PM મોદી અને KGF સ્ટાર યશ વચ્ચે શું થઈ વાતચીત ? ‘રોકી ભાઈ’ એ કર્યો ખુલાસો

Share this story

What was the conversation between PM Modi and KGF star Yash?

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સોફ્ટ પાવર ગણાવી છે. આ વાત કેજીએફ સ્ટાર યશે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ કહી છે.

કેજીએફ સ્ટાર યશ (KGF star Yash) બેંગલુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) મળ્યા હતા. યશ ઉપરાંત પીએમ મોદીએ કંટારા ફેમ ઋષભ શેટ્ટી અને દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની પત્ની અશ્વિની પુનીત રાજકુમારને (Ashwini Puneet Rajkumar) પણ મળ્યા હતા. પીએમ મોદીને મળ્યા બાદ યશ ખૂબ જ ખુશ હતો.આ મુલાકાત બાદ તેમણે પીએમ મોદી સાથેની વાતચીતની માહિતી આપી હતી.

યશે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું. તેમણે અમારી વાત ધીરજથી સાંભળી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટેના તેમના વિઝન વિશે વાત કરી. વડાપ્રધાને અમને અમારી અપેક્ષાઓ વિશે પણ પૂછ્યું, અમે શું શોધી રહ્યા છીએ, અમે સરકાર પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ. એક ઉદ્યોગ તરીકે અમે દેશ માટે શું કરી શકીએ છીએ. તેઓ ઈન્ડસ્ટ્રી વિશે કેટલું બધુ જાણે છે તેનાથી હું પ્રભાવિત થયો હતો.

પીએમએ ઈન્ડસ્ટ્રીને સોફ્ટ પાવર કહ્યું :

યશે કહ્યું, “વડાપ્રધાન મોદીએ તેને (ઉદ્યોગને) સોફ્ટ પાવર કહ્યો. ઉદ્યોગ માટે તેમની પાસે મોટી દ્રષ્ટિ છે. તેમણે અમારા કામની પ્રશંસા કરી. આ એક મહાન અનુભવ હતો. હંમેશની જેમ આપણા વડાપ્રધાન ખૂબ જ પ્રેરણાદાયી હતા. યશે એ પણ જણાવ્યું કે પીએમએ તેમને જે પણ જરૂરી છે તે જણાવવા કહ્યું.

કન્નડ ફિલ્મોનો જાદુ :

અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેતા યશ તેની ફિલ્મો KGF અને KGF 2 થી સુપરસ્ટાર બની ગયો છે. તેના KGF ચેપ્ટર 2 એ વિશ્વભરમાં 1250 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેકિંગ રકમની કમાણી કરી હતી. KGF ચેપ્ટર 2 કન્નડ ફિલ્મ ઉદ્યોગની સૌથી સફળ ફિલ્મ છે. હિન્દીમાં રિલીઝ થયા પછી પણ તેણે ઘણી કમાણી કરી હતી.

KGF 2 ઉપરાંત કંટારાએ પણ બોક્સ ઓફિસ પર બધાને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મે હિન્દીમાં પણ ઘણી કમાણી કરી હતી. કંટારાએ દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સામાન્ય લોકો જ નહીં પરંતુ ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ ઋષભ શેટ્ટીની ફિલ્મના દિવાના બની ગયા હતા અને તેના ખૂબ વખાણ કર્યા હતા.

આ પણ વાંચો :-