Home Blog Page 1164

ટીમ ઈન્ડિયાના આ ધાકડ ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, યુવતીએ કહ્યું- મારા પ્રાઈવેટ પાર્ટને..

0

A serious accusation was made on this brave player

  • Team India : એક બાજુ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે છે. ટેસ્ટ મેચ સિરીઝ ચાલુ છે અને બીજી બાજુ ટીમ ઈન્ડિયાનો આ ધાકડ બેટર મોટી મુશ્કેલીમાં મૂકાયો છે. યુવતીએ તેના પર પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવાનો અને લાફા મારવાનો આરોપ લગાવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) એક ખેલાડી હાલ મોટી સમસ્યામાં મૂકાઈ ગયો હોય તેવું જણાય છે. ટીમ ઈન્ડિયાના આ ધાકડ ખેલાડી વિરુદ્ધ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સરે અપરાધિક ફરિયાદ નોંધાવી છે અને ગંભીર આરોપ લગાવ્યા છે. આ ખેલાડી કોણ હશે તે તમે વિચારતા હશો….

આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ પૃથ્વી શો (Prithvi Show) છે. પૃથ્વી શો અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુઅન્સર સપના ગિલ વચ્ચે ચાલી રહેલો વિવાદ હજુ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. આ બધા વચ્ચે પૃથ્વી શો પર સપના ગિલે ગંભીર આરોપ લગાવ્યા છે.

સપના ગિલે લગાવ્યો ગંભીર આરોપ :

મુંબઈની એક કોર્ટે પૃથ્વી શો સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવા અને તેમની કાર પર બેઝબોલ બેટથી હુમલા કરવાના મામલે સપના ગિલ અને અન્ય ત્રણ આરોપીઓને સોમવારે જામીન આપ્યા હતા. જામીન પર બહાર આવ્યા બાદ સપના ગિલે પૃથ્વી શો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સપના ગિલે કેસ દાખલ કર્યા બાદ કહ્યું કે અમે કોઈને માર્યું નથી કે પૈસાની પણ માંગણી કરી નથી. અમારા પર ખોટા આરોપ લગાવવાાં આવ્યા છે.

પૃથ્વી શોની વધી શકે છે મુશ્કેલીઓ :

સપના ગિલે કહ્યું કે મે કોઈ સેલ્ફી માટે કહ્યું નહતું. અમે લોકો મસ્તી કરી રહ્યા હતા તો મારો મિત્ર વીડિયો બનાવવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારે જ મે જોયું કે તે લોકો મારા મિત્રને મારવા લાગ્યા. મારો મિત્ર પુરાવા દેખાડવા માટે વીડિયો બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. મે મારા મિત્રને બચાવ્યો. પરંતુ ત્યારબાદ તે લોકો મને બેઝબોલથી પીટવા લાગ્યા. એક કે 2 લોકોએ મને મારી અને મારા પ્રાઈવેટ પાર્ટને પણ સ્પર્શ કર્યો. એટલે સુધી કે  તેમણે મને થપ્પડ પણ માર્યા.

પૃથ્વી શો વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર :

સપના ગિલે પૃથ્વી શો પર છેડછાડનો આરોપ લગાવ્યો છે. પૃથ્વી શો ઉપરાંત આશીષ સુરેન્દ્ર યાદવ, બ્રજેશ અને અન્ય લોકો પર કેસ દાખલ થયો છે. વકીલ અલી કાશિફ દેશમુખના જણાવ્યા મુજબ સપના ગિલે આઈપીસીની કલમ 34, 120B, 144, 146, 148, 149, 323, 324, 351, 354, 509 હેઠળ કેસ દાખલ કર્યો છે.

અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં એક હોટલની બહાર પૃથ્વી શો સાથે કથિત રીતે ગેરવર્તણૂંક કરવાનો મામલો સામે આવ્યો હતો. તેમની કાર પર બેઝબોલના બેટથી હુમલો કરાયો હતો. જો કે સપના ગિલે આ તમામ આરોપો ફગાવ્યા છે.

