Do not apply handbrake while
- હેન્ડબ્રેક કારની બ્રેકિંગ સિસ્ટમનો એક ભાગ હોય છે. જે કારના રિયર બ્રેક સાથે જોડાયેલી હોય છે. જ્યારે પણ કાર ચલાવનાર તેને લગાવે છે તો તે પ્રાઈમરી બ્રેકના મુકાબલે ઓછુ દબાણ બનાવે છે.
મોટાભાગે તમે જોયુ હશે કે જ્યારે પણ લોકો ગાડી પાર્ક કરે છે તો તેમાં હેન્ડબ્રેક જરૂર લગાવે છે. પરંતુ શું એવું કરવું યોગ્ય છે? જો તમે લાંબા સમય સુધી હેન્ડબ્રેક (Handbrake) લગાવીને કાર પાર્ક કરશો તો શું તેનાથી ગાડીને નુકસાન પહોંચી શકે છે ? આવો જાણીએ…
કઈ રીતે કામ કરે છે હેન્ડબ્રેક ?
હેન્ડબ્રેક કારની બ્રેકિંગ સિસ્ટમનો (Braking System) એક ભાગ હોય છે. જે કારના રિયર બ્રેક સાથે જોડાયેલી છે. જ્યારે પણ કાર ચલાવનાર તેને લગાવે છે તો તે પ્રાઈનરી બ્રેકના મુકાબલે ઓછુ દબાણ આપે છે. આપણે મોટાભાગે એ બ્રેકનો ઉપયોગ ત્યારે જ કરીએ છીએ જ્યારે પ્રાઈમરી બ્રેક (Primary Break) યોગ્ય રીતે કામ ન કરતી હોય.
જોકે તે ઉપરાંત આપણે ઘણી વખત હેન્ડ બ્રેકનો ઉપયોગ ત્યારે કરીએ છીએ જ્યારે આપણે કારને ક્યાંક પાર્ક કરી હોય અથવા ફરી લાંબા સમય સુધી ગાડી ઉભી રાખી હોય.
જાણ લો હેન્ડબ્રેકના આ નિયમો :
ઘણી વખત લોકો તેમની કારને લાંબા સમય સુધી પાર્ક કરીને મુકી રાખે છે. આવી સ્થિતિમાં હેન્ડબ્રેક લગાવવી જરૂરી છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આવું કરવું તમારી કાર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારી કારની હેન્ડબ્રેક સંપૂર્ણપણે ખરાબ થઈ શકે છે.
હકીકતે હેન્ડબ્રેકને લાંબા સમય સુધી લગાવવાથી બ્રેક પેડ ડિસ્ક અથવા ડ્રમ પર પણ ચોંટી શકે છે. જો તમે લાંબા સમય પછી તમારી કારનો ઉપયોગ કરો છો તો તે તૂટી શકે છે. તેથી જો તમે તમારી કારને લાંબા સમય સુધી પાર્ક કરી રહ્યાં હોવ તો હેન્ડબ્રેક ન લગાવો. અથવા તમે દર 2 અઠવાડિયામાં 1 વખત કાર ચલાવી અને ફરી તેમાં હેન્ડબ્રેક લગાવી દો.
કઈ રીતે કામ કરે છે પાર્કિંગ બ્રેક ?
પાર્કિંગ બ્રેક ઓવરઓલ બ્રેકિંગ સિસ્ટમનો એક ભાગ છે. આ પાછળની બ્રેક સાથે જોડાયેલ છે અને જ્યારે તેને લગાવવામાં આવે છે, ત્યારે તે પ્રાઈમરી બ્રેક કરતાં સહેજ ઓછું દબાણ કરે છે. તે એક પ્રકારની સેકન્ડરી બ્રેકિંગ સિસ્ટમ છે. જેનો હેતુ પ્રાઈમરી બ્રેકિંગ સિસ્ટમ નિષ્ફળ જાય ત્યારે વાહનને રોકવાનો છે. પરંતુ તેનો ઉપયોગ મુખ્યત્વે વાહન પાર્ક કરવા માટે થાય છે. ખાસ કરીને જ્યારે વાહન ઢાળ પર પાર્ક કરવામાં આવે છે
આ પણ વાંચો :-