Home Blog Page 1259

દેશ મનમોહન સિંહનો ઋણી છે…: નીતિન ગડકરીએ કેમ પૂર્વ PMના ખૂલીને કર્યા વખાણ ? 

0

Country owes Manmohan Singh

  • અમે રસ્તાઓ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. તેમના દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાને કારણે જ અમે રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શક્યા : નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Union Road Transport and Highways Minister Nitin Gadkari) મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની (Former Prime Minister Manmohan Singh) પ્રશંસા કરી હતી. એક કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે મનમોહન સિંહ દ્વારા 1991માં નાણાં પ્રધાન તરીકે શરૂ કરાયેલા આર્થિક સુધારાએ (Economic Reforms) ભારતને નવી દિશા આપી કારણ કે તે ઉદાર અર્થતંત્રની શરૂઆત કરે છે.

ગડકરી ‘TIOL એવોર્ડ્સ 2022‘ સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ‘ભારતને ઉદાર આર્થિક નીતિની જરૂર છે, જેમાં ગરીબોને પણ ફાયદો થાય તે હેતુ હોય. 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા આપી.

આર્થિક સુધારા માટે દેશ તેમનો ઋણી રહેશે. હું 90ના દાયકામાં મહારાષ્ટ્રમાં મંત્રી હતો. અમે રસ્તાઓ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાને કારણે જ અમે રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શક્યા.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે કેવી રીતે ઉદાર આર્થિક નીતિ કોઈપણ દેશના વિકાસમાં મદદ કરી શકે તેનું ચીન એ એક સારું ઉદાહરણ છે. બીજી બાજુ ભારતના સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારતને આર્થિક વિકાસને વેગ આપવા માટે વધુ મૂડી ખર્ચ રોકાણની જરૂર પડશે.

તેથી NHAI સામાન્ય માણસ પાસેથી હાઈવેના નિર્માણ માટે પણ ભંડોળ એકત્ર કરી રહ્યું છે. ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય 26 ગ્રીન એક્સપ્રેસ-વે બનાવી રહ્યું છે અને તેમને ભંડોળની કોઈ અછતનો સામનો કરવો પડી રહ્યો નથી. તેમના મતે NHAIની ટોલ આવક 2024 સુધીમાં રૂ.1.40 લાખ કરોડ થશે જે હાલમાં વાર્ષિક રૂ.40,000 કરોડ છે.

આ પણ વાંચો :-

T20 World Cup 2022 માં ઘડાયા 1992 જેવા ઘાટ ! શું આ કારણોથી ફરી પાકિસ્તાન જીતશે ટ્રોફી ?

0

T20 World Cup 2022 will be like 1992

  • 1992ની જેમ આ વખતે પણ પાકિસ્તાન વર્લ્ડકપની સેમિફાઈનલમાં તુક્કાથી આવી ગયું છે. ત્યારે ફરી એકવાર સવાલ એ આવીને ઊભો છે કે શું ઈમરાન ખાનની જેમ આવખતે બાબરના હાથમાં આવશે વર્લ્ડ કપની ટ્રોફી ? કેમ આવું થઈ શકે છે તેના કારણો પણ જાણો.

હાલ ટી20 વર્લ્ડકપ (T20 World Cup) એના અંતિમ અને રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. એક તરફ ભારત પોતાના દમખમથી સેમિફાઈનલમાં (Semifinals) પહોંચ્યુ. તો બીજી તરફ પાકિસ્તાન કિસ્મતના જોરે ધક્કો ખાતા ખાતા સેમિફાઈનલમાં પહોંચ્યું. સ્થિતિ એવી થઈ છે કે ફરી એકવાર ભારત-પાકિસ્તાન (India-Pakistan) પણ મેદાનમાં સામસામે જોવા મળી શકે છે.

જોકે આનાથી ઉલટું બીજી પણ એક સ્થિતિ છે જે સંકેત આપે છે 1992 જેવા. જી હાં વર્લ્ડકપ 2022 માં ફરી એકવાર 1992 જેવા ઘાટ ઘઢાયા છે. તે સમયે પણ ઈમરાન ખાનની કેપ્ટનશીપ વાળી પાકિસ્તાનની ટીમ તુક્કાથી ફાઈનલમાં આવી ગઈ હતી. અને કપ જીતી ગઈ હતી. આ વખતે પણ પરિસ્થિતિ કંઈક એવા જ સંકેત આપી રહી છે. ત્યારે 1992 અને 2022 માં કેટલી સામ્યતા છે તેના વિશે જાણીએ.