આ પણ વાંચો :-

કઠણાઈ કહો કે કરૂણતા, વિશ્વ માતૃભાષા દિવસના સરકારી કાર્યક્રમમાં જ જોડણીની અનેક ભૂલો…… Video

0

Call it hard or pathetic, there are many spelling mistakes

  • અમદાવાદ બોડકદેવ પંડીત દિનદયાળ ઓડિટોરીયમમાં શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

એ વિચારીને ફુલે ગજ ગજ મારી છાતી.. હું અને મારી ભાષા ગુજરાતીપંક્તિઓ વાંચીને આપણને ગુજરાતી હોવાનું જરૂરથી ગર્વ થાય પણ કઠણાઈ કહો કે કરૂણતા વાસ્તવિકતા કંઈ જુદી જ સામે આવી છે. રાજ્ય સરકારનો માતૃભાષા અંગે જાગૃતિ ફેલાવતો (Spreading awar) કાર્યક્રમ આજે અમદાવાદના પોશ વિસ્તાર એવા બોડકદેવમાં આવેલા પંડિત દિનદયાળ ઓડિટોરિયમાં યોજાયો.

આ કાર્યક્રમ યોજાય તે પહેલા ગુજરાતી ગ્રંથો અને સાહિત્યને હાથીની અંબાડીમાં મુકીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સ્વભાવિક છે આનાથી દરેક ગુજરાતીઓને ગર્વ થાય કે આપણા ગ્રંથો અને સાહિત્યને આટલું સમ્માન મળે, પરંતુ શોભાયાત્રા બાદ પંડિત દિનદયાળ ઓડિટોરિયમાં યોજાયેલા વિશ્વ માતૃભાષા દિવસના કાર્યક્રમમાં જ ગુજરાતી ભાષાનું હળહળતું અપમાન થયું છે.

કાર્યક્રમના બેનરોમાં અનેક ભાષાકીય ભૂલો સામે આવી જેમાં જાણીતા લેખકો અને મહાનુભાવોના નામમાં અઢળક ભૂલો સામે આવી છે. એક રીતે કહીએ તો ગુજરાતી ભાષાનું શિક્ષણમંત્રી અને શિક્ષકોની હાજરીમાં ચીરહરણ થયું.

પંડીત દિનદયાળ ઓડિટોરીયમમાં મંગળવારે માતૃભાષા દિનની સવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, અમદાવાદના અનેક ધારાસભ્યો તથા શિક્ષકોથી આખો હોલ ભરેલો હતો. પરંતુ કાર્યક્રમ જે હેતુથી યોજાયો હતો તેમાં જ ઢગલાબંધ ભૂલો જોવા મળી. ગુજરાતી ભાષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા મહાનુભાવોના નામ સુદ્ધાં સરખા લખાયા નથી.

Untitled

રાષ્ટ્રીય શાયરથી લઈને અનેક સાહિત્યકારોના નામ સુધ્ધાં સરખા લખ્યા નથી. ગુજરાતી ભાષાના આ અપમાનના જવાબદાર કોણ? વાહવાહી મેળવવા ગુજરાતી ભાષાની ચિંતા કરવાનો ડોળ કરવા ભેગા થયેલા લોકોમાંથી આવી ગંભીર ભૂલ પ્રત્યે કોઈએ ધ્યાન નહી દોર્યું હોય.

કાર્યક્રમની જવાબદારી કોની હતી ? શું આ ગંભીર બેદરકારી દાખવનારાઓ સામે પગલાં લેવાશે ? મહત્વની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા આગેવાનો પણ આ મહાનુભાવોનું નામ જેવું લખેલું હતું તેવું જ બોલ્યા.

આ પણ વાંચો :-

કોણ છે પૂજા દદલાણી ? જેણે 10 વર્ષથી સંભાળ્યું છે કિંગ ખાનનું A TO Z કામ, કરોડોની છે આસામી

Who is Pooja Dadlani? Who has handled King Khan

  • શાહરૂખ સિવાય પૂજા તેના પરિવારની ખૂબ નજીક છે. તેનો પ્રોફેશનલ જ નહી પરંતુ અભિનેતા સાથે પારિવારિક સંબંધો પણ છે. તે અવારનવાર ગૌરી અને શાહરૂખ ખાનના બાળકો સુહાના ખાન, આર્યન ખાન અને અબરામ ખાન સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે.

