VIDEO : કૂતરા-બલાડાંની જેમ બાઝી પડ્યાં કોંગ્રેસ કાર્યકરો, ગુરુદ્વારા સાહિબમાં એન્ટ્રીને લઈને ઝગડ્યાં

Share this story

VIDEO : Congress workers, furious like dogs

  • કોંગ્રેસની ભારત જોડો યાત્રા પટના પહોંચી હતી આ દરમિયાન ગુરુદ્વારામાં જવા બાબતે વિવાદ સર્જાતા કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા.

રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા શરૂ કરવામાં આવેલી ભારત જોડો યાત્રા બિહારની (Bihar) રાજધાવી પટના પહોચી હતી. અત્યાર સુધી આ યાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં નીકળી રહી હતી પરંતુ અચાનક જ શુક્રવારે આ ભારત જોડો યાત્રા વિવાદોની વચ્ચે આવી ગઈ છે. કેમકે આ યાત્રામાં કોંગ્રેસ પાર્ટીના (Congress Party) કાર્યકર્તાઓ જ આમને સામને કુતરા બિલાડીની જેમ ઝઘડી પડ્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે આ મારપીટ ત્યારે થઈ.

જ્યારે ગુરૂદ્વારા પટના સાહિબ તખ્ત શ્રી હરમિંદરમાં પ્રેવશને લઈને કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઝઘડામાં એ હદ્દે કોંગ્રેસ કાર્યકર્તા આમને સામને આવી ગયા હતા કે એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા હતા. હાલ તો આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ જ આમને સામને કુતરા બિલાડીની જેમ ઝઘડી પડ્યા :

કોંગ્રેસની ભારત જોડો યાત્રા શુક્રવારે બિહારના પટનામાં પહોચી હતી. આ કાર્યક્રમની રૂપારેખા પ્રમાણે ગુરૂદ્વારામાં નમન કરવાનું પણ આયોજન હતુ. આ દરમિયાના ગુરૂદ્વારામાં પ્રવેશને લઈને કોંગ્રેસના જ કાર્યકર્તા આમને સામને આવી ગયા હતા અને એકબીજા સાથે મારપીટ કરી રહ્યા હતા. આ ઘટના દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ સિંહ અને રાજ્ય વિધાયક દળના નેતા અજીત શર્મા દ્વારા તમામ કાર્યકર્તાને મારપીટ કરતા રોકવામાં આવી રહ્યા હતા.

શરૂઆત ક્યાથી થઈ :

કોંગ્રેસ નેતા શમ્મી કપૂર અને પપ્પુ ત્રિવેદી વચ્ચે સૌ પ્રથમ શાબ્દીક બોલાચીલી થઈ હતી. આ બોલાચાલીએ મોટુ સ્વરૂપ ધારણ કરતા બંને નેતાના સમરર્થકો પણ સામેલ થયા હતા અને મામલો મારપીટ સુધી પહોચી ગયો હતો. આ દરમિયાન હાજર પોલીસ જવાનો દ્વારા મામલો શાંત પાડવાની કોશિસ થઈ રહી હતી. પરંતુ રાજકુમાર રાજ કે જેઓ બિહાર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પુર્વ ઉપાધ્યાક્ષ રહી ચુક્યા છે અને તેમને જેમતેમ કરીને મામલો શાંત પાડ્યો હતો.

આ પણ વાંચો :-