Home Blog Page 1260

નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો ફક્ત આ એક વસ્તુ, સફેદ વાળ પણ થઈ જશે કાળા

Mix in coconut oil and apply just

  • ધીરે-ધીરે સફેદ થઈ રહેલા વાળ ક્યારે માથા પર વધી જાય છે ખબર નથી રહેતી. નારિયેળ તેલના આ ઉપાયથી તમારા વાળ ઝડપથી સફેદ થવાથી અટકશે અને સફેદ વાળ પણ કાળા થશે.

ઘણા લોકો સફેદ વાળથી (White hair) પરેશાન રહે છે. સમય પહેલા સફેદ થઈ રહેલા વાળ ખરાબ ડાયેટ, જેનેટિક્સ, વાળમાં પોષણની કમી (Lack of nutrition in hair), વાતાવરણ અને ખરાબ જીવનશૈલી સાથે જોડાયેલી આદતોનું પરિણામ હોઈ શકે છે. એવામાં આ સફેદ વાળને સમય રહેતા કાળા કરવા જરૂરી છે.

અહીં તમને નારિયેળ તેલના અમુક ઘરેલુ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી વાળને કાળા કરી શકાય છે. આ ઉપાયોની અસર ધીરે-ધીરે દેખાય છે પરંતુ પ્રભાવ લાંબા સમય સુધી રહે છે અને આ નુસ્ખા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પણ છે.

નારિયેળ તેલ અને મીઠો લીમડા :

મીઠા લીમડામાં સફેદ વાળને કાળા કરવાના પ્રાકૃતિક ગુણ હોય છે. વિટામિન બીથી ભરપૂર લીમડો હેર ફોલિકલ્સના કાળા રંગને યથાવત રાખવાનું કામ કરે છે અને વાળને સફેદ થવાથી રોકે છે. તેમાં બીટા-કેરાટિન પણ હોય છે જે વાળને મૂળમાંથી સફેદ થવાથી રોકવામાં કારગર છે.

માટે ઉપયોગ માટે મુઠી ભરીને મીઠો લીમડાના પાન લઈને તેને એક કપ નારિયેળ તેલમાં શેકી લો. જ્યારે પાન કાળા થઈ જાય તો તેલને ગેસ પરથી ઉતારી લો ઠંડુ કરી તેને એક શીશીમાં ભરી લો. આ તેલ તમારે અઠવાડિયામાં 2થી 3 વખત લગાવવાનું રહેશે.

નારિયેળ તેલ અને એલોવેરા  :

એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળ પર લાંબા સમયથી કરવામાં આવે છે. જેનું મુખ્ય કારણ તેના અનેક ગુણોથી ભરપૂર હોવાનું છે. વાળને કાળા કરવા માટે એક બાઉલમાં 2 ચમચી નારિયેળ તેલ, 2 ચમચી એલોવેરા જેલ અને 2 ચમચી લીંબુનું તેલ લો અને તેને સારી રીતે મિક્સ કરો. આ માસ્કને વાળના મૂળથી છેડા સુધી લગાવો અને લગભગ અડધા કલાક સુધી માથા પર રાખ્યા બાદ ધોઈ લો. આ માસ્ક અઠવાડિયામાં બે વાર વાપરી શકાય છે.

નારિયેળ તેલ અને મહેંદી :

સામાન્ય રીતે વાળમાં મહેંદી લગાવ્યા પછી સફેદ વાળ લાલ થઈ જાય છે. પરંતુ જો તમે આ રીતે મહેંદી લગાવશો તો વાળ સફેદ નહીં પણ કાળા થવા લાગશે. આ માટે એક બાઉલમાં એક ચમચી એલોવેરા જેલ સાથે 2 ચમચી નારિયેળ તેલ અને 2 ચમચી મહેંદી મિક્સ કરો. આ મિશ્રણને મિક્સ કર્યા બાદ 20 થી 25 મિનિટ સુધી વાળમાં રાખો અને માથું ધોઈ લો. જો તમે તેને અઠવાડિયામાં એકવાર પણ લગાવો છો. તો તેની અસર સારી રહેશે.

આ પણ વાંચો :-

“ક્યૂટ દેખાઈશ તો જ EMI ભરી શકીશ”, સોશિયલ મીડિયા પોસ્ટને લઈને જાહ્નવી કપૂરે કહી મોટી વાત

I can pay EMI only if I look cute Janhvi Kapoor

  • જાહ્નવી કપૂર એ એક્ટ્રેસમાંથી એક છે જે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખે છે. રીલ લાઈફમાં તે જેટલી સાધારણ દેખાય છે તેટલી જ રિયલ લાઈફમાં ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર જેટલા પણ ફોટો જાહ્નવી પોસ્ટ કરે છે. તેનાથી તે સારી કમાણી કરે છે. તેનાથી તે EMI પણ ભરે છે.