શાહરૂખ ખાનની (Shah Rukh Khan) મેનેજર પૂજા દદલાણી (Pooja Dadlani) અભિનેતાની ખૂબ જ નજીક છે. આ વાતનો અંદાજ તમે પૂજાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ લગાવી શકો છો. પૂજા દદલાણી ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે શાહરૂખના પુત્ર આર્યન ખાનને (Aryan Khan) ડ્રગ્સ કેસમાં કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

જ્યારે ગૌરી ખાન આર્યન ખાનને મળવા NCB ઓફિસ પહોંચી હતી તે દરમિયાન પૂજા દદલાણી કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે ત્યાં જ જોવા મળી હતી. તે 2012થી શાહરૂખ સાથે કામ કરી રહી છે અને તેનું તમામ કામ સંભાળી રહી છે. અગાઉ તે શાહરૂખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું કામ સંભાળતી હતી.

તે ન માત્ર ફિલ્મ સાથે જોડાયેલા કામો કરે છે પરંતુ તેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ જેવા અનેક કામને સંભાળે છે. રિપોર્ટ્સ મુજબ તેણે શાહરુખ ખાનની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં પ્રોડ્યૂસર તરીકે પણ કામ કર્યું હતું.

રિપોર્ટ્સ અનુસાર પૂજાની કુલ સંપત્તિ 45 કરોડથી 50 કરોડ રૂપિયાની વચ્ચે છે. તે 7 કરોડથી લઈને 9 કરોડ રૂપિયાની કમાણી કરે છે. વર્ષ 2020માં તેની સંપત્તિમાં 1 મિલિયન ડોલરનો વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે તે હાલમાં જ એક નવા ઘરમાં શિફ્ટ થઈ છે. જેનું ઈન્ટિરિયર ડિઝાઈનિંગ અન્ય કોઈએ નહીં પરંતુ ગૌરી ખાને જ કર્યું છે.

તેણે મુંબઈમાં બાઈ અવાબાઈ ફ્રામજી પેટિટ ગર્લ્સ હાઈસ્કૂલ અને એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી તેણે માસ કોમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. પૂજા દદલાણીએ વર્ષ 2008માં હિતેશ ગુરનાની સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે જેનું નામ તેઓએ રેયના રાખ્યું છે.

શાહરૂખ સિવાય પૂજા તેના પરિવારની ખૂબ નજીક છે. તેનો પ્રોફેશનલ જ નહી પરંતુ અભિનેતા સાથે પારિવારિક સંબંધો પણ છે. તે અવારનવાર ગૌરી અને શાહરૂખ ખાનના બાળકો સુહાના ખાન, આર્યન ખાન અને અબરામ ખાન સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે.

આ પણ વાંચો :-

મહેલ જેવું છે નીતા અંબાણીનું ઘર એન્ટિલિયા, બંકિંઘમ પેલેસ પછી દુનિયાનું બીજું સૌથી મોંઘુ ઘર

0

Nita Ambani’s palatial home Antilia is the second

  • Nita Mukesh Ambani : મુકેશ અંબાણીના ઘરની ચર્ચા દેશ-વિદેશમાં થાય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી નું ઘર એન્ટિલિયા છે જે ભારતના સૌથી ચર્ચિત અને મોંઘા ઘરમાંથી એક છે.

જોકે માત્ર ભારતનું જ નહીં પરંતુ એન્ટિલિયા (Antilia) દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોંઘુ ઘર છે. પહેલા ક્રમ ઉપર બંકિઘમ પેલેસ આવે છે જે દુનિયાનો સૌથી મોંઘુ ઘર છે ત્યાર પછી મુંબઈના (Mumbai) અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું એન્ટિલિયા આવે છે. એન્ટિલિયા 4,532 વર્ગ મીટર માં ફેલાયેલું છે.

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાનું નામ પરથી ફેન્ટમ આયલેન્ડ પરથી રાખવામાં આવ્યું છે જે એટલાન્ટિક મહાસાગરમાં આવેલું છે. એન્ટિલિયા દક્ષિણ મુંબઈમાં કેન્દ્રસ્થાને આવેલું છે જેમાં 27 માળ છે. એન્ટિલિયામાં 600 સભ્યોનો સ્ટાફ ઘરની દેખરેખ માટે કામ કરે છે. આ ઘરમાં ત્રણ હેલીપેડ છે.

