Passport માટે હવે નહીં ખાવા પડે સરકારી કચેરીઓના ધક્કા, જાણો ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવવાની રીત

Share this story

No more pressure from government offices

  • આપણે સૌ જાણીએ છીએ કે વિદેશ જવાં માટે પાસપોર્ટની આવશ્યક્તા હોય છે. જે હોય તો જ વિદેશમાં તમને એન્ટ્રી મળે છે. તમને ખ્યાલ જ હશે કે પાસપોર્ટ બનતા ઘણો ટાઇમ લાગે છે.

દુનિયાભરમાં હરવા ફરવાની મોજ મજા કરવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય છેકે તેઓ વિદેશમાં અલગ અલગ જગ્યાઓની મુલાકાત લે. દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય છે કે તેઓ વર્લ્ડ ટૂર કરે. પણ એના માટેના કેટલાંક નિયમો છે. એમાં સૌથી પહેલો નિયમ છે કે વિદેશ યાત્રા માટે તમારી પાસે પાસપોર્ટ હોવો ફરજિયાત છે. ત્યાર બાદ જ વિઝાની પ્રોસિઝર (Visa Procedures) થાય છે.

કેટલાંક દેશોમાં વિઝાની જરૂર નથી પડતી. પરંતુ પાસપોર્ટ (Passport) તો ફરજિયાત છે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને એ જણાવીશું કે ઘરેબેઠાં પાસપોર્ટ કેવી રીતે મેળવી શકાય છે. પાસપોર્ટ મેળવવા માટે તમારે ક્યાંય સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાની જરૂર નથી. આ રીતે તમે ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવી શકો છો. જાણીલો પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવાની આ સરળ રીત. એ પણ જાણી લો કે ઓનલાઈન એડ્રેસ કઈ રીતે બદલવું.

આપણે સૌ જાણીએ છીએ કે વિદેશ જવાં માટે પાસપોર્ટની આવશ્યક્તા હોય છે. જે હોય તો જ વિદેશમાં તમને એન્ટ્રી મળે છે. તમને ખ્યાલ જ હશે કે પાસપોર્ટ બનતા ઘણો ટાઈમ લાગે છે. પાસપોર્ટ બનવાની આ પ્રોસેસ તમારો કિંમતી સમય માંગી લે છે ત્યારે અમે તમને આ પ્રોસેસનો સૌથી સરળ રસ્તો બતાવવા જઇ રહ્યા છીએ. જે દ્વારા તમે ઘરે બેઠા જ આ પ્રક્રિયા કરી ને પાસપોર્ટ મેળવી શકો છો.

ઓનલાઇન અરજી દ્વારા બનશે 10 થી 15 દિવસમાં પાસપોર્ટ –

આજે ઈન્ટરનેટયુક્ત જમાનામાં લોકો તેમના મોટા ભાગના કામ ઓનલાઈન જ કરવાનું પસંદ કરે છે. તેથી જ હવે પાસપોર્ટ જેવા પાસપોર્ટ પણ ઓનલાઇન બનવા લાગ્યા છે. તો આજે આપણે તેના વિશે જ જાણકારી મેળવીએ. પાસપોર્ટ બનાવવા તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ માટે તમારે દસ્તાવેજોની યાદી આપવી જરૂરી નથી. તમારે તમારા દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. એક ખાસ બાબત ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા જેવા તમામ દસ્તાવેજોને બદલે, ફક્ત એક આધાર કાર્ડ પણ ચાલી શકે છે. આ અરજી કર્યાના માત્ર 10 થી 15 દિવસમાં જ તમારો પાસપોર્ટ બની જશે.

ઓનલાઈન અરજીની રીત –

No.1 : સૌ પહેલા તમારે પાસપોર્ટ સેવાની આ વેબસાઇટ https://portal1.passportindia.gov.in/ પર જવાનું રહેશે. તેમાં હોમ પેજ પર New User Registration લિંક પર ક્લિક કરો.

No.2 : જેથી સ્ક્રીન પર તમને ડાબી બાજુનો વિકલ્પ દેખાશે. હવે એક નવી વિન્ડો ખુલશે. અહીં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરવી અને કેપ્ચા કોડ દાખલ કરવો અને નોંધણી બટન પર ક્લિક કરવું.

No.3 : આ પછી User Login ના વિકલ્પ પર જઈ, અહીં રજીસ્ટ્રેશન સમયે બનાવેલ લોગિન આઈડીની મદદથી લોગિન કરવું અને ‘એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ અને પાસપોર્ટ રિ-ઈશ્યૂ’ માટે આપેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે.

No.4 : હવે ત્યાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરીને પે એન્ડ શેડ્યૂલ પર ક્લિક કરવું. આ પછી તમારી અનુકૂળતા મુજબ પાસપોર્ટ ઓફિસ જવા માટે તારીખ પસંદ કરીને તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.

No.5 : અંતે તમારે Print Application Receipt પર ક્લિક કરીને રસીદ ડાઉનલોડ કરવાની રહેશે. જે દિવસે તમારી એપોઈન્ટમેન્ટ હોય તે દિવસે તમારા અસલ દસ્તાવેજો તમારી સાથે રાખો. દસ્તાવેજ અને પોલીસ વેરિફિકેશનની તારીખથી 15-20 દિવસમાં તમારો પાસપોર્ટ તમારા ઘરે ટપાલ દ્વારા પહોંચી જશે.

આ પણ વાંચો :-