The car stunt of the drunken youth
- સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નશામાં ધૂત યુવકોને એક વ્યક્તિ પર પુરઝડપે કાર ચઢાવી દીધી.
ગુરૂગ્રામમાં (Gurugram) એક ચોંકાવનારી ઘટનામાં સ્ટંટ કરી યુવકોએ એક વ્યક્તિ પર પુર ઝડપે કાર ચઢાવી દીધી. કારની ઝપેટમાં આવેલા વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઇ ગયું. આ રૂવાડાં ઉભા કરી દેનાર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ખૌફનાક અકસ્માત ગુરૂગ્રામના ઉદ્યોગ વિહાર (Udyog Vihar of Gurugram) ફેજ-2 માં રવિવારે રાત્રે 2 વાગે સામે આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતાં 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
વાયરલ થયો ચોંકાવનારો વીડિયો :
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નશામાં ધૂત યુવકોનું ગ્રુપ કારથી ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં લગભગ 10-12 યુવક દારૂની દુકાનની બહાર મારૂતિ અર્ટિગા, એક હ્યુંડાઇ વેન્યૂ અને એક હ્યુન્ડાઇ ક્રેટા વડે સ્ટંટ કરતાં જોઇ શકાય છે.
Disturbing video! Drunk men in a SUV perform a car stunt in Gurugram killing a 50-year-old man.#ViralVideo | #Viral | #Gurugram | #cctvfootage | #Police | #carstunt | #disturbing #India pic.twitter.com/q55LciF42U
— Siraj Noorani (@sirajnoorani) November 8, 2022
અચાનક એસયૂવીમાંથી એકે કાબૂ ગુમાવી દીધો અને રાહદારીને ટક્કર મારી દીધી જેથી તેમાંથી બે નીચે પડી ગયા. એક કચરું વીણનારનું ઘટનાસ્થળે મોત થઇ ગયું. જ્યારે બે અન્ય ઘાયલ થઇ ગયા.
7 આરોપીની ધરપકડ :
ઘટના બાદ અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. પોલીસે બે કારોને જપ્ત પણ કરી લીધી છે. ઘટના વિશે પૂછવામાં આવતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીઓમાંથી એક કમિશ્નર કાર્યાલયમાં કોમ્યુટર ઓપરેટર છે. જ્યારે ત્રણ લોકો એક ટ્રાવેલ એજન્સી માટે કામ કરી રહ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ પર ગંભીર કલમો નોંધવામાં આવી છે.
આ પણ વાંચો :-