Home Blog Page 1171

દ્વારકાના એક-બે નહિ, 21 ટાપુ પર પ્રતિબંધ. ફરવા જવાના હોય તો ધ્યાન રાખો 

0

Ban on 21 islands, not one or two of Dwarka

  • દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર અધિક કલેક્ટરે લગાવ્યો પ્રતિબંધ. દેશ વિરોધી પ્રવૃતિઓ અટકાવવા અને સુરક્ષાની દ્રષ્ટીએ નિર્જન ટાપુ પર પ્રતિબંધનો કર્યો નિર્ણય.

દ્વારકાનું (Dwarka) જગત મંદિર વિશ્વ પ્રખ્યાત છે તેમજ દ્વારકામાં બ્લ્યૂફ્લેગનો શિવરાજપુર બીચ (Shivrajpur Beach) પણ આવેલો છે. ત્યારે અહી પ્રવાસીઓ બારેમાસ આવે છે. માત્ર મંદિર અને શિવરાજપુર બીચ નહિ. પરંતુ દ્વારકાના ખૂણે ખૂણે આવેલા સુંદર બીચ પણ પ્રવાસીઓમાં હોટ ફેવરિટ (Hot Favorite) છે.

ત્યારે આ ટાપુઓ પર જવા પ્રતિબંધ લગાવાયો છે. એક-બે નહિ, દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ (Prohibition) લગાવાયો છે. દ્વારકાના અધિક કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકા જિલ્લાના આ ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહિ મળે.

દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં અનેક સુંદર સુંદર ટાપુ આવેલા છે. ત્યારે અહીંના 21 જેટલા ટાપુઓ પર લોકોના અવર જવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અધિક કલેક્ટરે જાહેરનામુ બહાર પાડી અહી જવા પર પ્રતિબંધ મૂક્યો છે. દ્વારકામાં આવા 24 ટાપુ આવેલા છે. જેમાંથી માત્ર 2 ટાપુ પર જ માનવ વસાહત છે. ત્યારે દેશ વિરોધી પ્રવૃતિઓ અટકાવવા બાકીના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ નિર્જન ટાપુ પર પ્રવેશબંધી ફરમાવાઈ છે.

કયા કયા ટાપુ પર પ્રતિબંધ :

દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી, જિલ્લામાં આવેલા નીચે મુજબના ૨૧ ટાપુઓ જેવા કે ખંભાળિયા તાલુકા હકુમત હેઠળના ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, કલ્યાણપુર હકુમત હેઠળના ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, દ્વારકા હકુમત હેઠળના આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી અધિકારીની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામું તા. ૨ નવેમ્બર સુધી અમલમાં રહેશે.

આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ધરે તે બાબતે ટાપુઓ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઇ છે. થોડા સમય પહેલા જ બેટ દ્વારકા ટાપુ પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું. ત્યારે હાલ 21 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે.

આ પણ વાંચો :-

વેફર અને ફ્રેન્ચફ્રાઈથી ખલાસ થઈ શકે છે તમારી કિડની ! ઉંઘુ ઘાલીને પાણીપુરી ખાનારા પણ ચેતજો

Wafers and french fries can exhaust your kidneys

  • જો નિષ્ણાતોનું માનીએ તો બટાકાનું વધુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. તેનું કારણ એ છે કે બટાકામાં સ્ટાર્ચની માત્રા વધારે હોય છે. જેના કારણે જો કોઈ વ્યક્તિ તેનું વધુ સેવન કરે છે તો તેને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.

બટાકાની ચિપ્સ (Potato chips) અને ફ્રેન્ચફ્રાઈ (French Fries) ખાનારા સાવધાન. તમે જાણતા અજાણતા બની શકો છો ગંભીર રોગોનો શિકાર. બટાકાનું વધુ પડતું સેવન તમારી સમસ્યા વધારી શકે છે. આ વસ્તુના સેવનને કારણે તમે બીમારીમાં સપડાઈ શકો છો. જાણો નિષ્ણાતોના અભિપ્રાય. જો નિષ્ણાંતોનું માનીએ તો વધુ બટાકા ખાવા સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. તેમના મતે વેફર ખાવાથી તમને સ્થૂળતા (Obesity) અને ડાયાબિટીસ (Diabetes) જેવી સમસ્યા થઈ શકે છે.

