રવિન્દ્ર જાડેજાએ આંખના પલકારામાં કરી નાખી મસમોટી ભૂલ, તમને પણ વિશ્વાસ નહીં આવે

Share this story

Ravindra Jadeja made a huge mistake

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium)માં રમાઈ રહી છે. આ મેચમાં હાલ ત્રીજા દિવસનો ખેલ ચાલુ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરના (Nagpur) વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium)માં રમાઈ રહી છે. આ મેચમાં હાલ ત્રીજા દિવસનો ખેલ ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ ગઈ કાલે સાત વિકેટ ગુમાવીને 321 રન કર્યા હતા. ત્યારબાદ આજે રમત શરૂ થતા જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એક એવી ભૂલ કરી બેઠો જેના કારણે તે પોતે પણ સ્તબ્ધ થઈ ગયો અને તેણે વિકેટ ગુમાવી.

ભારતના પહેલા દાવમાં 400 રન :

આજે રમત શરૂ થયા બાદ રવિન્દ્ર જાડેજા આઉટ થઈ ગયો અને ત્યારબાદ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહેતા ભારત 400 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ પહેલા દાવમાં ટીમ ઈન્ડિયાને 223 રનની કિંમતી લીડ મળી છે. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં પહેલાદાવમાં 5 વિકેટ લીધી અને દમદાર બેટિંગ કરી 185 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 70 રન પણ કર્યા. અક્ષર પટેલે પણ સારું યોગદાન આપતા 174 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 84 રન કર્યા. મોહમ્મદ શમીએ 37 રન કર્યા. રોહિત શર્માએ 120 રન કર્યા.

એક ભૂલ અને જાડેજા આઉટ :

રવિન્દ્ર જાડેજા સારી રીતે સેટ થઈ ગયો હતો. મેચના ત્રીજા દિવસે શરૂઆતની ઓવરોમાં જ પણ એક એવી ભૂલ કરી કે તે વિકેટ ગુમાવી બેઠો. રવિન્દ્ર જાડેજાને પણ ટોડ મર્ફીએ પોતાનો શિકાર બનાવ્યો. આ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા જે પ્રકારે આઉટ થયો તે જોઈને બધા ચોંકી ગયા. તે એક સીધા બોલ પર ક્લિન બોલ્ડ થઈ ગયો.

શાનદાર ઈનિંગ :

ટીમ ઈન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં બોલ અને બેટ એમ બંનેથી ધમાલ મચાવી. રવિન્દ્ર જાડેજાએ મેચની પહેલી ઈનિંગમાં 22 ઓવર ફેંકી અને 5 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગમાં તેણે રવિન્દ્ર જાડેજાએ 70 રન પણ કર્યા. 9 ચોગ્ગા પણ ફટકાર્યા.

આ પણ વાંચો :-