Saturday, Mar 22, 2025

આ લોકો માટે કોહલી-રોહિત અને દ્રવિડે છોડી દીધી બિઝનેસ ક્લાસની સીટ, કારણ જાણીને આપશો શાબાશી

3 Min Read

Kohli-Rohit and Dravid left business

  • ટીમ ઈન્ડિયા જ્યારે મેલબર્નથી એડિલેડ રવાના થઈ હતી તો ફ્લાઈટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાની બિઝનેસ ક્લાસ સીટ અમુક ખાસ લોકો માટે છોડી દીધી હતી. જેના પાછળનું કારણ જાણી તમે પણ શાબાશી આપશો.

ટી 20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) વખતે ટીમ ઈન્ડિયાના મેચ રમવા ઉપરાંત ઓસ્ટ્રેલિયાના (Australia) અલગ અલગ શહેરોની યાત્રા કરવી પડી રહી છે. ભારતીય ટીમે હજુ સુધી આ ટી 20 વર્લ્ડ પરની મેચને રવા માટે મેલબર્ન, સિડની, પર્થ અને એડિલેડની યાત્રા કરી છે. ટીમ ઈન્ડિયા હમણાં જ ઈંગ્લેન્ડ (England) વિરૂદ્ધ સેમીફાઈનલ મેચ રમવા માટે મેલબર્નથી એડિલેડ પહોંચી છે. 10 નવેમ્બરે ભારત એડિલેડ ઓવલમાં (Adelaide Oval) ઈંગ્લેન્ડ સામે મેચ રમશે.

કોહલી-રોહિત-દ્રવિડે આપી દીધી બિઝનેસ ક્લાસની સીટ :

ટીમ ઈન્ડિયા જ્યારે મેલબર્નથી એડિલેડ જવા રવાના થઈ તો ફ્લાઈટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની બિઝનેસ ક્લાસ સીટ અમુક ખાસ લોકો માટે છોડી દીધી હતી. જેના પાછળનું કારણ જાણીને ઘણા લોકો ચોંકી ગયા હતા. ટીમ ઈન્ડિયાના એક સપોર્ટ સ્ટાફના સદસ્યએ આ વાતની જાણકારી આપતી હતી.

કારણ જાણી ચોંકી ઉઠશો તમે  :

ટીમ ઈન્ડિયાના એક સપોર્ટ સ્ટાફના સદસ્યએ કહ્યું, “ભારતીય ટીમ ખેલાડી જ્યારે મેલબર્ન થઈ એડિલેડ રવાના થવા માટે ફ્લાઈટમાં બેઠા તો કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના બિઝનેસ ક્લાસની સીટ ટીમના બે બોલરો માટે છોડી દીધી હતી. જેથી તે આરામથી પોતાના પગ લાંબા કરીને બેસી શકે.” જણાવી દઈએ કે હાલ મોહમ્મદ શામી, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા જેવા દિગ્ગજ શાનદાર બોલિંગ કરી રહ્યા છે તેમને આરામની ખૂબ જ જરૂર છે.

આરામ માટે છોડી બિઝનેસ ક્લાસની ટિકિટ  :

એવામાં તેમને આરામ આપવા માટે રોહિત શર્મા, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાના બિઝનેસ ક્લાસની સીટ છોડી દીધી. જણાવી દઈએ કે બિઝનેસ ક્લાસ સીટ ખૂબ જ આરામદાયક હોય છે. જેમાં પગ લાંબા કરી આરામથી બેસી શકાય છે. રોહિત શર્મા, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાના ફાસ્ટ બોલર્સને ફિટ રાખવા માટે તેમને વધુમાં વધુ આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :-

Share This Article