કાઠિયાવાડી યુવક ઈંગ્લેન્ડની લાડી લાવ્યો…. રાજકોટવાસીઓએ આ રીતે કર્યુ વહુનું સ્વાગત

Share this story

Kathiawadi youth brought Ladi from England

  • રાજકોટના યુવક સાથે ઇંગ્લેન્ડની યુવતીએ સગાઈ કરી. ઈંગ્લેન્ડમાં અભ્યાસ દરમિયાન એકબીજા સાથે થયો હતો પ્રેમ. પરિવારે સ્વીકૃતિ આપતા સગાઈ કરી.

આજે પ્રેમનો દિવસ. વેલેન્ટાઈન ડે (Valentine’s Day) પર હવે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ દિવસે લોકો પોતાના લગ્ન, સગાઈના પ્રસંગો રાખતા હોય છે. જેથી યાદગાર પળ સાથે આ દિવસ ઉજવી શકાય. રાજકોટમાં રવિવારે એક કપલની સગાઈ વિધિ યોજાઈ. જેમાં રાજકોટના યુવકે ઈંગ્લેન્ડની (England) યુવતી સાથે સગાઈથી જોડાયા છે. ત્યારે વેલેન્ટાઈન ડે પર રાજકોટના આ યુનિક કપલની સંબંધોની ચર્ચા થઈ રહી છે.

રાજકોટના યુવકને સાત સમુંદર પાર ઈંગ્લેન્ડની રહેવાસી ઈલી હીચિંગ સાથે પ્રેમ થયો. ઈલી હીચિંગ ભારતીય પરંપરાથી એટલી ઈમ્પ્રેસ થઈ ગઈ કે તે પોતાના પરિવારને લઈને રાજકોટના કિશન સાથે પરણવા આવી હતી. રાજકોટની હોટલમાં કિશન વૈદ્ય અને ઈંગ્લેન્ડની ઈલી હીચિંગની (Eli Hitching) ધામધૂમથી સગાઈ યોજાઈ હતી.

ઈલી પોતાના પરિવાર સાથે લગ્ન કરવા રાજકોટ પહોંચી છે. ઈલી અને કિશન યુકેમાં અભ્યાસ દરમિયાન મળ્યા હતા. જ્યાં બંનેને એકબીજા માટે પ્રેમ થઈ ગયો હતો. વાત માત્ર બે જ્ઞાતિ નહિ, પંરતુ અલગ અલગ દેશ, અલગ અલગ રહેણીકરણી, ભાષાની હતી. પરંતું ઈલીએ પોતાના માતાપિતાને મનાવી લીધા અને તે માતાપિતા સાથે અહી આવી પહોંચી હતી.

ઇંગ્લેન્ડની યુવતી બની રાજકોટની વહુ, રાજકોટની હોટલમાં ધામધૂમથી લગ્ન યોજાયા-  A girl from England married a young man from Rajkot, the wedding was held  in Rajkot

તો બીજી તરફ રાજકોટમાં વસતા કિશન વૈદ્યના માતાપિતાએ પણ મોકળું મન રાખીને વિદેશી વહુ માટે સહમતી દર્શાવી હતી. આખા પરિવારે ઈલી અને તેના પરિવારનું સ્વાગત કર્યુ હતું.

આ પણ વાંચો :-