Home Blog Page 1250

Samsung ની ધમાકા ઓફર ! આ પ્રોડક્ટસ પર મળશે 20 વર્ષની વોરન્ટી

Samsung’s bang offer

  • Samsung એ પોતાના ગ્રાહકો માટે એક એવી ઓફર નિકળી છે જેમાં ખરીદેલી પ્રોડક્ટ જો ખરાબ થઈ જાય છે તો 20 વર્ષ સુધી કંપની જ તેને રિપેર કરાવશે અને ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ લેશે નહી.

Samsung પોતાના ગ્રાહકો માટે એક ધમાકેદાર ઓફર લઇને આવ્યું છે. આ ઓફર અંતગર્ત કંપની પોતાના કસ્ટમર્સને સિલેક્ટેડ પ્રોડક્ટ્સ પર વોરન્ટે ઓફર કરી રહ્યું છે જે 20 વર્ષની છે. આ વોરન્ટી (warranty) ઓફર સાથે ગ્રાહકોને મોટો ફાયદો મળશે. જો આ 20 વર્ષ દરમિયાન કંપનીની આ પ્રોડક્ટસમાં કોઈ પ્રકારની ખરાબી આવે છે તો તેને ઠીક કરવી અને તેના બદલામાં ગ્રાહકો (customers) પાસેથી કોઈ ચાર્જ ન વસૂલવાની જવાબદારી સંપૂર્ણપણે કંપનીની રહે છે. તેના લીધે કંપની આ ઓફર એકદમ ખાસ છે. તેમાં ગ્રાહકોને ફક્ત ફાયદો જ મળે છે.

Samsung આ પ્રોડક્ટ્સ પર આપી રહી છે ઓફર :

કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાંડ સેમસંગ પોતાના વોશિંગ મશીનમાં ઉપયોગ થનાર ડિજિટલ ઈન્વર્ટર મોટર અને રેફ્રિજરેટમાં ઉપયોગ થનાર ડિજિટલ ઈન્વર્ટર કંપ્રેસર પર પહેલીવાર 20 વર્ષની વોરન્ટીની ઓફર કરી છે. સેમસંગની આ પહેલ ગ્રાહકો માટે ફાયદાની ડીલ સાબિત થશે. કંપની આ ઓફર સાથે પોતાના ગ્રાહકોની સાથે એક નેકસ્ટ લેવલ બોન્ડીંગ બનાવવા માંગે છે અને તેમને સારો અનુભવ પુરો પાડવા માંગે છે.

કંપનીની આ ઓફરની સાથે ગ્રાહકોને મોટો ફાયદો મળશે સાથે જ તેમના ખિસ્સાનો ભાર ઓછો થશે. તમને જણાવી દઇએ કે 20 વર્ષ દરમિયાન ઓફરમાં સામેલ પ્રોડક્ટ્સમાં કોઇપણ પ્રકારની કોઇ ખરાબી આવે છે તો ગ્રાહકોને પૈસા ખર્ચ કરવા નહી પડે પરંતુ કંપની તેને પોતાના ખર્ચ પર જ રિપેર કરાવી દેશે. કંપનીની આ પહેલથી 20 વર્ષ સુધી ગ્રાહક સુનિશ્વિત રહીને પ્રોડક્ટને ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો :-

 

ના હોય ! 30 જ સેકન્ડમાં આ App પરથી લોન મળી જશે ! નહીં ડોક્યુમેન્ટસની ઝંઝટ કે નહીં…. જાણો કેવી રીતે ?

0

Not Possible ! Loan will be available

  • હવે તમને વોટ્સએપ પર ચપટી વગાડતા જ લોન મળી જશે. ભારતીય યુઝર્સ હવે વોટ્સએપ દ્વારા કોઈપણ સમયે લોન લઈ શકે છે અને તેમના અર્જન્ટ કામને પૂર્ણ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ માટે તમારે કોઈ ડોક્યુમેન્ટસની જરૂર નહીં પડે.

જો તમને ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો હવે તમે WhatsApp પર ચપટી વગાડતા જ લોન લઈ શકો છો. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ કરતા ભારતીય યુઝર્સ હવે પળવારમાં પ્લેટફોર્મ પરથી લોન મેળવી શકે છે. આ માટે તમારે ન તો કોઈ ડોક્યુમેન્ટસ આપવા પડશે અને ન તો તમારે કોઈ ફોર્મ ભરવાનું રહેશે.

હકીકતે એક ફિનટેક કંપની CASHe ભારતીય યુઝર્સને WhatsApp પર ઈન્સ્ટન્ટ લોન આપી રહી છે. આ સુવિધા માટે, કંપનીએ તાજેતરમાં ચેટબોટ સોલ્યુશન પ્રોવાઈડર Jio Haptik સાથે પાર્ટનરશિપ કરી છે.

30 સેકન્ડમાં મળી જશે લોન :

વોટ્સએપ પર લોન લેવા માટે યૂઝર્સ વધુ કંઈ કરવાની જરૂર નથી અને તેમને 30 સેકન્ડની અંદર સરળતાથી લોન મેળવી જશે. મહત્વનું છે કે કેવાયસી પૂર્ણ કરવા માટે CASHની પોતાની સિસ્ટમ છે. તે Jio Haptik એડવાન્સ્ડ કન્વર્સેશનલ કોમર્સ કેપેબિલિટીની સુવિધા આપે છે. એકવાર યુઝર વેરિફિકેશન થઈ જાય પછી કંપની યુઝર્સને ખૂબ જ સરળતાથી લોન આપી શકે છે.

CASHe ને બેકગ્રાઉન્ડ ચેક કરવા માટે માત્ર યુઝરના નામની જરૂર છે. જે તેના પાન કાર્ડ પર રજીસ્ટર્ડ છે. લોન મેળવવા માટે યુઝર્સએ WhatsApp પર ડેડિકેટેડ નંબર દ્વારા CASHe સાથે કનેક્ટ થવાનું રહેશે.

50,00થી વધુ યુઝર્સને મળી લોન  :

CASHe દ્વારા WhatsApp યુઝર્સને ખૂબ જ સુવિધાજનક એક્સપીરિયન્સ મળી શકે છે, કારણ કે તેનાથી તેમને ક્રેડિટ મેળવવાની ઝંઝટ દૂર થઈ જશે. આ સંદર્ભમાં CASHeના સહ-સ્થાપક અને ચીફ ટેક્નોલોજી ઓફિસર સ્વપન રાજદેવે જણાવ્યું હતું કે કંપની તેના WhatsApp ચેટબોટ સાથે લાઈવ થઈ હતી. CASHe એ રૂ. 25 કરોડથી વધુની 50,000 ક્રેડિટ લાઈન્સ જાહેર કરી છે.

CASHe સાથે કેવી રીતે જોડાઈ શકાય? 

તેમણે કહ્યું કે બંને કંપનીઓ વચ્ચેની આ ભાગીદારીની સૌથી સારી વાત એ છે કે જે યુઝરને ક્રેડિટની જરૂર છે તેણે હવે પ્લેટફોર્મ છોડવું પડશે નહીં. ઉપરાંત યુઝર્સ WhatsApp પર CASHe દ્વારા ઈન્સ્ટન્ટ ક્રેડિટ સરળતાથી મેળવી શકે છે.

WhatsApp Chatbot એ યુવા વ્યાવસાયિકો માટે વન-સ્ટોપ, એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે. યુઝર્સ WhatsApp પર +918097553191 પર CASHe સાથે જોડાઈ શકે છે.

આ પણ વાંચો :-

ટીવી શો જોઈ બનવા માંગતી હતી સીરિયલ કિલર, પ્રેમી સાથે મળીને કર્યું હેમલતાનું મર્ડર, બનાવ રૂવાડા ઊભા કરી દે તેવો

0

Wanted to become a serial killer

  • ગ્રેટર નોઇડાનાં બિસરખ ક્ષેત્રમાં રહેવાવાળા પાયલ ભાટીએ પોતાના માતા-પિતાની આત્મહત્યાનો બદલો લેવા અને પ્રેમી સાથે લગ્ન કરવા માટેનું ષડયંત્ર રચ્યું હતું. તે પોતાના મા-બાપની આત્મહત્યા માટે પોતાના ભાઇનાં સાસરાપક્ષને અને પોતાના ફઈનાં છોકરાંને જવાબદાર માને છે અને તેમને મારવાની ફિરાકમાં છે.

ટીવી સીરિયલ (TV Serial) જોઇને સીરિયલ કિલર બનવા જતી પાયલ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.  પોતાને મૃત દેખાડવા માટે તેણે નિર્દોષ હેમલતાની હત્યા કરી દીધી. પોતાના માતા પિતાની આત્મહત્યાનો બદલો લેવા માટે આવું ભયંકર પગલું લેશે તેવી આશા નહોતી. તેથી જ તેણે દુનિયાની નજરોમાં પોતાને મૃત દેખાડવા માટે પોતાના બોયફ્રેન્ડની (Boyfriend) સાથે મળીને હેમલતાને મારી નાખી. હેમલતાની ઓળખાણ છુપાવવા માટે પાયલે તેના મૃત ચહેરા પર ગરમ તેલ પણ ઢોળ્યું અને પોતાના કપડાં પહેરાવી પોતે ફરાર થઇ ગઈ.

હેમલતાનો ચહેરો બળી ગયો હતો :

ગરમ તેલ પડવાને લીધે મૃત હેમલતાનો ચહેરો બળી ગયો ગચો અને કદ-રૂપથી તે પાયલ જેવી જ લાગી રહી હતી. તેવામાં કોઇ એ સમજી ન શક્યું કે આ પાયલ છે કે કોઇ બીજું. ડેડબોડીની પાસે એક સુસાઇડ નોટ મળી જેનાથી સાબિત થયું કે પાયલે આત્મહત્યા કરેલ છે. ત્યારબાદ પાયલનાં ભાઈએ બોડી પોતાની બહેનની સમજીને તેનો અંતિમ સંસ્કાર પણ કરી દીધેલ હતો.

બોયફ્રેન્ડની સાથે મળીને રચ્યું ષડયંત્ર :

પાયલે પોતાને મૃત દેખાડવા માટે બોયફ્રેન્ડ અજયની સાથે મળીને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 50થી વધુ છોકરીઓ જોઇ. છેલ્લે અજયને પોતાના એક મિત્ર થકી હેમલતાનાં વિષે ખબર પડી અને પોતાના પ્લાન માટે તે સૌથી સારો ઓપ્શન દેખાણી. આ પ્લાનિંગનો વિચાર તેને ટીવી સીરિયલ ‘કુબૂલ સે‘ અને ઓટીટી પ્લેટફોર્મ પર કેટલીક ક્રિમિનલ ડોક્યુમેન્ટ્રીથી આવ્યો હતો. પરંતુ આ પ્લાનિંગ વધુ ચાલી નહીં અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

કેવી રીતે થયો પડદાફાશ…

પોલીસ અનુસાર 15 નવેમ્બરનાં હેમલતા નામની એક છોકરીનાં ગુમ થયાંની રિપોર્ટ બિસરખ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. પોલીસ હેમલતાનાં નંબર અને કોલ રેકોર્ડ ટ્રેસ કરી રહી હતી ત્યારે તેમણે અજય નામના એક વ્યક્તિનો નંબર મળ્યો અને પોલીસે અજયનાં નંબરને ટ્રેસ કરી ધરપકડ કરી.

આ પણ વાંચો :-

03 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકો પર હંમેશા રહે છે લક્ષ્મીજીની કૃપા – ઘરમાં થશે ધનનો ભંડાર

03 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
ધર્મ નીતિ અનુસાર કામ કરવાની ઈચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ
મોજશોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારું. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચી વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂ ફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી, રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય દામ્પત્ય સુખમાં વધારો. અપિરણીતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ
ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ
સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઈ બહેન સાથે વાદવિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્યો મુલતવી રાખવા. ભાગ્યવૃદ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ
નાના ભાઈ બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી વિવાદ. આરોગ્ય બળવાન.

ધનઃ
હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા અનુભવાય. આવકક જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્યવૃદ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃદ્ધિ થાય, ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ
ઘણો લાભ રહે. શુભતત્ત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

આ પણ વાંચો :-

શિયાળામાં વધી જાય છે સાંધા-સ્નાયુના દુખાવા ? બસ આ 4 ઉપાયથી મળશે છૂટકારો

Joint-muscle pain increases in winter

  • શિયાળામાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે શરીરની નસો સંકોચાય છે અને વિટામિન ડીના અભાવે હાડકામાં દુખાવો વધે છે. આ કારણે લોકો ઠંડીની ઋતુમાં સાંધાના દુખાવાની ફરિયાદ કરે છે.

શિયાળાની (winter) શરૂઆત થઈ ગઈ છે અને આ ઋતુમાં ઘણી બીમારીઓનો ખતરો રહે છે. પણ ખાસ કરીને શિયાળાની ઋતુમાં સાંધાનો દુખાવો (Muscle pain) એક ગંભીર સમસ્યા છે. આ દુખાવો કોઈપણ ઉંમરની વ્યક્તિને અસર કરી શકે છે. લગભગ દરેક લોકો ઠંડીની ઋતુમાં સાંધાના દુખાવાની ફરિયાદ કરે છે.

તેની પાછળનું કારણ છે કે તાપમાનમાં ઘટાડો થવાને કારણે શરીરની નસો સંકોચાય છે અને વિટામિન ડીના અભાવે હાડકામાં દુખાવો વધે છે. આવી સ્થિતિમાં હાડકાંનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કે પહેલા આ સમસ્યા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધુ જોવા મળતી હતી પણ હવે આ સમસ્યા યુવાનોમાં પણ જોવા મળી રહી છે.

એક્સપર્ટસના કહેવા પ્રમાણે શિયાળામાં સૂર્યપ્રકાશ થોડા સમય માટે રહે છે અને એ કારણે આપણા શરીરને વિટામિન ડી યોગ્ય રીતે મળતું નથી એટલે જ હાડકાંની સમસ્યા પણ થાય છે. જો કે જે લોકોનું કામ આખો દિવસ બેસી રહેવાનું હોય છે. જે લોકો લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરે છે એમને પણ સાંધામાં દુખાવો થવા લાગે છે.

જણાવી દઈએ કે એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવાથી હાડકાં જકડાઈ જાય છે અને એ કારણે સાંધાનો દુખાવો પણ શરૂ થાય છે. સામાન્ય રીતે આ સમસ્યાથી બચવા માટે સમયાંતરે એકવાર કામમાંથી બ્રેક લેવો જોઈએ એનએ હલનચલન રાખવું જોઈએ.

સાંધાના દુખાવાથી કેવી રીતે બચાવ કરવો?

મોર્નિંગ વોક ખૂબ જ ફાયદાકારક :

ખાસ કરીને શિયાળામાં દરરોજ સવારે ચાલવાથી શરીરને ફાયદો થાય છે એટલા માટે દરેક વયજૂથના લોકોએ મોર્નિંગ વોક માટે જવું જોઈએ. એક્સપર્ટ અનુસાર દરરોજ ઓછામાં ઓછું બે થી ત્રણ કિલોમીટર ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ.

કેલ્શિયમ અને વિટામિન ડી ખૂબ જરૂરી :

શિયાળાની ઋતુમાં તડકો લેવાનો પ્રયત્ન કરો. આ કારણે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ નહીં રહે અને શરીરના હાડકાં મજબૂત રહેશે. જો તમારા શરીરને સૂર્યપ્રકાશ નહીં મળે તો વિટામિન ડીની ઉણપનું જોખમ વધુ રહે છે.

આ પણ વાંચો :-

Shah Rukh Khan નો વીડિયો વાયરલ ! જુઓ મક્કામાં આ શું કરી રહ્યો છે બોલીવુડનો બાદશાહ

Shah Rukh Khan’s video viral

  • તસવીરોમાં શાહરૂખ રીદા અને ઈઝર પહેરેલો જોવા મળે છે. તેણે પોતાનો ચહેરો પણ માસ્કથી ઢાંક્યો હતો. તેની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા જેઓ તેના સુરક્ષાકર્મીઓ હોવાનું જણાય છે.

બોલીવુડની (Bollywood) હસ્તીઓ હંમેશા તેમની તસવીરો અને વીડિયોને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હાલમાં જ બોલીવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખ ખાન સાઉદી અરેબિયામાં (Saudi Arabia) તેની આગામી ફિલ્મ ડંકીનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી મક્કા (Makka) ખાતે જોવા મળ્યો હતો.

શાહરુખની ઉમરાહ કરતી અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. તે ટૂંક સમયમાં જેદ્દાહમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. જે રીતે સોશિયલ મીડિયામાં શાહરૂખ ખાનની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર થઈ રહ્યો છે તેનાથી ચાહકોની ઉત્સુકતા પણ સતત વધી રહી છે. જેને કારણે તેના ફેન્સ પણ આ ફોટો અને તસવીરો સાથે વિવિધ કોમેન્ટ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમારથી લઈને આમિર ખાન સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ ભૂતકાળમાં હજ અને ઉમરાહ કરી ચૂકી છે. શાહરૂખે અગાઉ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, હું તીર્થયાત્રા પર ગયો નથી. હું મારા પુત્ર આર્યન અને પુત્રી સુહાના સાથે ત્યાં જવા માગુ છું.

શાહરૂખ મક્કામાં સુહાના સાથે છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ છે. તાજેતરમાં જ તેનું ટીઝર લોન્ચ થયું હતું. જેને દર્શકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

આ પણ વાંચો :-

સ્વરા ભાસ્કરે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનને ગુલાબનું ફૂલ આપતા લોકો કે કહ્યું કે યાત્રામાં બે……

0

Swara Bhaskar said that the people

  • સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધી સાથે ચાલતા હોય તેવી તસ્વીરો શેર કરી હતી. જેમાં તેની આજૂબાજૂમાં કેટલાય લોકો દેખાય રહ્યા છે અને સાથી માર્ચર્સ સાથે વાતચીત પણ કરી હતી.

સ્વરા ભાસ્કર (Swara Bhaskar) મોટા ભાગે પોતાના ટ્વિટર દ્વારા સમગ્ર દેશ સાથે વાતો કરતી રહેતી હોય છે. તે લગભગ દરેક મુદ્દા પર પોતાનો મત રજૂ કરે છે અને ખુલીને બોલે છે. સ્વરા દરેક ફીલ્ડમાંથી જાણકારી મેળવતી રહે છે અને પોતાનો મત રજૂ કરે છે. હાલમાં જ સ્વરાએ ગુરુવારે મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં (Ujjain) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રામાં સામેલ થઈ હતી.

એક્ટ્રેસ પૂજા ભટ્ટ અને અમોલ પાલેકર જેવા સાથી કલાકારો જે રાજકીય મુદ્દા પર જાગૃતિ ફેલાવવા માટે આ મહિનાની શરુઆતમાં દેશભરમાં કોંગ્રેસ નેતા વોકથોનમાં તેમની સાથે ચાલ્યા હતા. હવે સ્વરાએ પણ આવું જ કર્યું છે પણ તે રાહુલ ગાંધીને લાલ ગુલાબ આપીને ટ્રોલ થઈ ગઈ છે.

રાહુલને ગુલાબ આપવા પર ટ્રોલ થઈ :

સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધી સાથે ચાલતા હોય તેવી તસ્વીરો શેર કરી હતી. જેમાં તેની આજૂબાજૂમાં કેટલાય લોકો દેખાય રહ્યા છે અને સાથી માર્ચર્સ સાથે વાતચીત પણ કરી હતી. બાદમાં ભાસ્કરે રાજનેતા સાથે સારી ક્ષણ શેર કરી. જ્યારે તેમને ગુલાબ આપતા હતા તેવો ફોટો પણ શેર કર્યો હતો.

