Home Blog Page 1261

વિપક્ષોની છાવણી ખાલી કરાવીને ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા ભાજપનો વ્યૂહ

BJP’s strategy to get a huge victory in the election by emptying the opposition camp

  • કોંગ્રેસ અને ‘આપ’એ વહેલા ઉમેદવારો જાહેર કરી દેતાં ઠેરઠેર બળવા જેવી સ્થિતિ ઉદ્‍ભવી, બીજી તરફ નારાજ લોકો માટે ભાજપે દરવાજા ખુલ્લા મુકી દીધા
     
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનાં માનવા મુજબ ગત વખતે પણ હરિફ પક્ષે કોંગ્રેસ હતી અને આ વખતે પણ કોંગ્રેસ જ છે, ‘આપ’ની કોઈ જ વિસાત નથી
     
  • સમાન સિવિલ કોડ, બેટ દ્વારકાના ગેરકાયદે દબાણો હટાવવા સામે વિપક્ષ કોંગ્રેસે ઉઠાવેલો મુદ્દો કોંગ્રેસ માટે જ બૂમરેંગ પુરવાર થઈ શકે
     
  • વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વ્યૂહરચના અક્ષરસહ સાચી ઠરશે તો કદાચ આ વખતની ચૂંટણીના પરિણામો જુદા હશે; અમિત શાહનાં મતે પાછલાં તમામ રેકોર્ડ તૂટી જશે

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) હજુ સુધી એકપણ ઉમેદવારની જાહેરાત કરી નથી તેમ છતાં ૧૮૨ ઉમેદવારો લગભગ નક્કી થઈ ચૂક્યા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ (BJP President CR Patil) આજે દિલ્હી જવા રવાના થયા હતા અને ગણતરી મુજબ લગભગ ૧૦મી તારીખે ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાશે.

આ તરફ કોંગ્રેસ અને ‘આપ’માં બે-ચાર બે-ચાર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યાં હોવાથી લગભગ રાજ્યભરમાં ક્યાંક ખુશી તો ક્યાંક બળવા જેવી સ્થિતિ આકાર લઈ રહી છે બીજી તરફ અસંતુષ્ટોને આવકારવા ભાજપે પણ દરવાજા ખુલ્લા મુકી દીધા હોવાથી કોંગ્રેસ અને આપની સ્થિતિ ચૂંટણી પહેલા જ નબળી પડી રહી છે. ભાજપ નેતાગીરી આ વખતે ગણી ગણીને પગલાં ભરી રહી છે અને આખો જંગ વ્યૂહાત્મક રીતે લડવા આગળ વધી રહી છે. બની શકે કે, ગુજરાતમાં પગદંડો જમાવવા આવેલા ‘આપ’ના કેજરીવાલને પોતાની જ જાળમાં સપડાવી દેશે.
ઉમેદવારો જાહેર કરવાની બાબતે ‘આપ’ના કેજરીવાલ જરૂર કરતાં વધારે ઉતાવળા બન્યા હોવાથી ‘આપ’ના અપે‌િક્ષતોને ટિકિટ નહીં મળવાથી રઘવાયા બન્યા છે અને નારાજગી વ્યક્ત કરવા માટે ભાજપની છાવણી આશ્વાસનરૂપ બની રહી છે. સામાન્ય રીતે ભાજપ નેતૃત્ત્વ બિનભાજપીઓને આવકારવા આતુર હોતુ નથી, પરંતુ નજીકનો ભૂતકાળ જોવામાં આવે તો કોંગ્રેસ, આપ સહિતનાં અનેક ચહેરાઓ ભાજપનો ખેસ પહેરીને ફરતા જોવા મળશે. હાર્દિક પટેલ આનુ સૌથી મોટું ઉદાહરણ ગણી શકાય.

આ વખતે એવી હવા ચલાવવામાં આવી રહી છે કે, ભાજપને સરકાર બનાવવાનાં ફાંફાં પડી જશે, પંરતુ ચૂંટણીનાં જાહેરનામા બાદની સ્થિતિ જુદી જ જોવા મળી રહી છે. કોંગ્રેસ અને ‘આપ’માંથી ટિકિટ નહીં મળવાથી ભડકેલા કાર્યકરો, આગેવાનો જોઈ લેવાની ચીમકી સાથે જે તે પક્ષ સાથેથી છેડો ફાડી રહ્યાં છે. આ તરફ આવા નારાજ લોકો માટે ભાજપે દરવાજો ખુલ્લો મુકી દીધો છે! ભાજપને કાર્યકરોની ખોટ નથી, પરંતુ નેતાગીરીની વ્યૂહરચનાનો જ આ એક ભાગ છે, એવું ચોક્કસ કહી શકાય. નારાજ લોકોને પક્ષમાં સમાવી લેવાથી જે તે પક્ષને બતાવી દેવાનું તેમનું ઝનૂન પુરું થઈ જાય છે અને ભાજપમાં ભળી ગયા પછી નિષ્ક્રિય પણ થઈ જવાથી આગેવાન, કાર્યકર ગૂમાવનાર પક્ષે ચૂંટણી દરમિયાન સહન કરવાનું રહેશે. વળી પક્ષ છોડીને જનાર વ્યક્તિ એકલો જતો નથી, તેની સાથેનાં ટેકેદારો પણ નિષ્ક્રિય થઈ જતાં હોવાથી સરવાળે પક્ષને નુકસાન સહન કરવું પડે છે.

