દહીં સાથે ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ નક્કર પસ્તાવાનો વારો આવી શકે છે

Share this story

Even mistakenly not eating these things

  • આ બધા ફાયદાઓના કારણે રોજ દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે દહીં સાથે ન ખાવી જોઈએ.

દહીં સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રોટિન, પોટેશિયમ (Potassium) અને અન્ય વિટામિન્સથી ભરપૂર છે. તેને સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા વિટામીન (Vitamins) ભરપૂર માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓની સાથે અન્ય ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે.

આ બધા ફાયદાઓના કારણે રોજ દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે દહીં સાથે ન ખાવી જોઈએ.

ડુંગળી સાથે :

સામાન્ય રીતે લોકો દહીંમાં ડુંગળી ઉમેરીને રાયતુ બનાવે છે. જો તમે પણ એવા લોકોમાં છો તો દહીં અને ડુંગળી એક સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે.

દૂધ સાથે :

દૂધ અને દહીં એકસાથે ખાવાનું ટાળો. જો તમે આ બંનેનું એક સાથે સેવન કરો છો. તો એસિડિટી, છાતીમાં બળતરા, પેટ ફૂલવું વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

અડદની દાળ સાથે દહીં :

જો તમે અડદની દાળ સાથે દહીંનું સેવન કરો છો તો તેનાથી એસિડિટી, ગેસ, લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો :-