શમી તો કોહલી કરતાં પણ આગળ નીકળી ગયો, બેટથી એવો કમાલ કર્યો જેની કોઈએ કલ્પના નહીં કરી હોય

Share this story

Shami even surpassed Kohli

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ઈનિંગ્સ દરમિયાન મોહમ્મદ શમીએ તેની બોલિંગથી નહીં પરંતુ તેની બેટિંગથી ચાહકો અને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે જબરદસ્ત જીત હાંસલ કરી લીધી છે. જેમાં ભારતે મહેમાન ટીમને 132 ઈનિંગ્સથી હરાવ્યું હતું. ઈનિંગ્સના ત્રીજા દિવસે ભારતે આ જીત પોતાને નામ કરી હતી. નાગપુર ટેસ્ટ (Nagpur Test) મેચમાં ભારતીય બોલરોની ધમાકેદાર બોલિંગ જોવા મળી હતી જેના કારણે ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ મેચ એક ઈનિંગ અને 132 રનથી જીતવામાં સફળ રહી છે.

મોહમ્મદ શમીએ બેટિંગમાં કર્યો કમાલ : 

અશ્વિન, જાડેજા અને અક્ષર પટેલનો કમાલ જોવા મળ્યો હતો. તો રોહિત શર્માએ પણ તેની ટેસ્ટ કારકિર્દીની 9મી સદી ફટકારીને દુષ્કાળનો અંત લાવ્યો હતો. આ ખેલાડીઓના આધારે ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી હતી. પરંતુ ટેસ્ટ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. વાસ્તવમાં, ભારતીય ઇનિંગ્સ દરમિયાન મોહમ્મદ શમીએ તેની બોલિંગથી નહીં પરંતુ તેની બેટિંગથી ચાહકો અને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધા હતા.

વિરાટ કોહલી અને યુવરાજ સિંહને પાછળ છોડ્યા : 

નોંધનીય છે કે ભારતીય ઈનિંગ્સ દરમિયાન શમીએ 47 બોલમાં 37 રન બનાવ્યા જેમાં 3 સિક્સ અને 2 ફોર સામેલ હતી. સાથે જ શમી દ્વારા ફટકારવામાં સિક્સરે એવું કારનામું કર્યું જેને જણીને વિશ્વ ક્રિકેટ પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે.

જણાવી દઈએ કે શમી ભારત તરફથી સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેનોની યાદીમાં 16માં નંબર પર આવી ગયો છે એટલું જ નહીં શમીએ ટેસ્ટમાં સિક્સર મારવાના મામલે વિરાટ કોહલી અને યુવરાજ સિંહ જેવા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.

જણાવી દઈએ કે કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી 24 સિક્સર ફટકારી છે અને ગઇકાલના મેચની સાથે જ ટેસ્ટમાં 25 સિક્સર મારવાની સિદ્ધિ હવે શમીના નામે નોંધાઈ ગઈ છે. આ સાથે જ યુવરાજે પોતાના ટેસ્ટ કરિયરમાં 22 સિક્સર ફટકારી છે અને રવિ શાસ્ત્રીએ ટેસ્ટમાં 22 સિક્સર ફટકારી હતી.

શમી નીકળ્યો કોહલીથી આગળ  :

શમી 25 છગ્ગા
કોહલી 24 છગ્ગા
રવિ શાસ્ત્રી 22 છગ્ગા
યુવરાજ સિંહ 22 છગ્ગા
ઈરફાન પઠાણ 18 છગ્ગા
કેએલ રાહુલ 17 છગ્ગા.

આ પણ વાંચો :-