માત્ર 10 રૂપિયા ખર્ચી અને રસોડામાં ફરતાં વંદાથી મેળવો કાયમી મુક્તિ, આ 4 Tips કરશે જાદુ જેવું કામ

Share this story

Spend only 10 rupees and get permanent freedom

  • વંદાને જોતા જ ચીતરી ચડી જાય છે. તેમાં પણ રસોડામાં ફરતા રહે તો સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યાઓ કરી શકે છે. તેથી જ્યારે ઘરમાં વંદાનો ઉપદ્રવ વધવા લાગે તો સૌથી પહેલા તેનાથી મુક્તિ મેળવવી જોઈએ.

કદાચ જ એવું કોઈ ઘર હોય જ્યાં વંદાની સમસ્યા (Cockroaches) ન હોય. જેથી વંદા એવા હોય છે જે રસોડા સહિત આખા ઘરમાં ફરતા રહે છે અને સરળતાથી પીછો છોડતા નથી. રસોડામાં (Kitchen) રાખેલી વસ્તુઓની પણ વંદા ખરાબ કરી નાખે છે. વંદાને જોતા જ ચીતરી ચડી જાય છે.

તેમાં પણ રસોડામાં ફરતા રહે તો સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યાઓ કરી શકે છે. તેથી જ્યારે ઘરમાં વંદાનો ઉપદ્રવ વધવા લાગે તો સૌથી પહેલા તેનાથી મુક્તિ મેળવવી જોઈએ. તો આજે તમને વંદાને ઘરમાંથી ભગાડવાના સરળ ઘરગથ્થુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી વંદા તમારું ઘર છોડીને ભાગી જશે.

તમાલપત્રનો કરો ઉપયોગ :

રસોડામાંથી વંદાને ભગાડવા હોય તો બેથી ત્રણ તમાલપત્ર લઈને તેનો પાવડર બનાવી લેવો. હવે આ પાવડરને એવી જગ્યા પર મૂકવો જ્યાંથી વાંદા નીકળતા હોય. તમાલ પત્રની તીવ્ર સુગંધ વંદા સહન કરી શકતા નથી અને ત્યાં આવતા નથી.

કેરોસીન :

ઘરમાંથી વંદાને ભગાડવા હોય તો કેરોસીન નો ઉપયોગ પણ કરી શકાય છે. કેરોસીનને એક સ્પ્રે ની બોટલમાં ભરીને એ બધી જ જગ્યા ઉપર સ્પ્રે કરી દો જ્યાં વાંદા આવતા હોય. કેરોસીન છાંટ્યા પછી વંદા ત્યાંથી છુંમંતર થઈ જશે.

બેકિંગ સોડા ભગાડશે વંદા :

રસોડામાંથી વંદા ભગાડવા માટે બેકિંગ સોડા પણ સારો વિકલ્પ છે. તેના માટે બેકિંગ સોડામાં થોડી ખાંડ ઉમેરીને આ મિશ્રણને વંદા નીકળતા હોય તે જગ્યા પાસે છાંટી દો. આ મિશ્રણ લગાવ્યા પછી વંદા ક્યારે નીકળશે નહીં.

આ પણ વાંચો :-