ફિલ્મમેકર બોની કપૂરની (Filmmaker Boney Kapoor) લાડકી દિકરી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) રિયલ લાઈફ અને રીલ લાઈફ બન્નેમાં ખૂબ જ અલગ છે. ઓનસ્ક્રીન ઈમેજમાં (Onscreen Image) જ્યાં તે ખૂબ જ શરમાળ અને સાધારણ બતાવવામાં આવે છે. ત્યાં જ ઓફસ્ક્રીન તેનો ગ્લેમરસ અવતાર જોઈ ફેન્સ દિવાના થઈ જાય છે. સોશિયલ મીડિયા (Social media) પર જાહ્નવી કપૂર પોતાની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે.

સોશિયલ મીડિયા પર જાહ્નવી ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કરે છે. આટલું જ નહીં આ ફોટો પોસ્ટ કરીને તે મોટી કમાણી પણ કરે છે. આ પૈસાથી તે પોતાની EMI ભરે છે. જાહ્નવીએ પોતે આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

જાહ્નવી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ રાખે છે અલગ  :

એક ઈન્ટરવ્યૂમાં જાહ્નવીએ પોતાની રીલ અને રિયલ લાઈફને લઈને વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું કે, “મને લોકો ઘણી વખત એવું પુછે છે કે ફિલ્મોમાં તો મારી એક મિડલ ક્લાસ યુવતી અને સાધાર દેખાતી યુવતી જેવી ઈમેજ છે. ત્યાં સોશિયલ મીડિયા પર હું એકદમ ગ્લેમરસ જોવા મળું છું. એવામાં લોકો માટે બન્નેની વિવિધ ઈમેજ ગળે ઉતરવી મુશ્કેલ છે. હકીકતે હું આ વાતની ચિંતા નથી કરતી.

હું આ રીતનું કેલ્યુલેશન કરવાથી બચુ છું. દર્શનક જ્યારે મને મનીષ મલ્હોત્રાની સાડીમાં જુએ છે ત્યાં જ બીજી તરફ અચાનક કુર્તા પાયજામામાં જોવે છે તો તેમના મનમાં મારી બે ઈમેજ ક્રિએટ થઈ જાય છે. એક વસ્તુ મારા આર્ટનો ભાગ છે તો બીજી ક્યાંકને ક્યાંક મારી પર્સનલ લાઈફ છે. હું તેના વિશે વિચારૂ છું અને પ્રયત્ન કરૂ છુ કે વધારેમાં વધારે રિયલ અને સાચ્ચી રહું. જે છું તે જ લોકોને બતાવું.

રિયલ લાઈફમાં હું જેવી છું તેવી જ દેખાવું. રીલ લાઈફમાં જે પાત્ર મળે તેને સારી રીતે નિભાવવા પર હું વિશ્વાસ રાખુ છુ એક એક્ટર એ જ છે જે રિયલ લાઈફ અલગ રાખીને રીલમાં પોતાની ભુમિકામાં સારી રીતે ઉતરી જાય.”

પોસ્ટ દ્વારા વધારે પૈસા કમાય છે જાહ્નવી  :

જાહ્નવી કપૂરે જણાવ્યું, “સોશિયલ મીડિયા લાઈફ મારી ખૂબ જ શાનદાર છે. હું પોતાની આ પોસ્ટ્સથી એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરૂ છું કે અન્ય બ્રાન્ડ્સ મને એન્ડોર્સમેન્ટ્સ માટે અપ્રોચ કરે. જેમાં પોતાની EMI ભરી શકું. હું લાઈફમાં કંઈ પણ સીરિયસલી લેવાનું પ્રિફર કરતી નથી.

મારો સોશિયલ મીડિયા મારા માટે એક શાનદાર વિકલ્પની જેમ છે. જો હું ક્યૂટ દેખાવ છું તો પાંચ વધુ એક્સ્ટ્રા લોકો મારો ફોટો જોશે. મને બ્રેન્ડ્સ જોશે. વધારે કમાઈ શકીશ અને EMI સરળતાથી ભરી શકીશ.”

આ પણ વાંચો :-

ઔવેસી પર થયેલા પથ્થરમારાની વાઈરલ ઘટનાનો થયો પર્દાફાશ, પોલીસ તપાસમાં સામે આવ્યું કે…

0

The viral incident of stone pelting on Owasi

  • સોમવારે AIMIMના વરિષ્ઠ નેતા અસદુદ્દીન ઔવેસી અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુસાફરી દરમિયાન તેમના કોચ પર પથ્થરમારો થયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

આ અંગે વારીશ પઠાણે (Warish Pathane) સભા દરમિયાન જણાવ્યું હતું. તેવામાં ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તત્કાલિક સર્ચ ટીમ તૈયારી કરી પથ્થરમારા પાછળ કોનો હાથ છે એની તપાસ શરૂ કરી દીધી હતી. ત્યાર પછી સર્ચ રિપોર્ટમાં આની પાછળનું મુખ્ય કારણ સામે આવી ગયું છે. જાણો આની પાછળ કોનો હાથ હતો…

પથ્થરમારાને લઈને સર્ચ રિપોર્ટમાં ઘટસ્ફોટ…

રેલવે ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટરના માર્ગદર્શનમાં ભરૂચ અને વડોદરા રેલવે પોલિસ સ્ટેશન, એલ.સી.બી અધિકારીઓ સાથે આર.પી.એફના અધિકારીઓને સર્ચ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે.

