‘ધંધા કરના હે તો હર મહિને પંદરા હજાર દેના પડેગા’, સુરતમાં ખંડણીખોરની દાદાગીરી, પોલીસ કયા વહેમમાં

Share this story

‘If you do business, you will have

  • સુરતમાં પોલીસના ડર વગર જ આરોપીએ ફિલ્મી સ્ટાઇલમાં વેપારી પાસેથી હપ્તો માંગ્યાની ઘટના સામે આવી છે. જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતને અત્યાર સુધી સ્માર્ટ રાજ્ય અને શાંત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ હવે શહેરોમાં પણ ફિલ્મી સ્ટાઈલ પ્રમાણે હપ્તા ઉઘરાવવાની ઘટના સામે આવી છે. એક સમયના શાંત ગણાતા સુરતમાં (Surat) હવે ક્રાઈમના રેશિયામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.

મારામારી, ચોરી, લૂંટફાટ, છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની ઘટનાઓમાં મોટા પાયે ઉછાળો આવી રહ્યો છે આવી સ્થિતિમાં ડાયમંડ સીટીમાં હપ્તો માંગવાની ઘટના સામે આવતા પોલીસના અસ્તિત્વ અને કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

ફિલ્મી સ્ટાઈલ હપ્તો ઉઘરાવવામાં આવે છે :

સુરતમાં આરોપીઓને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ ગુન્હો કરતા સ્હેજમાં પણ અટકતા નથી આવી સ્થિતિ વચ્ચે ડાયમંડ સીટી તરીકે જાણીતા સુરત શહેરમાં વેપારી પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવે છે. ઘટનાની વાત કરીએ તો હપ્તાખોરો દ્વારા વેપારી પાસેથી રૂપિયા 15 હજાર આપવા માટે ધમકી આપવામાં આવી છે.

ધમકી આપનાર શખ્સ હાસીમ સિદ્દીક હાર્ડવેર અને ઇલેક્ટ્રિકની દુકાન ધરાવનાર વેપારીને ધમકી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે જો ધંધો તારે શાંતિથી કરવો હોય તો મને રૂપિયા 15 હજાર હપ્તા પેટે આપ.

આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ :

વેપારી આ ધમકીથી ડરી જતા માથાભારે શખ્સને રૂપિયા 15 હજાર આપી દીધા હતા. અને આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. લિંબાયત પોલીસે આ મામલાની વિગત મળતા ખંડણી મામલે ફરિયાદ નોંધી હપ્તો ઉઘરાવનાર હપ્તા ખોરને પકડવાની કામગીરી હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં હાસીમ સિદ્દીક સહિતના ચારેય આરોપીઓ આગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

આ પણ વાંચો :-