બાળકો હોય કે વૃદ્ધ, દરેક જણ બટેટા ખાવાના અને તેનાથી બનેલી બનાવટો વેફર, ફ્રેન્ચફ્રાઈ, બટાટાવડા, સમોચા વગેરે ખાવાના ખુબ શોખીન હોય છે. કેટલાક લોકોને તેની શાકભાજી વધુ પસંદ છે તો કેટલાક લોકો તેના નાસ્તાના મોટા ચાહક છે.

બટાકાની ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં બટેટાની ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ ખૂબ જ લોકપ્રિય છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ વ્યક્તિ માટે બટાકાનું વધુ પડતું સેવન કરવું શરીર માટે હાનિકારક છે. તેના વધુ પડતા સેવનથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે અને તે તમારું સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે.

આ ઉપરાંત ઘણાં લોકોને પાણીપુરી ખાવાનો બહુ શોખ હોય છે. તો પાણીપુરીમાં પણ મેદો આવે છે. અને બટાકા આવે છે. રગડો હોય કે નોર્મલ પકોડી તેમાં બટાકા તો આવશે જ. વધારે પ્રમાણમાં બટાકાનું કે તેનાથી બનેલી વસ્તુઓનું સેવન તમને ગંભીર બીમારીઓનો ભોગ બનાવી શકે છે.

બટાકાના વધુ પડતા ઉપયોગ પર નિષ્ણાતો શું કહે છે?

જો નિષ્ણાતોનું માનીએ તો બટાકાનું વધુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. તેનું કારણ એ છે કે બટાકામાં સ્ટાર્ચની માત્રા વધારે હોય છે. જેના કારણે જો કોઈ વ્યક્તિ તેનું વધુ સેવન કરે છે તો તેને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. આટલું જ નહીં આ ડાયાબિટીસને કારણે તમારી કિડની પણ પ્રભાવિત થાય છે અને તમે દરેક પ્રકારની બીમારીઓથી ઘેરાયેલા છો.

બટાકા વધારી શકે છે કિડનીની સમસ્યા :

નિષ્ણાતો એમ પણ કહે છે કે બટાકાની ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ જેવી બટાકામાંથી બનેલી ખાદ્ય ચીજો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ આ બધી વસ્તુઓ સ્થૂળતાનું કારણ બને છે. આ જ કારણ છે કે જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમને નિષ્ણાતો બટાકાનું સેવન ટાળવાની સલાહ આપે છે.

એટલું જ નહીં બટાકામાં કાર્બોહાઈડ્રેટ પણ સારી માત્રામાં જોવા મળે છે. જે તમારા શરીરમાં ચરબી ફેલાવવાનું કામ કરે છે. આ સિવાય બટાકામાં પોટેશિયમ પણ જોવા મળે છે. જે કિડનીના દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક છે. જે લોકોની કિડની ડેમેજ થઈ ગઈ હોય અથવા તેમની કિડનીની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય. તેમણે તેનાથી ઘણું બચવું જોઈએ.

આ પણ વાંચો :-

વાયરલ થયા Sara Ali Khan ના બીચ લુકના બોલ્ડ ફોટો, ચાહકોની વધારી દીધી હાર્ટબીટ

The bold photo of Sara Ali Khan’s

  • સૈફ અલી ખાનની દીકરી અને અભિનેત્રી સારા અલી ખાન તેના કામ અને ફિલ્મોમાંથી બ્રેક લઈ અને વેકેશનની મજા માણી રહી છે. સારા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. અને તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર કેટલાક નવા ફોટા શેર કર્યા છે.

સારા અલી ખાન (Sara Ali Khan) ઓસ્ટ્રેલિયામાં (Australia) વેકેશન માણતી જોવા મળી હતી. ફરી એકવાર સારાએ એવા ફોટા શેર કર્યા છે કે જેના પર ચાહકોની નજર અને ધડકન બંને અટકી જાય છે. સારાએ બોલ્ડ ડ્રેસિંગ (Bold dressing) સાથે ફોટો શેર કર્યા છે જે વાયરલ થયા છે.