1992ના વર્લ્ડ કપમાં એ સાબિત થયું હતું કે નસીબથી વધુ બળવાન કોઈ નથી. પાકિસ્તાને પોતાની પ્રથમ 5માંથી 3 મેચ ગુમાવી હતી. 1 મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું અને માત્ર 1 મેચમાં જીત મેળવી હતી. એ તબક્કે કોઈ ઈમરાનની ટીમને વર્લ્ડકપનો દાવેદાર નહોંતી માનતી. પણ કિસ્મતે કરવટ બદલી અને પાકિસ્તાનનું પત્તુ ચાલી ગયું. અને ઈમરાન મિયાંએ વર્લ્ડકપ ઉપાડીને ફોટા પડાવ્યાં.

અત્યારે ચાલતા T20 વર્લ્ડ કપમાં પણ બધાને ચોંકાવીને પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત તો ઠીક પણ એ પછી ઝિમ્બાબ્વે સામે પણ મેચ ગુમાવ્યા બાદ પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી ગયું એ વાતથી બધા ચોંકી ગયા છે.

સાઉથ આફ્રિકા પોતાના ક્રિકેટિંગ ઇતિહાસમાં પહેલીવાર એસોસિએટ નેશન (નેધરલેન્ડ્સ) સામે હાર્યું અને પાકિસ્તાન સેમિ.માં પહોંચ્યું. 2022ના વર્લ્ડ કપની સ્ક્રીપ્ટ પાકિસ્તાન સામે 1992 જેવી સાબિત થઈ રહી છે. અહીં આપણે જાણીશું બંને વર્લ્ડ કપની સમાનતા વિશે એ પછી તમે અમને જણાવજો કે ઇતિહાસનું પુનરાવર્તન થશે કે નહીં?

1) ઓસ્ટ્રેલિયામાં પહેલો વર્લ્ડ કપ :

1992માં ઓસ્ટ્રેલિયામાં વનડે ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. 2022માં T20 ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. બંને કેસમાં હોમ ટીમ સેમિફાઇનલમાં પહોંચ્યા વિના ટૂર્નામેન્ટની બહાર થઈ.

2) અગાઉના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર :

1987ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે મેચ ગુમાવી હતી. ત્યારે એલન બોર્ડરની ટીમ સામે ઇમરાન અને બોય્ઝે 18 રને લાહોર ખાતે બાજી ગુમાવી હતી. ગયા વર્ષના T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. દુબઇ ખાતેની એ મેચ કાંગારુંએ 5 વિકેટે બાજી મારી હતી.

3) બંને વખતે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં MCG ખાતે હાર :

1992માં પાકિસ્તાન પોતાની વર્લ્ડ કપની પહેલી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમ્યું હતું. તેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ પ્રથમ મેચ પાકિસ્તાને મેલબોર્નમાં જ રમી હતી, જેમાં ભારતે તેને 4 વિકેટે હરાવ્યું હતું.

4) ગ્રુપ સ્ટેજમાં ભારત સામે પાકિસ્તાનની હાર :

આ વખતે તો પાકિસ્તાન પોતાની ગ્રુપ સ્ટેજની પહેલી મેચમાં ભારત સામે હારી જ ગયું છે આશ્ચર્યની વાત એ છે કે 1992માં પણ ઇમરાન ખાનની ટીમે મોહમ્મદ અઝહરુદ્દીનની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ત્યારે પાકિસ્તાનને 43 રને માત આપી હતી.