એન્ટિલિયાને બનવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. તેનું નિર્માણ વર્ષ 2008 માં શરૂ થયું અને 2010માં એન્ટિલિયા બનીને તૈયાર થઈ ગયું. ઘરમાં અલગથી એન્ટરટેનમેન્ટ સ્પેસ, ગ્રાન્ડ ટેરેસ, ભવ્ય રૂમ સાથે કાર પાર્કિંગ માટે છ અલગ માળની વ્યવસ્થા રાખવામાં આવી છે. એન્ટિલિયામાં યોગ કેન્દ્ર, ડાન્સ સ્ટુડિયો, સ્પા અને સ્વિમિંગ પૂલ પણ છે.

દુનિયાના મોંઘા ઘરની વાત કરીએ તો બંકીંઘમ પેલેસ પછી એન્ટીલ્યાનું નામ આવે છે. આ દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોંઘુ ઘર છે. એન્ટીલિયા પહેલા અંબાણી પરિવાર મુંબઈના સી વિંડમાં 14 માળના ઘરમાં રહેતો હતો. આ ઘરને ઓસ્ટ્રેલિયા આધારિત કન્સ્ટ્રક્શન કંપની લીટન હોલ્ડિંગસે ડિઝાઇન કર્યું છે.

ફોક્સ અનુસાર અંબાણી પરિવારના આ ઘરનો ખર્ચ લગભગ એક થી બે મિલિયન અમેરિકી ડોલર છે. જે 6 કરોડથી 12 હજાર કરોડ રૂપિયાની વચ્ચે છે.

એન્ટિલિયા એટલું મોટું છે કે તેની અંદર કુલ 9 લિફ્ટ રાખવામાં આવી છે. હાલ આ શાનદાર ઘરમાં મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે રહે છે પરંતુ તે પહેલા અનિલ અંબાણી પણ તેની સાથે રહેતા હતા.

આ પણ વાંચો :-

હવે લડી લેવાંનાં મૂડમાં ! ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ

0

Now in the mood to fight! Another letter bomb of MLA Kumar Kanani

  • સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ થોડા સમય પહેલા ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે સુરતમાનો એન્ટ્રી મા ખાનગી બસ ઘૂસે છે તેના કારણે શહેરમાં ટ્રાફિક જામ થાય છે.

શહેરના વરાછા વિધાનસભાના (Varacha Legislative Assembly) ધારાસભ્ય કુમાર કાનાણીએ (MLA Kumar Kanani) વધુ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ST સ્લીપિંગ બસ શરૂ કરવાની માંગ સાથે મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને (Transport Minister Harsh Sanghvi) પત્ર લખ્યો હતો.

સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ થોડા સમય પહેલા ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે સુરતમાનો એન્ટ્રી મા ખાનગી બસ ઘૂસે છે તેના કારણે શહેરમાં ટ્રાફિક જામ થાય છે. જેથી સુરતમા ભારે વાહનોનો એન્ટ્રી મા ના ઘૂસે તે માટે પત્ર લખી રજુઆત કરી હતી. જોકે આ પત્રની ઉલટી અસર સૂરતમાં જોવા મળી હતી અને ખાનગી બસ એસોસિએશન દ્વારા સુરતની અંદર બસ લઈ જવાની સાફ મનાઈ ફરમાવી.

એક જ સાથે બધા મુસાફરો ને વાલક પાટિયા ઉતારી દેવાતા ભારે હાલાકી પડી હતી..જેને લઈ કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે અને તે પત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લખ્યો હતો. જેમાં જણાવાયું હતું કે વેકેશન દરમ્યાન ખાનગી બસો ભાડામા મનમાની કરે છે. જેથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમા એસ ટી વિભાગ દ્વારા સ્લીપિંગ કોચ બસ સેવા શરૂ કરવામાં આવે. જેથી કરી અને લોકોએ ખાનગી બસની રાહ ના જોવી પડે અને મન માન્યા ભાડા ના આપવા પડે.