સ્વરાએ રાહુલને ગુલાબનું ફુલ આપ્યું :

આ યાત્રામાં સામેલ થયેલી સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને ગુલાબનું ફુલ આપ્યું હતું. અમુક લોકોએ સ્વરાના આ ફોટો પર મજેદાર કમેન્ટ પણ કરી હતી. તેમાંથી અમુક લોકોએ તો રાહુલ ગાંધીનું નામ તેની સાથે જોડવાનું શરુ કરી દીધું હતું.

આ પણ વાંચો :-

ગુજરાતમાં કોંગ્રેસનો મોટો દાવ ! સરકાર બનાવવા માટે લીધા મોટા નિર્ણયો, આ સમાજના CM હશે

0

Big stake of Congress in Gujarat

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસે જ્ઞાતિનું કાર્ડ ખેલ્યું .

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Election 2022) માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયુ છે. પ્રથમ તબક્કામાં સરેરાશ મતદાનનો આંકડો 63.14 પર પહોંચ્યો હતો. જેમાં આ વર્ષે ઓછુ મતદાન નોંધાયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે ગુજરાતમાં (Gujarat Congress) મોટા નિર્ણય લીધા છે.

કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયો છે કે, જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC માં ઠાકોર સમાજના મુખ્યમંત્રી હશે. તેમજ સરકારમાં એક-બે નહિ, પરંતુ ત્રણ ઉપમુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોતની મીટિંગ બાદ આ નિર્ણયો લેવાયા છે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે.

કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. તેઓએ ચૂંટણી પ્રચારમાં રાજનીતિ બદલીને મોટા નિર્ણયો લીધા છે. પ્રથમ તબક્કામાં ધીમી ગતિએ ચાલેલા મતદાનને જોતા ગુજરાત કોંગ્રેસ હવે મેદાને આવ્યુ છે. આ માટે ગુજરાત કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કયા સમાજમાંથી હશે તે જાહેરાત કરી દીધી છે.

ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના મત અંકિત કરવા માટે ગુજરાત કોંગ્રેસ માસ્ટરસ્ટ્રોક માર્યો છે. જેમાં કોંગ્રેસે કહ્યું કે, જો તેમની સરકાર આવશે તો ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવામા આવશે. આ સાથે જ તેમણે ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાઁથી હશે.

ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવાનું મેજિક લઈ આવી છે. 2007, 2012 ના પરિણામો બતાવે છે કે, 27 વર્ષની કોંગ્રેસની કમિટેડ વોટબેંક તેમની સાથે રહે છે. એવરેજ સીટ આવતી હતી તે કમિટેડ વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારમાંથી કોંગ્રેસના ખાતાના જ વોટ પડે છે.

આ કમિટેડ વોટે કોંગ્રેસનું સ્થાન ગુજરાતમાં જાળવી રાખ્યું છે. તેથી આ વિસ્તારના લોકોને યોગ્ય સ્થાન આપવાનું ગુજરાત કોંગ્રેસે મન બનાવી લીધું છે. બીજા તબક્કાના મતદાનને બે દિવસ બાકી છે. ત્યારે પોતાના પક્ષ તરફ વોટ કોંગ્રેસની આ રાજનીતિ છે.

આ પણ વાંચો :-

મૂંછો હોય તો મગન કાકા જેવી, અપક્ષ ઉમેદવાર વોટ માંગવા નીકળે તો લોકો તેમની મૂંછ સાથે રમે છે

0

If a moustache, like Magan kaka

  • હિંમતનગર બેઠકથી ગુજરાત વિધાનસભા માટે અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ આર્મીમેન મગનભાઈ સોલંકી તેમની લાંબી મૂંછને કારણે ચર્ચામાં રહે છે.

સાબરકાંઠા (Sabarkantha) વિધાનસભાની બેઠકનો ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમ્યાન એક એવા પણ ઉમેદવાર છે કે જેઓ પોતાની અઢી ફુટ લાંબી મૂંછોને કારણે ચર્ચામાં આવ્યા છે. લાંબી મૂંછોને લઈને નિવૃત્ત આર્મી કેપ્ટન મગનભાઈ સોલંકી (Retired Army Captain Maganbhai Solanki) આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. સૈન્યમાં કેપ્ટન પદેથી (Captain) નિવૃત્ત થયેલા મગનભાઈ સોલંકી પોતાની મુછો પર ગર્વ ધરાવે છે.

