને હજુ પણ ડીઝલ પર ખોટ છે.’ હાલ ડીઝલ પર લગભગ 27 રૂપિયા પ્રતિ લીટર છે. પરંતુ વાસ્તવિક કેશ ખોટ લગભગ 3-4 રૂપિયા પ્રતિ લીટર છે. 3 રિટેલ ઈંધણ વિક્રેતાઓને એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 19,000 કરોડ રૂપિયાથી વધુની શુદ્ધ ખોટ ગઈ છે. એવો અંદાજો છે કે આ કંપીઓને સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પણ નુકસાન થશે.

આ પણ વાંચો :-

નસીબનો બળિયો નીકળ્યો આ પરિવાર, ઘટના સમયે 14 લોકો પુલ પર હતા તમામ બચી ગયા

0

This family was lucky, 14 people were

  • મોરબીની દુર્ઘટનામાં રાજકોટના પરિવારનો ચમત્કારીક બચાવ… રાજકોટના વસાણી પરિવારના 14 સભ્યોનો ચમત્કારીક બચાવ.

મોરબીની હોનારત (Morbi disaster) ગુજરાતના ઈતિહાસમાં કાળી શાહીથી લખાશે. આજે મોરબીમાં માતમથી આખા દેશમાં શોક છવાયો છે. માત્ર 3 સેકન્ડમાં મોરબીનો (Morbi) પટ મરણચીસોથી ફેલાઈ ગયો હતો. જ્યાં ત્યા લાશો પડી હતી. કોઈનુ બાળક હતું, તો કોઈની માતા, કોઈના પિતા હતા, તો કોઈનો દીકરો…

ચારેય તરફ કલ્પાંત મચ્યો. કેટલાક તો આખેઆખા પરિવાર હોમાયા. વેકેશન (Vacation) કરવા ગયેલા પરિવારો મોતને લઈને પાછા ફર્યા. ત્યારે આ દુખની ઘડીમાં સૌ કોઈ દુખી છે. ચારેતરફ શોક મનાવાઈ રહ્યો છે. ત્યારે રાજકોટનો પરિવાર પોતાને નસીબનો બળિયો માની રહ્યો છે. મોરબીની ઘટનામાં ચમત્કાર જેવી ઘટના બની. રાજકોટના યુનિવર્સિટી (University of Rajkot) રોડ પાસે રહેતો વસાણી પરિવાર મોરબીની મોતને હાથતાળી આપીને પાછો ફર્યો.

આ પરિવાર ઘટનાનો સાક્ષી બન્યો. જ્યારે ઘટના બની ત્યારે વસાણી પરિવારના 14 સભ્યો પુલ પર હાજર હતા. સદનસીબે પરિવારના તમામ સભ્યો બચી ગયા હતા. રાજકોટના વસાણી પરિવારના 14 સદસ્યો મોરબીમાં બનેલો નવો ઝુલતો પુલ જોવા રાજકોટથી મોરબી ગયા હતા. પણ તેમને શું ખબર હતી કે આવું થશે.

પરિવારના મોભીએ કહ્યું કે અમારો પરિવાર મોરબીમાં બનેલો નવો પુલ જોવા માટે બહુ જ ઉત્સાહી હતો. અમે જોવા ગયા ત્યારે ખબર ન હતી કે આવું થશે. અમે પુલ 30 થી 35 ટકા ક્રોસ કર્યો. પુલ વધારે પડતો હાલકડોલક થઈ રહ્યો હતો. તેથી અમને ડર લાતો હતો. આખરે એવુ જ થયું. અમે બધા 14 લોકો ઉપર હતા અને પુલ તુટ્યો, અમે બધા નીચે પાણીમાં પડ્યા. પુલ પર કદાચ 500 થી વધુ લોકો પણ હોઈ શકે છે તેવુ અમને જોઈને લાગ્યું હતું.

નીચે પડ્યા બાદ કેવી રીતે બચ્યા. તે વિશે તેમણે કહ્યું કે અમને કુદરતી શક્તિ મળી હોય તેવુ લાગ્યું. અમે લોકો છોકરાઓ પાણીમાં પડી ગયા હતા. તૂટેલો પુલના કોડ નજીક દેખાતો હતો, તે જોઈને જેમ તેમ કરીને તેની પાસે પહોંચ્યા. તેના સપોર્ટથી લગભગ અડધો કલાક પકડીને ઉભા રહ્યા. ધીમે ધીમે કરીને પ્રયાસ કરીને સાઈડની ગ્રીલથી સપોર્ટથી બહાર આવ્યા.