5) ગ્રુપ સ્ટેજમાં છેલ્લી ત્રણેય મેચ જીતી :

1992માં પાકિસ્તાને પોતાના ગ્રુપ સ્ટેજની છેલ્લી ત્રણેય મેચ જીતી હતી. તેમણે ઓસ્ટ્રેલિયાને પર્થ ખાતે 48 રને, શ્રીલંકાને પર્થ ખાતે 4 વિકેટે તો ન્યૂઝીલેન્ડને ક્રાઈસ્ટચર્ચ (ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં સંયુક્તપણે વર્લ્ડ કપ યોજાયેલો) ખાતે 7 વિકેટે હરાવ્યું હતું. આ વખતે પાકિસ્તાને પોતાની અંતિમ-3 ગ્રુપ ગેમ્સમાં નેધરલેન્ડ્સને પર્થ ખાતે 6 વિકેટે, સાઉથ આફ્રિકાને સિડની ખાતે 33 રને તો બાંગ્લાદેશને એડિલેડ ખાતે 5 વિકેટે હરાવ્યું હતું.

6) 1992 અને 2022 બન્ને વાર પાકિસ્તાન સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે :

બંને કેસમાં પાકિસ્તાને સેમિફાઇનલમાં એક પોઇન્ટના અંતરથી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. તેમજ વધુ રસપ્રદ રીતે 1992માં પાકિસ્તાને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ઓકલેન્ડ ખાતે 4 વિકેટે હરાવ્યું હતું. આ વખતે પણ પાકિસ્તાન સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે જ ટકરાશે.

7) ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન વર્લ્ડ ચેમ્પિયન બન્યું :

1992માં ઇંગ્લેન્ડને ફાઇનલમાં 22 રને હરાવીને પાકિસ્તાન વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ વખતે પણ તેની પાસે તક છે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચવાની અને પછી ચેમ્પિયન બનવાની. તેમજ જો અન્ય સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ ભારતને હરાવી દે તો 1992ના ફાઇનલની જેમ આ વખતે પણ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે ફાઇનલ રમાઈ શકે છે. તમને શું લાગે છે આ ટૂર્નામેન્ટની બાકીની ત્રણ મેચમાં પણ 1992ની સ્ક્રીપ્ટ રિપીટ થશે કે પછી આ સંયોગોનો સેમિફાઇનલમાં અંત આવી જશે?

આ પણ વાંચો :-

 

ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂલથી પણ આ નિયમનો ભંગ ના કરતા, વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનું જાહેરનામું જાહેર

0

Vadodara District Election Officer issued a notification

  • વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોની નોંધણી ફરજીયાત કરાવવાની રહેશે. સાથે જ પ્રચાર માટે ફોર વ્હીલરમાં 5 લોકો જ બેસી શકશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો (Political parties) ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને (Voters) આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ચૂંટણી પ્રચારને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી (Vadodara District Election Officer) દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનું જાહેરનામું :

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવાર માટે કે પક્ષ માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ મેળવી તેને વાહનની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે.

પ્રચાર માટે ફોર વ્હીલરમાં 5થી વધુ લોકો નહીં બેસી શકે :

ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવેલા વાહનો સિવાય અન્ય કોઈપણ વાહનોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી. સાથે જ પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા ફોર વ્હીલરમાં 5 જ લોકો બેસી શકશે.

જાહેરનામાનો ભંગ કરનારને ફટકારવામાં આવશે સજા :

જાહેરનામા અનુસાર,ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહન પર વધારાની એસેસરીઝ ફીટ કરેલી હશે તો RTOની મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ચૂંટણી અધિકારીની રૂમમાં 5 વ્યક્તિને જ પ્રવેશ અપાશે. આ જાહેરનામાનો ભંગ કરનારને સજા ફટકારવામાં આવશે.

200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓને મંજૂરી નહીં :

મતદાન મથકોની 200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. સાથે જ 200 મીટરની ત્રિજ્યામાં ટેબલ ખુરશી કે છત્રી પર પણ પ્રતિબંધ મૂકાયો છે. 200 મીટર ત્રિજ્યાની બહાર 1 ટેબલ, 2 ખુરશી અને 1 છત્રી રાખી શકાશે. 200 મીટર ત્રિજ્યા બહાર રાવટી, તંબુ કે મંડપ બાંધવા પર રોક લગાવવામાં આવી છે.

