નેશનલ ગેમ્સ રમવા ગયેલી તરુણીને ખેલાડીએ બનાવી ગર્ભવતી !

Share this story

The young woman who went to play the National Games

  • સોફ્ટબોલ ગેમમાં નેશનલ ગેમ્સ રમવા ગાંધીનગર ગયેલી સુરતની તરુણીને મહેસાણાના ખેલાડીએ ગર્ભવતી બનાવી. પેટમાં દુખાવો થતા ડોક્ટરે તરુણીને પાંચ માસનો ગર્ભ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો

સોફ્ટબોલ ગેમમાં (SoftaBall) નેશનલ ગેમ્સ (National Games) રમવા ગાંધીનગર ગયેલી સુરતની તરુણીને મહેસાણાના ખેલાડીએ ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. મહેસાણાના (Mehsana) યુવકે તરુણીને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં જ શરીર સંબંધ બાંધી ગર્ભવ (Pregnant)તી બનાવી હતી.

નેશનલ ગેમ્સ પૂર્ણ થતાં તેઓ છૂટા પડી ગયા હતા. જોકે થોડા દિવસો અગાઉ તરુણી જૂનાગઢથી (Junagadh) સુરત આવી હતી ત્યારે તેને પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી ત્યારે ડોક્ટરે તરુણીને પાંચ માસનો ગર્ભ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જે મામલે તેના પિતાએ ગોડાદરા (Goddara) પોલીસ મથકમાં મહેસાણાના ખેલાડી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક તરુણી બીમાર થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટર દ્વારા તપાસ કરતા આ તરુણીને પાંચ માર્ચનો ગર્ભ હોવાનું સામે આવતા તરુણીના માતા-પિતાના પગતળેથી જમીન ખસી ગઈ હતી. તેથી આ સમગ્ર મામલે તરુણીના માતા-પિતા દ્વારા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગોડાદરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

તરુણીના માતા પિતાએ પોલીસને જણાવ્યું હતું કે આ તરુણી રમતગમત કે પછી અભ્યાસ માટે શહેરથી બહાર ગઈ હતી. તે સમયે તે અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ અજાણ્યાએ તરુણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાના કારણે તરુણીને ગર્ભ રહી ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે ના માતા-પિતાના કહ્યા અનુસાર ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસતો શરૂ કરી છે ત્યારે આ યુવતી આ યુવકના સંપર્કમાં ક્યારે આવી અને તેની સાથે અનિયતિક સંબંધોની શરૂઆત સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલો સામે આવતાની સાથે પોલીસે પોકસો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પ્રકારની ફરિયાદો સતત સામે આવી રહી છે. યુવતીઓને લગ્નની લાલચ આપી યુવકો તેમનું શારીરિક શોષણ કરતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટનામાં પણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-