Home Blog Page 1217

શું તમારે બિનજરૂરી Calls આવે છે ? આટલું કરશો તો રિંગ વાગતાં પહેલાં જ નંબર થઈ જશે બ્લોક 

Do you get unnecessary calls? If you do this

  • TRAI એ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરને એક મેંડેટ જાહેર કર્યું છે. તેમણે કંપનીઓને યૂઝર્સ માટે DND સર્વિસ શરૂ કરવા માટે કહ્યું છે.

Spam Calls સતત વધી રહ્યા છે. દરરોજ ઓછામાં ઓછા 4 થી 5 બિનજરૂરી કોલ આવે છે. ક્યારેક બેંક લોન તો ક્યારેક વીમો. તમામ પ્રકારના કોલ પરેશાન કરે છે. ઘણા લોકો Truecaller એપની મદદથી કોલ આવ્યા બાદ નંબર બ્લોક કરી દે છે.

પરંતુ પછી નવા નંબર પરથી કોલ આવવા લાગે છે. આવી સ્થિતિમાં સમસ્યા પૂરી થવાનું નામ નથી લેતી. આ સમસ્યાના ઉકેલ માટે TRAIએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ જારી કર્યો છે. તેમણે કંપનીઓને વપરાશકર્તાઓ માટે DND સેવા શરૂ કરવા કહ્યું છે.

સરકારે DND સેવાને ખૂબ જ સરળ બનાવી છે. DND સેવા બે રીતે શરૂ કરી શકાય છે. એક SMS અને બીજો CALL.આ બે સરળ રીતે DND સેવા ચાલુ કરી શકાય છે..

SMS દ્વારા DND સેવા કેવી રીતે એક્ટિવ કરવી :

SMS કરવા માટે તમારે મેસેજિંગ એપ પર જવું પડશે.
– START 0 ટાઈપ કરવાનો રહેશે અને 1909 પર મેસેજ મોકલવાનો રહેશે.
આમ કરવાથી DND સેવા સક્રિય થઈ જશે.

– ડાયલર એપ ખોલો.
– 1909 પર કોલ કરો.
– તમારે કેટલીક સૂચનાઓનું પાલન કરવું પડશે. આ કર્યા પછી, DND સેવા સક્રિય થઈ જશે.

તો આ રીતે તમે DND સેવા શરૂ કરીને બિનજરૂરી કોલ્સ બંધ કરી શકો છો.

આ પણ વાંચો :-

શું તમે તૂટેલી કે વળેલી નંબર પ્લેટ બદલવા માંગો છો ? તો ઘરે બેઠા કરો આટલું કામ, નહીંતર થઈ શકે છે જેલ

0

Do you want to replace a broken or bent number plate

  • જો તમારા વાહન પર HSRP નંબર પ્લેટ રાખવી ફરજિયાત છે. નંબર પ્લેટનો કલર ઉડી ગયો હોય કે ફેન્સી નંબર પ્લેટ હોય અથવા તો તે નંબર પ્લેટ તૂટી કે વળી ગઈ હોય તો તે IPC અને મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો બને છે.

જે પણ લોકોનાં વાહનની નંબર પ્લેટ (Number plate of the vehicle) વળી કે તૂટી ગઈ છે અથવા તો નંબર પ્લેટ સાથે કોઈ પણ પ્રકારની ચેળા કરી છે તે લોકોએ સાવધાન થઇ જવું જરૂરી છે કારણ કે IPC હેઠળ આ એક ગુનો બને છે અને તેના માટે તમને સજા પણ મળી શકે છે અથવા તો કેસ થઈ શકે છે.

HSRP શું છે :

હાઈ સિક્યોરિટી રેજિસ્ટ્રેશન પ્લેટ HSRP એટલે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે વાહનમાં HSRP પ્લેટ સિવાય કોઇ પણ પ્રકારની પ્લેટનો ઉપયોગ કરી શકાશે નહીં. જો તમારા વાહનમાં તમને HSRP નંબર પ્લેટ ફીટ કરાવવી હોય તો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લઇ અને RTOમાં જઈ તમે નંબર પ્લેટ લગાવી શકો છો.

શું આ પ્રક્રિયા ફ્રીમાં થાય છે?

ના HSRP નંબર પ્લેટને તમારા વાહન પર ફીટ કરાવવાની પ્રક્રિયા ફ્રીમાં થતી નથી. તેના માટે RTO તમારા પાસેથી ચોક્કસ ચાર્જ વસૂલે છે. વાહન પ્રમાણે લોકોએ ચાર્જ આપવાનું રહેશે.

શું Graduity પર પણ ટેક્સ લાગી શકે ? જુઓ સરકારી અને પ્રાઈવેટ કર્મચારીઓને કેટલી અપાય છે છૂટછાટ

0

Can Graduity also be taxed

  • પગારદાર વ્યક્તિને પીએફ અને અન્ય ભથ્થાઓ સાથે ગ્રેચ્યુટીનો લાભ પણ આપવામાં આવે છે. આ રકમ કર્મચારીની કમાણીમાંથી બાદ કરવામાં આવેલી રકમ છે. જે તેને રાજીનામું અથવા નિવૃત્તિ પછી મળે છે.

નોકરી કરતી વ્યક્તિ સરકારી ક્ષેત્રની હોય કે ખાનગી, ચોક્કસ સમય પછી તેને ગ્રેચ્યુટીનો (Gratuity) લાભ મળે છે. શ્રમ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ સાડા 4 વર્ષથી વધુ સમય સુધી સતત કામ કરે છે. તો તેને ગ્રેચ્યુટી તરીકે મોટી રકમ મળે છે. જો કે તે કર્મચારીએ નોકરીમાં કેટલો સમય પસાર કર્યો તેના પર નિર્ભર છે.

ગ્રેચ્યુટી પણ કમાણીનો એક ભાગ :

હકીકતે ગ્રેચ્યુટી કંપની અથવા એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતી એક એવી રકમ છે. જે નોકરી દરમિયાન કર્મચારીના ખાતામાંથી ધીમે ધીમે કાપવામાં આવે છે. સ્વાભાવિક છે કે ગ્રેચ્યુટી તરીકે મળેલા પૈસા પણ એક રીતે તમારી કમાણીનો એક ભાગ છે.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કર્મચારીએ અન્ય આવકની જેમ આ નાણાં પર પણ ટેક્સ ચૂકવવો પડશે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ…

સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે મોટો તફાવત  :

રોકાણ અને ટેક્સ બાબતોના નિષ્ણાંત કહે છે કે ગ્રેચ્યુઇટી એ કર્મચારીના પગારનો એક ભાગ છે, જે કંપની દ્વારા ધીમે ધીમે કાપવામાં આવે છે અને ચોક્કસ સમય પછી, જ્યારે કર્મચારી રાજીનામું આપે છે અથવા નિવૃત્ત થાય છે, ત્યારે આ રકમ એકસાથે આપવામાં આવે છે. આવકવેરાના નિયમો હેઠળ આના પર ટેક્સ છૂટની જોગવાઈ છે, પરંતુ સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ટેક્સ મુક્તિ લિમિટમાં મોટો તફાવત છે.

સરકારી કર્મચારીઓ માટે ટેક્સમાં કેટલી છે છૂટ? 

નિષ્ણાંત અનુસાર અગાઉ સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુટી તરીકે મળતા 10 લાખ રૂપિયા સુધીની રકમ ટેક્સ મુક્તિ હેઠળ હતી. પરંતુ વર્ષ 2018માં સરકારે કાયદામાં ફેરફાર કરીને નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

આ અંતર્ગત સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુટી પર મળતી કરમુક્તિની મર્યાદા બમણી કરવામાં આવી છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી પેમેન્ટ પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.

પ્રાઈવેટ સેક્ટરમાં કેટલી છૂટ? 

નિષ્ણાંતો અનુસાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી પર ટેક્સ છૂટની રકમ પર હાલમાં 10 લાખ રૂપિયા સુધી મર્યાદિત છે અને આવા કર્મચારીઓએ 10 લાખ રૂપિયાથી વધુની ગ્રેચ્યુટી તરીકે પ્રાપ્ત રકમ પર તેમના સ્લેબ અનુસાર ટેક્સ ચૂકવવો પડશે.

જો કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ગ્રેચ્યુટી પર વધુ કર મુક્તિ આપવા માટે ચર્ચા ચાલી રહી છે અને જો ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવામાં આવશે તો તેમને રૂ. 20 લાખ સુધીની ચૂકવણી પર પણ કર મુક્તિ મળશે.

