‘કામથી ન લડી શક્યા તો ઈજ્જત પર આવી ગયા…’ બોલતાની સાથે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા AAP કોર્પોરેટર- જાણો શું છે સમગ્ર મામલો

Share this story

AAP corporator burst into tears as soon

  • સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલાં સૌથી નાની ઉંમરનાં કોર્પોરેટર એવાં 23 વર્ષીય પાયલ સાકરિયાએ તાજેતરમાં એક વીડિયો દ્વારા ભાજપ પર ફોટો મોર્ફ કરીને વાઇરલ કરવાના આક્ષેપો કર્યા હતા. પાયલ સાકરિયાના ફોટા સોશિયલ મીડિયામાં મુકાતાં વિવાદ ઊભો થયો છે.

પાયલ સાકરિયાનો (Payal Sakaria) તેના જ સાથી અભિનેતા સાથેનો શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ નીચે કોમેન્ટો લખવામાં આવી અને ત્યાર બાદ ન્યૂડ ફોટો પણ મૂકવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર (Aam Aadmi Party corporator) પાયલ સાકરિયા પોલિટિશિયનની (Politician) સાથે સાથે અભિનેત્રી (Actress) પણ છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા અગાઉ તેમણે અનેક નાની-મોટી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી આલ્બમમાં (Gujarati Album) પણ કામ કરી ચુક્યા છે.

તેમના દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે રાજકીય પાર્ટીમાં જોડાતાં પહેલાં અનેક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોય તે સમયના ફોટોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેમની સામેના એક્ટર દ્વારા પાયલ સાકરિયાને ગુલાબનું ફૂલ આપતા હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી.

શું કહ્યું હતું પાયલ સાકરીયા સમગ્ર મામલે : 

વિધાનસભાની ચૂંટણી નજીક છે. જેને કારણે મને બદનામ કરવા કોઈ કસર બાકી રાખી નથી. કહેવાય છે કે તેમણે સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવે છે પરંતુ આમાં એટલી બધી હલકાઈ તો ના જ હોવી જોઇએ. મુદ્દાની રાજનીતિ કરો. કામની રાજનીતિ કરો. આટલાં વર્ષોથી કામ કર્યું છે તો કામ લઈને આવો ને પણ આ એટલા હલકી માનસિકતાવાળા લોકો હતા એનો મને ક્યારેય અંદાજ નહોતો.

હવે મને ખબર પડી કે રાજનીતિમાં કેમ મહિલાઓ ઓછી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આવાં કારણોસર તેને દબાવવામાં આવી છે. જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારથી પૈસાથી, ડરાવી-ધમકાવી, બદનામ કરવાના પ્રયાસો કરી ભાજપમાં જોડવાની ટ્રાય કરી છે. મારી અત્યાર સુધી ના હતી પણ અરવિંદ કેજરીવાલનાં દિલ્હીનાં કામ જોઈને હું જોડાઈ હતી. ભાજપના આઈટી સેલ દ્વારા અત્યાર સુધી અભદ્ર ભાષામાં કોમેન્ટને એવું બધું થતું હતું. પરંતુ મને એમ હતું કે આ રાજકારણ છે આ લોકો બદનામ કરશે.

આ પણ વાંચો :-