સારા અલી ખાને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે. સારા જ્યારે સિડની અને મેલબોર્નમાં હતી ત્યાંના ફોટો તેણે શેર કર્યા છે. આ ફોટોમાં તે શોર્ટસમાં જોવા મળે છે. બીજો ફોટો પણ તેણે શેર કર્યો છે. તેમાં અભિનેત્રી બીચ પર મજા કરતી જોવા મળે છે.

સૌથી વધુ ચર્ચા સારા અલી ખાનના આ ફોટોની છે જેમાં તે ગ્રીન રંગના મીની શોર્ટસ અને ગ્રીન બ્રામાં બીચ પર બેઠી છે. તે રેતીમાં બેઠી છે અને આ ફોટોમાં તેનું ટોન્ડ ફિગર દેખાઈ છે. સારાના વેકેશનના બધા જ ફોટોમાંથી આ ફોટોને સૌથી વધુ લાઈક કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

નેતાજીઓનો આખરે મોહભંગ થયો. ! સરકારી આવાસ ખાલી ન કરનાર પૂર્વ ધારાસભ્યોના ક્વાર્ટરના તાળાં તોડાયા

0

The leaders eventually became disillusioned

  • પૂર્વ ધારાસભ્યો દ્વારા આવાસ ખાલી કરવામાં ન આવતા આજે ક્વાર્ટરનું તાળું તોડી તેનો કબ્જો લઈ લેવામાં આવ્યો છે. ત્યારે તાળું તોડયાના સમાચાર પૂર્વ ધારાસભ્યોને મળતા પૂર્વ ધારાસભ્યોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ (Former MLAs) સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે.. ગત રોજ ગાંધીનગર ખાતે આવે ધારાસભ્ય નિવાસ સ્થાને કેટલાક પૂર્વ ધારાસભ્યો દ્વારા સરકારી ક્વાર્ટર (Government Quarters) ખાલી કરવા માટે આજદિન સુધીનો સમય માંગ્યો હતો પણ કેટલાક પૂર્વ ધારાસભ્યો દ્વારા આજે પણ નિવાસ સ્થાન ખાલી કરીને ન આપતા આજે સાતેય ધારાસભ્યોનાં ક્વાર્ટરનું તાળું તોડી કબ્જો લેવામાં આવ્યો છે.

ગત રોજ બે પૂર્વ ધારાસભ્યોનાં ઘરના તાળા તોડવામાં આવ્યા હતા :

ઠાસરાના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તેમના ઘરનું તાળું તોડવામાં આવ્યું હતું.  ત્યારે બાકી રહેલા ધારાસભ્યોના આવાસનાં પણ તાળા તોડી કબ્જો લેવામાં આવ્યો હતો. વિધાનસભાની નોટીસ બાદ પણ 7 ધારાસભ્યોએ આવાસ ખાલી કર્યા ન હતા. ત્યારે સુમનબેન ચૌહાણ અને સંતોકબેન અરેઠીયા રાપર જેઓ આવતીકાલે ચાવી સોંપશે તેમ જાણવા મળી રહ્યું છે.

પદ ગયું પણ મોહ હજું છૂટતો નથી :

પૂર્વ ધારાસભ્યોએ નિયમ પ્રમાણે સામેથી જ આવાસ ખાલી કરી દેવાના હોય છે. જોકે, પદ ગુમાવ્યા બાદ પણ આ ધારાસભ્યોનો સરકારી ઘરનો મોહ છૂટતો નથી. જૂના પૂર્વ જોગીઓ આવાસ ખાલી કરવાના મૂડમાં નથી. આ માજી ધારાસભ્યો સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યા છે.

આ પૂર્વ મંત્રીઓએ ખાલી કરી દીધા હતા બંગલા :

મહત્વનું છે કે સપ્ટેમ્બર 2021માં સીએમ વિજય રૂપાણી સહિત તમામ 22 મંત્રી બદલી નાખવામાં આવ્યા હતા. વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સરકારી બંગલા ખાલી કરી દીધા હતા અને તેની ચાવી સોંપી હતી.

