દમણ અને ગુજરાતની ચેકપોસ્ટ પરથી 16 લાખની બિન હિસાબી રોકડ પકડાઈ

Share this story

Unaccounted cash worth 16 lakhs

  • દમણ અને ગુજરાતની ચેકપોસ્ટ પથી રોકડ જપ્ત થઈ. જંબુરી ચેકપોસ્ટથી 16 લાખની બિનહિસાબી રોકડ પકડાઈ. દમણના ફૂડ કોર્નર સ્ટોરના સંચાલક પાસેથી પકડાઈ રકમ

વલસાડ (Valsad) જિલ્લામાં આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના બોર્ડર પર આવેલા બે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્રની (Maharashtra) હદ પારની ચેકપોસ્ટો પર પોલીસની સાથે અન્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે અને બંને સંઘ પ્રદેશો અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન દમણ અને ગુજરાતની બોર્ડર પર આવેલી ભીલાડ નજીકની જંબુરી ચેકપોસ્ટ પરથી વાહન તપાસ દરમિયાન એક કારમાંથી 16.5 લાખ રૂપિયા જેટલી મોટી રોકડ રકમ ઝડપાઈ હતી. આથી તંત્ર દ્વારા આવકવેરા વિભાગને પણ તેની જાણ કરવામાં આવી હતી.

લાખોની રોકડ લઇને ક્યાં જઈ રહ્યા હતા ?

પ્રાથમિક માહિતી મુજબ આ રોકડ રકમ દમણ અને ઉમરગામમાં શ્રી ફૂડ કોર્નર નામના સુપર સ્ટોર ચલાવતા સંચાલકોની હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ પરથી હર્ષ રાણા અને રમીઝ અહેમદ નામના બે વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ કરતા આ રોકડ રકમ શ્રી ફૂડ કોર્નરના સંચાલકોની હોવાનું બહાર આવ્યું હતું. તેઓ દમણ અને ઉમરગામમાં ત્રણ સુપર સ્ટોર ચલાવે છે.

સેલવાસ રહેતા તેમના મામાને રોકડની જરૂર હોવાથી તેઓ દમણના સુપર સ્ટોરમાં જમા થયેલી આ રોકડ રકમ સેલવાસ રહેતા તેમના મામાને આપવા જઈ રહ્યા હતા .એ દરમિયાન જંબુરી ચેકપોસ્ટ પરથી ટીમોના હાથે ઝડપાયા હતા. આથી ટીમોએ આવકવેરા વિભાગને પણ તેની જાણ કરી હતી.

આમ આચારસંહિતાના અમલ દરમિયાન 16.5 લાખ રૂપિયા ની રોકડ રકમ જપ્ત કરતાં જ જિલ્લામાં મોટી નાણાકીય હેરફેર કરતા વ્યવસાયો અને વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જો કે અત્યારે આ સમગ્ર પ્રકરણ અંગે સંબંધિત ટીમો ઊંડાણપૂર્વક તપાસમાં લાગી છે.

આ પણ વાંચો :-