આ પણ વાંચો :-

22 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : વિષ્ણુજી કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય

22 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેરબજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજશોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઈ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારું મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝઘડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્રફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમિયાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

ઓ માય ગોડ ! પતિને છોડીને પરપુરુષ પર આવ્યું આ હસીનાઓનું દિલ, દુનિયાને ભૂલી ચલાવ્યું ચક્કર !

Leaving the husband, the heart of this girl

  • બોલીવુડ હોય કે ટીવી સ્ટાર્સ, તેમની પર્સનલ લાઈપ અને ખાસ કરીને તેમને લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. વાત જ્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેરની આવે ત્યારે લોકોને ખૂબ જ મસાલો મળતો હોય છે.

અનેક વાર અભિનેત્રીઓના (Actress) લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તે પતિની સેવા બીજા પુરુષથી એટલી આકર્ષાઈ જાય છે કે તે અભિનેત્રીનું ચક્કર ચાલુ થઈ જાય છે. આજે અમે તમને એવી હિરોઈનો (Heroines) વિશે બતાવીશું જે પોતાના આવા અફેરને કારણે ચર્ચામાં રહી.

આજની આ સ્ટોરીમાં અમે એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગ્યો. લિસ્ટમાં અનેક પોપ્યુલર ચહેરાઓ છે જેમાં મલાઈકા અરોરાથી લઈને નિશા રાવલનું પણ નામ છે.

મીડિયા રિપોર્ટ્સના અનુસાર મલાઈકા અરોરા વિશે એવું કહેવામાં આવે છે કે, અરબાઝ ખાન સાથેના તેના છૂટાછેડાનું કારણ અર્જુન કપૂર સાથેની તેની નિકટતા હતું. જ્યાં મલાઈકા અત્યારે અર્જુન કપૂરની સાથે પોતાની પર્સનલ લાઈફને માણી રહી છે તો અરબાઝ પણ જૉર્જિયા એન્ડ્રિયાની સાથે સંબંધમાં છે.

આ લિસ્ટમાં કામ્યા પંજાબીનું નામ પણ સામે છે. એક્ટ્રેસના એક્સ હસબન્ડ બંટી નેગીએ કામ્યા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કામ્યાનું ચક્કર બોલીવુડ સ્ટાર સંજય દત્તના કઝિન નિમાઈ બાલી સાથે છે.

ટીવીના મશહૂર એક્ટર આમિર અલી અને સંજિદા શેખ પણ અલગ થઈ ચુક્યા છે. જો કે, સંજિદા શેખ પર પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગી ચુક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજિદા અને આમિરના છૂટાછેડાનું કારણ હર્ષવર્ધન રાણે છે.

ટીવી એક્ટર નિશા રાવલ અને કરણ મહેરાનું નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું. કરણે નિશા પર આરોપ લગાવ્યો કે તેનું અફેર તેના માનેલા ભાઈ રિતેશ સાથે રહ્યું.

આ પણ વાંચો :-

વર્ષની છેલ્લી અમાસે આ 4 વસ્તુઓને પાણીમાં નાખીને કરો સ્નાન, થશે મોટો ચમત્કાર 

Bathe by putting these 4 things in water

  • 23 ડિસેમ્બર 2022 એ વર્ષની છેલ્લી અમાસ છે. આને પોષ અમાસ કહેવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે.

23 ડિસેમ્બર, 2022 એ વર્ષની છેલ્લી અમાસ (Amas) છે. આને પોષ અમાસ કહેવામાં આવે છે. એક વર્ષમાં કુલ 12 અમાસ હોય છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિને અમાસ કહેવાય છે. અમાસનો દિવસ દેવી લક્ષ્મીની પૂજા અને પિતૃઓની શાંતિ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

જીવનમાં સુખ અને ધનનું થશે આગમન :

પોષ અમાસ સ્નાન માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે. જીવનમાં ધન અને સુખનું આગમન થાય છે. મહાલક્ષ્મીના આશીર્વાદ વરસે છે. ચાલો જાણીએ પોષ અમાસ પર કઈ વસ્તુઓથી સ્નાન કરવું.

પોષ અમાસ 2022 મુહૂર્ત  :

હિન્દુ પંચાંગ અનુસાર પોષ અમાસ તિથિ 22 ડિસેમ્બર 2022ના રોજ સાંજે 07.13 કલાકે શરૂ થશે. 23 ડિસેમ્બર 2022 ના રોજ બપોરે 03.46 વાગ્યે પૌષ મહિનાની અમાસ તિથિ સમાપ્ત થશે.

  • સ્નાન મુહૂર્ત- સવારે 5.24થી 6.18 (23 ડિસેમ્બર)
  • અભિજીત મુહૂર્ત- બપોરે 12.5થી 12.47 (23 ડિસેમ્બર)

પોષ અમાસે આ ખાસ વસ્તુઓથી કરો સ્નાન

તલ :

ધન મેળવવા માટે આ વર્ષની અંતિમ અમાવાસ્યાના દિવસે પાણીમાં થોડા તલ નાખીને સ્નાન કરો. તેનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી. આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

દૂધ અથવા સફેદ ચંદન :

જે લોકોની કુંડળીમાં ચંદ્ર દોષ હોય તે લોકોએ પોષ અમાસ પર પાણીમાં દૂધ અથવા સફેદ ચંદન ભેળવીને સ્નાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે તે માનસિક શાંતિ અને શારીરિક શક્તિ તેમજ દીર્ધાયુ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો :-

ટ્રેનમાં ભૂલમાંથી આ 4 વસ્તુઓ સાથે લઈ જતાં નહીં નકર પહોંચી જશો સીધા જેલમાં !

0

If you take these 4 things with you by mistake

  • ટ્રેનની મુસાફરી દરમિયાન આપણે ઘણો સામાન પણ સાથે લઈ જતા હોઈએ છીએ. બસ અને ફ્લાઈટની સરખામણીમાં ટ્રેનથી વધુ સામાન જતો હોય છે. જો કે જો એક મર્યાદા કરતા વધુ સામાન  લઈ જઈએ તો ટ્રેનમાં પણ દંડ ભરવો પડી શકે છે.

ટ્રેનની મુસાફરી (Train travel) દરમિયાન આપણે ઘણો સામાન પણ સાથે લઈ જતા હોઈએ છીએ. બસ અને ફ્લાઈટની સરખામણીમાં ટ્રેનથી વધુ સામાન જતો હોય છે. જો કે જો એક મર્યાદા કરતા વધુ સામાન (baggage)  લઈ જઈએ તો ટ્રેનમાં પણ દંડ ભરવો પડી શકે છે. રેલવેમાં મુસાફરી દરમિયાન 3 ચીજો લઈ જવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.

જો ચેકિંગ દરમિયાન ટીટીઈને તેની ખબર પડી તો સીધા જેલમાં જવું પડી શકે છે અને ભારે ભારખમ દંડ ચૂકવવાનો તો અલગથી. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે ટ્રેનમાં ક્યારેય સાથે રાખવી જોઈએ નહીં.

ચૂલો કે ગેસ સિલિન્ડર :

બીજી જગ્યાઓ પર રહીને કામ કરતા લોકો હંમેશા ઘર વાપસી દરમિયાન પોતાનો ચૂલો અને સિલિન્ડર પણ સાથે લઈ જતા હોય છે. રેલવે એક્ટ હેઠળ ટ્રેનમાં ગેસ સિલિન્ડર અને સ્ટવ લઈ જવું ગેરકાયદેસર છે. જો કોઈે એવું લાગે કે તેના માટે આમ કરવું મજબૂરી છે તો રેલવે પાસેથી અગાઉથી મંજૂરી મેળવીને તેઓ ફક્ત ખાલી સિલિન્ડર લઈને જઈ શકે છે. જો સિલિન્ડર ભરેલું નીકળે તો જેલ અને કડક દંડ પણ ભોગવવો પડી શકે છે.

હથિયારો :

તમે ટ્રેનમાં લાઈસન્સી હથિયારોને બાદ કરતા તલવાર, ચાકૂ, ભાલા, દેશી તમંચો, રાઈફલ કે અન્ય કોઈ પણ ઘાતક હથિયાર સાથે રાખી શકો નહીં. જો રાખ્યા તો તમારા વિરુદ્ધ આમ કરવા બદલ રેલવે એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તરત જ કાર્યવાહી શરૂ થઈ શકે છે. આવામાં હથિયારો ટ્રેનમાં સાથે લઈને ન જવા એમાં જ તમારું હિત છે.

આ પણ વાંચો :-

બાળકોને ઓરીથી કેમ હોય છે વધારે ખતરો ? જાણો ઓરીથી બચવાના ઉપાયો 

Why are children more at risk from measles

  • શું ઓરીએ ચેપી રોગ છે? નાના બાળકો કેમ આ રોગની ઝડપથી આવે છે ઝપેટમાં? શું છે ઓરીના લક્ષણો? ઓરીથી બચવા માટે નિષ્ણાતો આપી રહ્યાં છે શું સલાહ જાણો..

અમદાવાદ (Ahmedabad) સહિત સમગ્ર ગુજરાતમાં ઓરીનો કહેર વધી રહ્યો છે. દિનપ્રતિદિન ઓરીના (Measles) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દવાખાનાઓ અને સરકારી હોસ્પિટલોમાં ઓરીના કેસોમાં ભરાવો થઈ રહ્યો છે. બાળકો ખુબ જ ઝડપથી આ રોગની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે જાણીએ તેનાથી બચવા માટે શું તકેદારી રાખવી? અને આ રોગ વિશે શું કહી રહ્યાં છે નિષ્ણાતો?

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી બાળકોમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને નવેમ્બર મહિનામાં ઓરીના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં નવેમ્બર માસ દરમિયાન 1650 બાળકોને ઓરી થયા હતા. જ્યારે 9 બાળકોના તેનાથી મૃત્યુ થયા છે. નવેમ્બરમાં ઓરીથી સૌથી વધારે મૃત્યુ પામ્યા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે.

લોકસભાના શિયાળુ સત્રમાં સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે નવેમ્બરમાં બાળકોના ઓરીના કેસમાં વધારો થયો છે. સમગ્ર દેશમાં નવેમ્બર મહિનામાં 10,416 બાળકોને ઓરી થયો. જ્યારે 40 બાળકોના મોત થયા. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3075 કેસ નોંધાયા. અને 13 બાળકોના મોત થયા. જેના પછી સૌથી વધુ કેસમાં ઝારખંડ બીજા નંબરે અને ગુજરાત ત્રીજા નંબરે છે. ત્યારબાદ હરિયાણા અને બિહારનો નંબર આવે છે.

ડો.અભય શાહ સિનિયર પિડિયાટ્રિશને જણાવ્યું કે જેણે ઓરીની રસી નથી અપાઈ તેને ઓરીની રસી અપાવવી જરૂરી છે. બાળકોને તેની સૌથી વધુ અને સૌથી ઝડપી અસર થાય છે. ઓરી એક પ્રકારનો ચેપી રોગ છે. એક વ્યક્તિને થાય તો બીજા સાતથી આઠ લોકો કે બાળકને ઓરી થઈ શકે છે. આઈસોલેશનમાં રાખવું જરૂરી છે. બહાર જવું જોઈએ નહીં.

આ પણ વાંચો :-

“ભારત જોડો યાત્રા” દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીને પત્ર લખી કરી અપીલ, જુઓ શું કહ્યું

0

During the “Bharat Jodo Yatra”, the Health Minister

  • વિશ્વમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીની મનસુખ માંડવિયાની આજે ઉચ્ચ સ્તરીય બેઠક, રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખી શું કહ્યું ?

ચીનમાં (China) હાહાકાર મચાવ્યાં બાદ કોરોનાએ યુરોપના ઘણા દેશોને પોતાના કબજામાં લઈ લીધા છે. ભારત પણ આ અંગે સતર્ક છે. આજે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Health Minister Mansukh Mandaviya) ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ કોરોના સંબંધિત કેટલીક નવી માર્ગદર્શિકા આવી શકે છે.

આ દરમિયાન માંડવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને (Ashok Gehlot) પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવે.

Image

જે લોકોને રસી આપવામાં આવી છે તેઓને પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યા છે. પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એવો પણ અનુરોધ કર્યો છે કે જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો જાહેર આરોગ્યની કટોકટીને ધ્યાનમાં રાખીને ભારત જોડો યાત્રાને રાષ્ટ્રીય હિતમાં સ્થગિત કરવામાં આવે.

શું કહ્યું કોંગ્રેસ નેતાએ ? 

કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું કે, શા માટે માત્ર અમને જ સલાહ આપવામાં આવે છે? જ્યારે પ્રવાસમાં સામેલ તમામ મુસાફરોને રસી આપવામાં આવી છે. તેમણે સરકારને અપીલ કરી છે કે, આખા દેશ માટે સમાન એડવાઈઝરી જાહેર કરવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના પત્ર પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મોદી સરકાર ભારત જોડો યાત્રાથી ડરી ગઈ છે.

સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ વિવિધ પ્રશ્નો ઉઠાવી રહી છે. શું પીએમ મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને તમામ પ્રોટોકોલનું પાલન કરીને ઘરે-ઘરે ગયા હતા? કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે હરિયાણામાં છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ચાલી રહ્યા છે. તમિલનાડુથી શરૂ થયેલી આ યાત્રા આજે હરિયાણા પહોંચી છે અને ત્યારબાદ પંજાબ જશે.

જો હવે સૂત્રોનું માનીએ તો સ્વાસ્થ્ય મંત્રીની બેઠકમાં કોવિડ-19ના નવા પ્રકાર અંગે નિષ્ણાતોના અભિપ્રાય પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સૌથી મોટી સમસ્યા વિદેશથી ભારત આવતા લોકો માટે નિયમો બનાવવાની છે. દેશમાં કોવિડ-19ના હાલના પ્રકારો અને તેમની સ્થિતિ વિશે પણ આજે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

શું શેર બજારનાં ખુલવાના અને બંધ થવાનાં સમયમાં ફેરફાર થશે ? SRBIએ આપી મંજૂરી

0

Will there be a change in the opening and closing times

  • શેરબજાર સવારે નવ વાગ્યે ખુલે છે. પ્રથમ 15 મિનિટ પ્રી માર્કેટ ટ્રેડિંગનો સમય હોય છે. આમાં ડીલ સેટલ થાય છે. આ પછી બજારમાં સવારે 09:15 વાગ્યે બજારનો વેપાર શરૂ થાય છે. બપોરે 03:30 વાગે બજાર બંધ થઈ જાય છે.

શેરબજાર (Stock market) સવારે નવ વાગ્યે ખુલે છે. પ્રથમ 15 મિનિટ પ્રી માર્કેટ ટ્રેડિંગનો (Pre Market Trading) સમય હોય છે. આમાં ડીલ સેટલ થાય છે. આ પછી બજારમાં સવારે 09:15 વાગ્યે બજારનો વેપાર શરૂ થાય છે. બપોરે 03:30 વાગે બજાર બંધ થઈ જાય છે. શેરબજારનો સમય વધારવા માટે રોકાણકારો સતત માંગ કરી રહ્યા છે.

આરબીઆઈ આના પર પોતાની મહોર લગાવી ચૂકી છે. સાત ડિસેમ્બરે પોલિસી સમીક્ષા બાદ ગવર્નર શક્તિકાંત દાસે તેમના ભાષણમાં કહ્યું હતું કે, ‘મની માર્કેટ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખુલી શકે છે. પરંતુ આ માટે સેબીએ નિર્ણય લેવો પડશે.’

શેરબજારના સમય અંગે સેબીએ કહ્યું કે…

શેરબજારના ખુલવા અને બંધ થવાના સમયને લઈને SEBIના ચેરમેન માધબી પુરી બુચે બોર્ડ મીટિંગ બાદ જણાવ્યું હતું કે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE અને NSE ઈચ્છે તો ટ્રેડિંગ કલાક વધારી શકે છે. શેરબજારમાં કામકાજના કલાકો વધારવા માટે કોઈ પ્રતિબંધ નથી.

બ્રોકર્સ ટ્રેડિંગ કલાક વધારવા માગે છે?

પ્રી-બજેટ મીટીંગમાં તમામ બ્રોકર્સ શેરબજારનો સમય બદલવા માટે તૈયાર છે. જાણકારોના જણાવ્યા પ્રમણે વાત કરીએ તો આનાથી દલાલોને ઘણો ફાયદો થશે. કારણ કે વેપારના કલાકો વધવાની સાથે બ્રોકરેજ વધશે.

રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે?

એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રેડિંગ અવર્સ વધવાથી રોકાણકારોને માર્કેટમાં કમાણી કરવાની વધુ તકો પણ મળી રહેશે. જો કે, મોટાભાગના લોકો ઇન્ડેક્સ ટ્રેડિંગના કલાક વધારવા માંગે છે. જેમ SGS નિફ્ટી અને ડાઉ ફ્યુચર્સમાં હોય છે. આનાથી રોકાણકારોને પ્રવેશ અને બહાર નીકળવા માટે વધુ સમય મળશે.

આ પણ વાંચો :-