ખેર, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પુરા આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે, આ વખતે ભાજપ પાછલી તમામ ચૂંટણીનાં રેકોર્ડ તોડીને પ્રચંડ બહુમતિ સાથે ગુજરાતમાં ભાજપની નવી સરકાર બનાવશે. તેમણે આંકડામાં પડવાનો સ્પષ્ટ ઈન્કાર કરવા સાથે દાવો કર્યો હતો કે, પાંચમી ડિસેમ્બરે ભાજપ ગુજરાતમાં એક નવો ઈતિહાસ રચશે.

અમિત શાહે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યાંથી શરૂ કરીને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરી અને ગુજરાતનાં વેપાર, ઉદ્યોગ, આરોગ્ય, સામાજિક, માળખાગત કાયદો-વ્યવસ્થા સહિતનાં ક્ષેત્રે ગુજરાતમાં થયેલી કામગીરીનો ટકોરાબંધ હિસાબ આપ્યો હતો.

તેમણે કેટલીક સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, આનંદીબેનનાં ૭૫ વર્ષ પુરા થતા હોવાથી તેમને મુખ્યમંત્રીપદેથી ખસેડીને ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ બનાવ્યા હતા. આનંદીબેન પટેલની સરકારે પણ ઉત્તમ કામગીરી કરી હતી. ત્યાર બાદ વિજય રૂપાણી સરકારે પણ પાંચ વર્ષ પુરા કરવા સાથે કોરોના જેવી મહામારીનાં દિવસોમાં અદ્‍ભૂત કામગીરી કરી હોવાનો દાવો કર્યો હતો.

ભાજપનાં આંતરિક વિવાદને કારણે રૂપાણી સરકાર બદલવામાં આવી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરતાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપમાં સરકાર અને સંગઠન વચ્ચે કોઈપણ પ્રકારનો અણબનાવ નથી. બધું જ એક રાગીતાથી ચાલી રહ્યું છે. વિજય રૂપાણીને બદલવાનો નિર્ણય પણ શિર્ષ નેતૃત્ત્વનો હતો અને ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ નમૂનેદાર કામગીરી કરી રહી છે. લોકોમાં અને પક્ષમાં પણ ભૂપેન્દ્ર પટેલની કાર્યપદ્ધતિ સામે કોઈને પણ ફરિયાદ નથી અને હવે પછી નવી સરકારમાં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી હશે. કારણ કે, તેમના નેતૃત્ત્વમાં જ ચૂંટણીઓ લડાઈ રહી છે. વર્તમાન સંગઠન અને સરકાર વચ્ચે મતભેદ હોવાની વાત પણ તેમણે ફગાવી દીધી હતી.

પાછલી ચૂંટણીઓનાં પ્રમાણમાં આ વખતે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં વારંવાર હાજરી અને ચૂંટણીલક્ષીનો દોર પોતાનાં હાથમાં લેવા અંગે સ્પષ્ટતા કરતા અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હું બંને ગુજરાતનાં છીએ અને ચૂંટણી એક એવું પર્વ છે કે, આ દિવસો દરમિયાન વધુમાં વધુ લોકોને રૂબરૂ મળી શકાય. ઉપરાંત ગૃહરાજ્યમાં ઘરઆંગણે ચૂંટણી હોવાથી વડાપ્રધાન મોદી અને મારી વધારે પડતી હાજરી કોઈ વિશેષ બાબત નથી. વળી ભાજપ માટે આ કોઈ પહેલી ચૂંટણી નથી. પાછલાં અઢી દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતમાં ભાજપની સત્તા છે. પાટનગર ગાંધીનગરથી શરૂ કરીને રાજ્યનાં છેવાડાઓનાં ગામડાંઓ સુધી ભાજપનાં કાર્યકરોની ફોજ પથરાયેલી છે અને એટલે જ આ વખતે પણ ભાજપની છાવણીમાં કોઈ જ ઉચાટ નથી.

ભાજપમાંથી ચૂંટણી લડવા માટે લગભગ ચાર હજાર કરતાં વધુ કાર્યકરોએ દાખવેલી તૈયારી માટે આનંદ વ્યક્ત કરતાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપની છાવણીમાં આટલો મોટો વિશાળ વર્ગ ચૂંટણી લડવા માંગે છે એજ બતાવે છે કે, લોકોનો ભાજપ પ્રત્યે કેટલો વિશ્વાસ છે, કેટલો ભરોસો છે અને એટલે જ ‘ભરોસાની સરકાર’નો વારંવાર વિજય થતો આવ્યો છે. તેમણે ભારપૂર્વક સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, બધાને જ ખબર છે કે, ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો છે અને ૧૮૨ને જ ટિકિટ મળવાની છે. મતલબ ટિકિટની ફાળવણી બાદ બધાં જ લોકો ઉમેદવારને જીતાડવા કામે લાગી જશે. ભાજપમાં બળવાને કોઈ સ્થાન નથી, શિસ્તબદ્ધ પક્ષ છે અને પુરી શિસ્ત સાથે પક્ષ કામ કરે છે. અલબત્ત પક્ષનાં છેવાડાના કાર્યકરને પણ ટિકિટ માંગવાનો અધિકાર છે. પરંતુ ગુણદોષ અને જીતી જવાની ખાતરી સાથે ટિકિટ કોને આપવી એ ભાજપનું શિર્ષ નેતૃત્ત્વ નક્કી કરે છે. આનો મતલબ એવો પણ નથી કે, ટિકિટ માંગનાર કાર્યકરની કોઈ જ ક્ષમતા નથી.

