નેતાજીઓનો આખરે મોહભંગ થયો. ! સરકારી આવાસ ખાલી ન કરનાર પૂર્વ ધારાસભ્યોના ક્વાર્ટરના તાળાં તોડાયા

Share this story

The leaders eventually became disillusioned

  • પૂર્વ ધારાસભ્યો દ્વારા આવાસ ખાલી કરવામાં ન આવતા આજે ક્વાર્ટરનું તાળું તોડી તેનો કબ્જો લઈ લેવામાં આવ્યો છે. ત્યારે તાળું તોડયાના સમાચાર પૂર્વ ધારાસભ્યોને મળતા પૂર્વ ધારાસભ્યોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ (Former MLAs) સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે.. ગત રોજ ગાંધીનગર ખાતે આવે ધારાસભ્ય નિવાસ સ્થાને કેટલાક પૂર્વ ધારાસભ્યો દ્વારા સરકારી ક્વાર્ટર (Government Quarters) ખાલી કરવા માટે આજદિન સુધીનો સમય માંગ્યો હતો પણ કેટલાક પૂર્વ ધારાસભ્યો દ્વારા આજે પણ નિવાસ સ્થાન ખાલી કરીને ન આપતા આજે સાતેય ધારાસભ્યોનાં ક્વાર્ટરનું તાળું તોડી કબ્જો લેવામાં આવ્યો છે.

ગત રોજ બે પૂર્વ ધારાસભ્યોનાં ઘરના તાળા તોડવામાં આવ્યા હતા :

ઠાસરાના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તેમના ઘરનું તાળું તોડવામાં આવ્યું હતું.  ત્યારે બાકી રહેલા ધારાસભ્યોના આવાસનાં પણ તાળા તોડી કબ્જો લેવામાં આવ્યો હતો. વિધાનસભાની નોટીસ બાદ પણ 7 ધારાસભ્યોએ આવાસ ખાલી કર્યા ન હતા. ત્યારે સુમનબેન ચૌહાણ અને સંતોકબેન અરેઠીયા રાપર જેઓ આવતીકાલે ચાવી સોંપશે તેમ જાણવા મળી રહ્યું છે.

પદ ગયું પણ મોહ હજું છૂટતો નથી :

પૂર્વ ધારાસભ્યોએ નિયમ પ્રમાણે સામેથી જ આવાસ ખાલી કરી દેવાના હોય છે. જોકે, પદ ગુમાવ્યા બાદ પણ આ ધારાસભ્યોનો સરકારી ઘરનો મોહ છૂટતો નથી. જૂના પૂર્વ જોગીઓ આવાસ ખાલી કરવાના મૂડમાં નથી. આ માજી ધારાસભ્યો સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યા છે.

આ પૂર્વ મંત્રીઓએ ખાલી કરી દીધા હતા બંગલા :

મહત્વનું છે કે સપ્ટેમ્બર 2021માં સીએમ વિજય રૂપાણી સહિત તમામ 22 મંત્રી બદલી નાખવામાં આવ્યા હતા. વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સરકારી બંગલા ખાલી કરી દીધા હતા અને તેની ચાવી સોંપી હતી.

ક્યા ક્યા પૂર્વ ધારાસભ્યોનાં ઘરના તાળા તોડી કબ્જો લીધો :

  • સુમન ચૌહાણ,કાલોલ
  • ગ્યાસુદ્દીન શેખ,દરિયાપુર
  • રાઘવજી મકવાણા,મહુવા
  • કાળુસિંહ ડાભી,કપડવંજ
  • કાંતિ સોઢા પરમાર,આણંદ
  • અશ્વિન કોટવાલ,ખેડબ્રહ્મા
  • પરસોત્તમ સોલંકી,રાજ્યકક્ષાના મંત્રી

આ પણ વાંચો :-