અસદુદ્દીન ઔવેસી જે ટ્રેનના કોચમાં બેઠા હતા તે દરમિયાન અંકલેશ્વર રેલ્વે સ્ટેશનન (Ankleshwar Railway Station) પાસે ડાઉન રેલવે ટ્રેક પરથી પૂર ઝડપે બીજી ટ્રેન આવી રહી હતી. એના કારણે ઔવેસી જે વંદે ભારત ટ્રેનમાં હતા એ અને અન્ય ટ્રેન આજુ બાજુમાંથી પસાર થઈ.

પરંતુ આ સમયે જે રૂટ પર બંને ટ્રેનો આસપાસથી પસાર થઈ ત્યાં સમારકામનું કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે. એટલે રેલવે ટ્રેકની આસપાસ પથ્થરો પણ રહેલા હતા. તેવામાં બીજી ટ્રેન જ્યારે વંદે ભારતની પાસેથી પસાર થઈ ત્યારે ટ્રેક પાસે રહેલો પથ્થર ઉછળીને વંદે ભારત ટ્રેનના કાચ સાથે અથડાયો હતો. આના પરિણામે ઔવેસી જે ટ્રેનમાં બેઠા હતા એનો એક કાચ તૂટી ગયો હતો. આ એક આકસ્મિક ઘટના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

કોઈ કાવતરુ ન હોવાના રિપોર્ટ્સ :

અસદુદ્દીન ઔવેસી જે ટ્રેનમાં હતા એનો આકસ્મિક રીતે કાચ તૂટી ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આની પાછળ કોઈ ષડયંત્ર કે કાવતરુ હોવાના પુરાવા મળ્યા નથી. વળી આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી.

પોલીસે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો :

પોલીસે સર્ચ રિપોર્ટ બાદ જણાવ્યું કે અસદુદ્દીન ઔવેસી પર જે પથ્થરમારો થયો એ ઘટનાની તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન રેલવે ટ્રેક પર પડેલો પથ્થર ઉછળીને વંદેભારત ટ્રેન પર આવ્યો છે. આ તપાસમાં કોઈ વ્યક્તિએ ઈરાદાપૂર્વક પથ્થર ફેંક્યો હોવાનું સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ટ્રેનના ટ્રેકની આસપાસ સમારકામ ચાલી રહ્યું હોવાથી મેટલ પાર્ટસ અથવા પથ્થર ઉછલીને કાચ પર વાગ્યો હશે.

પોલીસે દાવો કર્યો છે કે :

પોલીસ તપાસમાં વધુ એક નિવેદન અપાતા દાવો કરાયો છે કે અસદુદ્દીન ઔવેસીએ મુસાફરી દરમિયાન પોતાની સીટ પણ બદલી હતી. એટલે ઈરાદાપૂર્વક કોઈએ પથ્થરમારો કર્યો હોવાનું લાગી રહ્યુ નછી.

આ પણ વાંચો :-

ખેડૂતો આજે જ કરો આ કામ, નહીંતર 13 મો હપ્તો ખાતામાં જમા થશે નહિ, જાણો સરકારે શું કહ્યું

0

Farmers do this work today

  • મોદી સરકારે ખેડૂતોને 12મા હપ્તાના પૈસા આપી દીધા છે અને હવે 13મા હપ્તાની રાહ શરૂ થઈ ગઈ છે. જો તમે પણ 13મા હપ્તાના પૈસા લેવા માંગતા હોવ તો કેટલાક દસ્તાવેજો અપડેટ કરવા પડશે. સરકારે કહ્યું છે કે પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે અને હવે તેનું પાલન કર્યા વિના ખેડૂતોને પૈસા આપવામાં આવશે નહીં.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) 12મો હપ્તો તમારા ખાતામાં આવી ગયો છે અને હવે 13મા હપ્તાની રાહ જોવાય રહી છે. દરમિયાન સરકારે ખેડૂતોને (Farmers) એક મોટું અપડેટ આપ્યું છે અને કહ્યું છે કે જો તમે નવા નિયમનું પાલન નહીં કરો તો 13મા હપ્તામાં મુશ્કેલી આવી શકે છે. દેશના લગભગ 8 કરોડ ખેડૂતોને 12મા હપ્તાના પૈસા મળ્યા છે. જ્યારે 2 કરોડથી વધુ ખેડૂતો તેમના હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

જો તમે ઈચ્છો છો કે 13મા હપ્તાના પૈસા ફસાઈ ન જાય તો તમારે નવા નિયમનું ખૂબ સારી રીતે પાલન કરવું જોઈએ. સરકારે કહ્યું છે કે હવે ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે રેશન કાર્ડની સોફ્ટ કોપી આપવી પડશે. મતલબ કે હવે હાર્ડ કોપી આપવાની જરૂર નહીં રહે અને સોફ્ટ કોપી પીડીએફ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ સાથે ઈ-કેવાયસી કરવું પણ જરૂરી રહેશે. આ બે દસ્તાવેજો વિના તમને 13મા હપ્તાના પૈસા મેળવવામાં મુશ્કેલી પડશે.

