ડેરી પ્રોડક્ટમાં નહીં આ વસ્તુઓંમાં હોય છે સૌથી વધુ કેલ્શિયમ, રોજના આહારમાં આજથી જ લેવાનું કરો શરુ

Share this story

These items contain the most calcium

  • 30 પછીની ઉંમરમાં કેલ્શિયમની આવશ્યકતા વધી જાય છે તેથી આહારમાં કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સ્વસ્થ (healthy) રહેવા માટે પોષક તત્વોથી ભરપૂર ભોજન કરવું જોઈએ. તેમાં પણ 30 પછીની ઉંમરમાં કેલ્શિયમની આવશ્યકતા વધી જાય છે તેથી આહારમાં કેલ્શિયમનું (Calcium) પ્રમાણ જળવાઈ રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે લોકો ડેરી પ્રોડક્ટ (Dairy product) એટલે કે દૂધ, દહીં, છાશ જેવી વસ્તુઓનું વધારે સેવન કરે છે.

પરંતુ ઘણા લોકો ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ કરતા નથી. તેવામાં તેમના માટે કેલ્શિયમનો સ્ત્રોત કેટલીક વસ્તુઓ બની શકે છે. આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેમાં ડેરી પ્રોડક્ટ કરતાં પણ વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને તેનું સેવન કરવાથી શરીરની કેલ્શિયમની જરૂરિયાતને પૂરી કરી શકાય છે.

સોયા મિલ્ક :

શરીરમાં જો કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપ હોય અને તેને ઝડપથી દૂર કરવી હોય તો સોયા મિલ્કનું સેવન કરો. સોયા મિલ્કમાં ગાયના દૂધ બરાબર કેલ્શિયમ હોય છે. સોયા મિલ્ક વિટામીન ડી નો પણ સારો સોર્સ છે. સોયા મિલ્કનું સેવન કરવાથી કેલ્શિયમની ઉણપને દૂર કરી શકાય છે.

બદામ :

જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો રોજ બદામનું સેવન કરવાનું શરૂ કરો. જો તમે નિયમિત રીતે બદામ ખાશો તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ નહીં રહે.

સફેદ બીન્સ :

સફેદ બીન્સમાં આયરન અને પ્રોટીનની સાથે કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ નો તે સારો સોર્સ છે. જો તમે સફેદ બીન્સનો સમાવેશ ભોજનમાં કરો છો તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ નહીં રહે.

આ પણ વાંચો :-