‘ટપુડા..ટપુડા’ ફરી ‘તારક મહેતા..’ શોમાં સાંભળશે આ અવાજ, જેઠાલાલના દીકરા તરીકે આ એકટર કરશે એન્ટ્રી

Share this story

‘Tapuda..Tapuda’ will hear this voice again in ‘Tarak Mehta..’ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો ચોંકી ગયા જ્યારે ટપુનો રોલ નિભાવતા રાજ અનડકટ શોને અલવિદા કહ્યું હતું. હવે રાજની જગ્યા લેશે આ એકટર.

TMKOC New Tappu : બદલાતા સમય સાથે બદલાવ જરૂરી છે. હિટ બનવા માટે બદલાવ જરૂરી છે. ટીવીના સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ની (Tarak Mehta Ka Oolta Chashma) સફળતા સામે આ બધી વાતો ખોટી સાબિત થઈ રહી છે. 28 જુલાઈ, 2008ના રોજ શરૂ થયેલ આ શો એ લાંબા સમય સુધી ટીઆરપી લિસ્ટમાં અને લોકોના દિલ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે.

ટીવી જગતના સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. એવામાં વચ્ચે શોમાંથી ઘણા સ્ટાર્સે અલવિદા કહી દીધુ છે અને બીજી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો બનાવ્યો છે.

એક સમયે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ચમકતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે ફિક્કું પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે  એટલા માટે એક પછી એક સ્ટાર્સ આ શોને અલવિદા કહી રહ્યા છે. દિશા વાકાણી અને શૈલેષ લોઢા જેવા મોટા કલાકારો બાદ ભવ્ય ગાંધીની જગ્યાએ ટપુ બની આવેલ રાજ અનડકટે પણ શો છોડી દીધો હતો.

રાજ અનડકટની જગ્યા લેશે આ એકટર :

ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ચા ચશ્મા‘ના દર્શકો ચોંકી ગયા જ્યારે રાજ અનડકટ એટલે કે તેના ટપ્પુએ શોને અલવિદા કહ્યું. જણાવી દઈએ કે રાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. આ પછી નિર્માતાઓએ શો ના દર્શકોને કહ્યું હતું કે તેઓ થોડા દિવસોમાં તેમની સામે એક નવું ટપુ લાવશે. જો કે નિર્માતાઓએ પોતાનું વચન પૂરું કર્યું છે અને નવા ટપુ સાથે મેકર્સ શોને આગળ લઈ જવા માટે તૈયાર છે.

નીતિશ માટે આ એક મોટો બ્રેક હોઈ શકે :

જણાવી દઈએ કે ટપુના રોલ માટે મેકર્સે નીતિશ ભાલુનીની પુષ્ટિ કરી છે. ટૂંક સમયમાં જ નીતિશ નવા ટપ્પુ તરીકે સ્ક્રીન પર દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે. આ સિવાય નીતિશ ટૂંક સમયમાં શોનું શૂટિંગ પણ શરૂ કરશે. જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દેખાયા પહેલા નીતિશ ‘મેરી ડોલી મેરે અંગના‘માં જોવા મળ્યો હતો. ટીવી ઈન્ડસ્ટ્રીમાં નીતિશ માટે આ એક મોટો બ્રેક હોઈ શકે છે કારણ કે છેલ્લા 14 વર્ષથી આ શો દર્શકોનો નંબર વન શો રહ્યો છે.

આ પણ વાંચો :-