આ પણ વાંચો :-

Video Call આવ્યો.. છોકરી અચાનક નિર્વસ્ત્ર થઈ, બાદમાં નંખાઈ બ્લેકમેલની જાળ, કૌભાંડનો નવો કીમિયો સેકસટોર્શન

Video call came.. girl suddenly naked

  • વોટ્સએપ પર કૌભાંડ નવું નથી. પરંતુ તેના પર કૌભાંડની નવી રીત આવતી રહે છે. આવી જ એક પધ્ધતિ સેક્સટોર્શન છે જે આજકાલ ચર્ચામાં છે.

સામાન્ય ફોન કોલ્સ પર ઘણીવાર સ્પામ કોલ્સને (Spam calls) અવગણીએ છીએ. પરંતુ ભાગ્યે જ કોઈ વોટ્સઅપ પર કોલ મિસ કરશે. જો તમે WhatsApp કોલને ખૂબ જ મહત્વપૂર્ણ માનીને ઉપાડો અને તમને છેતરવામાં (Cheat) આવે તો શું થશે. કૌભાંડ પણ એવું છે. જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

છેલ્લા કેટલાક દિવસોમાં સેક્સટોર્શનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ કૌભાંડમાં થોડીક સેકન્ડોમાં કંઈક એવું થાય છે કે યુઝરના હોશ ઉડી જાય છે. ઉદાહરણ તરીકે વપરાશકર્તાઓને વિડિયો કોલ મળે છે પછી સમગ્ર કૌભાંડની વાર્તા શરુ થાય છે.

આ માત્ર વાર્તા નથી પરંતુ વાસ્તવિકતા છે :

અમારી સાથે તેની વાર્તા શેર કરતી વખતે એક વ્યક્તિએ કહ્યું કે તે સાંજે તેના ઘરે કેટલાક મહેમાનો સાથે બેઠો હતો. આ દરમિયાન તેને વોટ્સએપ પર કોલ આવે છે . શરૂઆતમાં તેણે તે કોલને અવગણ્યો પરંતુ સતત બેથી ત્રણ વખત કોલ્સ પ્રાપ્ત કર્યા પછી તેને આ કોલ જરૂરી લાગ્યો.

તમે કેવી રીતે છટકી શકો છો

હવે પ્રશ્ન એ છે કે તમે આવા કેસને કેવી રીતે ટાળી શકો. પોલીસના જણાવ્યા મુજબ અનુસાર સ્કેમર્સ લોકોને ખૂબ જ સ્માર્ટ રીતે ફસાવે છે અને આવા કિસ્સાઓમાં તેમને ટ્રેક કરવા મુશ્કેલ છે.

સ્કેમર્સ એક રાજ્યમાં રહેતા અન્ય રાજ્યોનાં લોકોને નિશાન બનાવે છે. જેમ કે તેઓ ઉત્તર ભારતમાં રહેતા દક્ષિણ ભારતના વપરાશકર્તાને ટાર્ગેટ કરશે. આવી સ્થિતિમાં તેમને ટ્રેક કરવું મુશ્કેલ છે. તેઓ કોલિગ માટે અલગ-અલગ નંબરનો ઉપયોગ કરે છે.

તો પછી તેમને ટાળવાનો ઉપાય શું છે ?

તમે આવા કોલ્સને ટાળી શકતા નથી પરંતુ તમે આવી મુશ્કેલીમાં આવવાથી ચોક્કસપણે બચી શકો છો. આ માટે તમારે ફક્ત સાવચેત રહેવાની જરૂર છે. કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા વિડિયો કોલ્સ પ્રાપ્ત કરશો નહીં. જો જરૂરી હોય તો નંબર પર ઓડિયો કોલ કરો અને કોલ કરનારનો હેતુ શું છે તે તપાસો. આ રીતે તમે તમારી જાતને મુશ્કેલીમાંથી બચાવી શકો છો.

આ પણ વાંચો :-

વંદે ભારત ટ્રેનના ટક્કરથી મહિલાનું કમકમાટી ભર્યું મોત, આણંદ પાસે રેલવે ટ્રેક ઓળંગતી વખતે સર્જાઈ દુર્ઘટના

0

Vande Bharat train hit a woman and died

  • આણંદ રેલ્વે સ્ટેશન પાસે સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી 54 વર્ષીય મહિલાનું કમકમાટી ભર્યું મોત, મહિલાની ઓળખ બીટ્રાઈસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે.