થોડા દિવસ પહેલાં જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપેલા રાજીનામાનો ઉલ્લેખ કરીને અમિત શાહે કહ્યું હતું કે, ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા અને કેશુબાપાએ પણ પક્ષ સાથેથી છેડો ફાડ્યો હતો. પરંતુ પરિણામ શું આવ્યું લોકો જાણે છે. જયનારાયણ વ્યાસે નારાજગીનાં કારણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હશે. આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. પરંતુ જયનારાયણ વ્યાસનાં જવાથી ભાજપ તૂટી પડશે એવું કોઈએ પણ માની લેવાની જરૂર નથી.

પુનઃ ટિકિટ ફાળવણીનાં મુદ્દે પણ અમિત શાહે ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી કે, ‘નો રિપીટ’ થિયરી જેવું કંઈ જ નથી. ઉમેદવાર પસંદ કરતી વખતે સૌથી પહેલા ‘જીત’ના માપદંડને ધ્યાનમાં લેવામાં આવે છે.

ગુજરાતની આ વખતની ચૂંટણીમાં ‘આપ’નાં અસ્તિત્ત્વને પણ સ્વીકારવાનો સાફ સાફ ઈન્કાર કરતાં તેમણે કહ્યું હતું કે, ૨૦૧૭માં પણ ભાજપ સામે વિપક્ષ તરીકે કોંગ્રેસ હતી અને ૨૦૨૨ની ચૂંટણીમાં પણ હરિફ પક્ષ તરીકે કોંગ્રેસ જ હશે.

અમિત શાહે ઘણાં મુદ્દા ઉપર વાતો કરી હતી. તાજેતરમાં ગુજરાત સરકારે ‘સમાન સિવિલ કોડ’ અંગે કરેલો નિર્ણય ચૂંટણીલક્ષી હોવાની વાતને ફગાવી દેતા કહ્યું હતું કે, ભાજપનાં મૂળભૂત ઘોષણાપત્રમાં અન્ય મુદ્દાઓની સાથે ‘સમાન સિવિલ કોડ’ એ પણ એક મુદ્દો છે અને ભાજપ આ મુદ્દાને ફરી દોહરાવે એટલે ચૂંટણીલક્ષી બની જતો નથી. કાશ્મીરમાંથી દૂર કરાયેલી કલમ ૩૭૦, રામ મંદિર નિર્માણ વગેરે આ મુદ્દા ભાજપનાં ઘોષણાપત્રમાં પહેલેથી જ હતા. આ પૈકી કલમ ૩૭૦ દૂર કરવા ઉપરાંત મુસ્લિમ મહિલાઓને સામાજિક સમાનતા અપાવવા ‘તીન તલ્લાક’નો કાયદો ભાજપ સરકારે દૂર કર્યો હતો. આમા ચૂંટણીની વાત ક્યાંથી આવી? અધ્યોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવા સાથે કાશી વિશ્વાસનાથ મંદિર, ઉજ્જૈનમાં કાળભૈરવ , સોમનાથ, પાવાગઢ વગેરે શ્રદ્ધાનાં કેન્દ્રોનું પુનઃ સ્થાપન કે નવસર્જન કરવા એ ચૂંટણીલક્ષી બાબત હોઈ શકે જ નહીં. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો પણ કરી શકી હોત, પરંતુ તેમણે નહીં કર્યું એટલે નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે.

બેટ દ્વારકામાં ધાર્મિક સ્થળોનાં નામે દબાણ કરવાની પ્રવૃત્તિ રોકવા આવા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરીને ચૂંટણીલક્ષી કઈ રીતે કહી શકાય? તેમણે વળતો સવાલ કર્યો હતો કે, ધર્મની આડમાં દબાણો ઉભા કરવામાં આવે તો આવી પ્રવૃત્તિને ચલાવી લેવાની?

આમ આદમી પાર્ટી ભાજપની ‘બી’ ટીમ હોવાની ચર્ચાને પણ અમિત શાહે રદીયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપ પોતાની તાકાત ઉપર ચૂંટણી લડે છે. ચૂંટણી જીતવા ભાજપને કોઈ બગલઘોડી ‘બી’ ટીમની જરૂર નથી. અમિત શાહે અનેક ઉદાહરણો ટાંકીને કહ્યું હતું કે, કોઈપણ પક્ષનો વ્યક્તિ ભાજપની વિચારધારાને સ્વીકારીને ભાજપમાં આવતો હોય તો પક્ષને સ્વીકારવા સામે કોઈ જ વાંધો નથી.

એકંદરે અમિત શાહ પુરા આત્મવિશ્વાસથી ભરેલા હતા અને આ વખતે ગુજરાતનો જંગ જીતવા માટે પોતાની વ્યૂહરચના પાર પડી રહી હોવાનો તેમના ચહેરા ઉપર સંતોષ જણાતો હતો. તેમના મનમાં ચૂંટણી હારવાનો કે નબળુ પરિણામ આવવાનો કોઈ જ ઉચાટ જણાતો નહોતો. બલ્કે, પાછલી ચૂંટણીઓ કરતાં વધુ મજબૂતાઈ સાથે અને વધુ બેઠકો કબજે કરવા સાથે પાછલી ચૂંટણીનાં રેકોર્ડ તોડી નાંખવાનો વિશ્વાસ છલકાતો હતો.