ક્યા ક્યા પૂર્વ ધારાસભ્યોનાં ઘરના તાળા તોડી કબ્જો લીધો :

  • સુમન ચૌહાણ,કાલોલ
  • ગ્યાસુદ્દીન શેખ,દરિયાપુર
  • રાઘવજી મકવાણા,મહુવા
  • કાળુસિંહ ડાભી,કપડવંજ
  • કાંતિ સોઢા પરમાર,આણંદ
  • અશ્વિન કોટવાલ,ખેડબ્રહ્મા
  • પરસોત્તમ સોલંકી,રાજ્યકક્ષાના મંત્રી

આ પણ વાંચો :-

VIDEO : ‘જાણે આકાશમાંથી અપ્સરા ઉતરી’, હાર્દિક સાથે ફરી લગ્ન બાદ આવી દેખાઈ નતાશા

As if a nymph descended from the sky

  • ટીમ ઈન્ડીયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ રાજસ્થાનના ઉદયપુરમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિન સાથે ફરી લગ્ન કરી લીધા છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ (Star cricketer Hardik Pandya) નતાસા સ્ટેનકોવિન (Natasa Stankovin) સાથે ફરી લગ્ન કરી લીધા છે. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા હતા. હાર્દિકે નતાશા સાથે વર્ષ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. તે સમયે કોવિડ-19ના (Covid-19) કારણે બહુ ઓછા લોકો લગ્નમાં હાજર રહી શક્યા હતા અને તેથી હવે બધાએ લગ્નનો લાભ આપવા માટે કપલે ફરી લગ્ન કર્યાં હતા. હાર્દિક પંડ્યા અને નતાશાએ ત્રણ વર્ષ બાદ વેલેન્ટાઈન ડેના (Valentine’s Day) અવસર પર લગ્ન કરી લીધા છે.

3 વર્ષ પહેલા રહી ગયેલી ખોટ પૂરી કરી : 

લગ્ન બાદ હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અમે ત્રણ વર્ષ પહેલા લીધેલા વચનોનું પુનરાવર્તન કરીને પ્રેમના આ ટાપુ પર વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. અમે અમારા પ્રેમની ઉજવણી કરતી વખતે અમારા પરિવાર અને મિત્રોને મેળવવા માટે ખરેખર ધન્યતા અનુભવીએ છીએ.

હાર્દિકે  કાળા કલરનો ટેકસ્ટુડો પહેર્યો :

આ લગ્નમાં હાર્દિક પંડ્યાએ કાળા કલરનો ટેકસ્ટુડો પહેર્યો હતો. સાથે જ નતાસા વ્હાઈટ ગાઉનમાં ખૂબસુરત જોવા મળી હતી. લગ્નને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ થયેલી વિડિયો ક્લીપમાં હાર્દિક બોલીવૂડના એક ગીત સાથે ટ્યુનિંગ કરતો જોવા મળે છે અને એના હાથમાં શેમ્પેઈનની બોટલ પણ છે.

લગ્ન બાદ તસવીર આવી સામે઼ :

લગ્ન બાદ હાર્દિક અને નતાશાની એક ખૂબસુરત તસવીર સામે આવી હતી જેમાં બન્ને ખુબ સુંદર દેખાતા હતા. ચાહકોએ પણ કપલની શાનદાર તસવીર પર ખૂબ કોમેન્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યાં હતા.

હાર્દિક પંડ્યાનો છોકરો પણ સામેલ થયો મમ્મી-પપ્પાના લગ્નમાં  :

આ લગ્નની ખાસ વાત એ છે કે હાર્દિક પંડ્યાનો છોકરો પણ તેના ખુદના મમ્મી-પપ્પાના લગ્નમાં સામેલ થયો હતો. છોકરાને કિસ કરતી કપલની તસવીર પણ સામે આવી હતી.

આ પણ વાંચો :-

સાડા ચાર કરોડ રૂપિયાનો પગાર ! છતાં પણ કોઈ કરવા માગતું નથી આ નોકરી

Salary of four and a half crore rupees

  • ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના એક અંતરિયાળ ગામ ક્વાઈરેડિંગમાં આ નોકરી છે. આ નાના ગામમાં જનરલ પ્રેક્ટિસ કરનારા ડોક્ટરની જરૂરિયાત છે. પશ્વિમી ઓસ્ટ્રેલિયામાં આવેલા આ ગામમાં ડોક્ટરને 4 કરોડ 60 હજારથી વધારે રૂપિયાની નોકરી ઓફર કરવામાં આવી રહી છે.