પહેલા શું પ્રક્રિયા હતી :

અત્યાર સુધી ખેડૂતોએ તેમની નોંધણી કરાવવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુક અને ઘોષણાપત્રની હાર્ડ કોપી વગેરે સબમિટ કરવાની હતી. હવે આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને માત્ર સોફ્ટ કોપી સબમિટ કરવાની રહેશે. હવે આ નિયમથી ખેડૂતોનો સમય બચશે અને પારદર્શિતા પણ વધશે. ઘણા ખેડૂતોને હજુ સુધી 12મા હપ્તાના પૈસા મળ્યા નથી.

આ દસ્તાવેજો પણ જરૂરી છે :

પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે સરકારે કેટલાક વધુ દસ્તાવેજો પણ જરૂરી બનાવ્યા છે. સરકારનું કહેવું છે કે ખેડૂતો માટે આધાર હોવા જરૂરી છે, આધાર વગરના ખેડૂતોને તેનો લાભ આપવામાં આવશે નહીં. આ વખતે જે ખેડૂતોને હપ્તાના નાણા મળ્યા નથી તેમાંથી મોટાભાગના ખેડૂતો પાસે અધૂરા દસ્તાવેજો છે અને તેમની ખતૌની અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ બન્યું :

સરકારે ખેડૂતોની સુવિધા માટે કિસાન ક્રેડિટ કાર્ડને પીએમ કિસાન યોજના સાથે પણ જોડ્યું છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ બની ગયું છે. જે ખેડૂતો પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છે. તેઓને સરળતાથી KCC મળે છે. જેના પર વ્યાજ દર ઘણો ઓછો છે અને બેંકો ખેડૂતોને ઓછા વ્યાજે સરળ લોન પણ આપે છે.

આ પણ વાંચો :-

કેદીઓના હાથે બનેલા જેલના ભજીયાનો સ્વાદ રાજકોટવાસીઓના દાઢે વળગ્યો, કલાકો લાઈન લગાવી ખાવા ઉભા રહે છે

0

Jail bhajis made by the hands of the prisoners

  • સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં જેલના કેદીઓના હાથના બનેલ ભજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા. જેલના કેદીઓના ભજીયા ખાવા લોકો કલાકો સુધી લાઈન લગાવે છે.

સોમનાથમાં (Somnath) કાર્તિકી પૂર્ણિમાનો મેળો (Kartiki Purnima fair) પૂરા જોશમાં ચાલી રહ્યો છે. પ્રતિદિન લાખો લોકો આ મેળાની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ મેળાનું મુખ્ય આકર્ષણ બન્યા છે રાજકોટ મધ્યસ્થ જેલના (Rajkot Central Jail) કેદીઓએ બનાવેલા ભજીયા. કેદીઓ દ્વારા બનાવાતા ભજીયાનો સ્વાદ સૌરાષ્ટ્રની (Saurashtra) પ્રજાને એવો તે લાગ્યો કે લોકો કેદીઓના ભજીયા ખરીદવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.

લોકોના મનમાં જેલમાં રહેલ કેદીઓ ખૂંખાર અને ક્રૂર હોય તેવી માનયતાને દૂર કરવા અને સજા પૂર્ણ થયા પછી કેદીઓ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે તેવા આશયથી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રતિવર્ષ જેલના કેદીઓના હાથના ભજીયાનો સ્ટોલ લગાવવામાં આવે છે.

રાજકોટ મધ્યસ્થ જેલ સ્ટાફ અને કેદીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વસ્તુઓ સાથે ભજીયા બનાવે છે. કેદીઓ સમાજમાં ફરી પાછા હળીમળી શકે તેના માટે કેદીઓને આ મેળામાં સામેલ કરીને વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.

ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ કેદીઓના ભજિયાની લોકપ્રિયતાથી પ્રભાવિત થઈને સ્ટોલની મુલાકાત લીધી હતી અને કેદીઓના ભજિયાના સ્વાદ અને ગુણવત્તાને વખાણી હતી. સાથે કેદીઓના સમાજમાં પુનઃ સ્થાપન માટે જેલ તંત્ર દ્વારા કરાતી કસમગીરીને બિરદાવી હતી.

સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં જેલના ભજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લોકો દૂર-દૂરથી માત્ર ભજિયાનો સ્વાદ માણવા માટે મેળાની મુલાકાત લે છે અને કલાકો સુધી ધીરજપૂર્વક લાઈનમાં ઊભીને પોતાના નંબરની રાહ જુએ છે અને ભજીયાનો આનંદ માણે છે. કેદીઓના સમાજમાં પુનઃ સ્થાપન માટે તૈયાર થાય છે. જેના માટે કાર્તિકી પૂર્ણિમા મેળો સેતુરૂપ બન્યો છે.

આ પણ વાંચો :-

આ લોકો માટે કોહલી-રોહિત અને દ્રવિડે છોડી દીધી બિઝનેસ ક્લાસની સીટ, કારણ જાણીને આપશો શાબાશી

0

Kohli-Rohit and Dravid left business

  • ટીમ ઈન્ડિયા જ્યારે મેલબર્નથી એડિલેડ રવાના થઈ હતી તો ફ્લાઈટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાની બિઝનેસ ક્લાસ સીટ અમુક ખાસ લોકો માટે છોડી દીધી હતી. જેના પાછળનું કારણ જાણી તમે પણ શાબાશી આપશો.

ટી 20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) વખતે ટીમ ઈન્ડિયાના મેચ રમવા ઉપરાંત ઓસ્ટ્રેલિયાના (Australia) અલગ અલગ શહેરોની યાત્રા કરવી પડી રહી છે. ભારતીય ટીમે હજુ સુધી આ ટી 20 વર્લ્ડ પરની મેચને રવા માટે મેલબર્ન, સિડની, પર્થ અને એડિલેડની યાત્રા કરી છે. ટીમ ઈન્ડિયા હમણાં જ ઈંગ્લેન્ડ (England) વિરૂદ્ધ સેમીફાઈનલ મેચ રમવા માટે મેલબર્નથી એડિલેડ પહોંચી છે. 10 નવેમ્બરે ભારત એડિલેડ ઓવલમાં (Adelaide Oval) ઈંગ્લેન્ડ સામે મેચ રમશે.

કોહલી-રોહિત-દ્રવિડે આપી દીધી બિઝનેસ ક્લાસની સીટ :

ટીમ ઈન્ડિયા જ્યારે મેલબર્નથી એડિલેડ જવા રવાના થઈ તો ફ્લાઈટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની બિઝનેસ ક્લાસ સીટ અમુક ખાસ લોકો માટે છોડી દીધી હતી. જેના પાછળનું કારણ જાણીને ઘણા લોકો ચોંકી ગયા હતા. ટીમ ઈન્ડિયાના એક સપોર્ટ સ્ટાફના સદસ્યએ આ વાતની જાણકારી આપતી હતી.

કારણ જાણી ચોંકી ઉઠશો તમે  :

ટીમ ઈન્ડિયાના એક સપોર્ટ સ્ટાફના સદસ્યએ કહ્યું, “ભારતીય ટીમ ખેલાડી જ્યારે મેલબર્ન થઈ એડિલેડ રવાના થવા માટે ફ્લાઈટમાં બેઠા તો કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના બિઝનેસ ક્લાસની સીટ ટીમના બે બોલરો માટે છોડી દીધી હતી. જેથી તે આરામથી પોતાના પગ લાંબા કરીને બેસી શકે.” જણાવી દઈએ કે હાલ મોહમ્મદ શામી, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા જેવા દિગ્ગજ શાનદાર બોલિંગ કરી રહ્યા છે તેમને આરામની ખૂબ જ જરૂર છે.

આરામ માટે છોડી બિઝનેસ ક્લાસની ટિકિટ  :

એવામાં તેમને આરામ આપવા માટે રોહિત શર્મા, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાના બિઝનેસ ક્લાસની સીટ છોડી દીધી. જણાવી દઈએ કે બિઝનેસ ક્લાસ સીટ ખૂબ જ આરામદાયક હોય છે. જેમાં પગ લાંબા કરી આરામથી બેસી શકાય છે. રોહિત શર્મા, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાના ફાસ્ટ બોલર્સને ફિટ રાખવા માટે તેમને વધુમાં વધુ આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :-

‘કામથી ન લડી શક્યા તો ઈજ્જત પર આવી ગયા…’ બોલતાની સાથે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા AAP કોર્પોરેટર- જાણો શું છે સમગ્ર મામલો

0

AAP corporator burst into tears as soon

  • સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલાં સૌથી નાની ઉંમરનાં કોર્પોરેટર એવાં 23 વર્ષીય પાયલ સાકરિયાએ તાજેતરમાં એક વીડિયો દ્વારા ભાજપ પર ફોટો મોર્ફ કરીને વાઇરલ કરવાના આક્ષેપો કર્યા હતા. પાયલ સાકરિયાના ફોટા સોશિયલ મીડિયામાં મુકાતાં વિવાદ ઊભો થયો છે.

પાયલ સાકરિયાનો (Payal Sakaria) તેના જ સાથી અભિનેતા સાથેનો શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ નીચે કોમેન્ટો લખવામાં આવી અને ત્યાર બાદ ન્યૂડ ફોટો પણ મૂકવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર (Aam Aadmi Party corporator) પાયલ સાકરિયા પોલિટિશિયનની (Politician) સાથે સાથે અભિનેત્રી (Actress) પણ છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા અગાઉ તેમણે અનેક નાની-મોટી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી આલ્બમમાં (Gujarati Album) પણ કામ કરી ચુક્યા છે.

તેમના દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે રાજકીય પાર્ટીમાં જોડાતાં પહેલાં અનેક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોય તે સમયના ફોટોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેમની સામેના એક્ટર દ્વારા પાયલ સાકરિયાને ગુલાબનું ફૂલ આપતા હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી.