કાનાણીએ મુસાફરોને આપી વણમાગી સલાહ :

આ તરફ કુમાર કાનાણીએ બસ એસોસિએશનના પ્રમુખ પર આરોપ લગાવ્યા કે, મુસાફરોને હેરાન કરવામા આવી રહ્યા છે. કુમાર કાનાણીએ કહ્યું કે, લોકોએ બે-પાંચ વાર ગામડે જવાનું હોય તો થોડું સહન કરવું જોઈએ. બસ એસોસિએશને શહેર બહાર મુસાફરોને ઉતારવા હોય તો ટિકિટના દર ઘટાડવા જોઇએ તેવી માગ કુમાર કાનાણીએ કરી.

કાનાણીએ કહ્યું કે, મેં ફક્ત પોલીસના જાહેરનામાનો અમલ કરવાની રજૂઆત કરી હતી. બસ એસોસિએશનના પ્રમુખને અભિમાન છે. હું કોર્પોરેશનને રજૂઆત કરી BRTS ની વ્યવસ્થા થાય તેવું કરીશ.

કુમાર કાનાણીએ કહ્યું કે, ટ્રાફિક વિભાગનો પરિપત્ર પહેલાથી જ છે. લોકો વર્ષમાં એક કે બે વાર જતા હોય છે. લોકોને ટ્રાફિકની સમસ્યા જોઈએ છે કે છુટકારો. આજે બેઠકનું આયોજન હાથ ધરાશે. મુસાફરો માટે સિટી બસની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મેં રાત્રિના 10 વાગ્યા બાદ એન્ટ્રી લેવા કહ્યું છે.

આ પણ વાંચો :-

VIDEO : ‘વહુ નહીં મારી દીકરી છે’, સસરાંએ બેડરુમમાં વહુ સાથે કર્યો ડાન્સ, વીડિયો જોઈને નજર નહીં હટે

0

VIDEO: ‘Vahu nahi mari dotti hai’,

  • સોશિયલ મીડિયામાં ડાન્સના વીડિયોની ભરમાર છે પરંતુ પહેલી વાર વહૂ સાથે સસરાના ડાન્સનો વીડિયો વાયરલ થતા લોકોએ ખૂબ પ્યાર લૂંટાવ્યો હતો.

સસરા અને વહુનો ડાન્સ (Father-in-law and brother-in-law dance) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ડાન્સને લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. આ ડાન્સ જોયા બાદ સોશિયલ મીડિયા (Social media) પર અનેક કમેન્ટ્સ આવી રહી છે. ઈન્ટરનેટ પર યૂઝર્સ કહી રહ્યા છે કે તે ખૂબ જ કૂલ સસરા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સસરા અને વહુની જોડી એક ગીત પર ડાન્સ કરી રહી છે. આ ડાન્સ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ ખુશ છે. સસરાં અને વહૂ એક તમિલ ફિલ્મના (Tamil film) ગીત પર બેડરુમમાં ડાન્સ કર્યો હતો.

વહૂ પર સસરાં બોલ્યાં એવું કે દિલ થઈ જશે ખુશ  :

સસરાનું કહેવું છે કે જ્યારે મારા દીકરા રોહને તન્વીનો પરિચય કરાવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તે તેની ગર્લફ્રેન્ડ છે. તે થોડો શરમાળ હતો, પરંતુ હું મારા પુત્રને જાણું છું. તન્વી અમારા પરિવાર માટે ફિટ છે. પહેલી મુલાકાતમાં જ તેમણે મારા ચરણસ્પર્શ કર્યા, હું ખૂબ ખુશ હતો. તે દિવસે અમે સાથે બેઠાં, ખાતાં અને મોજમજા કરતાં.

આ સંબંધની શરૂઆત હતી. સસરા જણાવી રહ્યા છે કે તન્વીને મેળવીને તે ખૂબ જ ખુશ છે. તેઓએ લગ્નની તૈયારીઓ માટે સખત મહેનત શરૂ કરી દીધી. તેમણે તન્વીના પિતા પાસેથી લગ્નની જગ્યા નક્કી કરવાની સલાહ પણ લીધી હતી. લગ્ન પછી તન્વી અમારી સાથે રહેવા લાગી.

અમે સાથે મળીને ખૂબ જ ખુશ છીએ. હું તેને વહુ નથી માનતો, તન્વી મારે મને દીકરી છે. અમે બંને ખૂબ એન્જોય કરીએ છીએ. તન્વીના કારણે ઘરનું તેજ વધી ગયું.

