10 હજાર રૂમવાળી હોટલ, છતાં 80 વર્ષથી અહીં આજ દિન સુધી કોઈ નથી રોકાયું, કારણ જાણી નવાઈ પામશો

Share this story

A hotel with 10,000 rooms

  • તમને જાણીને નવાઈ લાગશે કે આ હોટલમાં 10,000 રૂમ છે. પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી આ હોટલમાં કોઈ મહેમાન રોકાયા નથી. આ હોટલનું નિર્માણ 1936 થી 1939 ની વચ્ચે થયું હતું.

Hotel Prora : જ્યારે પણ આપણે શહેરથી બહાર કોઈ અજાણ્યા શહેરમાં જઈએ. ત્યારે ત્યાં રહેવા માટે હોટેલ એકમાત્ર જગ્યા છે. પોતાના મહેમાનોની સુખ સુવિધા માટે હોટેલ માલિકો (Hotel Owners) પણ ત્યાં ઘણી બધી વ્યવસ્થા રાખે છે. તમે ઘણા પ્રકારની હોટેલો જોઈ હશે અને તેમના વિશે સાંભળ્યું હશે.

પરંતુ આજે અમે તમને જે હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં ક્યારેય કોઈ રોકાયું નથી. આ હોટલમાં 10,000 રૂમ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી આ હોટલમાં કોઈ રોકાયું નથી.

10,000 રૂમની હોટેલ :

જર્મનીના (Germany) બાલ્ટિક દરિયાના રુગેન આઈલેન્ડ (Rugen Island) પર એક આવી હોટેલ છે. જે 80 વર્ષથી વધુ સમયથી વિરાન પડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ હોટલમાં 10,000 રૂમ છે પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી આ હોટલમાં કોઈ મહેમાન રોકાયા નથી.

આ હોટલનું નિર્માણ 1936 થી 1939 ની વચ્ચે થયું હતું. ત્યારે જર્મનીમાં હિટલર અને તેની નાઝી સેનાનું રાજ હતું. નાઝીઓએ સ્ટ્રેન્થ થ્રુ જ્વોય પ્રોગ્રામ (Strength Through Joy Program) હેઠળ આ હોટેલ બનાવી હતી. લગભગ 9000 મજૂરો તેને બનાવવામાં રોકાયેલા હતા.

ક્રુઝ શિપ પણ આરામથી ઊભી રહી શકે છે :

તેનું નામ હોટલ ધ પ્રોરા (Prora Hotel) છે. તેનું આ નામ આપવા પાછળ પણ એક કારણ હતું. આ હોટલ કોઈ સ્મારક જેવી દેખાય છે. પ્રોરાનો અર્થ ઝાડીદાર મેદાન અથવા ઉજ્જડ જમીન થાય છે. આ હોટલને દરિયા કિનારાથી આશરે 150 મીટર દુર બનાવવામાં આવી છે.

હોટલ ધ પ્રોરા આઠ આવાસ બ્લોકમાં વિભાજિત છે અને આશરે 4.5 કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલી છે. તેમાં થિયેટર અને ફેસ્ટિવલ હોલથી લઈને સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહી એક ખાસ વાત એ છે કે અહીં એક ક્રૂઝ શિપ પણ આરામથી ઉભી રહી શકે છે.

ખંઢેર થઈ ગઈ છે આ હોટેલ :

હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું અને તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય તે પહેલાં 1939 માં બીજું વિશ્વ યુદ્ધ શરુ થઈ ગયું. યુદ્ધ શરૂ થતા તેનું બાંધકામ બંધ થઈ ગયું અને તમામ કામદારોને હિટલરની યુદ્ધ ફેક્ટરીઓમાં કામ કરવા માટે મોકલવામાં આવ્યા.

1945માં યુદ્ધનો અંત આવ્યો તેમ છતાં અહીં કોઈનું ધ્યાન આ હોટલ તરફ ગયું નહીં. હવે આ હોટેલ લગભગ ખંઢેર બની ગઈ છે. એવું કહેવાય છે કે જો તે સંપૂર્ણપણે તૈયાર હોત તો તે વિશ્વની સૌથી મોટી અને શ્રેષ્ઠ હોટેલ બની હોત.

આ પણ વાંચો :-