શું કહ્યું હતું પાયલ સાકરીયા સમગ્ર મામલે : 

વિધાનસભાની ચૂંટણી નજીક છે. જેને કારણે મને બદનામ કરવા કોઈ કસર બાકી રાખી નથી. કહેવાય છે કે તેમણે સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવે છે પરંતુ આમાં એટલી બધી હલકાઈ તો ના જ હોવી જોઇએ. મુદ્દાની રાજનીતિ કરો. કામની રાજનીતિ કરો. આટલાં વર્ષોથી કામ કર્યું છે તો કામ લઈને આવો ને પણ આ એટલા હલકી માનસિકતાવાળા લોકો હતા એનો મને ક્યારેય અંદાજ નહોતો.

હવે મને ખબર પડી કે રાજનીતિમાં કેમ મહિલાઓ ઓછી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આવાં કારણોસર તેને દબાવવામાં આવી છે. જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારથી પૈસાથી, ડરાવી-ધમકાવી, બદનામ કરવાના પ્રયાસો કરી ભાજપમાં જોડવાની ટ્રાય કરી છે. મારી અત્યાર સુધી ના હતી પણ અરવિંદ કેજરીવાલનાં દિલ્હીનાં કામ જોઈને હું જોડાઈ હતી. ભાજપના આઈટી સેલ દ્વારા અત્યાર સુધી અભદ્ર ભાષામાં કોમેન્ટને એવું બધું થતું હતું. પરંતુ મને એમ હતું કે આ રાજકારણ છે આ લોકો બદનામ કરશે.

આ પણ વાંચો :-

“ધારીએ એટલી ટિકિટ મેળવી શકીએ છીએ”, ટિકિટની પડાપડી વચ્ચે અલ્પેશ ઠાકોરનું મોટુ નિવેદન

0

Assuming we can get as many tickets as we can

  • મહેસાણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે કહ્યું, અમે ધારીએ એટલી ટિકિટ મળી શકે છે. જો કે ચૂંટણીની ટિકિટ માટે અમે કોઈ માંગણી કરી નથી. ટિકિટ મેળવી જીતવું પણ એટલું અગત્યનું હોય છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. ટિકિટ માટે ઉમેદવારોની પડાપડી થઈ રહી છે. ટિકિટ માટે રાજકીય પક્ષો પર વિવિધ સમાજ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે મહેસાણામાં (Mehsana) યોજાયેલા એક કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે (Alpesh Thakore) કહ્યું અમે ધારીએ એટલી ટિકિટ મળી શકે છે. જો કે ચૂંટણીની ટિકિટ (Election 2022) માટે અમે કોઈ માંગણી કરી નથી. ટિકિટ મેળવી જીતવું પણ એટલું અગત્યનું હોય છે.

તો આ તરફ પાટણમાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયુ હતુ. પાટણ બેઠક પર ક્ષત્રિય ઠાકોર સમાજે ભાજપ પાસે ટિકિટની માગ કરી છે. મહત્વનું છે કે ભાજપમાંથી ટિકિટની દાવેદારી કરતા મંગાજી ઠાકોરે આ શક્તિ પ્રદર્શન થકી સામાજીક દબાણ પણ ઉભું કર્યું છે.

ચૂંટણીની ટિકિટ માટે અમે કોઈ માંગણી કરી નથી – અલ્પેશ ઠાકોર

તો બીજી તરફ ચૂંટણી જાહેર થયાની વચ્ચે પાટણના રાધનપુરમાં આરોગ્યની સેવાને લઇને રાજકારણ ગરમાયુ છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની રજૂઆત બાદ કોંગ્રેસના ધારાસભ્યની સંચાલિત ખાનગી હોસ્પિટલમાં ચૂંટણીપંચે મફત સેવાની મંજૂરી રદ કરી છે.

ધારાસભ્ય રઘુ દેસાઈની હોસ્પિટલમાં મફત સારવાર બંધ કરાવવા માટે અલ્પેશ ઠાકોરે રજૂઆત કરી હતી. હાલમાં આચારસંહિતાને લઈ સ્વાસ્થ્ય કાર્ડ પર ધારાસભ્ય રઘુ દેસાઇનો ફોટો હોવાથી ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે.

કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ ચૂંટણીપંચ સામે આક્ષેપ લગાવ્યા. તેમણે કહ્યું કે સરકારના દબાણમાં ચૂંટણીપંચે કામગીરી કરી છે. અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું રાજકીય કીન્નાખોરી રાખી અલ્પેશ ઠાકોર રાધનપુરના લોકો સાથે વિશ્વાસઘાત કરે છે.

આ પણ વાંચો :-

ફેસબુકે બનાવી જોડી, પાનનો ગલ્લો ચલાવતા 10મું પાસ યુવકને પરણવા ફિલિપીન્સથી સુરત આવી મહિલા

0

Facebook created a pair a woman c

  • કહેવાય છે કે પ્રેમ કોઈ જાતિ કે ધર્મ અને અમીર કે ગરીબ નથી જોતો. ક્યારે ક્યાં કોની સાથે પ્રેમ થઈ જાય કંઈ કહી શકાતું નથી. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.