આપણા દેશમાં બેરોજગારી (Unemployment) અને જનસંખ્યાની સ્થિતિ એવી છે કે લોકો નોકરી કરવા માટે દુનિયાના કોઈપણ ખૂણામાં પહોંચી જાય છે. આજે લગભગ દરેક જગ્યાએ ભારતીય લોકોની હાજરી તમને કોઈને કોઈ રીતે જોવા મળી જ જશે. જોકે કેટલીક એવી જગ્યા છે જ્યાં લોકો એક કર્મચારીની જેમ રહે છે. સારો પગાર અને રહેવાની જગ્યા હોવા છતાં પણ લોકો ત્યાં જતાં નથી.

એક સારી નોકરીની શોધમાં લોકો ક્યાંય ના ક્યાંય જતા હોય છે. પરંતુ એક જગ્યા એવી છે જ્યાં નોકરી માટે ભારે-ભરખમ પગારની સાથે સાથે શાનદાર ઘર પણ ઓફર કરવામાં આવે છે. તેમ છતાં આ જોબ કરવા માટે કોઈ તૈયાર નથી. હકીકતમાં આ નોકરી એક ડોક્ટરની છે. એવામાં બેસિઝ ક્વોલિફિકેશન તો જરૂરી છે. જો કોઈની પાસે ડિગ્રી છે તો તેને ઓસ્ટ્રેલિયામાં આ નોકરી મળી શકે છે.

4 કરોડનો પગાર છતાં કોઈ તૈયાર નહીં :

ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના એક અંતરિયાળ ગામ ક્વાઈરેડિંગમાં આ નોકરી છે. આ નાના ગામમાં જનરલ પ્રેક્ટિસ કરનારા ડોક્ટરની જરૂરિયાત છે. પશ્વિમી ઓસ્ટ્રેલિયામાં આવેલા આ ગામમાં ડોક્ટરને 4 કરોડ 60 હજારથી વધારે રૂપિયાની નોકરી ઓફર કરવામાં આવી રહી છે.

તેની સાથે જ તેમના રહેવા માટે 4 બેડરૂમનું એક આલિશાન ઘર પણ આપવામાં આવશે. આ ગામ ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થથી 170 કિમી દૂર છે. અહીંયા વર્ષોથી જનરલ પ્રેક્ટીશનરની અછત છે. અહીંયા 600થી વધારે લોકો રહે છે. પરંતુ તેમની બીમારીઓની સારવાર માટે કોઈપણ ડોક્ટર કે મેડિકલ સ્ટોર નથી.

ડોક્ટર વિના પરેશાન છે લોકો :

અહીંયા જે મેડિકલ સાથે જોડાયેલી વસ્તુઓ હતી તે પણ ડોક્ટરની અછતના કારણે  બંધ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયન સરકારે ગ્રામીણોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કહ્યું કે તે આ જગ્યા પર 2 વર્ષ રહેનારા ડોક્ટરોને 7 લાખ અને 5 વર્ષ સુધી રહેનારાને 13 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે.

તેમ છતાં પણ આ ગામમાં કોઈ ડોક્ટર જવા માટે તૈયાર નથી. ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે વર્ષ 2031 સુધી ઓસ્ટ્રેલિયામાં આવી જ સ્થિતિ રહેશે તો 11,000 ડોક્ટરની અછત થઈ જશે.

આ પણ વાંચો :-

ગુજરાતના અધધ નેતાઓ પર છે કેસ, સૌથી વધુ કેસ ભાજપના આ ધારાસભ્ય સામે

0

There are cases against half the leaders of Gujarat

  • ગુજરાતની વિવિધ કોર્ટમાં સાંસદ અને ધારાસભ્યો સામે 49 કેસ પેન્ડિંગ. સૌથી વધુ હાર્દિક પટેલ સામે 8 કેસ. તો મંત્રી રાઘવજી પટેલ, પરસોત્તમ સોલંકી સામે 1-1 પડતર કેસ.

Cases On Gujarat Politicians : ગુજરાતમાં સૌથી મોટા સમાચાર એ છે કે કોર્ટોમાં MP-MLA સામે કુલ 49 કેસો પડતર છે. જેમાં રાહુલ ગાંધીથી લઈને ગુજરાત સરકારના (Gujarat Govt) 2 મંત્રીઓ સહિત અનેક મોટા માથાઓના નામ છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે સરકારે આ મામલે ખુલાસો કર્યો છે. ચૂંટણીપંચે ચૂંટણી લડતાં પહેલાં ક્રિમીનલ બેક ગ્રાઉન્ડ (Criminal back ground) કે જે નેતાઓ સામે ફરિયાદ થઈ હોય તેવા નેતાઓની વિગતો જાહેરમાં લાવવા માટે કરેલા આદેશ બાદ રાજકીય પક્ષો આ મામલે જાહેરાતો કરીને લોકો જણાવે છે. જેને પગલે સામાન્ય પ્રજાને પણ ખબર પડે છે કે કયા નેતા સામે કેટલા કેસ નોંધાયેલા છે.

