1 એપ્રિલથી નહીં વેચાય આ 6 કાર, હોન્ડા, હ્યુન્ડાઈ અને સ્કોડા કારનો પણ આ યાદીમાં સમાવેશ

Share this story

These 6 cars will not be sold from April 1

  • Hyundai India i20 ડીઝલનું વેચાણ બંધ કરશે. અગાઉ કંપનીએ પહેલાથી જ Grand i10 Nios અને Aura સબકોમ્પેક્ટ સેડાનના ડીઝલ વેરિઅન્ટ્સ બંધ કરી દીધા છે.  નવા ધારાધોરણો મુજબ વાહન ઉત્પાદકોએ તેમના વાહનોનો રીઅલ-ટાઇમ ઉત્સર્જન ડેટા દર્શાવવો પડશે.

પહેલી એપ્રિલ 2023 થી ઘણા કાર ઉત્પાદકો તેમની કેટલીક કારનું વેચાણ બંધ કરવા જઈ રહ્યા છે. હકીકતમાં કેન્દ્ર સરકારે લાગુ કરેલા BS6 નિયમને કારણે કેટલીક ડીઝલ કાર (Diesel car) હવે દેશમાં વેચાશે નહીં. Hyundai India તેની i20 ડીઝલનું વેચાણ બંધ કરશે.

કંપનીએ પહેલાથી જ Grand i10 Nios અને Aura સબકોમ્પેક્ટ સેડાનના ડીઝલ વેરિઅન્ટ્સ બંધ કરી દીધા છે. તેવામાં હવે સરકારના નવા ધારાધોરણો મુજબ વાહન ઉત્પાદકોએ તેમના વાહનોનો રીઅલ-ટાઇમ ઉત્સર્જન ડેટા દર્શાવવો પડશે. જેના કારણે હોન્ડા, હ્યુન્ડાઈ અને સ્કોડા સહિતની કારનું વેચાણ બંધ થશે.

કંપનીએ Kwid RXE વેરિઅન્ટ લોન્ચ કર્યું :

બંધ થનારી કારમાં પહેલું નામ ક્વિડનું છે. કંપનીએ તેની સંપૂર્ણ લાઇન-અપ અપડેટ કરી છે. 800 CCની આ કારને બંધ કરી દેવામાં આવી છે. તાજેતરમાં કંપનીએ Kwid RXE વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. જેની કિંમત 4.69 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

હોન્ડાએ આ કારને સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી :

હોન્ડા અમેઝ ડીઝલનું વેચાણ બંધ કરી દેવાયું છે. આ કારના આ મોડલને કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી દેવાયું છે. હોન્ડા ઈન્ડિયાએ ગયા વર્ષે કહ્યું હતું કે તેના 1.5-લિટર ડીઝલ એન્જિનને બંધ કરી શકાય છે કારણ કે તે નવા ઉત્સર્જન ધોરણોને પૂર્ણ કરશે નહીં.

ઓક્ટાવીયા અને સુપર્બ સેડાન બંધ કરાશે :

આ સિવાય Hyundai India i20 ડીઝલનું વેચાણ બંધ કરાય તેવી શક્યતા. અગાઉ, કંપનીએ પહેલેથી જ Grand i10 Nios અને Aura સબકોમ્પેક્ટ સેડાનના ડીઝલ વેરિઅન્ટ્સ બંધ કરી દીધા છે.  માનવામાં આવે છે કે Alto 800, Ignis અને Ciaz એ કેટલાક મોડલ હોઈ શકે છે જે એપ્રિલ 2023 પછી વેચાણ માટે ઉપલબ્ધ નહીં હોય. જ્યારે, નિસાન ઇન્ડિયા પહેલી એપ્રિલ, 2023 સુધીમાં કિક્સ કોમ્પેક્ટ SUV બંધ કરે તેવી શક્યતા છે. સ્કોડા ઓટો ઇન્ડિયા એપ્રિલ 2023 સુધીમાં ઓક્ટાવીયા અને સુપર્બ સેડાનને પણ બંધ કરશે.

આ પણ વાંચો :-