લોકોને ખૂબ ગમ્યો સસરા-વહૂનો ડાન્સ :

ઈન્ટરનેટ પર સસરા અને વહૂનો ડાન્સનો વીડિયો વાયરલ થતાં લોકો પણ તાકતા રહી ગયા અને સહુએ સસરાના આ કામને વખાણ્યું હતું. કેટલાક તો એવું જણાવી રહ્યાં છે બધાને આવા સસરા મળે તો દીકરીનું જીવતર સુખી થઈ જાય.

આ પણ વાંચો :-

આ સેટિંગ કરવાથી વધશે વાઈફાઈની સ્પીડ… HD Video પણ ગણતરીની સેકન્ડમાં થશે ડાઉનલોડ

Doing this setting will increase the speed of WiFi

  • Wifi Speed Hacks : ઘણી વખતે એવું થાય છે કે વાઈફાઈની સ્પીડ થોડા દિવસમાં જ સ્લો થઈ જાય છે. તેના કારણે નોર્મલ વિડિયો ડાઉનલોડ કરવામાં પણ સમસ્યા થતી હોય છે.

આજના સમયમાં ઘરમાં વાઈફાઈ (Wifi) હોવું એ ખૂબ જ જરૂરી થઈ ગયું છે. મોટાભાગના લોકો પોતાના ઘરમાં વાઇફાઇ રાખતા હોય છે. વાઈફાઈ રાખવાથી એક વખત તમારે બે થી ચાર હજારનો ખર્ચ થાય છે પરંતુ ત્યાર પછી પરિવારના બધા જ લોકો ઈન્ટરનેટનો (Internet) ઉપયોગ સરળતાથી કરી શકે છે. પરંતુ ઘણી વખતે એવું થાય છે કે વાઈફાઈની સ્પીડ થોડા દિવસમાં જ સ્લો થઈ જાય છે. તેના કારણે નોર્મલ વિડિયો (Normal video) ડાઉનલોડ કરવામાં પણ સમસ્યા થતી હોય છે.

સ્પીડ વારંવાર ડાઉન થઈ જવાથી તમે બરાબર રીતે ઈન્ટરનેટ નો ઉપયોગ કરી શકતા નથી. તેમાં પણ જ્યારે તમે કોઈ મહત્વનું કામ કરતા હોય ત્યારે વાઈફાઈની સ્પીડ ઘટી જાય કે વાઈફાઈ બંધ થઈ જાય તો ખૂબ જ મુશ્કેલી થાય છે. ત્યારે તમને આજે એવી ટિપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી તમારા વાઈફાઈની સ્પીડ અનેક ઘણી વધી જશે.

વાઈફાઈનું લોકેશન બદલો

જો વાઈફાઈની સ્પીડ વારંવાર ઘટી જતી હોય તો શક્ય છે કે તમારા વાઈફાઈનું લોકેશન બરાબર ન હોય. વાઈફાઈની સ્પીડ બરાબર રહે તે માટે જરૂરી છે કે વાઈફાઈના રાઉટર નું લોકેશન યોગ્ય હોય. રાઉટર યોગ્ય જગ્યાએ નહીં હોય તો તમને ઈન્ટરનેટની સ્પીડ બરાબર મળશે નહીં. તેથી સૌથી પહેલા ઘરમાં જે બેસ્ટ લોકેશન હોય તેવી જગ્યાએ રાઉટર લગાવો. રાઉટર ને ઘરમાં ઊંચાઈ પર લગાવવું જેથી ઈન્ટરનેટની સ્પીડ આખા ઘરમાં બરાબર રીતે મળે.

ઓપ્ટિમાઈઝેશન જરૂરી

ઘણી વાઈફાઈ સર્વિસ પ્રોવાઈડ કરતી કંપની વાઈફાઈ કનેક્શન સાથે એપ પણ ઓફર કરે છે. જો તમારા વાઈફાઈનું કનેક્શન સ્લો હોય તો તમે એપ નો ઉપયોગ કરીને ઈન્ટરનેટની સ્પીડ વધારી શકો છો. જેમકે એરટેલ કંપની પોતાની ફાઈબર સર્વિસમાં એપની ઓફર કરે છે જેમાં ઓકટેમાઈઝેશન નો ઓપ્શન હોય છે. આ વિકલ્પને પસંદ કરીને તમે સ્પીડને વધારી શકો છો.

આ પણ વાંચો :-

અમેરિકામાં સુરતીનો દબદબો : રિપબ્લિકન પાર્ટીના આર્સેટિયા સિટીના જાહેર થઈ શકે છે ઉમેદવાર

Surti’s influence in America

  • જ્યાં જયાં વસે ગુજરાત ત્યાં વસે સદાકાળ ગુજરાત એમ નેમ નથી કહેવાતું અને આ કહેવતમાં સૂર પુરાવ્યો છે સવાયા ગુજરાતી એવા મૂળ સુરતના વતની અને હાલમાં લોસએન્જલસ (Los Angeles) ખાતે પોતાનું ઠેકાણુ બનાવનારા યોગી પટેલે (Yogi Patel) કે જે છેલ્લા બે દાયકાથી વિદેશની ધરતી પર ગુજરાતી તરીકે પોતાનું સમાજનું અને દેશનું નામ ઉજળુ કરી રહ્યા છે.

અમેરિકામાં (America) રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભારતીય મૂળના નીકિ હેલી (Nikki Haley) રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે ત્યારે ભારતવાસીઓ અને એમાં ખાસ કરીને ગુજરાતીઓ માટે અમેરિકાથી ગૌરવ સમાન સમાચાર આવ્યા છે.

કેલિફોર્નિયાના લોસ એન્જલસ કાઉન્ટિની હદમાં આવતા આર્સેટિયા સિટી ખાતેથી મૂળ સુરતના વતની એવા યોગી પટેલને રિપબ્લિકન પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. જેની સત્તાવાર જાહેરાત જૂન માસમાં કરાશે.

લોસએન્જલસ ખાતે છેલ્લા 20 વર્ષથી વસવાટ કરી રહેલા યોગી પટેલ મૂળ સુરતના છે અને કેમિકલ એન્જીયર પણ તેઓ વિદેશમાં રહીને જ ભણીને બન્યા છે. રિઅલ એસ્ટેટથી માંડીને હોટેલ એન્ડ મોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં તેમણે પોતાનું નામ કમાયુ છે. કોમર્શિયલ બિલ્ડીગ એક્ટિવીટીમાં પણ તેમનું નામ મોટું માનવામાં આવે છે.

હાલમાં જ તેમને આર્ટેસિયા ખાતેથી કાઉન્સિલમેન તરીકેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. એમ તો યોગી પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજીક સેવા સાથે પણ સંકળાયેલા છે અને વિવિધ હોદ્દાઓ પર માનદ સેવા પુરી પાડી રહ્યા છે.

વિદેશમાં પણ રાજકીય રીતે અગ્રેસર હોવાનું ગર્વ યોગી પટેલ અનુભવી રહ્યા છે. તે છેલ્લા પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે અને એક્ટિવ ઈન્ડિયન તરીકે તેમની નોંધ પાર્ટીમાં લેવાયા બાદ તેમની પર આ વર્ષ માટે કાઉન્સીલ મેન તરીકેની જવાબદારી આપવાનું મન પાર્ટીએ બનાવી લીધુ છે. સતત સેવાભાવના અને મોટા પાયા પર ભારતીય સમુદાય પણ તેમની સાથે સંકળાયેલા હોવાને લઈ તેમના માટે આ જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે. કાઉન્સીલમેન તરીકે અગર તે જીતે છે તો તેમની અંડરમાં ૬ જેટલી સીટીની જવાબદારી આવશે.

No description available.

યોગી પટેલ બિઝનેસમાં જેટલા અગ્રેસર મનાય છે તેટલા જ તે સામાજીક રીતે સન્માન મેળવવામાં પણ આગળ છે. તેમને અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ મળ્યા છે. આઝાદીના ૭૫માં વર્ષ પ્રસંગે ઓરેન્જ કાઉન્ટીના સેનેટર ક્રિમ યાંગ દ્વારા તેમને સન્માનિત કરાયા હતા તો સાઉથ ઈન્ડિયન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એવોર્ડ મેળવ્યો.

સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશનમાં 3 મિલિયન ડોલરનું ડોનેશન ભેગુ કરી આપવાને લઈ એજ્યુકેશન ક્ષેત્ર માટે સન્માન કરવામાં આવ્યું તો લોસએન્જલસ કાઉન્ટીમાં ભારતીયોની પડખે રહીને તેમના માટે મદદરૂપ બની રહેનારા યોગી પટેલને ૭ જેટલા એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચુક્યા છે.

જણાવવું રહ્યું કે લોસએન્જલસ કાઉન્ટીની હદમા આવતી સીટીના વિસ્તારોની જવાબદારી તેમને મળી શકે છે. આર્ટેસિયા સીટી ખાતેથી યોગી પટેલ પ્રથમ ગુજરાતી છે કે જેમને રિપબ્લિક પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને તેની સત્તાવાર જાહેરાત આ જુન મહિનામાં કરવામાં આવશે.

આ પણ વાંચો :-

એક વિવાહ ઐસા ભી ! વરરાજા સહિત જાનૈયા માંડવાની જગ્યાએ સીધા જેલ પહોંચ્યા !

One marriage Aisa Bhi! Janaiya including

  • એલિસબ્રિજમાં વરરાજા અને જાનૈયાઓની જાન સીધી જ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. લગ્ન પ્રસંગમાં જુગારધામ ધમધમી રહ્યો હતો અને પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે 89 જુગારીઓની ધરપકડ કરીને જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદમાં (Ahmedabad) બે મિત્રોના લગ્નમાં જાનૈયા સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. એલિસબ્રિજમાં વરરાજા અને જાનૈયાઓની જાન સીધી જ પોલીસ સ્ટેશનમાં (Police Station) પહોંચી હતી. લગ્ન પ્રસંગમાં જુગારધામ (gambling den) ધમધમી રહ્યો હતો અને પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે 89 જુગારીઓની ધરપકડ કરીને જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

યુવાનો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પરંતુ વરરાજા સાથે જાન જોડીને લગ્ન કરવા પહોંચે તે પહેલાં વરરાજા અને જાનૈયા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચી ગયા કારણ કે તેઓ લગ્ન પ્રસંગ માં જુગાર રમી રહ્યા હતા. મીઠાખળી વિસ્તારમાં રહેતા કાપડના વેપારી વર્ષીલ દેસાઈના લગ્ન પ્રસંગ હોવાથી એલિસબ્રિજમાં લક્ષ્મી નિવાસમાં બે ફ્લેટ મિત્રના રાખ્યા હતા.

આ ફ્લેટમાં મિત્રો અને વરરાજા જુગાર રમી રહ્યા હતા. જેની બાતમી એલિસબ્રિજ પોલીસને મળતા તેમને રેડ કરી હતી અને ફ્લેટના 402 અને 602 નંબરના ફ્લેટમાં જુગાર રમતા 89 લોકોને ઝડપી લીધા. તેમની પાસેથી 53 વાહન, 98 મોબાઈલ, 3.74 લાખની રોકડ સહિત 1.58 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

એલિસબ્રિજ પોલીસે હાલમાં જુગારધારાની કલમ ચાર અને પાંચ હેઠળ ગુનો નોંધી ને કાર્યવાહી હાથ ધરી છે. આ વરરાજા અને જાનૈયાઓને છોડાવવા મોટી લાઈનો જોવા મળી. હાલ તો પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો :-

તારીખ 22 ફેબ્રુઆરી રાશિફળ, બુધવાર – આ ત્રણ રાશી પર પ્રસન્ન થશે લક્ષ્મીજી, બની રહ્યો છે ધનલાભનો યોગ

Date 22 February Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ
નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્રફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.

મિથુનઃ
સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનંુ પાસુ મજબૂત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ. આકસ્મિક ધનલાભ શક્ય.

કર્કઃ
નલીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ. દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

સિંહઃ
માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતિ માટે. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધી ચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
બુદ્ધિથી કાર્ય સફળતા મળતી જણાય. એડવોકેટ, વિમા સંબંધી ક્ષેત્રોથી વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારું રહે.

તુલાઃ
અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારું. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

વૃશ્ચિકઃ
આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ. સંતાનની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારું.

ધનઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદાકારક નીવડશે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.

મકરઃ
માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય બળવાન બને છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મીનઃ
અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ, ઓઈલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્ય જીવનમાં આનંદનો વધારો. પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારું. આરોગ્ય મધ્યમ.

આ પણ વાંચો :-