Assuming we can get as many tickets as we can
- મહેસાણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે કહ્યું, અમે ધારીએ એટલી ટિકિટ મળી શકે છે. જો કે ચૂંટણીની ટિકિટ માટે અમે કોઈ માંગણી કરી નથી. ટિકિટ મેળવી જીતવું પણ એટલું અગત્યનું હોય છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. ટિકિટ માટે ઉમેદવારોની પડાપડી થઈ રહી છે. ટિકિટ માટે રાજકીય પક્ષો પર વિવિધ સમાજ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે મહેસાણામાં (Mehsana) યોજાયેલા એક કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે (Alpesh Thakore) કહ્યું અમે ધારીએ એટલી ટિકિટ મળી શકે છે. જો કે ચૂંટણીની ટિકિટ (Election 2022) માટે અમે કોઈ માંગણી કરી નથી. ટિકિટ મેળવી જીતવું પણ એટલું અગત્યનું હોય છે.
તો આ તરફ પાટણમાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયુ હતુ. પાટણ બેઠક પર ક્ષત્રિય ઠાકોર સમાજે ભાજપ પાસે ટિકિટની માગ કરી છે. મહત્વનું છે કે ભાજપમાંથી ટિકિટની દાવેદારી કરતા મંગાજી ઠાકોરે આ શક્તિ પ્રદર્શન થકી સામાજીક દબાણ પણ ઉભું કર્યું છે.
ચૂંટણીની ટિકિટ માટે અમે કોઈ માંગણી કરી નથી – અલ્પેશ ઠાકોર
તો બીજી તરફ ચૂંટણી જાહેર થયાની વચ્ચે પાટણના રાધનપુરમાં આરોગ્યની સેવાને લઇને રાજકારણ ગરમાયુ છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની રજૂઆત બાદ કોંગ્રેસના ધારાસભ્યની સંચાલિત ખાનગી હોસ્પિટલમાં ચૂંટણીપંચે મફત સેવાની મંજૂરી રદ કરી છે.
ધારાસભ્ય રઘુ દેસાઈની હોસ્પિટલમાં મફત સારવાર બંધ કરાવવા માટે અલ્પેશ ઠાકોરે રજૂઆત કરી હતી. હાલમાં આચારસંહિતાને લઈ સ્વાસ્થ્ય કાર્ડ પર ધારાસભ્ય રઘુ દેસાઇનો ફોટો હોવાથી ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે.
કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ ચૂંટણીપંચ સામે આક્ષેપ લગાવ્યા. તેમણે કહ્યું કે સરકારના દબાણમાં ચૂંટણીપંચે કામગીરી કરી છે. અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું રાજકીય કીન્નાખોરી રાખી અલ્પેશ ઠાકોર રાધનપુરના લોકો સાથે વિશ્વાસઘાત કરે છે.
આ પણ વાંચો :-