Haiya’s words came to the lips
- ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય લલીલ વસોયાએ કહ્યું- આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતાં ભાજપને વોટ આપજો… શું હૈયાની વાત હોઠ પર આવી ?
સૌરાષ્ટ્રમાં (Saurashtra) કોંગ્રેસનું મિશન ચૂંટણી સક્રિય થઈ ગયું છે. કોંગ્રેસની પરિવર્તન યાત્રા આખા સૌરાષ્ટ્રમાં ફરી રહી છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા એન ધોરાજીમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી. ધોરાજીમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) ઉપસ્થિતિમાં ધોરાજીના (Dharaji) લેઉવા પટેલ સમાજ ખાતે જાહેર સભા યોજાઈ હતી.
આ સભામાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો (Lalit Vasoya) ભાજપ પ્રેમ ઉમટી આવ્યો હતો. ધારાસભ્ય લલિત વસોયાએ મંચ પરથી ભાજપને મત આપવા માટે હાકલ કરી હતી. આવું કેમ કહ્યું તે જાણીએ.
સતત ભાજપના નેતાઓ સાથે ચર્ચામાં રહેતા લલિત વસોયાએ ફરી એકવાર ભાજપ તરફથી પોતાનો ઝુકાવ બતાવ્યો હતો. જાહેર મંચ પરથી લલિત વસોયાના આ નિવેદનથી કોંગ્રેસમાં કાનાફૂસી શરૂ થી છે. અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મતદાન કરવાને બદલે ભાજપને મતદાન કરવા માટે હાકલ કરી હતી.
લલિત વસોયાએ મંચ પરથી કહ્યુ હતું કે, તમને કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું કહુ છું કે, તમે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો. આ આપની વાત કરુ તો રામાયમણમાં એક પ્રસંગ છે. રાવણને સીતા માતાનું અપહરણ કરવુ હતું. લક્ષ્ણજી રેખા ખેંચીને ગયા હતા. રાવણમાં તાકત ન હતી કે તે સીતા માતાનું અપહરણ કરે. તેથી રાવણે બ્રાહ્મણનો વેશ લીધો.
ભાજપ તમને પહોંચે એમ નથી, તેથી આમ આદમી પાર્ટી બ્રાહ્મણના કપડા પહેરી, ગરીબોની વાત કરી, 300 વીજળી મફતની ગેરેન્ટી લઈને આપણી વચ્ચે આવી છે. તેથી કોઈએ ભરમાવાની જરૂર નથી. આ પાર્ટી માત્ર મત તોડવા આવી છે, તો કોંગ્રેસના વોટ તોડવા આવી છે.
તેમણે કહ્યુ હતું કે, 2017 માં ચૂંટણીમાં ધોરાજીમાં ઈતિહાસ સર્જાયો હતો અને ઔતિહાસિક લીડથી જીત્યા હતા. ચૂંટણીમાં તાકાત લગાવીને અમે લડાઈ કરી હતી. અમે ચૂંટણી વખતે વચનો આપ્યા તે પૂરા કર્યાં. ભાજપની તાકાત નથી કે ધોરાજીમાં કોંગ્રેસને હરાવી શકે. તેથી ભાજપ તેની બી ટીમને લઈને ચૂંટણી લડવા આવ્યું છે. કોંગ્રેસ 2017 માં જે તાકાત અને મુદ્દાઓથી લડયા હતા. તેનાથી વધુ તાકાતથી આ વખતે લડીશું.
આ પણ વાંચો :-
- આ વખતે આદિવાસીઓ ભાજપની અપેક્ષિત જીત માટે નિર્ણાયક પુરવાર થશે
- દમણ અને ગુજરાતની ચેકપોસ્ટ પરથી 16 લાખની બિન હિસાબી રોકડ પકડાઈ