ગુજરાત ભાજપમાં ડહોળાયેલા વાતાવરણને પગલે ગુજરાતની ચૂંટણીઓની બાગડોર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પોતાના હાથમાં લીધી હતી અને દિવસોની મહેનતનાં અંતે ચૂંટણીઓ અપે‌િક્ષત પરિણામ સાથે અને હેમખેમ પાર પાડવાની બાજી ગોઠવવામાં મોદી અને શાહને સફળતા મળી હોવાનો ભરોસો અમિત શાહનાં ચહેરા ઉપર તરી આવતો હતો.

આ પણ વાંચો :-

2017માં અમે જીતથી ચૂકી ગયા હતા, આ વખતે ઉમેદવારની પસંદગીમાં ભૂલ નહી થાય : ગેહલોત

0

In 2017 we missed out on victory

  • અશોક ગેહલોતે મધ્ય ગુજરાતમાં કર્યો પ્રચાર. વડોદરાના સાવલીમાં ગેહલોતની જનસભા સંબોધી. ગેહલોતે કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી (Chief Minister of Rajasthan) અને ગુજરાત કોંગ્રેસના સીનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત (Ashok Gehlot) મધ્ય ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. અશોક ગેહલોતે આંકલાવમાં પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી અને સાથે જ વડોદરાના (Vadodara) સાવલીમાં જનસભાને સંબોધન પણ કર્યું. આ સાથે અશોક ગેહલોતે ગુજરાતમાં કોંગ્રેસની (Gujarat Congress) સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, 2017 માં અમે જીતની નજીક પહોંચી ગયા હતા. આ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં કોઈ ભૂલ નહીં કરે.

અશોક ગેહલોતે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, અમારી રણનીતિ સારી ચાલી રહી છે. અમે ગામે ગામ ફરી રહ્યા છીએ. અમારી 5 યાત્રાઓ સફળ રહી છે. અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. એન્ટી ઈન્કમબન્સી ભયંકર ચાલી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ સરળતાથી જીતી જશે.

2017 માં પણ અમે જીતની નજીક પહોંચી ગયા હતા. ગયા વખતે અમે જીતવાથી ચુકી ગયા હતા. છેલ્લે અમને કેટલીક બેઠકો ના મળી. ભાજપ ગઈ વખતે 99 પર અટકી હતી. તે વખતે ભાજપ સફળ ન થઈ તો આ વખતે કઈ રીતે સફળ થશે.

તેમણે ભાજપ પર પોતાના નેતા ખરીદવાનો આરોપ મૂકતા કહ્યું કે આ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં કોઈ ભુલ નહીં કરે. જ્યાં જ્યાં ભાજપ છે ત્યાં સોદા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને શુ ઓફર કરાઈ છે. ગુજરાતમાં અમારા ધારાસભ્યને તોડાય છે. હોર્સ ટ્રેડિંગનું નવુ મોડલ બન્યુ છે તે તોડવુ છે. ભાજપ સોદો કરે છે. 30-30 કરોડમાં હોર્સ ટ્રેડિંગ થઈ રહી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જીતની આશા વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ ચુટંણી જીતી રહી છે. 27 વર્ષમાં ભાજપાની સરકારે માર્કેટીંગ કર્યા સિવાય કંઇ કર્યું નથી. ધીરે ધીરે તેમની પોલ ખુલી રહી છે, કોરોનાની મહામારીમાં પોલ ખુલી છે. અહીં ગુડ ગવર્નન્સનો અભાવ જોવા મળ્યો. લઠ્ઠાકાંડમાં અનેક લોકો મરી ગયા તપાસ થતી નથી.

મોરબીની ઘટનામાં લોકો મર્યા તો કમિશન કેમ નથી બેસાડવામાં આવતું. આ સરકારને કોઇની પરવાહ નથી, અમે કમિશન નિમવાની માંગ કરી છે. હાઇકોર્ટ સુઓમોટો લેવાની ફરજ પડી. ગુજરાત જેવી એન્ટીઇન્કમબન્સી ક્યાંય જોઇ નથી. ભાજપે મુખ્યમંત્રી સાથે આખી સરકાર બદલવી પડી એ શુ દર્શાવે છે.

ઈડબલ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટના યુકાદા અંગે અશોક ગહેલોતે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારીએ છીએ. 20 વર્ષ પહેલાં કોંગ્રેસની સરકારે રાજસ્થાન ઈડબલ્યુ અનામત આપતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. અમે ૧૪ અનામતની માંગ સાથે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈને પ્રસ્તાવ મોકલ્યો હતો.

કેન્દ્રની યુપીએ સરકારે ઈડબલ્યુએસને અનામત આપવા માટે કમિશનની રચના કરી હતી. જેનો રિપોર્ટ તૈયર થયેલો હોવા છતાં મોદી સરકારે પાંચ વર્ષ કાર્યવાહી ન કરી. અમારી સરકારનો જે નિર્ણય હતો તેને એ સરકાર આગળ વધારી રહી છે તે સારી વાત છે.

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સક્રિયતા અંગે અશોક ગહેલોતે જણાવ્યું કે, આપના નેતાઓ જુઠુ બોલી રહ્યા છે અને જુઠ્ઠા વચનો આપી રહ્યા છે. આપના નેતાઓ માને છે કે જનતાને ખબર નથી પડતી પણ જનતા બધુ જાણે છે. દિલ્હી અને પંજાબનુ મોડલ સંપુર્ણ ફેલ થયું છે.