અહીં પાનનો ગલ્લો ચલાવતા એક વિકલાંગ યુવકની ફિલિપાઈન્સની (Philippines) એક મહિલા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. વાતનો ક્રમ એવો ચાલ્યો કે બંનેની મિત્રતા પ્રેમમાં (Friendship love) બદલાઈ ગઈ. હવે બંને 20 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે.

બંનેની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. મળતી માહિતી મુજબ દસમું પાસ સુરતના યુવકને અંગ્રેજી ભાષા પણ આવડતી ન હતી. પણ કહેવાય છે કે પ્રેમ બધું શીખવે છે. એ જ રીતે ટ્રાન્સલેશનની એપ્લિકેશન દ્વારા ફેસબુક પર બંને વચ્ચે ચેટિંગ થયું અને થોડા વર્ષો પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. મહિલા લગ્ન માટે સુરત આવી છે. કારણ કે બંને અહીં જ લગ્ન કરશે.

પાનનો ગલ્લો ચલાવે છે કલ્પેશ :

મળતી માહિતી મુજબ સુરત વરાછા વિસ્તારમાં યોગી ચોક પાસે પાનનો ગલ્લો ચલાવતા કલ્પેશભાઈ માવજીભાઈ કાછડિયા વિકલાંગ વ્યક્તિ છે. તે ચાલી શકતા નથી. 43 વર્ષીય કલ્પેશના પરિવારમાં બે બહેનો અને એક ભાઈ છે. તેમના પરિવારમાં બધા પરિણીત છે. તે વિકલાંગ હોવાથી કલ્પેશ લગ્ન કરવા માંગતો ન હતો.

ફેસબુક પર રેબેકા સાથે થઈ મિત્રતા :

ત્યારબાદ 2017માં તેને ફેસબુક (Facebook) પર 42 વર્ષની રેબેકા નામની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી.બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી. કલ્પેશને અંગ્રેજી આવડતું નહોતું એટલે રેબેકાનો મેસેજ આવે ત્યારે તે તેના મિત્રોને પૂછીને જવાબ આપતો. બાદમાં તેણે અંગ્રેજી એપ્લિકેશન (English App) દ્વારા જવાબ આપવાનું શરૂ કર્યું.

લોકડાઉનના કારણે ભારત ન આવી શકી રેબેકા :

કલ્પેશે તેની બધી વાર્તા રેબેકાને કહી કે તે શારીરિક રીતે વિકલાંગ છે. રેબેકાએ તેને એમ પણ કહ્યું કે તેના પતિનું અવસાન થયું છે અને તે હવે સિંગલ છે. બંને એકબીજાની એટલા નજીક આવ્યા કે તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા. રેબેકા અને કલ્પેશ છેલ્લા 5 વર્ષથી એકબીજાના સંપર્કમાં છે.

બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. તેથી જ રેબેકાએ (Rebecca) 2020માં ભારત આવવાનો પ્લાન પણ બનાવ્યો હતો. તેની ટિકિટ પણ બુક થઈ ગઈ હતી. પરંતુ તે દરમિયાન 24 માર્ચ 2020 ના રોજ દેશમાં લોકડાઉન હતું. જેના કારણે તે ભારત આવી શકી ન હતી.

20 નવેમ્બરે થશે લગ્ન :

પરંતુ તેમ છતાં બંને એકબીજાના સંપર્કમાં હતા. આ વખતે રેબેકાએ નક્કી કર્યું હતું કે તે ભારત આવીને કલ્પેશ સાથે લગ્ન કરશે. રેબેકા ઓક્ટોબર 2022માં દિવાળીના દિવસે ભારત આવી હતી. બંને એકબીજાને મળીને ખૂબ જ ખુશ હતા. કલ્પેશે પરિવારના સભ્યો સાથે રેબેકાનો પરિચય પણ કરાવ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો પણ બંનેના લગ્ન માટે સંમત થયા હતા. હવે બંને ભારતીય પરંપરા અનુસાર 20 નવેમ્બરે લગ્ન કરશે.

આ પણ વાંચો :-

કોરોના કાળ બાદ દિલ્હીની મહિલાઓમાં વધી દારૂ પીવાની લત, સર્વેમાં સામે આવ્યું ચોંકાવનારૂ પરિણામ

0

Addiction of drinking increased among women

  • શું કોરોના વાયરસ અને મહિલાઓના દારૂ પીવાને કોઈ સંબંધ હોઈ શકે છે. એક એનજીઓના સર્વેને સત્ય માનીએ તો દિલ્હીમાં કોરોના મહામારી બાદ મહિલાઓમાં દારૂ પીવાની ટેવ ઝડપથી વધી રહી છે.

મહિલાઓ (Women) પર ગમ ભુલાવવા માટે દારૂ પીવે (Drink alcohol) છે અને ધીમે-ધીમે આ તેની આદત બની જાય છે. એક સર્વેના રિપોર્ટ પર વિશ્વાસ કરો તો કોરોના કાળ બાદ દિલ્હીની (Delhi) મહિલાઓમાં દારૂ પીવાની લત વધી ગઈ છે. તેમની આ આદતમાં વધારો છેલ્લા ત્રણ વર્ષમાં થયો છે.

એનજીઓ community against drunken driving CADDએ સોમવારે પોતાના સર્વેનું પરિણામ જાહેર કર્યું હતું. તે પ્રમાણે 18થી 68 વર્ષની મહિલાઓ પહેલાના પ્રમાણમાં વધુ દારૂની પસંદગી કરી છે.

એનજીઓ પ્રમાણે આ સર્વે દિલ્હી એનસીઆરની (Delhi NCR) 5 હજાર મહિલાઓ પર કરવામાં આવ્યો. તેમાં ઉંમર વર્ગ પ્રમાણે આ મહિલાઓ સામેલ હતી.

18 – 30 years 1453

31 – 45 years 2021

46 – 60 years 1206

60 years above 32

કઈ મહિલાઓમાં દારૂ પીવાનું પ્રમાણ વધ્યું :

આ સર્વે (Liquor Survey on Delhi Women) ઓગસ્ટથી ઓક્ટોબર 2022 વચ્ચે કરવામાં આવ્યો હતો. આ 5 હજાર મહિલાઓમાંથી 89 ટકા એટલે કે 4480 મહિલાઓ ખુદ કમાતી હતી. ખાસ વાત છે કે સર્વેમાં 37 ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે તેની દારૂ પીવાની ટેવ પહેલા કરતા વધી ગઈ છે. આ મહિલાઓમાં એક મોટો વર્ગ એવો હતો કે જેને નાના બાળકો હતા કે તેનો પગાર સારો હતો અથવા તે ડિપ્રેશન કે એન્ઝાયટીની સમસ્યાથી પીડાતી હતી.

આ કારણે વધી ગયું દારૂ પીવાનું ચલણ :

– 45 ટકા કેસમાં તણાવ દારૂ પીવાનું કારણ રહ્યો.

– 34 ટકા મહિલાઓનું માનવું હતું કે કોરોના કાળમાંથી બહાર આવ્યા બાદ એવી તક આવી જ્યારે ઉજવણી કરવા કે બે વર્ષનો ગમ કાઢવા માટે દારૂ પીધો.

– 30 ટકા કેસમાં મહિલાઓએ નિરાશા દૂર કરવા માટે દારૂનો સહારો લીધો.

ઘણી મહિલાઓએ તે પણ સ્વીકાર્યું કે સોશિયલ સિસ્ટમમાં ફિટ થવા માટે દારૂ પીધો. તેમણે કહ્યું કે દારૂની સરળ ઉપલબ્ધતા મોટી બ્રાન્ડના સ્ટોર જ્યાંથી દારૂ લેવો સરળ હોય, હોમ ડિલિવરી જેવા ફેરફારોને કારણે તેના સેવનનું પ્રમાણ વધી ગયું.

સર્વે પ્રમાણે 38 ટકા મહિલાઓ સપ્તાહમાં બે વખત દારૂ પી રહી હતી. તો 27 ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે તે સપ્તાહમાં એકવાર દારૂનું સેવન કરે છે. જ્યારે 19 ટકા મહિલાઓ એવી છે જે સપ્તાહમાં ચાર કરતા વધુ વખત તેનું સેવન કરે છે.

36.7% મહિલાઓ પ્રમાણે તે એક કે બે ડ્રિંક્સ લે છે. 34 ટકા પ્રમાણે તે ત્રણ કે ચાર ડ્રિંક્સ પણ લે છે. જ્યારે 28 ટકા મહિલાઓ ચારથી વધુ ડ્રિંક્સ લઈ રહી હતી. 33 ટકા મહિલાઓ ઘરે યોજાતી પાર્ટીમાં તો 32 ટકા મહિલાઓ બાર અને પબમાં દારૂનું સેવન કરી રહી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે મહિલાઓ માટે સપ્તાહમાં કુલ 8-10થી વધુ ડ્રિંક્સ લેવા નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે એક સેશનમાં મહિલાઓએ બે ડ્રિંક્સ પર રોકાઈ જવું જોઈએ. છતાં સરકારના અંદાજ પ્રમાણે મહિલાઓમાં આલ્કોહોલનો ઉપયોગ આગામી 5 વર્ષમાં 25 ટકા સુધી વધવાનું અનુમાન છે.

પરંતુ સર્વે પ્રમાણે મહિલાઓમાં એક વારમાં 4 કે તેનાથી વધુ ડ્રિંક્સ લેવાની આદતને BINGE DRINKING માનવામાં આવે છે અને જો તેને સુધારવામાં ન આવે તો આ મહિલાઓ પ્રોબ્લેમ ડ્રિંકર બની જાય છે. એટલે કે તેને દારૂ પીવાની લત લાગી જાય છે.

દિલ્હીમાં વધ્યું દારૂનું વેચાણ :

62% મહિલાઓએ સ્વીકાર કર્યો કે તેનો દારૂનો ખર્ચ પહેલા કરતા વધુ ગયો છે. જ્યારે 22 ટકા પ્રમાણે તેમ નથી. ડેટા પ્રમાણે દિલ્હીમાં wine sale 87%, whiskeyની સેલ 59.5 અને બીયરના વેચાણમાં 5 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો :-