ભારે કરી.. રેલવેએ બજરંગબલીને ફટકારી જમીન કબજાની નોટિસ, ટ્રોલ થયા બાદ ભૂલ સમજાઈ તો જુઓ શું કર્યું

Share this story

Railways hit Bajrangbali with land possession notice

  • આ નોટિસ રેલવે દ્વારા 8 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવી હતી. આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હોબાળો થયો હતો. રેલવેએ પોતાની ભૂલ સુધારી લીધી હતી.

તમે ક્યારેય ભગવાનના નામ પર કોઈ નોટિસ જાહેર થતી જોઈ છે ? મધ્યપ્રદેશમાંથી (Madhya Pradesh) રેલવેનો એક અજબ ગજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં રેલ્વે વિભાગ (Railway Department) દ્વારા હનુમાનજીને (Hanumanji) અતિક્રમણ તરીકે બતાવતા તેમને નોટિસ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં નોટિસમાં સમય પણ આપવામાં આવ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?

રેલ્વેએ હનુમાનજીને નોટિસ પાઠવી :

મુરૈના જિલ્લામાં આ દિવસોમાં ગ્વાલિયર શ્યોપુર બ્રોડગેજનું કામ ચાલી રહ્યું છે. રેલ્વે ટ્રેક નાખવામાં આવી રહ્યો છે. જેના કારણે રેલ્વે ટ્રેક પર આવતા દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુરૈનાના સબલગઢ વિસ્તારમાં ચાલી રહેલા બ્રોડગેજ કામમાં કેટલાક ઘરો અને એક હનુમાનજી મંદિર પણ આ દબાણ હટાવવાની શ્રેણીમાં આવી રહ્યા છે.

નોટિસમાં કહી આ વાત :

આ મકાન અને હનુમાનજીના મંદિરને રેલ્વે વિભાગ દ્વારા 8 ફેબ્રુઆરીએ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં હનુમાનજીને અતિક્રમણકારી ગણાવતા નોટિસમાં લખવામાં આવ્યું છે કે ‘હનુમાનજીએ રેલ્વેની જમીન પર ઘર બનાવીને અતિક્રમણ કર્યું છે. તેથી રેલવે દ્વારા તેમને 7 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે’.

7 દિવસનો સમય આપવામાં આવ્યો :

જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 7 દિવસની અંદર દબાણ જાતે જ હટાવવું પડશે   જો તેમ નહીં કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરાશે અને તેનો ખર્ચ હનુમાનજી પાસેથી વસૂલવામાં આવશે.  ખાસ વાત એ છે કે આ નોટિસની એક-એક કોપી આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર ગ્વાલિયર અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ગ્વાલિયરને પણ મોકલવામાં આવી છે. આ નોટિસ બહાર આવ્યા બાદ રેલ્વે વિભાગની કામગીરીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રેલ્વેની આ અજીબોગરીબ નોટિસ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

નોટિસને લઈ મંદિરના પૂજારીએ વાંધો ઉઠાવ્યો :

મંદિરમાં દરરોજ પૂજા કરવા આવતા ભક્ત મંગલ સિંહે જણાવ્યું કે  તેમણે તેમના જીવનમાં પહેલીવાર આવી નોટિસ જોઈ છે જે બજરંગબલીના નામથી આવી છે. આ નોટિસ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે અમને એ વાંચીને આશ્ચર્ય થયું કે બજરંગબલીના નામે નોટિસ આપવામાં આવી છે  પહેલીવાર જોયું મારી ઉંમરતો ઘણી વધારે થઈ ગઈ છે ઘણી નોટિસ વાંચી પરંતુ ભગવાનના નામ પર નોટિસ આપવામાં આવી તે ખોટુ છે. મંદિર ગેરકાયદેસર છે.

11 મુખવાળા હનુમાનજીનું મંદિર છે. રેલ્વે ટ્રેક 40 ફુટ દુર છે ત્યાં જ શંકરજીનું મંદિર છે આ નોટિસનો જવાબ બજરંગબલી આપશે. મીડિયા સાથે વાતચીતમાં રેલવે અધિકારીએ જણાવ્યું કે  નોટિસમાં ભૂલથી બજરંગબલીનું નામ લખવામાં આવ્યું છે. પરંતુ હવે નોટિસમાં સુધારો કરતી વખતે આ 10મી ફેબ્રુઆરીના રોજ પૂજારી હરિશંકર શર્માના નામની નવી નોટિસ જાહેર કરવામાં આવી છે.

ઝાંસી રેલવે ડિવિઝનના પીઆરઓ (પબ્લિક રિલેશન ઓફિસર) મનોજ માથુરે કહ્યું કે પ્રારંભિક નોટિસ ભૂલથી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે હવે મંદિરના પૂજારીને નવી નોટિસ આપવામાં આવી છે. અગાઉ ઝાંસી રેલવે ડિવિઝનના વરિષ્ઠ સેક્શન એન્જિનિયર દ્વારા બજરંગબલી, સબલગઢને નોટિસ આપવામાં આવી હતી.

મંદિરના પૂજારીને નોટિસ મોકલવામાં આવી હતી :

શ્યોપુર-ગ્વાલિયર બ્રોડગેજ લાઇનના નિર્માણ માટે અતિક્રમણ દૂર કરવામાં આવશે. 10 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવેલી નવી નોટિસ મંદિરના પૂજારી હરિશંકર શર્માના નામે આપવામાં આવી હતી.