કેન્દ્રશાસિત પ્રદેશના મોડેલને રાજ્યમાં દેખાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આપ અમારી સરકારે કરેલા નિર્ણયને કોપી કરી રહી છે. રાજસ્થાનની તમામ યોજનાઓને આપ ગુજરાતમાં વચન આપે છે. રાજસ્થાનમાં અમે તમામ યોજનાઓ લાગુ કરી દીધી છે.

આ પણ વાંચો :-

ઈન્દોરમાં ચાર યુવતીઓએ ભેગી થઈ એક યુવતીની ઢીકાપાટુથી કરી જાહેરમાં ધોલાઈ

In Indore, four girls got together

  • વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો આ યુવતીઓની આલોચના કરી રહ્યાં છે. આ ઘટના ગત રાત્રીની છે. પોલીસે વીડિયો વાયરલ થયા બાદ કેસ દાખલ કરી લીધો છે.

મધ્ય પ્રદેશની (Madhya Pradesh) આર્થિક રાજધાની ઈન્દોર (Indore) શહેર હવે 24 કલાક ખુલ્લું રહે છે. આ દેશનું પાંચમું શહેર છે. જે 24 કલાક ખુલ્લું રાખવામાં આવી રહ્યું છે. વિદેશી કંપનીઓ (Foreign company) અને કોર્પોરેટમાં કામ કરી રહેલા કર્મચારીઓની સુવિધા માટે તેની શરૂઆત થઈ હતી.

પરંતુ હવે આ દાંવ ઉંધો પડી રહ્યો છે. મોડી રાત્રે શહેરમાં લોકોની અવરજવરને કારણે નશાખોરી અને ગુનાઓની સંખ્યા વધી ગઈ છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર યુવતીઓ મળીને એક યુવતીને મારી રહી છે.

આ વીડિયો ઈન્દોરના AB રોડ પર LIG ચોકનો હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાર યુવતીઓ એક યુવતીને ઢીકા-પાટુથી માર મારી રહી છે અને ગાળો આપી રહી છે. જાણવા મળ્યું કે દારૂના નશામાં એક કેફે પર બેસીને આ યુવતીઓ સિગારેટ પી રહી હતી. ત્યાં કોઈ વાત પર ચર્ચા થયા બાદ ઝગડવા લાગી અને કેફે સંચાલકે તેને બહાર કાઢી મુકી હતી.

ત્યારબાદ રોડ વચ્ચે મારામારી શરૂ થઈ હતી. આ ઘટના દરમિયાન આસપાસ ઉભા રહેલા લોકોએ તેનો વીડિયો બનાવી લીધો હતો. કેટલાક લોકોએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતીઓનો ગુસ્સો જોઈ લોકો દૂર થઈ ગયા હતા.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો આ યુવતીઓની આલોચના કરી રહ્યાં છે. આ ઘટના રાત્રે 10 કલાકથી 11 વચ્ચેની છે. આ યુવતીઓ ઈન્દોરમાં રહીને જોબ કરતી હોય કે અભ્યાસ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે પોલીસે કેસ દાખલ કરી યુવતીઓની શોધખોળ શરૂ કરી છે.

અહીં મોડી રાત્રે નાઈટ ક્લબ અને પબમાં યુવાઓને નશો વેંચવામાં આવે છે. યુવાઓ દ્વારા નશો કર્યા બાદ ઈન્દોરના રસ્તાઓ પર આ પ્રકારના ઝગડા કરવા સામાન્ય વાત થઈ ગઈ છે.

આ પણ વાંચો :-

08 નવેમ્બર 2022 નું રાશિફળ : મહાદેવ આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “હર હર મહાદેવ”

Horoscope of 08 November 2022 Gujarat Guardian

મેષઃ
મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભઃ
સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલિંગ, ઠંડાપીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુનઃ
પરિવારમાં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નોનાે ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દૃષ્ટિએ તથા પારિવારિક રીતે દિવસ દરમિયાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહઃ
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતિય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાંનિધ્ય માણવાનો યોગ બને. શેરબજાર, કેમિસ્ટ, એડવોકેટ તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યારબાદ આવક વધે. એંજીનિયરિંગ, ખાણ, પથ્થર, મીઠાઈના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઈ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ-પ્રતિષ્ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃશ્ચિકઃ
નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું‌ નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું‌ નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી-ખાંસી, તાવથી પરેશાની રહેે. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.

મીનઃ
મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

તમે પણ વજન ઉતારવા માંગો છો ? તો આજે જ ડાઈટમાં ઉમેરી લો આ એક વસ્તુ, બટરની જેમ ઓગળી જશે ચરબી

Do you also want to lose weight

  • વજન ઘટાડવા માટે નારિયળ પાણી કેવી રીતે ઉપયોગી છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

આજકાલ દરેક લોકો પોતાને સ્લિમ-ટ્રીમ (Slim-trim) રાખવા માંગે છે અને વજન ઉતારવા માટે અનેક નુસ્ખાઓ અપનાવે છે. જો તમે પણ તેમાંથી એક છો તો આ સમાચાર તમારા કામના છે. પોતાની જાતને સ્લિમ-ટ્રીમ રાખવા માટે આજથી જ તમારા આહારમાં નારિયેળ પાણીનો (Coconut water) સમાવેશ કરવો જોઈએ. જણાવી દઈએ કે નારિયળ પાણીમાં વિપુલ પ્રમાણમાં બાયો-એક્ટિવ એન્ઝાઇમ (A bio-active enzyme) હોય છે જે તમારા શરીરના પાચન અને ચયાપચયને ઝડપી બનાવે છે.

સારા અને હેલ્થી ચયાપચયની મદદથી ઝડપથી વજન ઘટી શકે છે. વજન ઘટાડવા માટે નારિયળ પાણી કેવી રીતે ઉપયોગી છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

નારિયેળ પાણીને તમારા દૈનિક આહારનો ભાગ બનાવી શકાય છે. જણાઈ દઈએ કે નારિયળ પાણીમાં અન્ય ફળોની તુલના કરતાં ઘણી ઓછી કેલરી હોય છે અને એ કારણે જ વજન ઘટાડવા માટે ઉત્તમ પીણું છે.

આ સાથે જ સવારે વહેલા ઉઠીને નારિયેળ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. વજન ઘટાડવા માટે દિવસમાં બે થી ત્રણ વખત મર્યાદિત માત્રામાં નારિયેળ પાણી પી શકાય છે.

જણાવી દઈએ કે નારિયેળ પાણીમાં કાર્બોહાઈડ્રેટની માત્રા પણ ઘણી ઓછી હોય છે અને આ કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવો અનુભવ થાય છે. પેટ ભરેલ લાગે એવામાં બિનજરૂરી રીતે વારંવાર ખાવાનું લોકો ટાળે છે.

ખાસ કરીને ભોજન કરતા પહેલા નારિયેળ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. જમતા પહેલા નારિયેળ પાણી પીવાથી વધુ પડતું ખાવાથી બચી શકાય છે. નાળિયેર પાણીનું સેવન કરવાથી પાચન સારું રહે છે અને આ સાથે જ ખોરાક ખાધા પછી પેટનું ફૂલવાથી છુટકારો મેળવી શકાય છે.

આ પણ વાંચો :-

શું ગુજરાત-હિમાચલની ચૂંટણીમાં EWS અનામત ભાજપ માટે સંજીવની સાબિત થશે ? જાણો શું કહે છે ચૂંટણીનું ગણિત

0

Will EWS reservation prove to be lifeline

  • ભાજપે આ કાયદો બનાવીને ચૂંટણીમાં તેનો ઘણો ઉપયોગ કર્યો, હિમાચલ-ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે તેની માન્યતા પર મહોર મારી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) UU લલિતની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે ગરીબ ઉચ્ચ જાતિના નિર્ણય પર કેન્દ્ર સરકારના (Central Govt) અનામત નિર્ણય પર સહમતિ દર્શાવી છે. EWS શ્રેણી માટે 10 ટકાનો ક્વોટા સામાન્ય રીતે ગરીબ ઉચ્ચ જાતિઓ (Poor upper caste) માટે અનામત તરીકે ઓળખાય છે. જ્યારે ગરીબ ઉચ્ચ જાતિના અનામત માટે કાયદો બનાવવામાં આવી રહ્યો હતો. ત્યારે દેશના તમામ મોટા પક્ષોએ લોકસભામાં (Lok Sabha) તેનું સમર્થન કર્યું હતું.

જો કે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે આ કાયદો બનાવીને ચૂંટણીમાં તેનો ઘણો ઉપયોગ કર્યો છે. હિમાચલ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે તેની માન્યતા પર મહોર મારી છે અને મતદારોમાં એવો સંદેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર ગરીબ ઉચ્ચ જાતિના લોકો સાથે મક્કમતાથી ઉભી છે.

વાસ્તવમાં આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હિમાચલ અને ગુજરાત બંનેમાં ભારતીય જનતા પાર્ટીની આ મહત્વપૂર્ણ વોટ બેંકમાં ખાડો કરી રહી હતી. તાજેતરના એક સર્વેમાં એ સ્પષ્ટ થયું છે કે ગુજરાતની ઉચ્ચ જાતિઓ મોટા પાયે કોંગ્રેસ અને AAP તરફ વળી શકે છે. જો એકથી 2% મતો પણ ભાજપને વેરવિખેર કરવામાં આવે તો સત્તાનું ગણિત ખોરવાઈ શકે છે.

ગુજરાતનું રાજકારણ :

ગુજરાતની કુલ વસ્તી 6 કરોડથી વધુ છે. જેમાં 52 ટકા મતદારો પછાત વર્ગના છે. પછાત વર્ગમાં સમાવિષ્ટ માત્ર 146 જાતિઓ અને પેટા જાતિઓ જ નક્કી કરે છે કે રાજ્યની સત્તા કોના હાથમાં રહેશે. પરંતુ ઉચ્ચ જાતિના મતદારો કે જેઓ ભાજપના મુખ્ય મતદારો રહ્યા છે તેમની સંખ્યા પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

રાજ્યમાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવતા પાટીદાર સમુદાય એટલે કે પટેલ સમુદાયનો હિસ્સો 16 ટકા છે, જે રાજ્યમાં સૌથી શક્તિશાળી ગણાય છે. લગભગ 16 ટકા વસ્તી ક્ષત્રિય વર્ગની છે. સાથે જ બ્રાહ્મણ, વાણિયા સહિત કુલ 5 ટકા મતદારો છે. આ રીતે લગભગ 37 ટકા મતદારો ઉચ્ચ જાતિના છે.

સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને કેશુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, આનંદીબેન પટેલ જેવા નામો ગુજરાતના રાજકારણમાં મોટા ચહેરા રહ્યા છે. હાર્દિક પટેલ પણ પાટીદાર સમાજમાંથી આવે છે. આ જ કારણ છે કે 2022ની વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા ભાજપે પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને હાર્દિક પટેલને પણ પોતાની છાવણીમાં સામેલ કર્યો હતો.

ગુજરાતમાં પાટીદાર અને ઓબીસીનું વર્ચસ્વ :

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપે ટિકિટ વિતરણમાં પાટીદાર સમાજના 50 લોકોને ટિકિટ આપી હતી. કોંગ્રેસે પણ 41 પાટીદારોને ટિકિટ આપી હતી. ભાજપે ઓબીસી ઉમેદવારોને 58 ટકા ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસે 62 ટકા ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપી હતી.

હિમાચલ પ્રદેશમાં રાજપૂત અને બ્રાહ્મણો પ્રભુત્વ  :

હિમાચલ પ્રદેશના રાજકારણમાં રાજપૂત અને બ્રાહ્મણ સમુદાયનું હંમેશા પ્રભુત્વ રહ્યું છે. આ જ કારણ છે કે અહીંના તમામ મુખ્યમંત્રીઓ ઉચ્ચ જાતિના છે. ઉચ્ચ જ્ઞાતિઓની સંખ્યા સૌથી વધુ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ હિમાચલ પ્રદેશમાં લગભગ 51 ટકા વસ્તી ઉચ્ચ જાતિની છે.

જેમાંથી 33 ટકા રાજપૂત અને 18 ટકા બ્રાહ્મણો છે. રાજપૂતો અને બ્રાહ્મણોની સંખ્યા પરથી તેમની મતદાન શક્તિને ધ્યાનમાં લઈએ તો આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેએ 28-28 રાજપૂત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો :-

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના સંબંધોમાં તિરાડ ! ટેનિસ સ્ટારની પોસ્ટે મચાવ્યો ખળભળાટ

0

Crack in the relationship of Sania Mirza and Shoaib Malik

રિપોર્ટસ અનુસાર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચે થોડું અંતર આવી ગયું છે. બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી. તો બીજી તરફ સાનિયાના સોશિયલ મીડિયા પોસ્ટે આ અફવાને ખૂબ હવા મળી છે.

ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Indian tennis player Sania Mirza) અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Former Pakistani cricketer Shoaib Malik) જાણિતા કપલ્સમાંથી એક છે. સાનિયા અને શોએબની લવ કેમિસ્ટ્રીએ (Love Chemistry) એક સમયે દરેકના દિલ જીતી લીધા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એવા સમાચાર છે કે બંને વચ્ચે બધુ બરોબર ચાલી રહ્યું નથી. સંબંધ તૂટવાના આરે છે. સાનિયા અને શોએબના સંબંધ તૂટવાની ચર્ચાઓ હવે ટેનિસ પ્લેયરના એક સોશિયલ મીડિયા (Social media) પોસ્ટે પણ હવા આપી છે.

સાનિયા મિર્ઝા શોએબ મલિક વચ્ચે આવી તિરાડ !

સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો અને પુત્ર ઇઝહાનનો સુંદર ફોટો શેર કરતાં પોસ્ટ લખી હતી. ટેનિસ પ્લેયરે લખ્યું- તે પળ જે મને સૌથી મુશ્કેલ દિવસોમાં લઇ જાય છે. સાનિયાની આ પોસ્ટને જોઇને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તેમની પર્સનલ લાઈફમાં સમસ્યા ચાલી રહી છે. સાનિયાની અન્ય કેટલી સોશિયલ મીડિયા પોસ્ટમાં દર્દ છલકાતું દેખાય છે.

સાનિયા મિર્ઝા એક તરફ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તો બીજી તરફ શોએબ મલિકે તાજેતરમાં જ પુત્ર ઈઝહાનના બર્થડે તસવીરો શેર કરી હતી. તે તસવીરોમાં સાનિયા હાજર તો છે કારણોને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ છે કે સાનિયા અને શોએબના સંબંધમાં કંઇ ઠીક ચાલી રહ્યું નથી.

 

આલિયા – રણબીરની દીકરીનું નામ શું હશે ? ડિલવરી પહેલા જ આલિયા ભટ્ટે કરી દીધો હતો ખુલાસો

What will be the name of Alia-Ranbir

  • આલિયા ભટ્ટે જન્મ પહેલાં જ બાળકના નામ વિશે સંકેતો આપી દીધા હતા અને તેને કહ્યું હતું કે તેના બાળકનું નામ એકદમ અનોખું રાખશે.

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) ઘરે 6 નવેમ્બર 2022ના રોજ દીકરીનો જન્મ થયો હતો. નાની ઢીંગલીના જન્મ બાદ ભટ્ટ અને કપૂર બંને પરિવારમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોલીવુડથી (Bollywood) લઈને સામાન્ય લોકો દરેક આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને શુભેચ્છાઓ (Good luck) મોકલી રહ્યા છે.