ગુજરાતના આણંદ રેલ્વે સ્ટેશન (Anand Railway Station) પાસે મંગળવારે મુંબઈ જતી સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની (Vande Bharat Express Train) ટક્કરથી એક 54 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર ભોગ બનનાર મહિલા ઓળખ બીટ્રાઈસ આર્ચીબાલ્ડ પીટર (Beatrice Archibald Peter) તરીકે થઈ છે.

તેમણે કહ્યું કે અકસ્માત સાંજે 4.37 વાગ્યે થયો છે. તેમણે કહ્યું કે, મહિલા ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. તે મહિલા અમદાવાદમાં રહેતી હતી પીટર આણંદમાં એક તેના સંબંધીને મળવા જતી હતી.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે મહિલાનું મોત :

ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી. રેલવે અધિકારીએ જણાવ્યું કે આણંદમાં ટ્રેનનું કોઈ સ્ટોપેજ નથી તેમજ વધુ તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે, વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા હતા.

જેમાં અસદુદ્દીન ઓવૈસી ચૂંટણીલક્ષી ગુજરાતમાં પ્રવાસ આવી રહ્યાં હતા. જોકે પોલીસે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે સોમવારે બનેલી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં ટ્રેનની અડફેટે આવીને ટ્રેક પર ઢોર મારવાના ઓછામાં ઓછા ત્રણ બનાવો બન્યા છે.

આ પણ વાંચો :-

નશામાં ચૂર યુવકોના કાર સ્ટંટે લીધો વ્યક્તિનો જીવ, આ વીડિયો જોઈ ઉભા થઇ જશે રૂવાડાં

0

The car stunt of the drunken youth

  • સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નશામાં ધૂત યુવકોને એક વ્યક્તિ પર પુરઝડપે કાર ચઢાવી દીધી.

ગુરૂગ્રામમાં (Gurugram) એક ચોંકાવનારી ઘટનામાં સ્ટંટ કરી યુવકોએ એક વ્યક્તિ પર પુર ઝડપે કાર ચઢાવી દીધી. કારની ઝપેટમાં આવેલા વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઇ ગયું. આ રૂવાડાં ઉભા કરી દેનાર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ખૌફનાક અકસ્માત ગુરૂગ્રામના ઉદ્યોગ વિહાર (Udyog Vihar of Gurugram) ફેજ-2 માં રવિવારે રાત્રે 2 વાગે સામે આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતાં 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

વાયરલ થયો ચોંકાવનારો વીડિયો :

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નશામાં ધૂત યુવકોનું ગ્રુપ કારથી ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં લગભગ 10-12 યુવક દારૂની દુકાનની બહાર મારૂતિ અર્ટિગા, એક હ્યુંડાઇ વેન્યૂ અને એક હ્યુન્ડાઇ ક્રેટા વડે સ્ટંટ કરતાં જોઇ શકાય છે.

અચાનક એસયૂવીમાંથી એકે કાબૂ ગુમાવી દીધો અને રાહદારીને ટક્કર મારી દીધી જેથી તેમાંથી બે નીચે પડી ગયા. એક કચરું વીણનારનું ઘટનાસ્થળે મોત થઇ ગયું. જ્યારે બે અન્ય ઘાયલ થઇ ગયા.

7 આરોપીની ધરપકડ :

ઘટના બાદ અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. પોલીસે બે કારોને જપ્ત પણ કરી લીધી છે. ઘટના વિશે પૂછવામાં આવતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીઓમાંથી એક કમિશ્નર કાર્યાલયમાં કોમ્યુટર ઓપરેટર છે. જ્યારે ત્રણ લોકો એક ટ્રાવેલ એજન્સી માટે કામ કરી રહ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ પર ગંભીર કલમો નોંધવામાં આવી છે.

આ પણ વાંચો :-

50 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલાં દિગ્ગજ નેતા 51માં વર્ષે ભાજપમાં ! રાઠવાના જવાથી કોંગ્રેસનું રમણ ભમણ

0

A veteran leader who has been a Congress MLA

  • મોહન રાઠવાએ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) ફરી એક વખત તૂટી રહી છે. હાલ રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. મોહન રાઠવા (Mohan Rathwa) ભાજપમાં જોડાવવાની વાતો વચ્ચે ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય (Tribal MLA of Congress) ભાજપમાં જોડાશે.

મોહન રાઠવાએ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહન રાઠવા છે.

કોણ છે મોહન રાઠવા ?

  • સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ.
  • 11 વખત ધારાસભ્ય બન્યા.
  • છોટાઉદેપુરથી સતત 1972થી ધારાસભ્ય બન્યા.
  • 55 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યુ.
  • કોંગ્રેસના સૌથી સિનિયર નેતા.

મોહનસિંહ રાઠવા છોટાઉદેપુર બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય મોહન રાઠવા સૌથી વધુ વાર ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે. છોટા ઉદેપુર વિધાનસભા બેઠક – 182 પરથી છેલ્લી 11 ટર્મથી એટલે કે  1972થી અત્યાર સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે.

ગુજરાતમાં સતત 9 વખત ચૂંટાઈને વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેનારા મોહનસિંહ રાઠવા 2012માં સતત વધુ વખત ચૂંટાવાનો વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે તેઓ 10મી વખત ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા, 2017માં પોતાનો જ વિક્રમ પોતે તોડીને ગુજરાતના અવલ્લ નંબરના ધારાસભ્ય બન્યા હતા.

છેવાડાના આદિવાસી બેલ્ટમાં પહેલાથી રાઠવા રાજ રહેલુ છે. ત્યારે એકબીજાના સંબંધીઓ ગણાતા રાઠવા બ્રધર્સ વચ્ચે ટિકિટનો જંગ છંછેડાયો હતો. છોટાઉદેપુર, રાજપીપળાની બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ વધુ છે. આ બેલ્ટમાં વર્ષોથી માત્ર 3 નેતાઓનો દબદબો રહ્યો છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. ત્રણેય પરસ્પર એકબીજાના સંબંધી ગણાય છે. પરંતુ રાજકારણમાં કોઈ સગો હોતો નથી વખત આવ્યે એ પણ સાબિત થઈ ચૂક્યું છે.

No description available.

છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર આદિવાસી બહુમતો જોવા મળે છે. આ સાથે જ અહીં રાઠવા જ્ઞાતિના મતોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે. જણાવી દઈએ કે આ બેઠક પર જ્ઞાતિ આધારિત ગણિત ખૂબ જ પ્રબળ છે. આ બેઠક પર સૌથી વધુ વખત મોહનસિંહ રાઠવાનો વિજય થયો છે.

મોહનસિંહ રાઠવા 1972-90 સુધી, 1990-97 સુધી, 1998-2002, 2007 થી 2022 સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સતત મોહનસિંહનું આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. જેથી હવે નારણ રાઠવાએ હવે ટિકિટ માટે જંગ છેડયો.

આ પણ વાંચો :-

ઓછા સમય બનવું છે અમીર ? દરરોજ કરી લો આ 5 કામ, જીંદગીભર ભરેલું રહેશે ખિસ્સું

Want to be rich in less time

  • જો તમે ઓછા સમયમાં અમીર બનવા માંગો છો તો પોતાના ઘરે આ 5 કામ દરરોજ શરૂ કરી દો. થોડા સમયમાં તમને અસર દેખાવવાનું શરૂ થઇ જશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા લાગશે.

જીંદગીમાં દરેક મનુષ્ય ઇચ્છે છે કે તેની પાસે ખૂબ ધન-સંપત્તિ હોય, તેનું સ્વાસ્થ્ય સૌથી (Health) સારું હોય, તેના ઘરમાં કોઇ વસ્તુની કમી ન હોય અને સમાજમાં તેનું ખૂબ માન-સન્માન (Respect) હોય પરંતુ આ બધી ઇચ્છાઓ દરેકની પુરી થઇ શકતી નથી.