કયા કયા નેતાઓ સામે કેસ :

સાંસદો-ધારાસભ્યો વિરૂધ્ધ કયાં કેટલા કેસો પડતર છે એ જાણીએ તો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદમાં બે, જામનગરમાં એક, મહીસાગર- લુણાવાડામાં એક, ગોધરામાં એક, પાટણમાં એક, સુરતમાં એક કેસ પડતર છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પીએમ નરેન્દ્ર મોદી સામે વાંધાજનક ઉચ્ચારણો સહિતના મુદ્દે અમદાવાદમાં બે અને સુરતમાં એક એમ કુલ ત્રણ કેસો પેન્ડિંગ છે.  વર્તમાન મંત્રી રાઘવજી પટેલ સામે જામનગરમાં એક કેસ પડતર છે. વર્તમાન મંત્રી પરસોત્તમ સોલંકી સામે એસીબી કોર્ટ અને અમદાવાદમાં એક કેસ, વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે જૂનાગઢમાં એક કેસ પડતર છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા જિલ્લામાં ચાર કેસો છે. ભાજપના ધારાસભ્ય અનંત પટેલ સામે નવસારી એક કેસ પડતર અને ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ સામે પાટણમાં એક કેસ પડતર છે. સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા સામે પોરબંદર અને અમદાવાદમાં એમ બે કેસ છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સામે વડોદરામાં એક કેસ પડતર છે. આ સિવાય ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે પંચમહાલમાં એક કેસ પડતર અને  કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે અમદાવાદમાં બે કેસો છે.

સૌથી વધુ કેસ હાર્દિક પટેલ સામે :

સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે સરકારે હાઈકોર્ટમાં પ્રોગ્રેસ રિપોર્ટ મૂક્યો છે. ગુજરાતની કોર્ટોમાં MP-MLA સામે ૪9 કેસો પડતર છે. જેમાં સૌથી વધુ હાર્દિક સામે છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે સૌથી વધુ કેસ છે. હાર્દિક પટેલ સામે સૌથી વધારે 8 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :-

આખરે સરકારી કર્મચારીઓના નસીબ ખૂલ્યા, પ્રમોશન માટે સરકારે લીધો આ નિર્ણય

0

Finally the luck of the government employees opened

  • રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર. સરકારી કર્મચારીઓની બઢતી માટે સરકારે બનાવી પોલિસી… વિલંબમાં પડેલી બઢતીની પરીક્ષાઓ ઝડપથી યોજવા સરકારે ખાસ તૈયારી કરી.

બઢતી માટેની ખાતાકીય પરીક્ષા (Departmental Examination) સંદર્ભે આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં ખાતાકીય પરીક્ષા ન લેવામાં આવતા અનેક સરકારી કર્મચારીઓને (Government employee) પ્રમોશન નથી મળતાં. આથી સરકારી કર્મચારીઓના પ્રમોશન (Promotion) અટવાયા છે. તેથી ઝડપથી આ પરીક્ષા લેવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. હવે નિયમિત પરીક્ષા લેવોનો નિર્ણય લેવામાં આવ્યો

ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા બાદ મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી કે, સરકારી નોકરીમાં બઢતી માટેની ખાતાકીય પરીક્ષા સંદર્ભે કેબિનેટમાં ચર્ચા કરી હતી. જેમાં ખાતાકીય પરીક્ષા ન લેવામાં આવતા અનેક કર્મચારીઓને પ્રમોશન નથી મળતાં. આથી આ મુદ્દે ઝડપથી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. હવે નિયમિત પરીક્ષા લેવોનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રમોશન માટે એક પોલિસી બનાવવામાં આવશે. ખાતાકીય પરીક્ષા પાસ કર્યા બાદ કર્મચારીઓને બઢતી મળતી હોય છે. જે ખાતાકીય પરીક્ષાઓમાં મોડું થયું છે ત્યાં ઝડપથી પરીક્ષાઓ લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ભવિષ્યમાં પરીક્ષાઓમાં અનિયમિતતા ન આવે તે માટેની તકેદારી રાખવામા આવશે.

તો સાથે જ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ. જેમાં નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં વિશ્વ માતૃ ભાષા દિવસ પર ભવ્ય કાર્યક્રમ થશે. હાથીની અંબાડી પર ગુજરાતી પુસ્તકોની યાત્રા નીકળશે. માતૃભાષાના ગૌરવની ઉજવણી કરવામાં આવશે.

સાથે જ ગુજરાત મા તાજેતરમાં તમામ ધર્મસ્થાનોનો વિકાસ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. શક્તિપીઠોના દર્શન થઈ શકે માટે અંબાજી ખાતે ગુજરાતમાં ૧૨ થી ૧૫ તારીખ સુધી ૨૫૦૦ બસો પરિક્રમા અને દર્શન દર્શનાર્થીઓ ફાળવાઈ છે. પાંચ દિવસમાં બે થી અઢી લાખ લોકો યાત્રાનો લાભ લેશે.

આ પણ વાંચો :-

સ્માર્ટ ફોન સાથે આ 5 ભૂલો કરશો તો બોમ્બની જેમ ફાટશે મોબાઈલ, ક્યારેય ના કરતા આ ભૂલો

If you do these 5 mistakes with the smart phone

  • સ્માર્ટ ફોનની બેટરીને એક નિશ્ચિત તાપમાનમાં કામ કરવા માટે ડિઝાઈન કરાઈ હોય છે. આપના સ્માર્ટ ફોનને નિયમિત રૂપે વધુ તાપમાનના સંપર્કમાં લાવતા બેટરીને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તડકો કે બંધ કારમાં લાંબા સમય સુધી રહેવા પર પણ સ્માર્ટ ફોન ગરમ થઈ શકે છે.

સ્માર્ટ ફોનમાં (smart phone) આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે એ જાણી લેવું જરૂરી છે કે મોબાઈલની બેટરીમાં (Mobile battery) આગ કેમ લાગે છે શું છે તેના કારણો આવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતા અથવા તો આગ લાગતા યુઝર ઘાયલ થયા હોય એવા ઘણા બનાવો બન્યા છે. આપના ફોનની બેટરીમાં આગ (Fire) લાગવાના કેટલાક મુખ્ય કારણો છે એ જાણી લેશો એટલે આપના ફોનનું આયુષ્ય વધી જશે.

પહેલું કારણ છે ઓવરહીટિંગ

સ્માર્ટ ફોનની બેટરીને એક નિશ્ચિત તાપમાનમાં કામ કરવા માટે ડિઝાઈન કરાઈ હોય છે. આપના સ્માર્ટ ફોનને નિયમિત રૂપે વધુ તાપમાનના સંપર્કમાં લાવતા બેટરીને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તડકો કે બંધ કારમાં લાંબા સમય સુધી રહેવા પર પણ સ્માર્ટ ફોન ગરમ થઈ શકે છે. વધુ ગરમી પકડી લેતા બેટરી સેલ્સ અનસ્ટેબલ થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઈડ તેમજ ઓક્સિજન જેવા ગેસ ઉત્પન્ન થાય છે. જેથી સ્માર્ટ ફોનમાં વિસ્ફોટ થઈ શકે કે આગ લાગી શકે છે.

બીજું કારણ થર્ડ પાર્ટી ચાર્જર –

હંમેશા પોતાના સ્માર્ટફોનને ઓરિજનલ કેબલ અને એડપ્ટરથી ચાર્જ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈ અન્ય બ્રાન્ડનો ઉપયોગ કરવાથી આપના સ્માર્ટ ફોનની બેટરી ખરાબ થઈ શકે છે. થર્ડ પાર્ટી ચાર્જિંગ કેબલ અને એડપ્ટર ડિવાઈસને વધુ ગરમ કરી શકે છે અને બેટરીમાં શોર્ટ-સર્કિટનું કારણ બની શકે છે.

ત્રીજું કારણ વધુ પડતો વપરાશ –

સ્માર્ટ ફોનનો રફ યૂઝ ન માત્ર મોબાઈલની બોડી પરંતુ બેટરીને પણ નુકસાન પહોંચાડી શકે છે. ડેમેજ બેટરીના મેકેનિકલ કે કેમિકલ કેન્પોનેન્ટસને હેમ્પર કરી શકે છે. અસંતુલનથી શોર્ટ સર્કિટ, ઓવરહિટીંગ અને અન્ય કારણ થઈ શકે છે જેનાથી સ્માર્ટફોનમાં વિસ્ફોટ થઈ શકે છે કે આગ લાગી શકે છે.

આ પણ વાંચો :-

બુધવારના રોજ આ ત્રણ રાશિના લોકોના પર લક્ષ્મીજીની અપાર કૃપા થશે- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

These three zodiac signs will be blessed by Lakshmi

મેષ : આવકનું પ્રમાણ ઘટવા પામે. મોજશોખમાં ખર્ચ કરવાની ઈચ્છા થાય. માતાના આરોગ્યની કાળજી રાખવી જરૂરી. અગત્યના નાણાંકીય રોકાણોમાં સાવચેતી રાખવી જરૂરી. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો.

વૃષભ : માનસિક શાંતિ જળવાય. ભાગીદારીના ધંધામાં આનંદ વધે. રોમાંસનો અનુભવ થાય. દામ્પત્ય સૂખમાં વૃદ્ધિ થતી જણાય. જૂના મિત્રોના મિલન-મુલાકાત શક્ય બને. અપચન પેટની તકલીફ રહે.

મિથુન : નાના ભાઈ બહેનો તરફથી ચિંતાનું વાતાવરણ પેદા થાય. બિનજરૂરી ખર્ચ કરવો પડી શકે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સંભવે.

કર્ક : સંતાનોની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીવર્ગને સફળતા મળતી જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. નાણાકીય બાબતો અંગે શુભ દિવસ. જ્ઞાનતંતુની સમસ્યા રહે.

સિંહ : હયાત રોકાણોથી ફાયદો થાય. નવા નાણાકીય રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. માતૃસુખ-પિતૃસુખમાં વધારો થતો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને.

કન્યા : પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. ભાગ્યનો સાથ મળતા ઓછી મહેનતે કાર્ય સફળતા મળતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે.

તુલા : નાના ભાઈબહેનોની પ્રગતિ થતી જણાય. એમના તરફથી શાંતિનો અનુભવ થાય. નાણાકીય ક્ષેત્રે મજબૂતાઈ નો અનુભવ કરી શકાય. નોકરી-ધંધામાં રાહતનો અનુભવ થાય. સ્વાસ્થ્ય સારું રહેવા પામે. આનંદમય દિવસ.

વૃશ્ચિક : માનસિક સ્થિરતા જળવાય. આનંદની અનુભૂતિ થતી જણાય. આપના મનનો તાગ કાઢવો અન્યને માટે અશક્ય બને. દામ્પત્ય જીવનમાં સ્નેહના પુષ્પ ખીલતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને.

ધન :  આજે આવકનું પ્રમાણ મર્યાદિત રહેતું જણાય. આકસ્મિક ખર્ચની શક્યતા છે. નકારાત્મક વિચારો હોવી થતા જણાય. શરદી-ખાંસી-કફથી સાવધાની જરૂરી છે. પરિવારના સ્ત્રીવર્ગની તબિયત ચિંતા ઉપજાવે.

મકર : લક્ષ્મીની પ્રાપ્તિ સરળ બને. યોગ્ય ખર્ચ કરવાની સરળતા વધતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. જૂના મિત્રો તરફથી લાભ મળે. નવા સંબંધો ફાયદાકારક પૂરવાર થતા જણાય.

કુંભ : નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. નવા નોકરી કે ધંદાની શરૂઆત શક્ય બને. માતાપિતા તરફથી લાભની શક્યતા છે. માતાપિતાનું આરોગ્ય જળવાય. દામ્પત્યજીવનમાં મધુરતાનો અનુભવ થાય.

મીન : આવકનું પ્રમાણ જળવાય. ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદ. સ્ટેશનરી-પ્રિન્ટિંગ, એક્સપોર્ટ ઈમ્પોર્ટના ધંધામાં લાભ. હાડકાનો દુઃખાવો રહે.

આ પણ વાંચો :-