HomeAstrology6 વર્ષ પછી આવ્યો આવો રવિવાર... આ છ રાશિના જાતકોની કાયમ માટે...

6 વર્ષ પછી આવ્યો આવો રવિવાર… આ છ રાશિના જાતકોની કાયમ માટે બદલાઈ જશે કિસ્મત- વાંચો આજનું રાશિફળ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

This Sunday came after 6 years…

મેષઃ
આર્થિક દૃષ્ટિએ સામાન્ય દિવસ. આવક-જાવકનું પાસુ સરભર થઈ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતા સાવધાની જરૂરી. આધાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ
દિવસ દરમિયાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાકીય બાબતો માટે સાનુકૂળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે.

મિથુનઃ
વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા-ફટકાથી સાવધ રહેવું. વીજળીના સામાન, ટેલિફોન, ટીવી તેમજ કોન્ટ્રાક્ટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ
શારીરિક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ
રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ, સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેવું.

કન્યાઃ
કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંદો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. માતાપિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માતાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણીશીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતું જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતાપિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ, નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ
ઉતાવળિયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધનસ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ
દિવસ દરમિયાન તામસિકતા તથા આધ્યાત્મિકતાનું મિશ્ર ફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબૂ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ
પોતાનું બોલેલું જ સાચું એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્‍નો કરવા.

મીનઃ
મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ મિલરકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img