When the son-in-law became in Rajkot
- Rajkot Crime news : રાજુ મેર ત્યાંથી બજારમાં જતો રહ્યો હતો અને રાત્રે 3:00 વાગ્યા આસપાસ ફરી પોતાના સસરાના ઘરે આવી ખૂની હુમલો કર્યો હતો.
શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જમાઈ (Son-in-law) જમ બન્યા હોવાની ઘટના સામે આવી છે. જમાઈએ પોતાના દાદાજી સસરા પર હુમલો (Attack) કરી તેમની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે.
ત્યારે સામા પક્ષે પ્રતિકાર કરતા જમાઈ ઉપર હુમલો કરતા જમાઈ પણ ઈજાગ્રસ્ત (Injured) થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે સામ સામે પક્ષની ફરિયાદ નોંધાવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ (Rajkot) શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન (Ajidem Police Station) વિસ્તારમાં આવેલા કાળીપાટ ગામે રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. રાજુ મેર અને તેની પત્ની શિલ્પા મેર વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ત્યારબાદ પત્ની શિલ્પા પોતાના પતિનું ઘર છોડીને પોતાના પિતાના ઘરે ચાલી ગઈ હતી.
સમગ્ર મામલાની જાણ પતિ રાજુ મેરને થતા તે પોતાના સસરાના ઘરે પોતાની પત્નીને તેડવા ગયો હતો. રાત થઈ ગઈ હોવાના કારણે સસરા પક્ષ દ્વારા જમાઈને રોકાઈ જવા માટે કહેવામાં આવ્યું હતું ને સવારે બંને સાથે જતા રહેજો તેવું જણાવવામાં આવ્યું હતું.
ત્યારે રાજુ મેર ત્યાંથી બજારમાં જતો રહ્યો હતો અને રાત્રે 3:00 વાગ્યા આસપાસ ફરી પોતાના સસરાના ઘરે આવી ખૂની હુમલો કર્યો હતો. જમાઈ દ્વારા કોની પર હુમલો કરવામાં આવતા સામા પક્ષે રહેલી મહિલાઓ દ્વારા પણ પ્રતિકાર કરવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનામાં રાજુમેરના દાદાજી સસરા હંસરાજભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કે પોતાની પત્ની સહિત અન્ય ત્રણ મહિલાઓને પણ ઈજા પહોંચાડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. રાજુ મેર અવારનવાર દારૂ પી પોતાની પત્ની ઉપર હુમલો કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે હાલ તો પારિવારિક ઝઘડામાં નિર્દોષ પ્રોઢે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો :-