પોતાની મજા માટે અને પોલીસને અલર્ટ કરવા શખ્સે ટ્રેનમાં બોમ્બ હોવાની ફેલાવી અફવા, આરોપીની સુરતમાંથી ધરપકડ

Share this story

For fun and to alert the police the man

  • રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાની અફવા ફેલાવનાર સુરતના યુવકની પોલીસે કરી ધરપકડ, પોતાના મજા માટે અને પોલીસને એલર્ટ કરવા માટે યુવકે આવી હરકત કરી.

રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં (Ranakpur Express Train) બોમ્બ હોવાની અફવા ફેલાવનાર સુરતનો યુવક ઝડપાયો છે. રેલવે પોલીસ અને RPFની ટીમે આરોપી દેવેન્દ્રસિંહ રાઠોડની (Devendra Singh Rathore) ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં દેવેન્દ્રસિંહ રાઠોડે પોતાની મજા માટે અને પોલીસને અલર્ટ (Alert The Police) કરવા માટે આ પ્રકારની હરકત કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસને બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો :

તમને જણાવી દઈએ કે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા રેલવે પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પરંતુ એલસીબી. એસઓજી. રેલવે પોલીસ ફોર્સ. બીડીડીએસ અને ડોગ સ્કવોડની તપાસ બાદ ટ્રેનમાં કંઈ પણ વાંધાજનક વસ્તુ મળી ન હતી.

જો કે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ કરનાર રેલવેનો જ મુસાફર હોવાનું સામે આવતા તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ રેલવે પોલીસે રાજસ્થાનના વતની આરોપી દેવેન્દ્રસિંહ ભવરસિંહ રાઠોડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

કોલ ડિટેઈલ્સ ના આધારે આરોપી ઝડપાયો :

દેવેન્દ્રસિંહ રાઠોડ મૂળ રાજેસ્થાનનો છે અને તેનો પરિવાર વર્ષો થી સુરતમાં રહે છે. ટ્રેનમાં તે રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે પોતાના મોબાઈલથી રેલવેમાં બોમ્બ હોવાનો મેસેજ કર્યો હતો અને બાદમાં તે મેસેજ ડીલીટ કરી ફોન સ્વીચ ઓફ કર્યા હતો. પોલીસે મોબાઈલ કોલ ડિટેઈલ્સ ના આધારે આરોપીના ઘરે પહોંચી અને તપાસ કરી હતી. જેમાં દેવેન્દ્ર પોતાના પિતરાઈ ભાઈ સાથે ટ્રેનમાં જતો હોવાનું ખુલતા પોલીસે આરોપીની ધરપકડ કરી.

આરોપી અગાઉ પણ ખોટા મેસેજો કરી ચૂક્યો :

મહત્વનું છે કે પરિવારજની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે દેવેન્દ્ર અગાઉ પણ આવી રીતે ખોટા મેસેજો કરી ચૂક્યો છે. તેની માનસિક સ્થિતિ નબળી હોવાથી પોતાની મજા માટે આ હરકત કરતો હોય છે.હાલમાં રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-