પરિવારના સદસ્યો મોત જોઈને પાછા આવ્યા હતા. ત્યારે તેઓ કહે છે કે આવા કિસ્સામાં તંત્રએ ધ્યાન રાખવાની જરૂર હોય છે. પુલની કેપેસિટી 100 થી વધુ લોકોની હતી. તો આટલા બધાને ન જવા દેવા જોઈતા હતા. જ્યાં મેનેજમેન્ટને લોકોએ આટલા લોકોને એલાઉ કરવા ન જોઈતા હતા.

તો પરિવારના નાનકડા દીકરા જુગલ વસાણીએ કહ્યું કે મારી મમ્મી તરતા નથી આવડતુ, ડેડીને આવડે. તેથી મમ્મી પપ્પાને પકડીને બહાર આવી. મેં તરીને તાર પકડી લીધો હતો. આમ મમ્મી બચી ગઈ, પણ તેને થોડુ વાગ્યું. કેટલાક લોકો પુલ હલાવતા હતા તો બીક લાગતી હતી.

આ પણ વાંચો :-

 

ColorOS 13 : વધી જશે બેટરી લાઇફ અને સ્પીડ થશે સુપરફાસ્ટ, આ છે Top 4 નવા ધમાકેદાર ફીચર્સ

ColorOS 13: Battery life will increase and speed

  • ColorOS 13 ના કેટલાક ફીચર્સ એટલા જોરદાર છે કે તમને ઉપયોગ કરવામાં મજા આવશે. આવો નજર કરીએ તે 5 ફીચર્સ વિશે જે તમારું દિલ જીતી લેશે.

OPPO ની ColorOS 13 ઓપરેટિંગ સિસ્ટમ આવી ગઇ છે. કંપનીના મોબાઇલ સોફ્ટવેરનું (Mobile software) લેટેસ્ટ ઇટેરેશન એંડ્રોઇડ 13 પર આધારિત છે. તમને જણાવી દઇએ કે 2020 ColorOS 11 ની શરૂઆત સાથે Android વર્જનના અનુરૂપ ColorOS વર્જનનું નામાકરણ બદલી દીધું છે.

આ વર્ષનું  ColorOS 13 પહેલાંથી જ સારા સોફ્ટવેરને રિફાઇન કરવા પર ફોકસ કરે છે. કંપનીના અનુસાર તેમાં બેટરી લાઇફને પણ સારી કરવામાં આવી છે. ColorOS 13 ના કેટલાક ફીચર્સ એટલા જોરદાર છે કે તમને ઉપયોગ કરવામાં મજા આવી જશે. આવો નજર કરીએ તો તે 5 ફીચર્સ વિશે જે તમારું દિલ જીતી લેશે.

Aquamorphic :

ColorOS 13 માં ‘Aquamorphic‘ નામની એક ડિઝાઇન લેગ્વેઝ છે. ઓપ્પોનો દાવો છે કે ડિઝાઇન પાણીથી પ્રેરિત છે. નવી ડિઝાઇન મોટાભાગે ColorOS 12 ના સમાન છે, જેમાં કેટલાક ફેરફાર છે અને ઓવરઓલ બેટર એક્સપીરિયન્સ પ્રદાન કરે છે.

ડિફોલ્ટ રૂપથી, કલર પેલેટ વાદળી છે અને આખા દિવસ પોતાના શેટ્સ બદલે છે. ઇન્ટરફેસ કાર્ડ-શૈલીના લેઆઉટનું ઇન્ટરફેસ કરે છે. સેટિંગ એપ અને ફર્સ્ટ પાર્ટી એપમાં કેંટેંટના પ્રકારના આધારે જાણકારી દેખાડનાર અલગ-અલગ સાઇઝના કાર્ડ ડિસ્પ્લે થાય છે. કુલ મળીને તમને યૂનિક ડિઝાઇન મળશે.

