ઔવેસી પર થયેલા પથ્થરમારાની વાઈરલ ઘટનાનો થયો પર્દાફાશ, પોલીસ તપાસમાં સામે આવ્યું કે…

Share this story

The viral incident of stone pelting on Owasi

  • સોમવારે AIMIMના વરિષ્ઠ નેતા અસદુદ્દીન ઔવેસી અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુસાફરી દરમિયાન તેમના કોચ પર પથ્થરમારો થયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

આ અંગે વારીશ પઠાણે (Warish Pathane) સભા દરમિયાન જણાવ્યું હતું. તેવામાં ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તત્કાલિક સર્ચ ટીમ તૈયારી કરી પથ્થરમારા પાછળ કોનો હાથ છે એની તપાસ શરૂ કરી દીધી હતી. ત્યાર પછી સર્ચ રિપોર્ટમાં આની પાછળનું મુખ્ય કારણ સામે આવી ગયું છે. જાણો આની પાછળ કોનો હાથ હતો…

પથ્થરમારાને લઈને સર્ચ રિપોર્ટમાં ઘટસ્ફોટ…

રેલવે ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટરના માર્ગદર્શનમાં ભરૂચ અને વડોદરા રેલવે પોલિસ સ્ટેશન, એલ.સી.બી અધિકારીઓ સાથે આર.પી.એફના અધિકારીઓને સર્ચ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે.

અસદુદ્દીન ઔવેસી જે ટ્રેનના કોચમાં બેઠા હતા તે દરમિયાન અંકલેશ્વર રેલ્વે સ્ટેશનન (Ankleshwar Railway Station) પાસે ડાઉન રેલવે ટ્રેક પરથી પૂર ઝડપે બીજી ટ્રેન આવી રહી હતી. એના કારણે ઔવેસી જે વંદે ભારત ટ્રેનમાં હતા એ અને અન્ય ટ્રેન આજુ બાજુમાંથી પસાર થઈ.

પરંતુ આ સમયે જે રૂટ પર બંને ટ્રેનો આસપાસથી પસાર થઈ ત્યાં સમારકામનું કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે. એટલે રેલવે ટ્રેકની આસપાસ પથ્થરો પણ રહેલા હતા. તેવામાં બીજી ટ્રેન જ્યારે વંદે ભારતની પાસેથી પસાર થઈ ત્યારે ટ્રેક પાસે રહેલો પથ્થર ઉછળીને વંદે ભારત ટ્રેનના કાચ સાથે અથડાયો હતો. આના પરિણામે ઔવેસી જે ટ્રેનમાં બેઠા હતા એનો એક કાચ તૂટી ગયો હતો. આ એક આકસ્મિક ઘટના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

કોઈ કાવતરુ ન હોવાના રિપોર્ટ્સ :

અસદુદ્દીન ઔવેસી જે ટ્રેનમાં હતા એનો આકસ્મિક રીતે કાચ તૂટી ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આની પાછળ કોઈ ષડયંત્ર કે કાવતરુ હોવાના પુરાવા મળ્યા નથી. વળી આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી.

પોલીસે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો :

પોલીસે સર્ચ રિપોર્ટ બાદ જણાવ્યું કે અસદુદ્દીન ઔવેસી પર જે પથ્થરમારો થયો એ ઘટનાની તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન રેલવે ટ્રેક પર પડેલો પથ્થર ઉછળીને વંદેભારત ટ્રેન પર આવ્યો છે. આ તપાસમાં કોઈ વ્યક્તિએ ઈરાદાપૂર્વક પથ્થર ફેંક્યો હોવાનું સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ટ્રેનના ટ્રેકની આસપાસ સમારકામ ચાલી રહ્યું હોવાથી મેટલ પાર્ટસ અથવા પથ્થર ઉછલીને કાચ પર વાગ્યો હશે.

પોલીસે દાવો કર્યો છે કે :

પોલીસ તપાસમાં વધુ એક નિવેદન અપાતા દાવો કરાયો છે કે અસદુદ્દીન ઔવેસીએ મુસાફરી દરમિયાન પોતાની સીટ પણ બદલી હતી. એટલે ઈરાદાપૂર્વક કોઈએ પથ્થરમારો કર્યો હોવાનું લાગી રહ્યુ નછી.

આ પણ વાંચો :-