આ બધા વચ્ચે જ આલિયા ભટ્ટે પણ ડિલિવરી પછી સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરી અને ચાહકોને ખુશખબર આપતા આલિયાએ લખ્યું હતું કે તેના ઘરે દીકરીનો જન્મ થયો છે. જણાવી દઈએ કે આ દરમિયાન સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની દીકરીના નામને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જો કે આલિયા ભટ્ટે જન્મ પહેલાં જ બાળકના નામ વિશે સંકેતો આપી દીધા હતા અને તેને કહ્યું હતું કે તેના બાળકનું નામ એકદમ અનોખું રાખશે અને તેનું નામ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના નામ સાથે જોડાયેલું હશે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટે પોતે પ્રેગ્નન્સી દરમિયાન આ નામ વિશે વાત કરી હતી.

શું હશે આલિયા ભટ્ટની દીકરીનું નામ :

જણાવી દઈએ કે અભિનેત્રી આલિયા ભટ્ટનો એક જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો અને આ વિડીયો ત્યારનો છે જ્યારે આલિયા ભટ્ટ તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું પ્રમોશન કરી રહી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું કે જો તેનું નામ આલિયાને બદલે કંઈક બીજું હોત તો તેનું બીજું નામ શું રાખત?

આ પ્રશ્નના જવાબમાં આલિયા ભટ્ટે પોતાનું મનપસંદ નામ જણાવ્યું હતું અને ત્યારે આલિયા ભટ્ટે કહ્યું હતું કે  આ ખાસ નામ તેને ખૂબ જ પસંદ છે કારણ કે આ નામ આલિયા ભટ્ટના અને રણબીરના નામ સાથે પણ જોડાયેલું છે.

આલિયા-રણબીરના નામના અક્ષરો :

આલિયા ભટ્ટે પોતાનું ફેવરિટ નામ ‘આયરા’ જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે આયરા નામની ખાસિયત એ છે કે આલિયાના નામનો પહેલો અક્ષર તેની શરૂઆતમાં ‘આ’ છે અને રણબીરના નામનો પહેલો અક્ષર અંતમાં ‘રા’ છે. હાલ એ વાતનું અનુમાન લગાવવામાં આવ્યું કે આલિયા તેની પુત્રીનું નામ આયરા રાખી શકે છે.

‘આયરા’ નામનો અર્થ શું છે?

આલિયા ભટ્ટનું ફેવરિટ નામ ‘આયરા’નો અર્થ પણ ખૂબ જ સુંદર છે તમને જણાવી દઈએ કે આયરાનો અર્થ એ છે આદરણીય, આ સિવાય આયરા નામ વિદ્યાની દેવી સરસ્વતીનું પણ એક નામ છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં જમાઈ બન્યો જમ ! પતિ-પત્નીના ઝઘડામાં દાદાજી સસરાને ઉતાર્યા મોતને ઘાટ

When the son-in-law became in Rajkot

  • Rajkot Crime news : રાજુ મેર ત્યાંથી બજારમાં જતો રહ્યો હતો અને રાત્રે 3:00 વાગ્યા આસપાસ ફરી પોતાના સસરાના ઘરે આવી ખૂની હુમલો કર્યો હતો.

શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જમાઈ (Son-in-law) જમ બન્યા હોવાની ઘટના સામે આવી છે. જમાઈએ પોતાના દાદાજી સસરા પર હુમલો (Attack) કરી તેમની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે.

ત્યારે સામા પક્ષે પ્રતિકાર કરતા જમાઈ ઉપર હુમલો કરતા જમાઈ પણ ઈજાગ્રસ્ત (Injured) થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે સામ સામે પક્ષની ફરિયાદ નોંધાવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ (Rajkot) શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન (Ajidem Police Station) વિસ્તારમાં આવેલા કાળીપાટ ગામે રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. રાજુ મેર અને તેની પત્ની શિલ્પા મેર વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ત્યારબાદ પત્ની શિલ્પા પોતાના પતિનું ઘર છોડીને પોતાના પિતાના ઘરે ચાલી ગઈ હતી.

સમગ્ર મામલાની જાણ પતિ રાજુ મેરને થતા તે પોતાના સસરાના ઘરે પોતાની પત્નીને તેડવા ગયો હતો. રાત થઈ ગઈ હોવાના કારણે સસરા પક્ષ દ્વારા જમાઈને રોકાઈ જવા માટે કહેવામાં આવ્યું હતું ને સવારે બંને સાથે જતા રહેજો તેવું જણાવવામાં આવ્યું હતું.

ત્યારે રાજુ મેર ત્યાંથી બજારમાં જતો રહ્યો હતો અને રાત્રે 3:00 વાગ્યા આસપાસ ફરી પોતાના સસરાના ઘરે આવી ખૂની હુમલો કર્યો હતો. જમાઈ દ્વારા કોની પર હુમલો કરવામાં આવતા સામા પક્ષે રહેલી મહિલાઓ દ્વારા પણ પ્રતિકાર કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનામાં રાજુમેરના દાદાજી સસરા હંસરાજભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કે પોતાની પત્ની સહિત અન્ય ત્રણ મહિલાઓને પણ ઈજા પહોંચાડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. રાજુ મેર અવારનવાર દારૂ પી પોતાની પત્ની ઉપર હુમલો કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે હાલ તો પારિવારિક ઝઘડામાં નિર્દોષ પ્રોઢે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો :-