આ વ્હિસ્કી ભારતીયોની દાઢે વળગી, ગોડાઉનના ગોડાઉન ભરાઈ જાય તેટલો પીધો, વિદેશથી આવી 22 કરોડ બોટલ

Share this story

This whiskey stuck to the jaws of Indians

  • ભારતમાં સ્કોચ વ્હિસ્કીની ડિમાન્ડ વધી છે અને 2022માં દેશમાં 22 કરોડ રૂપિયાની વ્હિસ્કી બોટલ ઈમપોર્ટ થઈ છે. આવનારા દિવસોમાં તેમાં વધારો થઈ શકે છે.

ભારતમાં વિદેશી દારૂની (foreign liquor) ડિમાન્ડ વધી રહી છે જેના પુરાવાઓ આંકડાઓ જોતા મળી આવે છે. ભારત બ્રિટેનની સ્કોચ વ્હિસ્કીનો (Scotch whisky) સૌથી મોટું માર્કેટ બની ગયું છે. બ્રિટેનની સ્કોચ વ્હિસ્કીની ડિમાન્ડનાં મામલામાં ભારતે તો ફ્રાંસને પણ પાછળ મૂકી દીધેલ છે. સ્કોટલેન્ડનાં (Scotland) પ્રમુખ ઉદ્યોગ નિકાસનાં આંકડાઓ અનુસાર 2022માં ભારતમાં બ્રિટનથી સ્કોચ વ્હિસ્કીની આયાત 60% વધી છે જેના કારણે બ્રિટિશ સ્કોચ વ્હિસ્કી માટે ભારત સૌથી મોટું માર્કેટ બનીને સામે આવ્યું છે.

આશરે 22 કરોડ બોટલોની આયાત :

ભારતે 2022માં સ્કોચ વ્હિસ્કીની 700 મિલીલીટર વાળી 21.9 કરોડ બોટલોને ઈમપોર્ટ કરી છે. તો ફ્રાંસે 20.5 કરોડ બોટલો આયાત કરી હતી. ભારતીય સ્કોચ માર્કેટે ગયાં દશકામાં 200%નો ગ્રોથ મેળવ્યો છે. સ્કોચ વ્હિસ્કી એસોસિએશન અનુસાર ઈમપોર્ટનાં આંકડાઓમાં વધારો જોવા મળ્યો હોવા છતાં ભારતીય વ્હિસ્કી માર્કેટમાં સ્કોચની ભાગેદારી માત્ર 2% જ છે. ભારતમાં સ્કોચ વ્હિસ્કીનાં ઈંપોર્ટલ પર 150% ટેરિફ લાગે છે.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મહત્વનો મુદો :

ભારત અને બ્રિટનની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એક મહત્વનો મુદો બન્યો છે. બંને દેશોની વચ્ચે જીલ થવાથી સ્કોટલેન્ડની વ્હિસ્કી કંપનીઓને ઘણા ફાયદાઓ મળી શકે છે. સ્કોચ વ્હિસ્કી એસોસિએશનનું માનવું છે કે તેમને આવનારાં 5 વર્ષોમાં એક અરબ પોન્ડની ગ્રોથ મળી શકે છે.

વ્હિસ્કી ઉદ્યોગ માત્ર સ્કોટલેન્ડમાં સીધાં 11000 લોકોને રોજગાર ફાળવે છે. જેમાંથી 7000થી વધુ ગ્રામીણ ક્ષેત્રોમાં કામ કરતાં નાગરિકો છે. સમગ્ર UKમાં 42000 થી વધારે નોકરિયો અને ઉદ્યોગો પેદા કરે છે. જો ભારત અને બ્રિટનની વચ્ચે FTAનાં મુદા પર વાત થઈ જાય છે તો ઈંપોર્ટનો આંકડો વધી શકે છે.

આ પણ વાંચો :-