The bold photo of Sara Ali Khan’s
- સૈફ અલી ખાનની દીકરી અને અભિનેત્રી સારા અલી ખાન તેના કામ અને ફિલ્મોમાંથી બ્રેક લઈ અને વેકેશનની મજા માણી રહી છે. સારા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. અને તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર કેટલાક નવા ફોટા શેર કર્યા છે.
સારા અલી ખાન (Sara Ali Khan) ઓસ્ટ્રેલિયામાં (Australia) વેકેશન માણતી જોવા મળી હતી. ફરી એકવાર સારાએ એવા ફોટા શેર કર્યા છે કે જેના પર ચાહકોની નજર અને ધડકન બંને અટકી જાય છે. સારાએ બોલ્ડ ડ્રેસિંગ (Bold dressing) સાથે ફોટો શેર કર્યા છે જે વાયરલ થયા છે.
સારા અલી ખાને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે. સારા જ્યારે સિડની અને મેલબોર્નમાં હતી ત્યાંના ફોટો તેણે શેર કર્યા છે. આ ફોટોમાં તે શોર્ટસમાં જોવા મળે છે. બીજો ફોટો પણ તેણે શેર કર્યો છે. તેમાં અભિનેત્રી બીચ પર મજા કરતી જોવા મળે છે.
સૌથી વધુ ચર્ચા સારા અલી ખાનના આ ફોટોની છે જેમાં તે ગ્રીન રંગના મીની શોર્ટસ અને ગ્રીન બ્રામાં બીચ પર બેઠી છે. તે રેતીમાં બેઠી છે અને આ ફોટોમાં તેનું ટોન્ડ ફિગર દેખાઈ છે. સારાના વેકેશનના બધા જ ફોટોમાંથી આ ફોટોને સૌથી વધુ લાઈક કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :-