આ કંઈ વિદેશ નહીં પણ ભારતમાં જ બની રહ્યો છે 4 લેન એક્સપ્રેસ વે, પીએમ મોદી કાલે કરશે ઉદ્ધાટન

Share this story

This is not a foreign country but a 4 lane expressway

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 12 ફેબ્રુઆરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરશે. દિલ્હી રાજસ્થાન સહિત દેશના કેટલાય રાજ્યોમાંથી પસાર થતાં આ એક્સપ્રેસ વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે. જેની લંબાઈ 1386 કિલોમીટર છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Union Transport Minister Nitin Gadkari) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને (Delhi-Mumbai Expressway) શાનદાર સિદ્ધિ ગણાવી છે. ગડકરીએ જણાવ્યું છે કે આ એક્સપ્રેસ વેને (Expressway) બનાવવા માટે 25 લાખ ટન ચારકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ચાર હજાર ટ્રેનિંગ લીધેલા એન્જીનિયરોને આ એક્સપ્રેસ વે બનાવામાં લગાવ્યા હતા. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, 4 લેનના આ એક્સપ્રેસ વેને 24 કલાકમાં 2.5 કિમી સુધી બનાવામાં આવ્યો છે. તે એક વર્લ્ડ રેકોર્ડ છે.

 હાલમાં દિલ્હીથી જયપુર અથવા મુંબઈ સુધી જવા માટે આ હાઈવેનો ઉપયોગ થાય છે. એક્સપ્રેસ વે બન્યા બાદ દિલ્હી-જયપુર હાઈવે પર લાગતા જામથી છુટકારો મળી જશે.

જ્યારે 50 કિમી સિંગલ લેનમાં 100 કલાકમાં સૌથી વધારે માત્રામાં ચારકોલ નાખવાનો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નીતિન ગડકરીએ આ જાણકારી #BuildingTheNation સાથે ટેગ કરી છે. 1386 કિમીની લંબાઈ સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દેશનો સૌથી લાંબા એક્સપ્રેસ વે છે. જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને આર્થિક રાજધાની મુંબઈની સાથે જોડવામાં આવશે.

એક્સપ્રેસ વે દિલ્હી સહિત હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર થઈને પસાર થશે. આ એક્સપ્રેસ વેથી જયપુર, અજમેર, કોટા અને વડોદરા જેવા મોટા શહેરોની કનેક્ટિવિટી સારી થઈ જશે. આ એક્સપ્રેસ વે પર રેસ્ટોરન્ટ, રેસ્ટરુમ, શોપિંગ મોલ, હોટલ ઉપરાંત અન્ય સુવિધાઓ પણ હશે.

 આ એક્સપ્રેસનેથી સફર દરમિયાન દિલ્હી અને મુંબઈની વચ્ચે યાત્રાનો સમય 24 કલાકથી ઘટીને ફક્ત 12 કલાકનો રહી જશે. એક્સપ્રેસ વે પર મુસાફરોની સુરક્ષા માટે દર 500 મીટર પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે.

એક્સપ્રેસ વે શરુ થતાં દિલ્હી-જયપુર હાઈવે પર ટ્રાફિક ઓછુ થશે. હાલમાં દિલ્હીથી જયપુર અથવા મુંબઈ સુધી જવા માટે આ હાઈવેનો ઉપયોગ થાય છે. એક્સપ્રેસ વે બન્યા બાદ દિલ્હી-જયપુર હાઈવે પર લાગતા જામથી છુટકારો મળી જશે.

આ એક્સપ્રેસ વેનેથી સફર દરમિયાન દિલ્હી અને મુંબઈની વચ્ચે યાત્રાનો સમય 24 કલાકથી ઘટીને ફક્ત 12 કલાકનો રહી જશે. એક્સપ્રેસ વે પર મુસાફરોની સુરક્ષા માટે દર 500 મીટર પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે.

આપને જણાવી દઈએ કે આ એક્સપ્રેસના નિર્માણની શરુઆત 9 માર્ચ 2019એ થઈ હતી. કોવિડ દરમિયાન લાગેલા લોકડાઉનમાં તેનું કામકાજ રોકી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-