Home Screen :

ColorOS 13 ની હોમ સ્ક્રીન લગભગ ColorOS 12 જેવી છે, સિવાય કે યૂઝર હવે ફોલ્ડરોને મોટા કરી શકે છે. આ ફીચર ખૂબ સિંપલ લાગે છે પરંતુ ખૂબ ઉપયોગી છે. કારણ કે હવે તમને ડિઝાયર્ડ એપ સુધી પહોંચવા માટે ફોલ્ડર ખોલવાની જરૂર નથી. તમારે બસ આટલું જ કરવાનું છે કે તેને જલદીથી એક્સેસ કરવા માટે મોટા ફોલ્ડરની અંદર ઉપલબ્ધ જરૂરી એપના આઇકન પર ક્લિક કરવાનું છે.

સૌથી મહત્વપૂર્ણ વાત ColorOS 13 એક રિડિઝાઇન કરવામાં આવેલા કંટ્રોલ સેન્ટર સાથે આવે છે. ટોપ પોર્શન લેફ્ટ અને બે મોટા ટોગલ અને જમણી તરફ એક મીડિયા પ્લેબેક વિઝેટથી ભરેલું છે. ડિફોલ્ટરૂપથી, મોટા ટોગલ વાઇફાઇ અને બ્લ્યૂટૂથ હોય છે પરંતુ યૂઝર જે ઇચ્છે  તેને બદલી શકે છે.

Always On Display :

ColorOS માં સૌથી સારા ઓલવેજ-ઓન ડિસ્પ્લે (AOD) ઇમ્પ્લિમેંશન છે. ColorOS 13 સાથે વધુ AOD સ્ટાઇલ્સ અને થર્ડ પાર્ટી એપ્સ સાથે ઇંટિગ્રેટેડ સાથે પણ વધુ સારુ થઇ જાય છે. ઓલવેજ ઓન ડિસ્પ્લેમાં તમે ઇચ્છો તો કોઇપણ એપને એડ કરી શકો છો, જે સ્ક્રીન ઓફ થયા બાદ પણ તમને સ્ક્રીન પર જોવા મળશે.

Kid Space :

ColorOS માં થોડા સમય માટે કિડ સ્પેસ છે જેમાં કોઇ નવું એડીશન નથી. વર્ષો બાદ આખરે ColorOS13 માં એક ઉપયોગી નવી સુવિધા મળે છે. નવી સુવિધા બાળકોની દ્રષ્ટિની સુરક્ષા માટે ફોનના હાર્ડવેર પર નિર્ભર કરે છે. આ બેસવાની સ્થિતિ, જોવાનું અંતર અને એમ્બિયન્સ લાઇટ સાથે સંબંધિત ત્રણ અલગ-અલગ પ્રકારના રિમાઇંડર્સ આપે છે. કિડ સ્પેસ સેશન દરમિયાન માતા-પિતા ફોન દ્રાર જાહેર કરવામાં આવેલા તમા રિમાંડર પણ જોઇ શકો છો. એટલા માટે તે પોતાના બાળકોને સ્માર્ટફોનનો યોગ્ય ઉપયોગ કરવાનું શિખવાડી શકે છે.

આ પણ વાંચો :-

03 નવેમ્બર 2022 રાશિફળ : આ 7 રાશિના જાતકો હોય છે ખુબ જ ભાગ્યશાળી – તેઓની પર હંમેશા રહે છે વિષ્ણુ ભગવાનની કૃપા

03 November 2022 Horoscope

મેષ:
આજનો દિવસ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાનો દિવસ છે. કોઈપણ કાયદાકીય કાર્યમાં વિજયથી તમારું મન પ્રસન્ન રહેશે. તમારી મિલકત સંબંધિત કોઈપણ વિવાદ પણ ઉકેલાઈ જશે, પરંતુ સાંજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. જો કેટલીક ધંધાકીય યોજનાઓ અટકેલી હોય, તો તમે તેને ફરીથી આગળ વધારી શકો છો.

વૃષભ:
આજનો દિવસ તમારી સુખ-સુવિધાઓમાં વધારો લાવશે. તમે તમારી લક્ઝુરિયસ પર પણ થોડા પૈસા ખર્ચ કરશો અને સમયસર ફિલ્ડમાં કામ કરીને તમે અધિકારીઓની આંખના એપલ બનશો, જે તમને જોઈને ખુશ થશે અને તમને નવી પોસ્ટ પણ મળી શકે છે.

મિથુન:
આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. રાજકીય ગતિવિધિઓમાં તમારી ચાલી રહેલી કડવાશ પણ સમાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં થોડો બદલાવ કરવો પડે તો પણ તે તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ પ્રવાસ પર જતા પહેલા સાવધાની રાખવી પડશે, નહીંતર કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવા અને ચોરી થવાનું જોખમ છે.

કર્ક:
આજે તમે તમારા જીવનસાથી સાથે થોડો સમય એકલા વિતાવશો, તેથી તમારે તેમની વાત સાંભળવી અને સમજવી પડશે. દરેક બાબતમાં રસ પડશે. તમને માનસિક શાંતિ મળશે અને મહેનત કરવાથી થાક પણ આવી શકે છે, તેથી તમારે સાવધાન રહેવું પડશે. અપરિણીત લોકોના જીવનમાં નવો મહેમાન દસ્તક આપી શકે છે.

સિંહ:
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. આળસને કારણે, તમે તમારું ઘણું કામ પાછળ છોડી જશો, જે ભવિષ્યમાં તમારો તણાવ વધારી શકે છે. અવરોધો અને વિરોધ છતાં મનોબળ મજબૂત રહેશે. સમાજમાં સ્વચ્છ છબી ઉભી થશે. તમે ચાલી રહેલા કામમાં સાવધાનીથી આગળ વધશો, જે તમારા માટે ફાયદાકારક રહેશે.

કન્યા:
આજે તમે તમારી વધેલી જવાબદારીને કારણે કેટલીક અસ્વસ્થતાભરી સ્થિતિમાં અટવાઈ જશો. સમાજમાં તમને કોઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, પરંતુ તમારા બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ રહેશે. સાંજે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

તુલા:
આજનો દિવસ તમારી પ્રતિષ્ઠામાં વધારો લાવશે. તમે તમારા પાર્ટનરને ક્યાંક ડિનર ડેટ પર લઈ જઈ શકો છો અને તેમના માટે ગિફ્ટ પણ લાવી શકો છો. તમે કોઈ કિંમતી વસ્તુ મેળવી શકો છો. બિઝનેસ ટ્રીપ પર જવું પડશે.

વૃશ્ચિક:
આજનો દિવસ તમે પરોપકારી કાર્યોમાં પસાર કરશો અને બીજાની સેવા કરીને તમને આત્મસંતોષ મળશે. તમારે તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા અણબનાવનો અંત લાવવો પડશે અને બાળકની કારકિર્દીમાં આવી રહેલી સમસ્યાઓ વિશે વાત કરવી પડશે.

ધન:
આ દિવસે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે અને તમારું મન શાંત રહેશે. જો કાર્યસ્થળ પર કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય, તો તમારા માટે મધુર વર્તન અને ધૈર્ય જાળવી રાખવું વધુ સારું રહેશે, તો જ તમે વાતાવરણને હળવું કરી શકશો.

મકર:
આજનો દિવસ તમારા માટે મુશ્કેલ રહેશે. તણાવના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે, પરંતુ તમારા વ્યવસાયમાં કોઈ નવી ડીલ અચાનક સેટલ થઈ શકે છે અને તમને જરૂરી નફો મળી શકે છે. નાના વેપારી માલિકો કોઈપણને તેમના વ્યવસાયમાં સામેલ કરી શકે છે.

કુંભ:
આજનો દિવસ તમારા માટે ખૂબ ફળદાયી રહેશે. તમારા જીવનસાથી સાથે થોડો વિવાદ થશે, જેને તમે વાતચીત દ્વારા ઉકેલી શકશો. મોટી રકમ મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે, પરંતુ તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. તમને કોઈ મહાન વ્યક્તિ સાથે મળવાનો મોકો મળશે.

મીન:
કરિયરની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારા જીવનસાથીની પ્રગતિ જોઈને તમે ખુશ થશો. તમે બાળકો માટે નવો ધંધો શરૂ કરવા વિશે પણ વિચારી શકો છો, જે યુવાનો હજુ સિંગલ છે તેઓ તેમના લગ્ન વિશે વાત કરી શકે છે. સાંજથી રાત સુધી તમે તમારા પરિવારના સભ્યો સાથે સમાધાનમાં પસાર કરશો.

આ પણ વાંચો :-

મોદી જેના વખાણ કરે તે…: ગેહલોતના વિરોધમાં ફરી ‘રનવે પર પાયલટ’, કોંગ્રેસમાં વિવાદ ભડકે તેવી આશંકા

0

What Modi should praise

  • સપ્ટેમ્બરમાં રાજસ્થાનમાં ધારાસભ્યોની બેઠક રદ્દ થવા મામલે હાઈકમાન્ડે નોટીસ મોકલી છે. તો બીજી તરફ માનગઢની સભામાં વડાપ્રધાને અશોક ગહેલોતના વખાણ કરતા રાજકારણ ગરમાયું છે.

પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે (Former Deputy CM Sachin Pilote) રાજસ્થાનમાં 25 સપ્ટેમ્બરના રોજ રાજકીય ગરમાવો અને ધારાસભ્ય દળની બેઠકના બહિષ્કાર બાદ સર્જાયેલ ઘટના ક્રમ પર સચિન પાયલોટ (Sachin Pilote) પહેલી વખત ખુલીને બોલ્યા છે. સિયાસી રાજકારણ પર પાયલટે મંગળવારે જયપુરમાં કહ્યું કે વિધાયક દળની બેઠક રદ્દ થયા બાદ હાઈકમાન્ડ (High Command) તરફથી જે ત્રણ નેતાઓને નોટીસ મોકલી છે.

તેના પર ઝડપી નિર્ણય થવો જોઈએ. ત્યાં જ મંગળવારે માનગઢ ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અશોક ગહેલોતના વખાણ કરવા પર કટાક્ષ કર્યો છે અને ગુલામ નબી આઝાદનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ સાથે સાથે હાઈકમાન્ડને પાર્ટી અને સંગઠન વિરુધ્ધ કામ કરવા વાળા લોકો સામે કાર્યવાહિ કરી દાખલો બેસાડવો જોઈએ. એમણે કહ્યું કે પાર્ટીમાં દરેક લોકો માટે કાયદો સમાન હોવો જોઈએ.

13 મહિના જ બાકી છે હાઈકમાન્ડ કરે નિર્ણય :

રાજસ્થાનાં નેતૃત્વ બદલવાના પ્રશ્ન પર પાયલોટે કહ્યું કે રાજસ્થાનમાં 13 મહિના પછી ચૂંટણી થવાની છે. તેથી હાઈકમાન્ડે નક્કી કરવાનું છે કે ક્યા નેતાને જવાબદારી આપવી. પાયલોટે કહ્યું કે વિધાનસભ્ય દળની બેઠક હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવાની છે. જે ટૂંક સમયમાં નિર્ણય લેશે.

તેમણે કહ્યું કે 25 સપ્ટેમ્બરે વિધાન મંડળની બેઠક બોલાવવામાં આવી હતી. તે બેઠક થઈ શકી ન હતી. જેના માટે મુખ્યમંત્રીએ પોતી માફી માંગી હતી અને AICC એ તેને અનુશાસનહીન ગણાવ્યું હતું. પાયલોટે માંગણી કરે હતી કે નિયમ અને કાયદાઓ બધા માટે સમાન છે અને જેમને નોટિસ મળી છે તેનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. સાથે જ પાયલોટે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પાર્ટી અને સંગઠનમાં અનુશાસન રહેશે અને તેમના માર્ગદર્શનમાં સાથે મળીને કામ કરીશું.

ગહેલોતનાં વખાણ કરી વડાપ્રધાને આપ્યા સંકેત :

માનગઢમાં પીએમ મોદી દ્વારા મુખ્યમંત્રી અશોક ગહેલોતના વખાણ કરવા પર સચિન પાયલોટે કટાક્ષ કર્યો હતો. પાયલટે કહ્યું કે માનગઢમાં વડાપ્રધાન મોદી મોટો સંકેત આપીને ગયા છે. એમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાને અશોક ગહેલોત પહેલા ગુલામનબી આઝાદનાં પણ વખાણ કર્યા હતા જે બાદ ગુલામનબી આઝાદે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.

આ પણ વાંચો :-