મગનભાઇ પોતાની મુછોને લઇને વિસ્તારમાં જાણીતા છે. કારણ કે તેમની મુછો અઢી ફુટ જેટલી લાંબી છે અને લાંબી મુછોને લઇને તેઓ અલગ ઓળખ ધરાવે છે. તેઓ 2017ની વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. તેમજ 2019 ની લોકસભાની ચૂંટણીમા પણ તેઓ ઉભા રહ્યા હતા.

મગનભાઈ સોલંકી જ્યાં પણ જાય છે ત્યાં લોકો સૌથી પહેલા તેમની મુંછો પર જ નજર ફેરવે છે. આ વિશે તેઓ કહે છે કે લોકો મારી મુંછ જોઈને આકર્ષિત થાય છે. હું પ્રચારમાં જઉ તો બાળકો મારી મુંછોને અડીને જુએ છે.

મગનભાઇ અને તેમના પત્ની દરરોજ મગન ભાઇની મુંછોની કાળજી રાખવામાં સવારે એક કલાકનો સમય ખર્ચે છે આ માટે સવારે મુંછોને શેમ્પુથી ધોઇને ખાસ પ્રકારના તેલથી માલિશ કરે છે. અને માલિશ કર્યા બાદ લાંબી મુંછોને ગોળ વાળીને પોતાના બંને ગાલ પર રાખે છે અને આમ તેમનો ચહેરો એક ફૌજીને શોભે તેવો ભરાવદાર દેખાઇ આવે છે. મગનભાઇ આમ તો 19 વર્ષની ઉંમરથી જ પોતાની મુંછોની પર સાર સંભાળ લેવાની શરૂઆત કરી હતી અને મુંછોને ક્યારેય જીવનમાં કાતરને અડવા દીધી નથી.

આમ કરતા કરતા આજે તેમની મુંછો અઢી ફુટ જેટલી લાંબી થઈ ચુકી છે. ફૌજમાં હતા ત્યારે મુંછોને લઈને ફૌજમાં પણ તેઓ અન્ય જવાનોથી અલગ તરી આવતા હતા. અને તેમને ફૌજમાં પણ તેમને મુંછોની માવજત કરવા અને તેને સારવારને લઇને ઇનામો પણ મળતા હતા. ત્યાર બાદ 28 વર્ષ સેવા આપી હતી અને હવે નિવૃત્ત થઇને પોતાની સિક્યુરિટી સંસ્થા ઉભી કરી છે.

મગનભાઈ સોલંકીની મૂંછો બંને તરફ અઢી અઢી ફૂટ એટલે કે પાંચ ફૂટ લાંબી છે. તેઓ 18 વર્ષના થયા ત્યારથી માંડીને આજ દિન સુધી તેમને કદી મૂછો કપાવી જ નથી. તેઓ મુછથી ખુબ જ પ્રચલિત બન્યા છે.

પણ આ પહેલા તેઓ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ઓફીસર તરીકે નોકરી મેળવવા જતા જ તેમની મુંછોએ પણ તેમને ખાસ આકર્ષણ ઉભુ કરતા સરળતાથી નોકરી મળી જતી હતી. મગનભાઇના પત્ની મંજુલાબેન પણ પત્નીની મુંછો માટે દરરોજ વિશેષ કાળજી લેવા માટે મદદ કરે છે.

આમ તો આટલી લાંબી મુંછોએ આકર્ષણનું કેન્દ્ર છે. અને આકર્ષણનો લાભ લઇને હવે મગનભાઇએ અપક્ષ ઉમેદવારીમાં ફોર્મ તો ફરી દીધુ છે. પણ તેઓ ખાસ પ્રચાર કરતા નજરે નથી ચઢતા પણ આકર્ષણ જરૂર વર્તાઈ રહ્યુ છે.

આ પણ વાંચો :-