Thursday, Jun 19, 2025

અંબાલાલ પટેલે કરી તારીખ સાથે ભયંકર આગાહી, આ તારીખથી અનેક વિસ્તારોનું આવી બન્યું સમજો!

2 Min Read

Ambalal Patel made a terrible prediction with the date

રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો (heat and cold) સાથે અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ વધુ એક આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યમાં ફરી ઠંડી વધવાની હવામાન વિભાગની (Meteorological Department) આગાહી કરી છે. રાજ્યમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ સિવાય રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે વાદળછાયું વાતાવરણ અને બપોરે ગરમીનો અહેસાસ થશે.

શું કહે છે અંબાલાલની આગાહી?

ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરી છે. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારે આ માવઠું ફરી એકવાર ખેડૂતો માટે મુસીબતોનું માવઠું બની રહેશે. જાન્યુઆરી મહિનાના અંતમાં આવેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા. ઠંડીમાં પાકેલો પાકને નુકસાની સહન કરવી પડી. ત્યારે ફરી એકવાર આવી રહેલું માવઠું ખેડૂતોને રાત પાણીએ રડાવશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2023નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. વાદળછાયું વાતાવરણ રહેશે. 19/20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે.

મહત્તમ તાપમાન એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી પર તાપમાન રહેવાની શક્યતા છે. ગરમ પવન વધવાની પણ શક્યતા છે.

આ પણ વાંચો :-

Share This Article