જો તમે ઇચ્છો તો આ બધી વસ્તુઓ તમને મળી જાય તો આજે પણ તમને માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના અચૂક ઉપાય જણાવીએ. વાસ્તુ શાસ્ત્રના (Vastu Shastra) અનુસાર દરરોજ 5 વિશેષ કાર્યથી માં લક્ષ્મી (Maa Lakshmi) પ્રસન્ન થઇને તમને જાતકો પર ખૂબ કૃપા વરસાવે છે.

ધન પ્રાપ્તિ માટે માટે અપનાવો આ રીત :

તમારા ઘરમાં તુલસીનો છોડ તો જરૂર હશે. આ છોડમાં માં તુલસીનો વાસ ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે દરરોજ સવાર-સાંજ તુલસીના છોડ પર ઘીનો દીવો પ્રગટાવી તેની પૂજા કરો છો માં લક્ષ્મી (Maa Lakshmi) પ્રસન્ન થઇને પરિવારની બધી ઇચ્છાઓ પુરી કરી દે છે.

ભોજન કરતી વખતે પૂર્વ દિશામાં રાખો મોઢું :

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર તમે જ્યારે પણ ભોજન કરો છો તો પ્રયત્ન કરો કે તમારું મોઢું પૂર્વ દિશામાં હોય. આ દિશા સૂર્ય દેવને સમર્પિત અને શુભ ગણવામાં આવે છે. ભોજન કરતે વખતે તમે ભૂલથી પણ તમારા પગમાં ચપ્પલ ન પહેરો નહીતર માતા અન્નપૂર્ણા નારાજ થઇ શકે છે.

ઈશાન ખૂણામાં કરો ગંગાજળનો છંટકાવ :

ઘરના ઈશાન ખૂણાને સૌથી વધુ શુભ ગણવામાં આવે છે એવામાં નકારાત્મક શક્તિઓ આ ભાગ પર કબજો કરવા માટે પ્રવેશનો પ્રયત્ન કરે છે. જ્યોતિષ વિદ્રાનોના અનુસાર આવી બુરી શક્તિઓને ઘરથી દૂર રાખવા માટે તમે નિયમિત રૂપથી ઈશાન ખૂણામાં ગંગાજળનો છંટકાવ જરૂર કરો.

દરરોજ સવારે ઉઠતાં જ જુઓ પોતાની હથેળી :

જો તમે ઓછા સમયમાં ધનવાન બનવા માંગો છો તો સવારે ઉઠતાં જ સૌથી પહેલાં તમારી હથેળીને જોવાની આદત પાડો. આ સાથે જ ‘કરાગ્રે વસતે લક્ષ્મી‘ મંત્રનો જાપ કરો. માન્યતા અનુસાર આમ કરવાથી મા સરસ્વતી અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને જાતક પર પોતાની કૃપા વરસાવે છે.

આ પણ વાંચો :-

9 નવેમ્બર 2022, આજનું રાશિફળ : ગણપતિ બાપાની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

9 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદમાં વૃદ્ધિ થાય મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂ મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જૂના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહવધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણા. લક્ષ્મીની પ્રાપ્‍તી થાય. પરિવારમાં શાંતી વધે. માતાની તબિયત સાચવવી સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધન હાનિનાના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્ની સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નીસુખમાં વૃદ્ધિધ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધન:
દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમિયાન આરોગ્ય જળવશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

Loan Recovery Rules : લોન ચૂકવી શક્યા નથી અને બેંકવાળા હેરાન કરે છે ? તો જાણો તમારા ગ્રાહક તરીકેના અધિકાર.

0

Loan Recovery Rules

  • જો તમને હોમ લોન કે પછી કોઈ બીજી લોન લીધી છે અને કોઈ કારણસર લોન ચૂકવી શકવાની ક્ષમતામાં નથી કે પછી કેટલાક હપ્તા ભરી શક્યા નથી ત્યારે આ સ્થિતિમાં બેંક અથવા લોન આપનાર સંસ્થા પોતાના રિકવરી એજન્ટ મારફત તમને ડરાવે ધમકાવે છે તો આ સ્થિતિમાં તમને કાયદાકીય રક્ષણ મળે છે. જાણી લો તમારા હક્કની વાત.

અનેક લોકો કાર ખરીદવા (Car Loan), બાળકોના ભણતર (Education Loan) અને લગ્ન, બિઝનેસ કરવા (Business Loan) અને ઘર ખરીદવા (Home Loan) માટે બેન્કમાંથી લોન લે છે. બેન્ક ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે અનેક પ્રકારની ઓફર રજૂ કરે છે. લોન એક ખૂબ જ મોટી નાણાકીય જવાબદારી છે. તમારે દર મહિને લોનનું ઈએમઆઈ (EMI) ચૂકવવાનું રહે છે.

જો કોઈ ગ્રાહક લોન લીધા બાદ ફિક્સ્ડ તારીખ સુધીમાં લોનનો હપ્તો ના ચૂકવે તો આ પ્રકારની પરિસ્થિતિમાં બેન્ક ગ્રાહકોને ફોન કરવા લાગે છે અને મેસેજ મોકલવા લાગે છે. પૈસા ચૂકવવામાં ના આવે તો રિકવરી એજન્ટ ગ્રાહકોને ડરાવતા અને ધમકાવતા પણ હોય છે.

આ પ્રકારની પરિસ્થિતિમાં ગ્રાહકોને પોતાના અધિકાર વિશે જાણકારી હોતી નથી. આ કારણોસર રિકવરી એજન્ટ ગ્રાહકોને પરેશાન કરવા લાગે છે. જો તમારી સાથે પણ આ પ્રકારે કરવામાં આવ્યું છે તો અહીંયા અમે તમને ગ્રાહકોના અધિકાર વિશે જાણકારી આપી રહ્યા છીએ.

આ પ્રકારના મામલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ કેટલાક નિયમો બનાવ્યા છે. જો ગ્રાહક લોન ના ચૂકવી શકે અને કોઈ બેન્ક ગ્રાહકોને ડરાવે અથવા ધમકાવે તો ગ્રાહક તે અંગે પોલીસ ફરિયાદ કરીને પેનલ્ટી પણ માગી શકે છે.

બેન્ક ડિફોલ્ટરના ઘરે જવાનો અને કોલ કરવાનો સમય :

બેન્કને પોતાના ડૂબેલા પૈસા વસૂલવાનો અધિકાર છે. પરંતુ તે માટે બેન્કે RBIએ બનાવેલ નિયમોનું પાલન કરવાનું રહેશે. બેન્કનો ઓફિસર અથવા રિકવરી એજન્ટ ડિફોલ્ટરને સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી જ કોલ કરી શકે છે. ઉપરાંત ડિફોલ્ટરના ઘરે જવાનો સમય પણ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધીનો જ છે. આ સમય સિવાય બેન્કનો પ્રતિનિધિ આવે તો તમે તે અંગે કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

જો કોઈ ગ્રાહક આગામી 90 દિવસોમાં હપ્તાના પૈસા જમા ના કરે તો બેન્ક તે ગ્રાહકને નોટીસ મોકલે છે. ત્યારબાદ પૈસા જમા કરાવવા માટે અન્ય 60 દિવસનો સમય આપવામાં આવે છે. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ પૈસા જમા ના કરે તો બેન્ક તે વ્યક્તિની સંપત્તિ (ઘર અને કાર) ની હરાજી કરીને પોતાના પૈસા વસૂલી શકે છે.

રિકવરી એજન્ટ મનમાની કરે તો ગ્રાહકે શું કરવું જોઈએ ?

જો તમે બેન્ક પાસેથી લોન લીધી છે અને તમે તે લોન ચૂકવી શકતા નથી તે પરિસ્થિતિમાં બેન્ક રિકવરી માટે સંપર્ક કરી શકે છે. જો તમે પૈસા ચૂકવી શકતા નથી તો બેન્કના અધિકારી અથવા રિકવરી એજન્ટને ગેરવર્તણૂંક કરવાનો કોઈ જ અધિકાર નથી.

જો કોઈ બેન્ક અધિકારી તમને માનસિક અથવા શારીરિક રીતે પરેશાન કરે છે. તો તમે બેન્કને તેની ફરિયાદ કરી શકો છો. RBIના નિયમ અનુસાર તમને હેરાન કરનાર વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તમે પોલીસ ફરિયાદ કરીને તમે દંડ પણ વસૂલી શકો છો.

આ પણ વાંચો :-