કુમાર કાનાણી – બસ ઓપરેટરો આમને-સામને, આજથી લક્ઝરી બસ શહેરમાં નહીં પ્રવેશે

Share this story

Kumar Kanani – Bus operators face off

  • સુરતના ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સુરત શહેર ટ્રાફિક DCP સાહેબને એક પત્ર લખી જણાવેલ કે સુરત શહેરમાં નો-એન્ટ્રી દરમિયાન ભારે વાહન પ્રવેશવી જોઈએ નહીં.

આથી સુરત લકઝરી બસ ઓપરેટર્સ (Surat Luxury Bus Operators) ચેરિટેબલ એસોસિએશનની એક મિટિંગમાં સર્વાનુંમતે નક્કી કરવામાં આવેલા છે કે તારી 21.02 2023 ની વહેલી સવારથી સુરત પહોંચતી કોઈપણ લકઝરી બસ સુરતમાં પ્રવેશ કરશે નહીં અને સુરતના કામરેજ રોડ ઉપર આવેલા વાલક પાટીયા (Valak Patiya) પેસેન્જર ખાલી અને પિક-અપ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.

બસ ઓપરેટરો દ્વારા એક મહત્ત્વનો નિર્ણય :

સુરત પોલીસ કમિશનરના જાહેરનામાના સમયની અવધીમાં પણ ખાનગી લક્ઝરી બસો અને મોટા વ્હીકલો પ્રવેશ કરતાં હોવાની ફરિયાદ વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને લેખિતમાં કરી હતી. ત્યારે હવે કુમાર કાનાણીની ફરિયાદને લઇ શહેરના ખાનગી બસ ઓપરેટરો દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આજથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં. તમામ બસ સુરત શહેરની બહાર વાલક પાટિયાથી ઊપડશે અને ખાલી પણ ત્યાં જ થશે. જેને લઈ સુરત શહેરના જુદા જુદા છેવાડે રહેતા મુસાફરી કરવા જતા 10 લાખથી વધુ નાગરિકોને બસ સુધી પહોંચવા 10થી 20 કિમી ફરી ભારે હાલાકી સહન કરવાનો વારો આવી શકે છે.

Bjp Mla Bus Operators Face Off Luxury Buses Will Not Enter City From Tomorrow

ધારાસભ્ય વિરુદ્ધ બસ ઓપરેટરો આવી ગયા :

ધારાસભ્યની લેખિત ફરિયાદને લઈને બસ ઓપરેટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેને લઇ કુમાર કાનાણીના આ પ્રકારના પત્ર અને ફરિયાદને કારણે શહેરના 150થી વધુ ખાનગી બસ ઓપરેટરો એક થયા છે. અને આજથી એટલે કે 21 તારીખથી સુરત શહેરમાં એક પણ ખાનગી બસ શહેરમાં પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરત પોલીસ કમિશનરના જાહેરનામા આપવામાં આવેલી છૂટના સમયમાં પણ એક પણ લક્ઝરી બસ સુરતમાં આવશે નહીં અને ખાલી પણ થશે નહીં તેવો મક્કમ નિર્ણય કરીને તેની પર અડગ રહ્યા છે. આ સાથે ખાનગી લગ્નપ્રસંગના કાર્યક્રમોમાં પણ એક પણ લક્ઝરી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં.

ખાનગી બસ ઓપરેટરો મક્કમ :

સુરત લક્ઝરી બસ ઓપરેટર ચેરિટેબલ એસોસિયેશન દ્વારા આજથી બે દિવસ પહેલાં 21 તારીખથી શહેરમાં એક પણ બસ પ્રવેશ કરશે નહીં તે પ્રકારનો મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને શહેરના ખાનગી બસ ઓપરેટરો મક્કમ રીતે વળગી રહ્યા છે. આજથી સુરતમાં એક પણ બસ શહેરની અંદર પ્રવેશ કરશે નહીં અને શહેરમાં બસ ખાલી પણ થશે નહીં.

અંદાજે 450થી વધુ બસો સુરત શહેર હદ વિસ્તારની બહાર વાલક પાટિયા પાસેથી જ ભરાશે. અને વહેલી સવારે મુસાફરોને ઉતારીને ખાલી પણ ત્યાં જ કરશે. લક્ઝરી બસ ઓપરેટર એસોસિયેશનના આ પ્રકારના નિર્ણયથી સુરતથી બહાર ખાનગી બસનો ઉપયોગ કરનાર મુસાફરોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે.

કુમાર કાનાણીની ફરિયાદને લઈ બસ ઓપરેટરોનો નિર્ણય :

વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી દ્વારા થોડા દિવસ પહેલાં હેવી વ્હીકલ અને ખાનગી બસ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને વરાછામાં ફરી રહી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ટ્રાફિક ડીસીપીને લેખિતમાં કરવામાં આવી હતી. ધારાસભ્યે ડીસીપીને લખેલા પત્રમાં જાહેરનામાનો ભંગ કરીને શહેરમાં ફરતી બસોને કારણે ખૂબ જ મોટી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે અને તેના કારણે શહેરની જનતાને હાલાકી થઈ રહી છે તેવા આરોપ લગાવ્યા હતા.

સુરતમાં અંદાજે 150થી વધુ લક્ઝરી બસ ઓપરેટરો :

સુરત લક્ઝરી બસ ઓપરેટર ચેરિટેબલ એસોસિયેશન દ્વારા બે દિવસ પહેલાં એક બેઠક યોજાઈ હતી. જેમાં 150થી વધુ લક્ઝરી બસ ઓપરેટરો હાજર રહ્યા હતા. તમામ બસ ઓપરેટરો દ્વારા આ નિર્ણય લેવાયો છે. 150માંથી 80 ટકા બસ ઓપરેટરો સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના છે. જ્યારે 20 ટકા રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફના બસ ઓપરેટરો છે.

આ પણ વાંચો :-